Sunday, 30 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જોઈએ છે પત્ની (Gujarati) [Posted by B D Jesrani]



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જોઈએ છે પત્ની!
ફોકસ-શિલ્પા શાહ

બોંતેર વર્ષના આ બ્રિટિશ ઉમરાવ, સર બૅન્જામિન સ્લેડની કહાણી જાણવામાં આવી ત્યારે 1962ની ફિલ્મ 'મનમૌજી'નું સંગીતકાર મદનમોહને ગીતકાર રાજેન્દ્રકૃષ્ણના એક ગીતને કિશોરકુમાર પાસે ગવડાવેલું. એ ગીત યાદ આવી ગયું. લગભગ લોકોને આ ગીત યાદ હશે, એક કાળે બહુ ગવાયું, સંભળાયું ને ગણગણવામાં પણ આવ્યું હતું... એ છે, 'જરૂરત હૈ, જરૂરત હૈ, જરૂરત હૈ... એક શ્રીમતી કી, કલાવતી કી... સેવા કરે જો પતિ કી.' આ ગીતના આગળના અંતરાના એક હિસ્સા જેવી જ હાલત આ સર 'બૅન' સ્લેડની છે એવું સહજપણે કહી શકાય! એ ટુકડો છે, 'અદાઓ મેં બહાર હો, નિગાહો મેં ખુમાર હો, કુબુલ મેરા પ્યાર હો તો ક્યા બાત હૈ...' ચાલો વાતમાં વધારે મૉણ નાખ્યા વિના આપણે સર 'બૅન'ની કહાણી તરફ જ વળીએ.

બ્રિટનના શાહી ખાનદાન સાથે કનેક્શન ધરાવનારા સર બૅન્જામિન સ્લેડ કરોડપતિ છે. ઈંગ્લૅન્ડનાં પરાં સમરસેટમાં વિશાળ એસ્ટેટ ઉપરાંત ઘણી બધી સંપત્તિ ધરાવે છે. એમણે એક તબક્કે એવું જાહેર કર્યું હતું કે, તેઓ વારસદાર આપી શકે એવી યુવાન પત્નીની શોધમાં છે. એમણે પત્નીની શોધ શરૂ કરી એના એકાદ વર્ષ બાદ સર બૅન્જામિન સ્લેડ એક ટીવી ચૅનલના એક કાર્યક્રમમાં ઉપસ્થિત થયા હતા અને રહસ્ય જણાવતા એમ કહ્યું હતું કે, સાથીદાર-જોડીદાર શોધવાના તેમના પ્રયાસો અત્યાર સુધી તો અફળ-નિષ્ફળ રહ્યા છે. આથી આ કરોડપતિ ઉમરાવે તેમના સોદામાં થોડું રોમાન્સનું તત્ત્વ ઉમેર્યું છે... "આદર્શ મહિલા પાંચ ફૂટ અને છ ઈંચ ઊંચી અને 30થી 40 વર્ષના વય જૂથમાં હોવી જોઈએ. એક અહેવાલ અનુસાર બ્રિટનના કિંગ ચાર્લ્સ બીજાના તરંગી વંશજ એવા આ મિલ્યનેરે એક વર્ષ અગાઉ જણાવ્યું હતું કે, હવે જીવનમાં એ સ્થિર થાય એવો સમય આવી ગયો છે. એ સાથે ચોખ્ખા શબ્દોમાં એવી ચોખવટ પણ કરી હતી કે, એ સ્થિરતા પણ ગમે તે કોઈ સાથે નહીં... ટૂંકમાં એમને પસંદ પડે એ મહિલા કોઈ રેંજીપેંજી ન જ હોવી જોઈએ. અન્ય એક અહેવાલ અનુસાર એમણે છ વર્ષ પહેલા જ આ શોધ શરૂ કરી હતી. તેમની અન્ય પણ કેટલીક શરતો છે. એમ કહેવાય છે કે આ શરતોને કારણે એટલે કે એમની આવશ્યક્તાને કારણે એમને પત્નીની શોધમાં સફળતા નથી મળી. એમણે અહીં જણાવેલી કેટલીક શરતો ઉપરાંત બીજી જરૂરિયાતમાં કહ્યું છે કે, તેમની ભાવિ જોડીદાર પાસે હેલિકૉપ્ટર ચલાવવાનું લાઈસન્સ હોવું જોઈએ, ગનનું લાઈસન્સ હોવું જોઈએ, ડ્રાઈવિંગનું લાઈસન્સ હોવું જોઈએ અને એનામાંં ફેમિલી શરૂ કરવાની એટલે કુટુંબવેલાનો વિસ્તાર-વસ્તાર વધારવાની સ્ટ્રોન્ગ ઈચ્છા હોવી જોઈએ!

સમરસેટમાં 13મી સદીની વિશાળ એસ્ટેટમાં રહેતા અને એ એસ્ટેટને 'બીએન્ડબી' (બેડ એન્ડ બ્રેકફાસ્ટ)ના ધોરણે ચલાવતા સર બૅન્જામિન સ્લેડની પત્ની માટેની પહેલી જાહેરાત આવ્યા પછી ખાસ્સી ટીકા થઈ છતાં હવે આ ઉમરાવ ટીવી ચૅનલને જણાવે છે કે, "મેં હવે મારી વેચાણની રીત બદલી છે. હવે હું એમ કહું છું કે મારે રોમાન્સ જોઈએ છે અને હું મારું ક્રેડિટ કાર્ડ વાપરવા તૈયાર છું, જેથી તેઓ થાકીને બેહોશ થઈ જાય ત્યાં સુધી ખરીદી કરી શકે. હું તમને (ઈચ્છુક મહિલાને) વિદેશનાં સ્થળોએ ફરવા લઈ જવા માગું છું અને મને ભવ્ય, ભપકાદાર આહાર-ભોજન લેવાનું ગમે છે અને હું છાનાં પ્રવાસે જવા આતુર છું... આ મારી વેચાણ રીત છે. એમાંય ફેરબદલ કરીશ એવું હું વિચારું છું. ખરેખર તો સર 'બૅન' તેમની એસ્ટેટમાં રહેવા-સુવા માટે ગાદી, તકિયા, રજાઈ સાથેનો ખાટલો અને બ્રેકફાસ્ટ (સવારનો નાસ્તો) આપીને, ધમર્ંશાળાનો જ ધંધો ચલાવે છે એનો આડકતરો ઉદ્દેશ પણ સારી મહિલાને પત્ની તરીકે પસંદ કરવાની તક મળે એટલો જ છે. વળી, કમ્પેનિયનશિપ અને શેર્ડ ઈન્ટરેસ્ટ એટલે કે સાથ-સોબત-સંગાથ અને સમાન અભિરુચિ પણ આ શોધનો એક હિસ્સો છે, એમ આ કરોડપતિ કહે છે.

હજી સુધી તેમને યોગ્ય પત્ની નહીં મળી હોવા વિશે સર 'બૅન'નું કહેવું છે કે, "હું પત્ની શોધવાની ભારે જહેમત કરી રહ્યો છુંં. તેમાંની કેટલીક બહુ ઉંમરવાળી છે તો કેટલીકને સંતાનો નથી જોઈતાં. બીજી કેટલીક શરતો વિશે ચર્ચા કરી શકાય છે, જેમ કે હેલિકૉપ્ટર ઉડાડવાના લાઈસન્સની બાબત, એ તો નેગોશિયેબલ છે, એમ ઉમરાવ કહે છે. એના કારણમાં બેરોનેટનું કહેવાનું છે કે, હવે સમય 'ભવિષ્ય અંકે કરી લેવાનો છે.' આ મુદ્દાનુંય કારણ કરોડપતિ ઉમરાવ પાસે છે, કહે છે કે, એમને કદીય કુટુંબ નહોતું અને તેઓ વયને કારણે બાળકને દત્તક લઈ શકે એમ નથી. પત્નીમાં એક 'બ્રીડર' (વંશ વધારી શકે એવી વ્યક્તિ) અને 'લેડી ઑફ ધ હાઉસ' (ઘરની માલિક)ની શોધ કરનારા આ વેપારી-વ્યવસાયિક પત્નીમાં ખર્ચ કરવામાં કરકસરના ગુણની પણ શોધ કરે છે એટલે કે ભાવિ પત્નીનો 'હાથ છૂટો' ન હોવો જોઈએ. આ વિશે પણ સર સ્લેડનું કહેવું છે કે, "ખરેખર તો પત્ની એક સોદો છે. તમને ચીફ એક્ઝિક્યૂટિવ હોય એવી પત્ની મળે તો એ સોદો જ છે ને, એકના ભાવમાં બે મળે છે. એટલે કે પત્ની ઘરની માલિક હોવા છતાં ખર્ચાળ ન હોય, ખર્ચ પર કાબૂ રાખનારી હોય તો એ તો એકની કિંમતમાં બે જણસ મળ્યાનો સોદો જ છેને!

આ ખેરખાં સોદાગર કિંગ ચાર્લ્સ બીજાનો વંશજ છે. એ 13મી સદીના મોઉન્સલ હાઉસમાં વસે છે, જે સમરસેટમાં છે. એના વિશાળ ઘરને 14 બેડરૂમ છે એના પરથી એની વિશાળતાની કલ્પના જ કરવી રહી અને તેઓ અહીં જ આવેલા વિશાળ વુડલૅન્ડ્સ કેસલની માલિકી પણ ધરાવે છે. અન્ય ધંધામાં એ એની એસ્ટેટમાં (આપણી ભાષામાં) એક વખત નાસ્તો આપતી ધર્મશાળા ચલાવે છે અને એસ્ટેટને (ફરી આપણી ભાષામાં) લગ્ની વાડી તરીકે ભાડે પણ આપે છે. એનું કહેવું છે કે તેમની આદર્શ જોડીદાર આ તમામનું મૅનેજમેન્ટ સંભાળી શકે એવી હોવી જોઈએ. આ માટે સર 'બૅન' થનારી પત્નીને વર્ષે 50,000 પાઉન્ડ ખિસા ખર્ચી પેટે આપશે, છતાં રામ જાણે કેમ એમનો સોદો પાર પડતો નથી!

બાળક દત્તક લેવા વિશે વિગતે વાત કરતા સર સ્લેડનું કહેવું છે કે, "તમને ખબર નથી તમને કેવું બાળક મળશે? શું મળશે? એ લોકોએ મને એમ કહ્યું કે હું દત્તક લેવા માટે બહુ બુઢ્ઢો છું. વળી, હું એકદમ જમણેરી છું, એમ એ લોકો કહે છે કે, વ્યક્તિએ રાજકીય રીતે ચોખ્ખા હોવું જોઈએ. તમે જો શિકાર કરો છો, હથિયાર ચલાવો છો અને માંસમટન ખાઓ છો તો તમે બાળક દત્તક ન લઈ શકો. સર બૅન્જામિન જુલિયન આલ્ફ્રેડ સ્લેડનો જન્મ 22 મે, 1946ના થયો હતો. પિતા પાસેથી 1962માં બેરોનેટની પદવી વાંશિક રીતે તેમને મળી હતી. સર બૅન્જામિન સ્લેડ અગાઉ પોલિન માયબર્ગને પરણ્યાં હતાં. 1970ના પાછલા કાળથી 1991 સુધી તેમનું લગ્નજીવન ટક્યું હતું. છૂટાછેડા થયા પછી સંતાનની જવાબદારી વિનાના કરોડપતિએ ફિયોના એટકિન સાથે ટાંકો ભીડાવ્યો હતો, પણ પાછળથી ફિયોના અર્લ ઑફ કાર્નોવોનની બીજી પત્ની બની હતી. એ પછી કર્સ્ટન હ્યુજિસ સાથે પણ ચક્કર ચાલ્યું હતું. જોકે, "કર્સ્ટન મારા ઘરમાં પરચૂરણ કામ કરનારા સાથે નાસી ગઈ હતી, એમ આ કરોડપતિએ પછીથી, 2011માં જણાવ્યું હતું.

આ ધનપતિની લોકોએ ઠેકડી પણ ખાસ્સી ઉડાડી હતી. એક જણે ટ્વિટર પર એમ પોસ્ટ કર્યું હતું કે, "મને કોઈ એવું પંખી લાવી આપો જે મને સમાધાન થાય એમ થોડા વારસદારો આપે, એ માટે હું નાણાં ચુકવીશ... હા હા હા હા, કમાલનો બુઢ્ઢો! તો બીજાએ જણાવ્યું હતું કે, "સર, બૅન્જામિન સ્લેડ ચોક્કસ જ સિટકોમ (પરિસ્થિતિજન્ય કોમેડી) ટીવી સિરિયલનું પાત્ર છે, જે 35 વર્ષની એવી પત્ની ખરીદવા માગે છે, જેની પાસે પોતાનું ડ્રાઈવિંગ, શૂટિંગ અને હૅલિકૉપ્ટર ફ્લાયીંગ લાઈસન્સ હોય! આ બધું માત્ર વારસ પામવા માટે છે! આપણે આશા રાખીએ કે, કાકાને... સોરી, સર બૅન્જામિન સ્લેડને એમને લાયકપાત્ર મળી જાય. વળી, 'આઈ' અક્ષરથી શરૂ થતા અને (ઈટાલી સિવાય) લીલા રંગનો રાષ્ટ્ર ધ્વજ ધરાવતા દેશોની મહિલાઓ પણ ન હોવી જોઈએ એમ તેમની શરતોમાંની એક શરત છે! હવે બોલો, અંગ્રેજી અક્ષર 'આઈ' થી શરૂ થતા કયા દેશો છે, જગતમાં



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OskcTuAov7LE9aj1ZswizrnrDFoOHmpNX5YJ0XvEXn5%2Bw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment