સવારે જ્યારે આપણે ઊઠીએ છીએ ત્યારે પહેલી વસ્તુ જે ખાઈએ એ શરીર દ્વારા સીધી ઍબ્સૉર્બ થઈ જતી હોય છે. એટલે કે એનું પોષણ પૂરું આપણને મળતું હોય છે. એટલે આપણે હંમેશાં એવી જ વસ્તુ લેવી જે પોષણથી ભરપૂર હોય. આજે જાણીએ કેટલાક શૉટ્સની રેસિપી અને એના ફાયદાઓ જેના દ્વારા હેલ્થને ઘણો ફાયદો થઈ શકે છે
સવારે આપણે પથારીમાંથી ઊઠીએ એટલે તરત પહેલાં ભગવાનનું નામ લેવું જોઈએ એવું વડીલો કહેતા અને ઘણા આવું કરે પણ છે. એનું એક કારણ એ છે કે સવારે ઊઠીને તરત કરવામાં આવતી વસ્તુઓની અસર શરીર પર ઘણી ગાઢ પડે છે. એટલે જ આપણે મહત્વનાં કામ સવારે કરીએ છીએ. ખોરાકમાં પણ સવારે ઊઠીને લેવામાં આવેલી પહેલી વસ્તુ અત્યંત મહત્વની હોય છે, કારણ કે આખી રાત પેટ ખાલી હોય છે. સવારે ઊઠીને તરત જ જે વસ્તુ તમે ખાઓ છો એ પૂરી રીતે શરીર ઍબ્સૉર્બ કરી લે છે. આમ એનું સંપૂર્ણ પોષણ શરીરને મળે જ છે. એટલે એ જરૂરી છે કે તમે સવારે ઊઠતાંની સાથે એવું કંઈક ખાઓ કે પીઓ જે પોષણથી ભરપૂર હોય. યૉર હેલ્થ ક્લિનિકનાં હોલિસ્ટિક ન્યુટ્રિશનિસ્ટ હેતલ છેડા પાસેથી જાણીએ સવારે ઊઠીને ફ્રેશ થયા બાદ સૌથી પહેલાં પી શકાય એવા અત્યંત ઉપયોગી શૉટ્સની રેસિપીઝ.
શૉટ્સ વિશે મોટા ભાગના લોકો જાણે છે જ, પરંતુ જો સમજવું હોય તો શૉટ્સ મોટા ભાગે ૩૦ મિલીથી ૧૦૦ મિલીની માત્રાનું પીણું હોય છે. હેલ્ધી શૉટ્સની વાત કરીએ તો જો હબ્સર્ અને સ્પાઇસનો શૉટ હોય તો ૩૦ મિલી ઘણું થયું કહેવાય, પરંતુ જો શાકભાજી કે ફળોના શૉટ્સ હોય તો એની માત્રા જરૂરત મુજબ ૫૦ મિલીથી ૧૦૦ મિલી જેટલી વધારી શકાય છે. જૂસ કરતાં શૉટ્સની તીવþતા વધુ હોય છે એટલે કે એનો ટેસ્ટ અને અસર બન્ને સ્ટ્રૉન્ગ હોય છે, કારણ કે એમાં મોટા ભાગે પાણી ભેળવવામાં આવતું નથી. શૉટ્સ લીધા પછી ઓછામાં ઓછો અડધો કલાક પાણી કે બ્રેકફાસ્ટ લેવો નહીં.
લેમન-જિંજર ડિટૉક્સ શૉટ lemon ginger detox shot
સામગ્રી + ૩૦ મિલીલીટર શૉટ બનાવવા માટે + ૧ લીંબુ + ૧ ચમચો આદુંનો રસ + ૧ ચપટી સંચળ કે હિમાલયન સૉલ્ટ + અડધો કપ પાણી રીત ૧ શૉટ ગ્લાસમાં પહેલાં અડધું લીંબુ નિચોવો અને એમાં ૧ નાની ચમચી આદુંનો રસ ભેળવો. એમાં એક ચપટી મીઠું નાખો અને પછી જેટલી જગ્યા વધે એટલું પાણી ઉમેરીને ગ્લાસ ભરી દો અને તરત જ પી લો. આ ખાટું તો લાગશે જ, પરંતુ આદું હોવાને લીધે તીખું પણ હશે. પરંતુ એટલું સ્ટ્રૉન્ગ હોવું જરૂરી છે. જો ન જ પી શકાય એમ હોય તો જ વધુ પાણી નાખો.
ફાયદો આ શૉટ લિવરને સાફ કરે છે. લિવરમાં જે ટૉક્સિન્સ ભરાયાં હોય છે એને દૂર કરવામાં એ મદદ કરે છે. શરીરનું પીએચ લેવલ બૅલૅન્સ કરે છે, જેને લીધે શરીર એકદમ ઍસિડિક બની જતું નથી અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.
ક્લેન્ઝિંગ શૉટ beet cucumber juice સામગ્રી + ૧૦૦ મિલીલીટર શૉટ બનાવવા માટે + ૧ બીટ + પા કાકડી + ૧૫ ગ્રામ જવારા કે વીટગ્રાસ રીત તમારી પાસે જૂસર હોય તો દરેક સામગ્રીને જૂસરમાં નાખો અને જૂસ કાઢી લો. જો ન હોય તો મિક્સરમાં નાખીને બ્લેન્ડ કરો અને ગાળી લો. જવારા તાજા ઘરે ઉગાડેલા હોય તો વધુ સારું નહીંતર બજારમાં એનો પાઉડર પણ મળે છે. પરંતુ તાજા વાપરવાથી ફાયદો વધુ છે. જવારા એ બીજું કંઈ નથી, પણ ઘઉંનું ઘાસ જ છે. એ ઘરે ઉગાડવા માટે એક મુઠ્ઠી ઘઉંને ફણગાવી લેવા. એના માટે એને ૪-૫ કલાક પલાળીને એક મલમલના કપડામાં બાંધી દેવા. ૧૦-૧૨ કલાકમાં એ ફણગી જશે. ત્યાર પછી નાનકડા વાસણમાં માટી લઈને એ ફણગાવેલા ઘઉં વાવી દેવા. આપોઆપ ૪-૫ દિવસમાં એનું ઘાસ બહાર આવશે. આ ઘાસને શૉટ બનાવવામાં વાપરવું.
ફાયદો તમારી આખી સિસ્ટમને ડિટૉક્સિફાય કરવામાં મદદ કરે છે. ઍક્ને કે પિમ્પલ્સ જેવી ચામડીની તકલીફો થતી અટકાવે છે અને શરીરમાં જે ઇન્ફ્લમેશન આવે છે જેને આપણે અંદરના સોજા પણ કહી શકીએ એને દૂર કરે છે.
રવિવારનો સ્પેશ્યલ શૉટ સામગ્રી + ૧૦૦ મિલીલીટર શૉટ બનાવવા માટે + ૧ કપ નારિયેળનું પાણી + ૧ ઇંચ લીલી હળદરનો ટુકડો (જ્યારે ન મળે ત્યારે અડધીથી ૧ ચમચી હળદરનો પાઉડર પણ લઈ શકાય છે) + ૧ ઇંચ આદુંનો ટુકડો + ૧ લીંબુ + ૧ ચમચી ઑર્ગેનિક મધ + ૧ ચપટી મરીનો પાઉડર રીત નારિયેળના પાણીમાં હળદર અને આદુંનો ટુકડો નાખીને બ્લેન્ડ કરી નાખો. આમ તો એને ગાળવાની જરૂર નથી, પરંતુ તમને ન ફાવે તો ગાળી લો. એમાં લીંબુનો રસ અને મધ ભેળવો અને ઉપરથી ચપટી મરી પાઉડર નાખો. મરી પાઉડર એને શરીરમાં પૂરી રીતે શોષાવામાં મદદ કરશે.
ફાયદો શનિવારે મોટા ભાગે લોકો પાર્ટીમાં જતા હોય છે કે બહાર જમવા જતા હોય છે. રાત્રે મોડે સુધી જાગતા હોય છે. દારૂ પીએ છે. એને લીધે આલ્કોહૉલની અસર રવિવારે કાઢવી જરૂરી છે. આ શૉટ હૅન્ગઓવર ઉતારવામાં મદદ કરે છે. જો દારૂ ન પણ પીધો હોય તો જે હેવી બહારનું ખાવાનું ખાધું છે જેને લીધે પેટમાં હેવીનેસ લાગે છે એ આનાથી દૂર થાય છે. શરીરને ડિટૉક્સ કરીને હાઇડ્રેશન પણ સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિને ચમકાવે છે.
સ્પિરુલિના શૉટ્સ સામગ્રી
+ ૫૦ મિલીલીટર શૉટ બનાવવા માટે + બે સંતરાં + ૧ ચમચી સ્પિરુલિના પાઉડર રીત સ્પિરુલિના પાણીમાં ઊગતી લીલી વનસ્પતિ છે, જેનો પાઉડર બજારમાં સરળતાથી મળે છે. એમાં ઘણાં પોષક તત્વો રહેલાં હોય છે. સામાન્ય રીતે આપના દૈનિક આહારમાં જે પોષણ આપનાથી છૂટી જતું હોય છે એને પૂરું કરવા માટે આ પાઉડર ઉપયોગી છે. શિયાળામાં સંતરાં ભરપૂર આવે છે. એને એના જૂસમાં ભેળવીને લેવાથી એ શરીરમાં પૂરી રીતે શોષાય છે. સંતરાનો જૂસ બને ત્યાં સુધી હાથેથી કાઢવો અથવા મૅન્યુઅલ મશીન આવે છે, જેને આપણે હાથેથી જ ચલાવીને વાપરવું પડે છે એનાથી કાઢવો. એ જૂસમાં આ પાઉડર પૂરી રીતે ઓગળી જાય ત્યાં સુધી હલાવવો અને પછી પી જવું. ફાયદા સ્નાયુઓ માટે આ શૉટ ખૂબ ઉપયોગી છે. સ્નાયુની તાકાત વધારે છે અને જે ડૅમેજ થયું છે એને જલદી રિપેર કરવામાં પણ મદદરૂપ થાય છે. આ ઉપરાંત એનર્જી પૂરી પાડે છે અને કેટલાંય માઇક્રોન્યુટ્રિયન્ટ્સ જેની શરીરને ખૂબ જરૂર હોય છે એ પૂરાં પાડે છે જે પોષણની દ્રષ્ટિએ ઉત્તમ ગણી શકાય. ઇમ્યુનિટી બૂસ્ટ શૉટ સામગ્રી + ૩૦ મિલીલીટર શૉટ બનાવવા માટે + ૩ ઇંચ લીલી હળદરનો ટુકડો + ૧ આમળું + ૧ ચપટી તજનો પાઉડર + ૧ ચપટી મરીનો પાઉડર રીત આમળા અને હળદરને એકસાથે ક્રશ કરી લો અને ગાળી લો. જૂસરમાં કરો તો પાણી નાખવાની જરૂર જ નહીં પડે. મિક્સરમાં કરશો તો થોડું પાણી નાખવું પડશે. એ જૂસમાં તજ અને મરી પાઉડર નાખીને તાત્કાલિક પી જાઓ. આમળામાં રહેલું વિટામિન ઘ્ પાણી અને હવામાં તરત જ ઊડી જાય છે એટલે એનો ફાયદો પૂરો લેવો હોય તો બને એટલે તરત જ પી જાઓ.
ફાયદા રોગપ્રતિકારક શક્તિને ભરપૂર બળ આપે છે. સીઝનલ રોગોથી બચાવે છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsddWe9Rk5p7tiiM-HrtDw_Bj9EGtX%2Bvn1m%3DrAgYRUTrQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment