Thursday 27 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ નન ઓફ યોર બિઝનેસ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નન ઓફ યોર બિઝનેસ!
ખોબામાં દરિયોઃ રેખાબા સરવૈયા

 

 

સોફટ એન્જિનિયર હોય એ માણસનું હાર્ટ પણ સોફટ હોય એ કંઈ જરૂરી નથી…! આ સત્ય ઋચા ઋત્વિકને પરણ્યાનાં થોડા જ દિવસોમાં જાણી ચૂકી હતી. સરકારનાં ભારેખમ ખાતામાં સુપરકલાસ પોઝિશન ઉપર કાર્યરત ઋત્વિકનો અહમ્ ઋચાની ધારણા કરતાંય વધુ વજનદાર નીકળ્યો!

 

બહુ શોખથી જ સોફ્ટવેર એન્જિનિયરની ડિગ્રી લીધેલી અને ઋચાની ઈચ્છા તો હતી જ કે પોતે પણ ખુદની એક અલગ ઓળખ ઊભી કરીને કરિયર સેટ કરે…પરંતુ ઋત્વિક તરફથી એ બાબતે સ્પષ્ટ ના હતી…એની માન્યતાઓમાં પત્નીનું અસ્તિત્વ અલગ આકાર લે, એવી કોઈ જોગવાઈ નહોતી…

 

અને આમ પણ એ દૃઢતાથી માનતો કે મારા જેવા પુરુષની પત્નીએ તો પૈસા કયાં ખર્ચાય એના કારણે શોધવા જોઈએ, 'પૈસા ક્યાંથી કમાવા જોઈએ?' એવો નબળો વિચાર મારી પત્ની થનાર સ્ત્રીએ કરવો જ નહીં! અને કોઈપણ નિર્ણય લેવામાં પોતાનાં સિવાય વળી પત્નીની જરૂર જ શું હોય?

 

ઘરની નાની-નાની વાતો હોય કે જીવનની મોટી મોટી બાબતો…ઋચા માટે ઋત્ત્વિક તરફથી એક જ વાક્ય વણલખ્યંુ ફેંકાયા કરતું- "નન ઓફ યોર બિઝનેસ ઋચા"

 

ભીડાયેલા જડબામાંથી ટપકતા પૌરુષીય હુંકાર ઋચાના અસ્તિત્વને તાર-તાર ખદેડી નાખતો…પરંતુ આજે કંઈક જુદું જ બની રહ્યાનું ઋચા અનુભવી રહી હતી. આઠેક દિવસ પહેલાં સીડીઓ પરથી ઊતરતાં, ઋચાનો પગ ભાંગ્યો અને ફ્રેક્ચર આવ્યું હતું. દોઢ વરસનાં દીકરાને સાચવવા માટે આવતી કેર-ટેકર બાઈએ આજે જ આકસ્મિક રજા લીધી હતી. ઋચાને પગે પાટો હોઈને હરવા-ફરવાની મનાઈ હતી. સંજોગો એવા ઊભા થયા કે ઘરનાં બીજા કામો કરવાવાળી બાઈ પણ આખો દિવસ હાજર રહી શકે એમ નહોતી…એટલે ફરજિયાત પણ ઋત્વિકે જ રજા રાખીને ઘરે રહેવું પડયું હતું.

 

પથારીમાં પડયાં-પડયાં ઋચા અનુભવી રહી હતી…ઘરની પરિસ્થિતિને…બાથરૂમમાં પાણીનાં નળ ટપકી રહ્યા હતા, વિના કારણે પંખાઓ ચાલુ રહી ગયા હતા, ગેસ ઉપર દૂધ ઉભરાઈ રહ્યું હતું, બહાર દરવાજે કોઈ ડોરબેલ દબાવીને ઊભું રહી ગયંુ હતું…લેન્ડ લાઈન ફોનની ઘંટડી વાગી રહી હતી અને આ બધા વચાળે…દોઢ વરસનાં બાળકે અકારણ તાણેલા ભેંકડાને શાંત પાડવાની નાકામિયાબ કોશીશ કરી રહેલા ઋત્વિકની પરેશાની સાક્ષાત જાણે કે એના ચહેરા ઉપરનાં ચશ્માની દાંડી દ્વારા વારંવાર નીચે લસરતી હતી…

 

ઋચાની તીચ્છી નજરનાં ખૂણાઓ આછું મલકતા હતા. એનાં કાને ઋત્વિકના નહીં બોલાયેલા શબ્દો ગૂંજતા હતા…


"નન ઓફ યોર બિઝનેસ ડાર્લિંગ…!"




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsEUu30J3wMcyOj5rzT1YBEa3jFUf8b8rHLd7MFiHuBEQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment