Friday, 28 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સેક્સની ઈચ્છા જ થતી નથી પરાણે ઘસડાવું પડે છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સેક્સની ઈચ્છા જ થતી નથી પરાણે ઘસડાવું પડે છે!
કેતકી જાની

 

 

 

સેક્સની ઈચ્છા જ થતી નથી પરાણે ઘસડાવું પડે છે!

 

સવાલ: હું ૪૪ વર્ષની સ્ત્રી છું. છેલ્લા છએક મહિનાથી મારામાં કંઈક બદલાવ અનુભવું છું. મને સેક્સ કરવાની ઈચ્છા જ લગભગ નથી થતી. પતિ સાથે પરાણે સેક્સમાં જોડાવું પડે છે, જે પહેલાં ક્યારેય નથી થયું. બે દિવસ પહેલાં તો મને સેક્સ દરમ્યાન યોનિમાર્ગ પર ખૂબ દુ:ખાવો થયો અને ત્યારે એકદમ ગભરામણ અનુભવી. મારે સત્વરે આ સ્થિતિનો ઈલાજ કરવો છે, માર્ગદર્શન કરી શકો?

 

બહેન તમારી ઉલઝનની આરપાર જવા પહેલાં જાણવું છે કે આપ વહેલામાં વહેલી તકે તમારા ગાયનેકોલોજિસ્ટની અપોઈન્ટમેન્ટ લઈ લો. તમને વ્યવસ્થિત રીતે માર્ગદર્શન ત્યાંથી જ મળશે. તમારી સાથે જે થઈ રહ્યું છે, તે મેનોપોઝમાં આવનારી ઘણી બધી સ્ત્રીઓ સાથે થાય છે, માટે ગભરાવાની જરૂર નથી. મેનોપોઝના સમયે થતા હાર્મોનલ ફેરફાર, ઊંઘ ઓછી થવી, એનિમીક હોવું, ડિપ્રેશનમાં સરી પડવું અથવા પોતાના જીવનસાથી સાથે અણબનાવ થવો - જેવા વિવિધ કારણો તમારી સમસ્યા માટે અલગ - અલગ રીતે કારણભૂત હોઈ શકે. તમે તમારા માટે કયુ પરિબળ કારણરૂપ છે તે શોધી લો. તમે દિવસભર કેવી તાજગી અનુભવો છો? રોજિંદા કામકાજમાં થાકી જાવ છો? તમે જો યોગ્ય ઊંઘ ના લો તે તમને, તમારા શરીરને હવે નહીં સહન થાય. ઊંઘ દરમ્યાન શરીર પોતાને જોઈતી ઊર્જા મેળવવા પોતાના સેલ્સને રિજનરેટ કરે છે. જો તે પર્યાપ્ત ના થાય તો તમારે તેનો દંડ ભોગવવો પડે છે. દરેક સ્ત્રીને ચાળીસ વર્ષ બાદ શરીરમાં આયર્નની કમતરતા જણાય છે. દર મહિને થતો રક્તસ્રાવ આ માટે જવાબદાર છે. આમ થવાથી શરીરમાં જનનાંગો તરફ રક્તનો યોગ્ય માત્રામાં સંચાર થતો નથી જે આપ જેવી તકલીફ ઊભી કરે છે. કોઈ પણ કારણસર ટેન્શન હોય જે તમારાં અસ્તિત્વ ઉપર છવાયેલું રહેતું હોય તો પણ આવું બને છે. લાંબા સમયથી રહેતું આવું ટેન્શન - ડીપ્રેશન સુધ્ધાં શરીરમાં હાર્મોનલ સ્તર અસ્તવ્યસ્ત કરતા હાર્મોન્સ પેદા કરે છે. હાર્મોનલ સ્તરમાં ઉંમર સહજ કે કોઈ પણ કારણે થતા ફેરફાર સ્ત્રીની સેક્સલાઈફને અસર કરે છે. ક્યારેક સહજ રીતે કોઈને ના લાગે પણ મનથી જીવનસાથી માટે અભાવો થયો હોય, મનદુ:ખ થયું હોય, તેના વિશે નૅગેટિવ વિચારો આવતા હોય તો પણ તેની સાથે સેક્સ કરવા માટે તમે જબરદસ્તી કરો છતાં શરીર ઈનકાર કરે છે. આ તબક્કે તમારા માટે સૌથી જરૂરી છે જીવન માટે પૉઝિટિવ દૃષ્ટિકોણ અને ગાયનેકોલોજિસ્ટની મુલાકાત. તે કેવું તેમ ઔષધિય ઉપચાર કરશો તો બધું ટૂંક સમયમાં જ ઠીક થઈ જશે.

----------------------------

પ્રેમીને લીવ-ઈનમાં જ મારી સાથે રહેવું છે, તો શું કરું?

 

સવાલ: હું એક પુરુષના પ્રેમમાં છું. અમે બંને અપરિણીત છીએ. પ્રેમ કરવા છતાં તે લગ્ન વગર જ સાથે રહેવા કહે છે, લગ્ન નથી કરવા તેને મારી જોડે. મને આમ કરવામાં ડર લાગે છે. તેના મત મુજબ લીવ-ઈનમાં રહી એકબીજાને ખુશ રાખી શકાય, આજના સમયમાં મોડર્ન થવું રહ્યું. મારે લગ્ન કરવા છે, શું કરવું હવે?

 

બહેન પહેલાં તો તમે ઉંમર નથી જણાવી તમારા બંનેની, તે ખબર હોત તો વધુ સારું થાત. ખેર, તમે બંને પરિપક્વ અને સમજદાર હશો તેમ ધારી એટલું જ કહીશ કે, કેટલાંક લોકો માને છે કે લીવ-ઈન રિલેશનશિપ સમયની માગ છે. જ્યારે કેટલાક લોકો તેને સંસ્કૃતિ-સભ્યતાનું અપમાન ગણે છે. હકીકત એ છે કે સંબંઘ કદી સમયની માગ ના હોઈ શકે, તે જરૂરિયાત હોય છે. કોઈ પણ વ્યક્તિની સમાજ અને સામાજિકતા કરતાં પણ મહત્ત્વની છે વ્યક્તિની અંગત જરૂરિયાત. લીવ-ઈન અને લગ્નમાં બહુ જ ફરક છે, જે તમે જાણતા જ હશો. કદાચ એમ કહીએ તો ચાલે કે એ ફરક જ લીવ-ઈનને વધુ મજબૂત બનાવે છે કે, અમારો સંબંધ કાગળના ટુકડા કે સમાજની સ્વીકાર્ય પ્રણાલીને અવલંબિત નથી. જ્યાં સુધી સંબંધ છૂટવા/તૂટવાનો ડર છે, તે તો સમાજ સ્વીકાર્ય લગ્નોમાં પણ અવારનવાર બને જ છે ને? બીબાઢાળ લગ્નોમાં પણ લોકો છૂટા પડે જ છે અને છૂટા ના પડે તો ઘણાં લોકો આજીવન લગ્નની બેડીમાં બંધાઈ રહી તેની કેદ મંજૂર કરે છે, નાછૂટકે અથવા સમાજના ડર/દબાણને વશ થઈ આસપાસ નજર કરશો તો તમને ઘણાં શારિરીક - માનસિક કજોડા લગ્નબંધને બંધાયેલા જોવા મળશે. તમને એટલું જ કહેવાનું કે તમારો જે-તે વ્યક્તિ સાથે પ્રેમ, સમજદારી, વિશ્ર્વાસ કેટલો-કેવો છે તેના ઉપરથી તમે નિર્ણય લો. લગ્ન કે લીવ-ઈન કાંઈપણ હોય, તમે સુખી રહો, સ્વસ્થ રહો, સહજ રહો, આનંદિત રહો - તે મહત્ત્વનું છે. માટે તમારા પાત્રને વિવિધ એંગલથી ચકાસો. તે તમારી સાથે ક્યાં સુધી રહેવા માગે છે? તે તમને કેટલા સમજે છે? તેની નજરમાં તમારું કેટલું માન છે? તેની રહેણીકરણી પણ તમને જણાવી શકે કે તે કેવા પ્રકારની વ્યક્તિ છે. ભ્રમરવૃત્તિવાળા માણસ વિશે તેની પત્ની-પ્રેમિકાની સિકસ્થ સેન્સ સતેજ જ હોય છે તમને એવું કંઈ લાગે તો સ્પષ્ટ ના પાડી દો, પણ એક ઉમદા માણસ તરીકે તેની સમાજમાં છાપ હોય, તમને તમારાં સુખદુ:ખમાં સંભાળી શકે તેમ હોય તો તમે લીવ-ઈનમાં રહી શકો, પણ હા, તમારું મન 'હા' કહે તો જ. બાકી તેને લગ્ન માટે મનાવવાનો ઑપ્શન તો તમારા જીવનમાં છેજ. લીવ-ઈન રિલેશનશિપ વિશે આ જ કોલમમાં આગળ બે-ત્રણ વાર ઉલઝનની આરપાર થયાં છીએ, તમે તે ચોક્કસ વાંચજો, તમને નિર્ણય લેવામાં ચોક્કસ મદદ મળશે. વિશ યુ બેસ્ટ લક.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovn0tfCmroOJoPC5eu1ubfTTutfhL_yJ48t%3DhOxyDxTrw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment