Thursday 27 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કુદરત તોફાને ચઢી છે, આપણે ચેતવું જ પડશે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કુદરત તોફાને ચઢી છે, આપણે ચેતવું જ પડશે!
પોઈન્ટ બ્લેન્ક :- એમ.એ. ખાન

 


એક યુવાન પોતાની કાર લઈને પર્વતના સર્પાકાર રસ્તા પર આગળ વધી રહ્યો હતો. વરસાદ ચાલુ હતો. અનેક જગ્યાએ ઉપરથી વહી આવતું પાણી ધોધ બનીને રસ્તાની પેલી બાજુ ખીણમાં પડતું હતું. યુવાન ધોધની નીચેથી કાર ચલાવવાનો રોમાંચ માણી રહ્યો હતો. અચાનક જ વરસાદ ભયાનક બની ગયો. આકાશમાંથી જાણે સાંબેલાધારે પાણી વરસવા લાગ્યું. યુવાન રસ્તાની પેલી બાજુ પડતા એક ધોધ નીચેથી કાર ચલાવીને કુદરતના આ રૌદ્ર સ્વરૂપને માણી રહ્યો હતો કે અચાનક જાણે કે ગડગડાટ ગૂંજ્યો. યુવાન આઘાત અને આૃર્યમાંથી બહાર આવે એ પહેલાં તો એણે જોયું કે એની કાર જ્યાં હતી એ રસ્તો જાણે કે નીચે બેસી રહ્યો હતો અને પોતે પણ કાર સાથે નીચે ધસી રહ્યો હતો. ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની ઘટનામાં આવા ૫૧ નાગરિકોએ પ્રાણ ગુમાવ્યા. કોઈને જરાય શંકા નહોતી કે આ રીતે આખો હાઈવે નીચે બેસી જશે અને પોતે વહેતા પાણીના ધોધ, માટીના કાદવ અને ડામના ટુકડાઓ વચ્ચે અથડાતા કૂટાતા પોતાના વાહન સાથે પાતાળમાં ગરક થઈ જશે.

 

વર્ષો પહેલાંની વાત છે. પિતાએ ખરીદેલી જમીન દાદાને બતાવવા લઈ જનાર યુવાનને દાદાએ તરત ટકોર કરી, અરે! તારા બાપુજીએ આ શું કર્યું? આ જમીન ન લેવાય.

 

યુવાને પૂછયું, કેમ? તો દાદાએ કહ્યું, આ જગ્યા તો નાળાની છે. અત્યારે દેખાતું નથી, પરંતુ આસપાસની જમીનો ઊંચી છે. વરસાદ પડશે તો એ બધું પાણી અહીંથી જ વહીને આગળ જશે. અહીં ઘર ન બનાવાય. સદીઓ સુધી માણસો ભલે અક્ષરજ્ઞાન નહોતા ધરાવતા, પરંતુ એમનું આવું ડહાપણ જન્ય જ્ઞાન ખૂબ મજબૂત હતું.

 

અગાઉ ચોમાસામાં જ્યારે વરસાદ શરૂ થાય તો જો ભારે વરસાદની આગાહી હોય તો દિવસમાં બે-ચાર ઈંચ પડતો હતો. આ વર્ષે જ્યાં પડયો ત્યાં એક દિવસમાં આઠથી બાર ઈંચ વરસાદ પડી ગયો. જાણે આકાશમાંથી ધોધ પડતો હોય. આપણે વિકાસની દોટમાં ચાર ઈંચ વરસાદ પડે તો એના પાણીનો નિકાલ તરત થઈ જાય એ સગવડ પણ ભૂંસી નાંખી છે. પાણી વહી જવાના કુદરતી માર્ગો, એટલે કે નીચાણવાળા વિસ્તાર અને નાળાં પૂરીને ત્યાં મકાનો બનાવી લીધા છે. ત્યાં આઠ, દસ કે બાર ઈંચ વરસાદ થાય તો પાણી શી રીતે વહી જ શકે? એટલે જ્યાં ભારે વરસાદ પડયો નથી કે જળબંબાકાર, પાણી ભરાઈ ગયા, ગામ બે સોસાયટી બેટ બની ગઈ, હાલાકી વગેરે બુમરાડ સાંભળવા મળે છે.

 

અત્યાર સુધી આપણે કુદરતને આપણી આસપાસની ધરતી, નદી, તળાવ વગેરેને સમજવાને બદલે નાથવાના પ્રયાસ કર્યે રાખ્યા છે. અશ્કય જણાય એવા સ્થળે રસ્તા, એરપોર્ટ, મકાનો બનાવવામાં સાહસ ગણતા રહ્યા છીએ. હવે કુદરતે પોતાની અવહેલનાનો બદલો માગવાનું શરૂ કર્યું છે. આ હકીકત સમજીને કુદરતના આક્રોશને રોકવાને બદલે એને વહી જવાનો માર્ગ કરી આપવાની આવડત કેળવવી પડશે. જાપાનમાં એક સમયે છાશવારે ભૂકંપ આવતા હતા. એનો સામનો કરવા જાપાનીઓએ હળવા લાકડામાંથી ઈમારતો બનાવવાની કળા વિકસાવી. તેથી ભૂકંપ વખતે ઘર પડી ન જાય અને પડી જાય તો જાનહાનિ વધારે ન થાય! બાળકોને સ્કૂલમાં અભ્યાસના ભાગરૂપે તાલીમ આપવામાં આવતી હતી કે ભૂકંપ આવે તો શું કરવું. આજે જાપાનીઓ પોતાનો ભૂતકાળ ભૂલી ગયા છે. કુદરત હવે તોફાની બની રહી છે ત્યારે જાપાને પણ એનો કોપ ખમવાનો વારો આવશે જ!

 

આપણે ત્યાં હવામાન ખાતું વરસાદ સામાન્ય, હળવો, ભારે કે અતિભારે પડશે એની આગાહી કરે છે. એ રેડિયો, ટીવી, મોબાઈલ વગેરે માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવે છે. એમાં ચોક્કસ કયા કયા શહેરો કે જિલ્લાઓમાં વરસાદ ભારે કે અતિભારે થશે એની આગાહી હોતી નથી. ક્યાં ધરતી ફસકી જાય અને ભૂસ્ખલન તરીકે ઓળખાતી દુર્ઘટના બનવાની આશંકા છે એની કોઈ આગાહી કરતું નથી. કઈ જગ્યાએ પર્વતના ઢોળાવ ઉપરથી શિલા અચાનક નીચે ગબડી આવે એવું જોખમ છે એની કોઈ આગાહી કરતું નથી.


હવે જ્યારે આપણે ન વસી શકાય એવી જગ્યાએ પણ વસવા લાગ્યા છીએ અને જ્યાં ઈમારતો ન બાંધી શકાય ત્યાં પણ બાંધવા લાગ્યા છીએ તો આવી તમામ શક્યતાઓ પર નજર રાખીને એની વહેલાસર આગાહી કરવી અને નાગરિકોને ચેતવણી આપવાનું કામ અનિવાર્ય બની રહ્યું છે. એ માટે જાણકાર માણસોને કામે લગાડવા પડશે. મોટાપાયે નવા લોકોને તાલીમ આપીને દરેક સ્થળે વરસાદનું કેવું જોખમ છે. જમીનનું ધોવાણ કેવું છે. ક્યાં કેટલું જોખમ છે એની ઉપર નજર રાખવી પડશે. એમાં વૈજ્ઞાનિક સાધનોની મદદ લેવી પડશે અને તાલીમ પામેલા ખંતીલા માણસોની પણ જરૂર પડશે. સમયસર ચેતવણી મળી જાય તો દુર્ઘટના તો રોકી ન શકાય, પરંતુ જાનહાનિ જરૂર રોકી શકાય. કેરળમાં એનું ઉદાહરણ જોવા મળ્યું છે. કેરળમાં બંધ ખોલવા જ પડે તો નીચાણવાળા વિસ્તારના જે વિસ્તાર ડૂબમાં જવાના હતા ત્યાંના લોકોને સમયસર અન્યત્ર ખસેડવાનો ભગીરથ પ્રયાસ સફળતાથી પાર પાડવામાં આવ્યો. એ શક્ય એટલા માટે બન્યું કે એની આગોતરી ચેતવણી મળી ગઈ હતી.

 

આગોતરી ચેતવણીઓ બધે જ મળી શકે એ માટે આખા દેશમાં આવું જ જડબેસલાક તંત્ર ગોઠવવાનો સમય પાકી ગયો છે. એ માટે નવા હજારો, લાખ્ખો, કરોડો યુવાનોને તાલીમ આપીને નોકરીએ રાખવાના થાય તો સરકારે વહેલી તકે એ કામ ઉપાડવાની જરૂર છે. યુવાનોને નોકરી આપવાનું વચન પણ પૂરું થશે અને સચોટ આગાહીઓ દ્વારા આફતોનો સામનો કરવાની ક્ષમતા પણ ધારણ થઈ જશે. હવે શ્રીગણેશ કરવાની જ જરૂર છે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsPN_mEgMuFWe7ceA644gJyeOkd5HSLHTm0Ws-QaOsrfA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment