Saturday 29 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ દૂધ દોહનારી એક કન્યા ડેરી ટેક્નોક્રેટ બની ગઈ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દૂધ દોહનારી એક કન્યા ડેરી ટેક્નોક્રેટ બની ગઈ!
દેવેન્દ્ર પટેલ

 

 

નિશા.

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામના એક મધ્યમ વર્ગના પરિવારની દીકરી. પિતા નારાયણભાઈ ચૌધરી એસ.ટી.માં ડ્રાઈવર તરીકે નોકરી કરે. માતા રાજીબહેને એ સમયમાં હિન્દી વિષય સાથે એમ.એ. કર્યું હતું. છતાં નોકરી મળી નહીં. આથી તેમણે પશુપાલનને વ્યવસાય તરીકે અપનાવવાનો નિશ્ચય કર્યો. રાજીબહેનને દૂધ દોહવું કે પશુ પાલનને લગતી બીજી કોઈ કામગીરી આવડતી ન હતી. આથી નારાયણભાઈએ તેમને પહેલાં એક ભેંસ લાવી આપી જેથી તેમને તકલીફ વગર કામ આવડે. પણ તેમણે ટૂંકા સમયમાં આવડત કેળવી અને તેમણે ૩ ભેંસ અને ૧૦ ગાયો રાખી તેમનું ડેરી ફાર્મ બનાવી પશુપાલનને વ્યવસાય તરીકે અપનાવ્યો. નારાયણભાઈ ડ્રાઈવરની નોકરી કરે એટલે ઘરમાં અઠવાડિયે આવે અને સમાજની, ખેતીની, બાળકોના ઉછેર અને ખાસ કરીને શિક્ષણ તથા પશુપાલન જે તેમની આજીવિકા પણ હતી તે બધી જવાબદારી રાજીબહેને એકલે હાથે હોંશે ઉપાડી. પોતે સુશિક્ષિત હતા તેથી તેમના બાળકોના ઘડતર પાછળ સજાગ રહી સારું અને ઉચ્ચ શિક્ષણ મળે તે માટે તમામ કષ્ટો વેઠી પ્રયત્નો કરી બાળકોની કારકિર્દી બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.

નિશા પરિવારમાં સૌથી નાની એટલે લાડલી અને તેને લગભગ બધા જ પ્રકારની છૂટ હતી. તેનું પ્રાથમિક શિક્ષણ ચરાડા ગામની શાળામાં થયું. ગામ અને શાળામાં એવી છાપ કે નિશા ડાહી, આજ્ઞા પરાયણ પરંતુ ભણવામાં સામાન્ય. અને શહેરની છોકરીઓ જેવી સ્માર્ટ નહીં પણ આત્મવિશ્વાસ ભરપુર. નિશા પાંચમા ધોરણમાં આવી ત્યારે તેમની શાળાના આચાર્ય કે જેઓ પોતે સ્પોર્ટ્સમેન અને વ્યાયામના પણ શિક્ષક હતા તેમણે શાળામાં રમત-ગમત અને સ્પોર્ટ્સને ખૂબ મહત્ત્વ આપ્યું. તેમણે પાંચમા ધોરણમાં ભણતા એવા વિર્દ્યાિથનીઓની શોધખોળ ચાલુ કરી કે જે સ્પોર્ટ્સમાં રમવા અને આગળ આવવા માંગતી હોય જેમાં નિશા પણ પસંદ થઈ. આ બાબતમાં નિશાના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. તેણે મક્કમતાથી કહું કે હું હવે વધારે મહેનત કરી સારું ભણીશ અને મને સ્પોર્ટ્સ ખૂબ ગમે છે એટલે પસંદગી કરો.

અને પછી તેની શાળાની વોલીબોલ ટીમમાં પસંદગી થઈ અને આંધ્રપ્રદેશમાં રમાયેલ ૬૩મી જૂનિયર રાષ્ટ્રીય વોલીબોલ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો અને સાથે સાથે ધો.૧૦માં પણ ૭૯ ટકા સાથે પાસ કરી અને ૧૨મું ધોરણમાં સાયન્સ વિષય સાથે અભ્યાસ માટે ગાંધીનગર જિલ્લામાં જે.એમ. ચૌધરી સાર્વજનિક કન્યા હાઈસ્કૂલમાં અભ્યાસ માટે એડમિશન લીધું.

એક સમયે તેણે ભણવાનું છોડી દેવાનું મન થયું અને તેના પપ્પાને સાથે લઈ સ્કૂલમાંથી ન્ઝ્ર લેવા જતા હતા ત્યારે ત્યાં કેટલીક છોકરીઓ તેની બહેનપણીઓ આવી ફાંકડું અંગ્રેજી બોલી તેની સાથે વાતચીતો કરતી હતી. આ જોઈ નારાયણભાઈ પ્રભાવિત થયા અને નિશાને સમજણ આપી કે જો તું અહીંયા ભણીશ તો આવું સરસ બોલતા વાતચીત કરતા શીખીશ. આ ઘટના પછી નિશા ક્યારેય કોઈ ફરિયાદ ન કરતી અને વધુ ને વધુ સમય વાંચન, અભ્યાસની સાથે ઈતર સાહિત્ય વગેરેની ટેવ પાડી અને વર્ષ ૨૦૧૧માં ૧૨માં ધોરણમાં સાયન્સ વિષય સાથે અભ્યાસ કરીને ૭૫ ટકા પર્સન્ટાઈલ સાથે પાસ થઈ. નીશા પણ ભણતાં ભણતાં ગાયો-ભેંસોનું દૂધ દોહતી હતી.

નારાયણભાઈ તથા રાજીબહેન તેમના સંતાનોને સારું અને ઉચ્ચ શિક્ષણ મળે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહી પ્રોત્સાહન આપતા. અને તેમના પુત્રને એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરી કરી સારી કારકિર્દી બનાવી. પરંતુ તેમની પુત્રી બાળપણથી જ અથાગ મહેનત અને વિલક્ષણ બુદ્ધિ પ્રતિભાના ગુણસભર હતી. શાળાએ જવા બસમાં ચરાડાથી અપડાઉન કરવું, ઘરકામમાં તથા પશુપાલનના કામ જેવા કે ચાર નાખવું, છાણ વાસીદું કરવું, દૂધ દોહવું તથા દૂધને ગામની સહકારી મંડળીમાં જમા કરાવવું જેવા કામોમાં તેની માતાને મદદ કરવી પછીના સમયમાં અભ્યાસ કરીને ૭૫ ટકા પર્સન્ટાઈલ સાથે પાસ થઈ.

એ જ વર્ષમાં (૨૦૧૧)માં દૂધસાગર ડેરીની પહેલથી ડેરી વિજ્ઞાનમાં સ્નાતક કક્ષાના કોર્સ આપતી શૈક્ષણિક સંસ્થા માનસિંહભાઈ ઈન્સ્ટિટયૂટ ઓફ ડેરી એન્ડ ફૂડ ટેક્નોલોજી (MIDFT) કોલેજ, મહેસાણાની સ્થાપના થઈ જે નિશા અને તેના જેવા કેટલાય દૂધ ઉત્પાદકોના સંતાનો માટે આશીર્વાદરૂપ તથા ડેરી વિષયમાં ઘર આંગણે અદ્યતન શિક્ષણ અને તાલીમ મેળવવાની સોનેરી તક ઊભી થઈ.

દૂધસાગર ડેરી દ્વારા તેની સુવર્ણજયંતી વર્ષની ઉજવણી દરમિયાન ૨૦૧૦માં MIDFT કોલેજની સ્થાપનાનો એક ઉદ્દેશ્ય એ કર્યો હતો કે મહેસાણા જિલ્લા દૂધ સંઘ સાથે જોડાયેલ દૂધ ઉત્પાદકોના સંતાનોની બી. ટેક. (ડેરી ટેક્નોલોજી)ના કોર્સના માધ્યમથી ઘડતર કરી ડેરી તજજ્ઞા પ્રોફેશનલમાં રૂપાંતર કરી શકાય એટલે કે 'દૂધ દોહનારી બનશે ડેરી ટેકનોક્રેટ' MIDFT કોલેજ મહેસાણા કામધેનુ યુનિવર્સિટીની સાથે સંલગ્ન રહી ૨૦૧૧થી ચાર વર્ષનો બી.ટેક્ (ડેરી ટેક્નોલોજી)નો કોર્સ ચાલુ કર્યો અને પહેલી બેંચમાં નિશા સહિત ૩૨ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા. સને ૨૦૧૫માં આ કોલેજની પહેલી જ બેંચ પાસ થઈ.

MIDFT કોલેજમાં એડમિશન મેળવ્યે નિશાને પોતાને સુશિક્ષિત કરવા જીવનનો સંઘર્ષ વધુ કરવો પડતો, કોલેજમાં હંમેશા શિક્ષણ, ઈતર પ્રવૃત્તિઓમાં અવ્વલ નંબરે પાસ થતા તેના જીવનમાં અણધાર્યો આંચકો આવ્યો. તેના પિતા નારાયણભાઈનું અકાળે અવસાન થયું અને ઘરની તથા પશુપાલનની તેમજ તેની માતા રાજીબહેનને પણ સંભાળવાની જવાબદારી નિશા ઉપર આવી પડી. આ કપરા સમયમાંથી હિંમત, કંઈક કરવાની ઈચ્છાશક્તિ અને મનોબળને લીધે તેનું વ્યક્તિત્વ વધારે નિખર્યું અને ચાર વર્ષ પછી ૮૧ ટકા મેળવી ડિસ્ટ્રિંક્શન વીથ ફર્સ્ટ કલાસ સાથે ડેરી ટેક્નોલોજી કોર્સમાં પાસ થઈ સાથોસાથ કામધેનુ યુનિવર્સિટીની બેસ્ટ સ્ટુડન્ટ જાહેર થઈ. તેની આ ઉપલબ્ધિમાં માનસિંહભાઈ ઈન્સ્ટિસ્ટયૂટ ઓફ ડેરી એન્ડ ફૂડ ટેક્નોલોજી (MIDFT) કોલેજ, મહેસાણાની પહેલી બેંચની વિર્દ્યાિથની કુ. નિશા નારાયણભાઈ ચૌધરીને ૧૨મી ફેબ્રુઆરીના યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે રાજ્યપાલશ્રી ઓ.પી. કોહલીના સાથે ગોલ્ડમેડલ મેળવ્યો. દૂધ સાગર ડેરીના દૂધ ઉત્પાદકની અને દૂધ દોહનારી દીકરી કુ. નિશા નારાયણભાઈ ચૌધરીએ બેસ્ટ સ્ટુડન્ટનો ગોલ્ડ મેડલ મેળવ્યો છે કે જેની માતા રાજીબહેન નારાયણભાઈ ચૌધરી દૂધ ઉત્પાદનનો વ્યવસાય કરે છે અને સરેરાશ ર્વાિષક રોજનું ૧૦ લિટર દૂધ ચરાડા ગામની દૂધ મંડળીમાં ભરાવી મહેસાણા જિલ્લા દૂધ સંઘ- દૂધસાગર ડેરી સાથે સંકળાયેલ છે. ત્યારે MIDFT કોલેજ દ્વારા દૂધસાગર ડેરીનૈા 'દૂધ દોહનારી બનશે ડેરી ટેક્નોક્રેટ' ઉદ્દેશ્ય સાર્થક કર્યો છે.

ગ્રેજ્યુએટ થયા પછી ડેરીમાં નોકરી મેળવ્યા હોવા છતાં નિશા ચૌધરીએ માસ્ટર ડિગ્રીમાં ઉચ્ચ અભ્યાસ કરવાનું પસંદ કર્યું અને દેશની પ્રતિષ્ઠિત સંસ્થા ડેરી સાયન્સ કોલેજ આણંદમાં પણ મેરિટમાં પહેલા ક્રમે આવી એડમિશન મેળવ્યું તથા ર્ફ્સ્ટ કલાસ મેળવી હાલ ૨૦૧૭માં પાસ થઈ. તેની ઉપલબ્ધિઓ, શિક્ષણ તાલીમ અભિગમ અને વ્યક્તિત્વને લીધે આયર્લેન્ડની કંપની સી.પી.ફૂડસ એન્ડ ઈનગ્રેડિયન્ટમાં જૂનિયર સાયન્ટિસ્ટ તરીકે જોબ પ્લેસમેન્ટ મેળવ્યું અને પોતાની તથા પરિવારની જવાબદારી પૂરી પાડી સન્માનીય કારકિર્દીની શરૂઆત કરી.  શાળાએ જતા જતાં દૂધ દોહવાનું કામ કરતી, છાણવાસીદું કરતી એક કન્યા ડેરી ટેક્નોક્રેટ બની ગઈ એ વાત ગુજરાતની બીજા અનેક ગ્રામ કન્યાઓ માટે પ્રેરણારૂપ છે. આ ગ્રામ્યલક્ષ્મી આયર્લેન્ડની કંપનીને પોતાની સેવાઓ આપે છે તે પશુપાલક પરિવારો માટે ગૌરવપૂર્ણ વાત છે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvSHJmbMb%3DHGtxjvRKh4izKwEtgDBs7%3D_MJd%3D7C9Aj6NA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment