Saturday, 29 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ યુવા વયે અચાનક અવસાનથી વિશ્ર્વવિખ્યાત મોબાઈલ ફોન બિઝનેસ સ્વિચ ઓફ્ફ થઈ ગયો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



યુવા વયે અચાનક અવસાનથી વિશ્ર્વવિખ્યાત મોબાઈલ ફોન બિઝનેસ સ્વિચ ઓફ્ફ થઈ ગયો!
સંઘર્ષથી સફળતા-ધનંજય દેસાઈ

 

amdavadis4ever@yahoogroups.com

તુર્કીમાં ગરીબ મુસ્લિમ પરિવારમાં જન્મેલ જોહન ઈલ્હાને માતા-પિતા સાથે ઑસ્ટ્રેલિયા સ્થળાંતર કર્યું. સ્કૂલમાં જોહન અને તેના ભાઈએ અનેક મુશ્કેલી, હેરાનગતિ અને ઉપેક્ષિત વલણનો સામનો કર્યો. તેમાં જોહન મક્કમ મનોબળ અને ધીરજના સ્વભાવને કારણે ટકી શક્યા, પરંતુ નબળા મનના ભાઈને ગુમાવવો પડ્યો.

જોહન ભણતર પૂર્ણ કરી શક્યા નહીં. ફોર્ડ કંપનીમાં કામ શરૂ કર્યા બાદ ઈલેક્ટ્રોનિક સ્ટોરમાં સેલ્સમેનનું કામ કર્યું. તેમાં સારી કામગીરી છતાં કમિશનના મુદ્દે વિવાદ થતાં છોડી દીધું અને પોતાનો મોબાઈલ ફોન બિઝનેસ શરૂ કર્યો અને વિશાળ રિટેલ ચેઈન ઊભી કરી.

હરીફ કંપનીઓની ધાકધમકી અને તોડફોડ વચ્ચે માત્ર ટકી જ નહીં ગયા, પણ જ્વલંત સફળતા મેળવી. ૪૦ વર્ષની નીચેની કેટેગરીમાં સૌથી અમીર ઑસ્ટ્રેલિયન બની ગયા.

જોહનની એક પુત્રીને ફૂડ એલર્જી હતી. તેમાંથી પ્રેરણા લઈ લઈને તેમણે ઓસ્ટ્રેલિયન ફૂડ એલર્જી ફાઉન્ડેશન ઊભું કર્યું અને ફૂડ એલર્જીના અસરગ્રસ્તો માટે કામ શરૂ કર્યું. નસીબમાં વધુ એક મોટો આંચકો આવ્યો. ૪૨ વર્ષના જોહન હાર્ટએટેકથી મૃત્યુ પામ્યા તે સમયે તેમના ચાર સંતાનોની ઉંમર ૧૦ની અંદર હતી. પત્નીએ તેમના ઉછેર માટે જોહનનો મોબાઈલ બિઝનેસ વોડાફોનને વેચી નાખવો પડ્યો.

સંતાનોને પત્નીએ સ્વાવલંબી બનાવ્યા. મજબૂત મનોબળના જોહન ઈલ્હાનની ટૂંકા ગાળામાં મેળવેલી સફળતા વિશે વિગતે જાણીએ. જોહન ઈલ્હાનનો જન્મ તુર્કીના ગરીબ મુસ્લિમ પરિવારમાં ૨૩ જાન્યુઆરી, ૧૯૬૫માં થયો હતો. તે પાંચ વર્ષનો હતો ત્યારે માતા-પિતા ઓસ્ટ્રેલિયામાં શિફ્ટ થયા. મૂળ નામ મુસ્તફા હતું. ઓસ્ટ્રેલિયાના વિક્ટરમાં આવ્યા બાદ જોહન ઈલ્હાનના નામે ઓળખાયા.

ઓસ્ટ્રેલિયામાં પ્રારંભના થોડા વર્ષ મુશ્કેલીમાં અને હેરાનગતિના રહ્યાં. ઘણું સહન કર્યું અને અમુક ગુમાવ્યું પણ ખરું. પિતા ફોર્ડ કંપનીમાં કામ કરતા હતા. સ્કૂલમાં ભણતી વખતે ઓસ્ટ્રેલિયાના અમુક વિદ્યાર્થીઓ સહકાર આપવાના બદલે હેરાન કરતા હતા. શિક્ષકો આંખ આડા કાનનું વલણ અપનાવતા હતા. સ્કૂલમાં સતત ઉપેક્ષાની લાગણી જોહન ઈલ્હાન અનુભવતા હતા.

મેલબોર્નમાં કામદાર એરિયા (વર્કિંગ ક્લાસ વિસ્તાર)માં તેઓ મોટા થયા. મેલબોર્નમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ બ્રોડમેડોઝ હાઈસ્કૂલમાં ભણ્યા. તેમને વધુ ભણીને વકીલ બનવું હતું. અન્યાય સામે લડત આપવી હતી, પરંતુ નસીબમાં બીજું જ લખ્યું હતું.

સ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમને રમતગમતમાં વધુ રસ હતો. ફૂટબોલ - સોકરટીમ, બાસ્કેટબોલની ટીમમાં ભાગ લીધો હતો. કોલેજની ડિગ્રી લીધી નહીં. પિતા ફોર્ડ કંપનીમાં કામ કરતા હતા. પુત્ર જોહને પણ પ્રારંભમાં ફોર્ડ ઓટોમોબાઈલમાં ટૂંક સમય માટે કામ કર્યું.

૧૯૯૧માં મોબાઈલ વર્લ્ડ નામે પ્રથમ સ્ટોર મેલબોર્નમાં શરૂ કર્યો. પ્રારંભમાં તેઓ ફકત એક ડોલરમાં ફોન ઓફર કરવા માંડ્યા જ્યારે તેમની હરીફ કંપની ૨૦૦ ડોલરમાં વેચતી હતી. અત્રે જીઓ ફોન સસ્તામાં ઓફર થતાં અન્ય મોબાઈલ ફોન કંપની ટકી શકી નહીં તેમ ઓસ્ટ્રેલિયામાં જોહનની માર્કેટિંગ પદ્ધતિએ સૌને વિચારતા કરી મૂક્યા.

જોહનનું ગાંડપણ કહો કે વ્યૂહરચના પણ તેમનું નામ ક્રેઝી જોહન પડી ગયું અને કંપની ક્રેઝી જોહન મોબાઈલ ફોન કંપની તરીકે ઓળખાવા લાગી. તેમના ફોને બેંકોને ઘેલું લગાડ્યું.

દરેક પાસે પોતાનો મોબાઈલ ફોન હોય એવું તેમનું સ્વપ્ન હતું. ફોર્ડ ઓટોમાં સેલ્સમેન તરીકે કામ કર્યું હતું. તે સમયે તેમને ઉદ્યોગ સાહસિક બનવાનો વિચાર આવ્યો હતો અને એ દિશામાં આગળ વધ્યા.

૨૬મા વર્ષે તેમણે પોતાનો મોબાઈલ ફોનનો સ્ટોર શરૂ કર્યો. બાદમાં સતત વિસ્તરણ કરતાં રહીને મોટી રિટેલ ચેઈન ઊભી કરી. તે પહેલા જોહન જે ઈલેક્ટ્રોનિક સ્ટોરમાં મોબાઈલ ફોન વેચવાનું કામ કરતાં હતા ત્યાં સારા સેલ્સમેન પુરવાર થયા. સારું કામ કરતાં તેમને કમિશન પણ સારું મળતું હતું. જોકે બાદમાં કમિશન મુદ્દે વિવાદ થતાં તેમણે એ કંપની છોડી દીધી હતી. ડગલે ને પગલે મુશ્કેલી અને અન્યાયનો સામનો કરતા રહ્યા.

જોહનનો ભાઈ સ્કીનમાં તેના કરતાં ડાર્ક હતો. તે સ્કૂલમાં જોહન કરતાં વધુ હેરાન થયો હતો. તે અભ્યાસમાં ધ્યાન આપી શક્યો નહીં. તેનો મોટાભાગનો સમય વિદ્યાર્થીઓ સાથે અન્યાય સામે લડવામાં જતો. નકારાત્મક સ્થિતિ વચ્ચે તે ટકી શક્યો નહીં. સ્કૂલમાં હેરાનગતિ બાબતથી કંટાળીને સ્કૂલ છોડી દીધી અને એક દિવસ હતાશામાં આત્મહત્યા કરી લીધી.

ભાઈના મરણથી જોહન ઈલ્હાનને મોટો આઘાત લાગ્યો. જોકે જોહન ભાઈ કરતાં અલગ સ્વભાવનો હતો. મનોબળ મજબૂત સાથે ધીરજનો સ્વભાવ હતો. ભાઈના અવસાન બાદ જોહને ઘરમાં ત્રણ મહિના બેસી રહીને કોઈ કામ કર્યું નહીં. ડિપ્રેશન જેવી સ્થિતિમાં અમુક સમય રહ્યા. તેમાંથી બહાર આવીને ટેલિફોન રિટેલ કંપનીમાં કામ કર્યું. તે અગાઉ આજના સમયમાં ઓસ્ટ્રેલિયા જ નહીં ભારત સહિત મોટાભાગના દેશમાં ભાગ્યે જ કોઈ એવું હશે જેની પાસે મોબાઈલ ફોન નહીં હોય.

જૂના માલિકના સ્ટોરની નજીક જોહને મોબાઈલ ફોનનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેથી તેમને ધાકધમકીનો સામનો કરવો પડ્યો. છ વર્ષ સંઘર્ષ કર્યા બાદ ધંધો જોરમાં ચાલવા લાગ્યો. તેઓ કલાકો સુધી કામ કરતા હતા. શોપમાં જ સૂઈ જતા હતા. ફોન સસ્તામાં ઓફર થતાં હરીફ કંપનીવાળા તેમની ઓફિસના કાચ તોડી નાખતા હતા. કારને લાત મારતા હતા. જોહનના ભાઈના અવસાન બાદ થોડો સમય કામ બંધ રહેતા તેમના વિરોધીઓ જોહનની કાર પર લખી જતાં કે જોહન હવે ખતમ થઈ ગયા છે પાછા નહીં આવે. જોકે ખરાબ સમયમાં સમાજ પડખે રહ્યો અને મદદ કરી.

ટેલસ્ટ્રા મોબાઈલ ડીલરશિપ વિકસાવી. આ કંપની સાથે ૧૬ વર્ષ સંબંધ રહ્યો. સિડની, એડીલેઈડ, બ્રિસ્બેન, વિક્ટોરીયા સહિત ૨૦ સ્થળે મોબાઈલ સ્ટોર ખોલ્યા. ક્રેઝી જોહન મોબાઈલ ફોનની મોટી રિટેલ ચેઈન બનાવી.

જોહન માત્ર ૩૮ વર્ષની ઉંમરે સૌથી યુવા ઓસ્ટ્રેલિયન અમીર વ્યક્તિની યાદીમાં આવી ગયા હતા. ૪૦ વર્ષનીની નીચેની કેટેગરીમાં સૌથી શ્રીમંત ઓસ્ટ્રેલિયન તરીકે સ્થાન મેળવ્યું. ૩૮ વર્ષની ઉંમરે ૨૦ અબજ ડૉલરની સંપત્તિ થઈ ગઈ.

મેલબોર્નમાં મોર્નિંગ વોક પર પેટ્રિસિયા સાથે જોહનને મિત્રતા થઈ અને બાદમાં લગ્નમાં પરિણમી. પેટ્રિસિયા અગાઉ આઈબીએમમાં કામ કરતી હતી. બાદમાં ટ્રેલસ્ટારમાં મેનેજર બની હતી જ્યાં જોહન તેનો ક્લાયન્ટ હતો જે બાદમાં પતિ બની ગયો. પત્ની પણ બીજા દેશમાં સ્થળાંતર કરીને આવી હતી.

જોહન અને પેટ્રિસિયા બંનેએ બીજા દેશમાંથી ખાલી હાથે ઓસ્ટ્રેલિયા આવીને વિશાળ મોબાઈલ ફોનનું સામ્રાજ્ય ઊભું કર્યું. જોકે, બંનેના પુરુષાર્થને પ્રારબ્ધે સાથ આપ્યો નહીં. જોહન ઈલ્હાન માત્ર ૪૨ વર્ષે હાર્ટએટેકના કારણે અવસાન પામતાં મોબાઈલ બિઝનેસ 'સ્વીચ ઓફ્ફ' થઈ ગયો. તે સમયે જોહનની સંપત્તિ ૩૧ અબજ ડૉલર થઈ હતી. જોહન ૪૨ વર્ષ જીવ્યા પણ તેમાં ૮૦ વર્ષના જેટલું કામ કરી ગયા.

જોહન - પેટ્રિસિયાના ચાર સંતાન છે. તેમના ૪૨ વર્ષે મરણ વખતે તમામ સંતાનની ઉંમર ૧૦ વર્ષની નીચે હતી. મોટું સંતાન ૯ વર્ષ, બીજું ૮ વર્ષ, ત્રીજું ૬ વર્ષ અને ચોથું બાળક માત્ર દશ મહિનાનું હતું.

જોહન બિઝનેસમાં વ્યસ્ત છતાં પરિવારને સમય આપતા હતા. સાથે ડીનર લેતા હતા. એક વખત જોહન પરિવાર સાથે હોટેલમાં લંચ લેતા હતા તે સમયે તેમની પુત્રીને ફૂડ એલર્જી ખાસ કરીને સિંગદાણા/મગફળીની એલર્જી છે તે ધ્યાનમાં આવતા ચોંકી ગયા હતા. ફૂડ એલર્જીના કારણ વિશે સતત રિસર્ચ કર્યું હતું. સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો પાસે સારવાર કરાવી હતી, પરંતુ ઘણા હેરાન પણ થયા હતા.

પુત્રીની ફૂડ એલર્જીમાંથી પ્રેરણા લઈને તેમણે ૨૦૦૬માં (મરણના એક વર્ષ પહેલા) ઓસ્ટ્રેલિયન ફૂડ એલર્જી ફાઉન્ડેશન સ્થાપ્યું. ફૂડ એલર્જીથી અસરગ્રસ્તો માટે કામ શરૂ કર્યું. રિસર્ચ પ્રવૃત્તિ હાથ ધરી. લોકોને આ એલર્જીથી શિક્ષિત કરવાનું કામ કર્યું. ચિલ્ડ્રન એલર્જી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઊભી કરી. જોકે સ્પોર્ટ્સમાં રસ હોવાથી ફૂટબોલ ટીમને મદદ પણ કરી.

જોહનના મરણ બાદ પત્નીએ બાળકોને વધુ સમય આપ્યો. સંતાનોને સ્વાવલંબી બનાવવાના પ્રયાસ કર્યા. બિઝનેસ પર ધ્યાન આપવાને બદલે સંતાનો પર વધુ ધ્યાન આપ્યું. પતિના મરણના એક વર્ષ બાદ પત્નીએ કંપની વોડાફોનને વેચી નાખી.

જોહનની મોટાભાગની સંપત્તિ ચેરિટેબલ સંસ્થાને દાન કરી. અનેક પરોપકારી પ્રવૃત્તિ કરી. પિતાની સંપત્તિ પર આધારિત રહેવાને બદલે સ્વબળે આગળ આવવા સંતાનોને શીખ આપી.

જોહનના અમુક મિત્રોએ નાણાકીય ચુકવણી બાબતમાં પત્ની સાથે દગો કર્યો હતો. તે માટે કોર્ટમાં ત્રણ વર્ષ કેસ ચાલ્યો. જોહન ઈલ્હાનના માનમાં વિક્ટોરિયા સ્થિત રમતગમતના મેદાનને તેમનું નામ અપાયું હતું. જોહનના પત્ની કેથોલિક છે. પતિના મરણ બાદ તેમણે ઘણા વર્ષ ક્રિસમસ ઉજવી નહોતી.

જોહન ઈલ્હાન યુવા વયે મરણ પામ્યા. નવી પેઢીએ તેમનામાંથી શીખવા જેવું ઘણું છે. ભૂલની વેલ્યુને સમજતા હતા તેથી ભૂલમાંથી તેઓ ઘણું શીખ્યા અને બોધપાઠ લીધો. તેમનો મંત્ર હતો કે સરળ બિઝનેસ પદ્ધતિ સફળતા તરફ દોરે છે.

બીજાનું શોષણ કરી નહીં, કારણ કે તે અનુભવી ચૂક્યા હતા. છેતરપિંડી કરીને અમીર બનો નહીં. તેમનામાં સેલિંગ સ્કિલ કરતાં પીપલ્સ સ્કિલ સારી હતી. બિઝનેસમેન કરતાં વધુ સ્પોર્ટ્સમેન સ્પિરિટવાળા હતા. ધીરજનો સ્વભાવ તેમને ઘણીવાર કામ આવ્યો.

તેઓ અમુક નબળાઈ જાણતા હતા તેથી આસપાસ સારા વિશ્ર્વાસુ મિત્રોને રાખતા હતા. પોતાના સ્ટાફને ખુશ - સંતોષી રાખતા હતા. જોહનની બિઝનેસ પદ્ધતિ વિશે ઘણા લોકો શંકા વ્યક્ત કરતા હતા, પરંતુ માત્ર ૧૫ વર્ષમાં ઝડપી સફળતા મેળવીને ઝડપથી દુનિયાને અલવિદા પણ કરી ગયા. તેમણે જે મુશ્કેલીનો સામનો કર્યો તે કોઈ નબળો માણસ હોય તો ટકી શકે નહીં પરંતુ મક્કમ મનોબળે તેમને સફળતા અપાવી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuzLgzEia752UMHRTcoNO2hUWRBwNCtC4XNctoDKQJmjw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment