Saturday 29 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ૩૧ ડિસેમ્બર - ડૉ. નિમિત્ત ઓઝા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



૩૧ ડિસેમ્બર,
ડૉ. નિમિત્ત ઓઝા




31st નો શું પ્લાન છે ? આવા સવાલો હમણાં બહુ સાંભળવા મળે છે. જેઓ આ સવાલ પૂછી શકે છે, એ નસીબદાર છે. જેઓ તેનો જવાબ આપી શકે છે, એ લોકો એનાથી પણ વધારે નસીબદાર છે. કારણકે કેટલાય લોકો માટે 31st ની રાત પછી ફક્ત કેલેન્ડરનું પાનું ફરશે. બીજું કશું જ નહિ.


અડધી રાતે ઘરની આસપાસ આંટા મારતો પેલો ચોકીદાર, ઠંડીમાં વહેલી સવારે રોજ ઘરે આવતો પેલો દૂધ અને છાપાવાળો, ઘરની કામવાળી, કચરો લઈ જવા માટે મોઢા માર રૂમાલ બાંધીને આવતો પેલો માણસ જેનું આપણને નામ સુદ્ધા ખબર નહિ હોય. આવા કેટલા બધા લોકોને વર્ષ બદલવાથી કોઈ જ ફેર નહિ પડે. કેટલાક લોકો એવા હોય છે જેઓ ફક્ત નવું વર્ષ જ એફોર્ડ કરી શકે છે, નવા કપડા નહિ. સાલના અંતમાં આઠડાની જગ્યાએ નવડો લાગવાથી તેમના જીવનમાં કશો જ રોમાંચ આવવાનો નથી. તેઓ ટેવાઈ ગયા છે તેમના નસીબથી.


વર્ષ બદલવાની રાહ જોવા કરતા, રોજીંદા જીવનમાં તેઓ પોતાની નાની નાની ખુશીઓ શોધી લેતા હશે. એમના માટે ફક્ત ડીસેમ્બરની નહિ, દર 31stનું મહત્વ હોય છે કારણકે એ તારીખોમાં પગાર મળે છે. જેમણે પૈસા ખર્ચવા માટે મહિનાના અંત સુધીની રાહ નથી જોવી પડતી, એવી દરેક વ્યક્તિએ 31stની ઉજવણી કરવી જોઈએ. અને એ ઉજવણીમાં એવા લોકોને ખાસ include કરી લેવા જેમનો 31st નો પ્લાન ફક્ત કેલેન્ડર બદલવાનો હતો.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsLtxGOePJiHgFAztbzYk7krqZoKyiYCVhpEX370wDd9w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment