પણ આર્થિક વ્યવહારોની વધુ સરળતાની જરૂર હોય છે. અમારા ક્લાયન્ટની નાણાકીય સ્થિતિ વિશે અમે દર ત્રણ મહિને સમીક્ષા કરાવીએ છીએ. ક્લાયન્ટમાં પ્રિયેશભાઈ અને તેમનાં સહધર્મચારિણી હર્ષાબેન પણ છે. તેઓ બન્ને ૭૫ વર્ષ કરતાં વધુ ઉંમરનાં છે. દર વખતે હર્ષાબેન હસતાં-હસતાં એક ટિપ્પણી કરે છેઃ "આ બધું આટલું જટિલ રાખતા નહીં. હું એકલી આ બધી અઘરી આર્થિક બાબતોને સમજી શકીશ નહીં." તેઓ ભલે હળવા સ્વરમાં કહેતાં હોય, તેમનો મુદ્દો અગત્યનો છે.
હર્ષાબેનની વાત પરથી થોડાં વર્ષો પહેલાંનો શ્રીમતી ચઢ્ઢાનો કિસ્સો યાદ આવ્યો. તેઓ આર્થિક સલાહ લેવા મારી પાસે આવ્યાં હતાં. તેમના પતિએ જાતે જ ઈક્વિટીમાં રોકાણ કર્યું હતું. આ ઉપરાંત તેમનું રોકાણ કોર્પોરેટ બોન્ડમાં, બેક્નની ફ્ક્સ્ડિ ડિપોઝિટમાં તથા મ્યુચ્યુઅલ ફ્ંડની સ્કીમમાં પણ હતું. તેના થોડા મહિના પહેલાં શ્રી ચઢ્ઢા હાર્ટ એટેકથી ગુજરી ગયા હતા, પણ તેમનાં પત્નીને તેમની સંપત્તિ વિશે કોઈ માહિતી ન હતી. તેઓ નિઃ સંતાન હોવાથી ભત્રીજા સાથે મારી પાસે આવ્યાં હતાં. મેં તેમને બેક્ન અકાઉન્ટ અપડેટ કરાવવાનું કહ્યું અને તેના પરથી રોકાણની વિગતો મળી. રોકાણનું સમગ્ર ચિત્ર સમજતાં તેમને તથા તેમના ભત્રીજાને આશરે છ મહિના લાગ્યા. ત્યાર પથી તેમણે પણ હર્ષાબેનની જેમ જ કહ્યું કે તેમને સમજ પડે એ રીતે રોકાણની વ્યવસ્થા કરી આપવી. ત્યાર પછીના ચાર મહિના સુધી મેં તેમને માર્ગદર્શન આપ્યું અને નાણાકીય આયોજન વ્યવસ્થિત રીતે કરી આપ્યું. તેમનું મોટાભાગનું રોકાણ બેક્નની ફ્ક્સ્ડિ ડિપોઝિટમાં તથા કેટલીક સરકારી સ્કીમમાં કરી અપાયું. ત્યાર બાદ શ્રીમતી ચઢ્ઢાનું વસિયતનામું પણ તૈયાર કરવામાં આવ્યું. હું વરિષ્ઠ નાગરિકો માટે નાણાકીય આયોજનની કાર્યશાળાઓ લઉં છું ત્યારે પહેલાં હું પતિઓને ઓરડાની બહાર મોકલીને પત્નીઓને તેમના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, આરોગ્ય વીમાના એજન્ટ, જીવન વીમાના એજન્ટ, મ્યુચ્યઅલ ફ્ંડના ડિસ્ટ્રિબ્યુટર તથા સ્ટોક બ્રોકરનાં નામ અને કોન્ટેક્ટ નંબર લખવાનું કહું છું. તમે સમજી જ ગયા હશો; મોટા ભાગે પાનું કોરું જ રહે છે. હવે સુધાબેનનો કિસ્સો જોઈએ. તેમને હંમેશાં પતિ યોગેશભાઈ સામે ફ્રિયાદ હોય છેઃ "હું તમારા ભાઈને વર્ષોથી વિનંતી કરું છું કે તેઓ મને નાણાકીય વિષયની માહિતી આપે, પરંતુ તેમની આંખ જ ક્યાં ઉઘડે છે!" આનાથી વિપરીત મહેન્દ્રભાઈ નામના સજ્જનની ફ્રિયાદ છે કે તેઓ વર્ષોથી કહેતા હોવા છતાં તેમનાં પત્ની રોહિણીબેન આર્થિક બાબતોમાં જરાય રસ લેતાં નથી અને કોઈને કોઈ બહાનું કાઢીને વાત ટાળે છે.
પતિ સમજાવતા ન હોય કે પછી પત્નીને સમય ન હોય, આખરે તો નુકસાન પરિવારનું જ થાય છે. મહેનતની કમાણી એળે જાય નહીં તેની તકેદારી કોઈ પણ હિસાબે લેવી જરૂરી છે. પતિ-પત્નીમાંથી કોઈ એક ગુજરી જવાની સ્થિતિ વિશે એક વાત ખાસ કહેવાની કે આર્થિક માહિતી મેળવીને આયોજન કરવાનું જે કામ પછીથી પરાણે કરવું જ પડતું હોય છે એ પહેલેથી કરી લીધેલું સારું. આર્થિક નિર્ણયો લેવાનું ઘણું અગત્યનું કામ હોય છે. આ કામમાં સૌથી પહેલાં બધા રેકર્ડમાંથી સદગતનું નામ કઢાવી લેવું જરૂરી હોય છે. કવરિંગ લેટર સાથે મૃત્યુ પ્રમાણપત્ર બેક્ન, વીમા કંપની તથા રોકાણનાં અન્ય સ્થળોએ આપી દેવું. ઘણા લોકો જૂના નામે જ બેક્ન અકાઉન્ટ તથા અન્ય રોકાણો ચાલતાં રાખવાનું પગલું ભરતા હોય છે, પરંતુ એવું ક્યારેય કરવું જોઈએ નહીં. હવે તો સરકારે આધાર કાર્ડ અને પેન કાર્ડને સાંકળી લેવાનું શરૂ કર્યું છે. મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા માટે પણ હવે આધાર કાર્ડ જરૂરી બનશે. આવી સ્થિતિમાં સંપૂર્ણ પારદર્શક કામકાજ કરવું અત્યંત જરૂરી છે.
નામ કઢાવી નાખવાની ઔપચારિકતા પૂરી કર્યા બાદ કોઈ વિશ્વાસુ વ્યક્તિનું નામ બેક્ન અકાઉન્ટ તથા અન્ય રોકાણોમાં ઉમેરાવવું. તમારા ઉપરાંત અને તમારા વતી કોઈ વ્યક્તિ વ્યવહાર કરી શકે એ અગત્યનું હોય છે. એકલી વ્યક્તિની ગંભીર બીમારી વખતે આવી વ્યવસ્થા ઉપયોગી થાય છે. આની સાથે સાથે નોમિનેશન અને વસિયતનામામાં પણ આવશ્યક ફેરફરો કરાવી લેવા. ઉપર કહેલી વાતોમાંથી એકેયમાં આળસ કરવામાં આવે તો પછી વકીલો, નાણાકીય સલાહકારો, સરકારી ઓફ્સિો, વગેરેને ઉંચી ફી કે નાણાં ચૂકવવાનો વારો આવી શકે છે. આયુષ્યના '૭૦ના '૮૦ના દાયકામાં વધારે વળતરની નહીં, પણ આર્થિક વ્યવહારોની વધુ સરળતાની જરૂર હોય છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OusSNpnP5AxWSxtofPd0O93iZgnvK%2BZZd4fZWKhM%2Bm3Rg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment