Sunday, 30 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મૈં લોગોં સે કહ દૂંગા કે ઉસે ફુરસત નહીં મિલતી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તુમ તાલ્લુક તોડને કા કહીં જિક્ર ના કરના ફરાઝ, મૈં લોગોં સે કહ દૂંગા કે ઉસે ફુરસત નહીં મિલતી!

ડૉ. શરદ ઠાકર

હું માત્ર મિત્રભાવથી નીકળી પડ્યો. મારી ધારણા હતી કે દેસાઈના નર્સિંગ હોમમાં ગંભીર સ્થિતિમાં કોઈ ગર્ભવતી સ્ત્રી હશે, ચાળીસ-પચાસ સગાંઓ ઊભાં હશે, ગ્લુકોઝનો બાટલો કે લોહીની બોટલ ચડી રહી હશે. ડોક્ટર અને દર્દીનાં સ્વજનો વચ્ચે કોઈ મુદ્દે દલીલબાજી, મતભેદ કે ઝઘડો ચાલી રહ્યો હશે. (એ વખતે આજની જેમ દવાખાનામાં તોડફોડ કરવા જેવી ઘટનાઓ બનતી ન હતી.) પણ મારી ધારણા હતી કે હું મુખ્ય ઝાંપામાંથી પસાર થઈશ તે વખતે મારા કાનમાં ઘાંટાઘાટ અને ઉગ્ર ઝપાઝપીના અવાજો અથડાશે, પણ મારી ધારણા ખોટી પડી. ડો. દેસાઈના નર્સિંગ હોમમાં સન્નાટા જેવો માહોલ હતો. ટોળું તો હતું જ નહીં, એકાદ સગું પણ ક્યાંય દેખાતું ન હતું. હા, લેબર રૂમની દિશામાંથી પ્રસૂતાની ચીસ સંભળાતી હતી, જે તરત શમી જતી હતી.

વાત આગળ વધારું. એ નક્કી થઈ ગયું કે વિમળાની ડિલિવરી ડો. દેસાઈના હાથે જ થવાની છે. હવે તારીખ નજીક આવતી જતી હતી. ડો. દેસાઈને યાદ આવ્યું, એમણે પૂછી લીધું, 'વિમળાબહેન, હજુ સુધીમાં એક પણ વાર તમારા પતિ તમારી સાથે આવ્યા નથી. મોટા ભાગે તમે એકલાં જ આવો છો, ક્યારેક તમારી પડોશણને સાથે લઈને.'
'હમારા મરદ બિઝનેસ કરતા હૈ. વો હફતે મેં ચાર દિન બાહરગાંવ જાતા હૈ.', 'પણ બાકીના ત્રણ દિવસ તો એ અહીં રહેતા હશેને? તો એકાદ વાર એને સાથે લઈ આવો.'
એ પછી પણ જ્યારે આવી ત્યારે વિમળા એકલી જ આવી. ડો. દેસાઈ બગડ્યા, 'વિમળાબહેન, આવું નહીં ચાલે. તમે જ્યારે ડિલીવરી માટે આવો ત્યારે તમારી સાથે કોઈ જવાબદાર વ્યક્તિ હોવી જ જોઈશે. પછી એ તમારા પતિ હોય, સાસુ-સસરા, દિયર-દેરાણી, જેઠ-જેઠાણી, ભાઈ કે બહેન કોઈ પણ હોય. તમે સાવ એકલાં ચાલ્યાં આવો તો નહીં ચાલે.', 'ઐશા ક્યૂં? ડિલિવરી હમારી કરવાની હૈ કિ દૂશરોં કી?', 'અરે! તમે સમજતાં કેમ નથી? આ જેવું તેવું કામ નથી. એક જીવની અંદરથી બીજા જીવને બહાર કાઢવાનો છે. નાકમાંથી શ્રીફળ કાઢવા જેવું અઘરું કામ છે! ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. એ વખતે મારે પૂછવું કોને? તમારી સાથે આવેલી પડોશણને? પછી તમને કે તમારા બાળકને કંઈ થઈ ગયું તો બીજા દિવસે તમારા પતિદેવ આવીને મારું ગળું પકડે.', 'ઐશા નહીં હોગા, શા'બજી!' વિમળા આટલું બોલીને ગઈ.


'તમારી વાત હકીકત છે કે કલ્પના એ કેવી રીતે જાણી શકાય? ડો. દેસાઈએ શંકા વ્યક્ત કરી. હું ચા પૂરી કરીને જવા માટે ઊભો થયો, 'એ જાણવું હોય તો વિમળા હાજર છે. કાલે રાઉન્ડમાં એની તબિયતના સમાચાર પૂછ્યા પછી પૂછી લેજો. એ બધું જાણે છે. કહી દેશે.'



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot7fmqEmL_JVYQut5SP_JEu89mpTncxAPwAPCjUFbnVvw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment