Saturday 29 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તો મગજનું કદ અને યાદશક્તિ ઘટે છે, યાદ રાખો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તોમગજનું કદ અને યાદશક્તિ ઘટે છે, યાદ રાખો!
પુરુષ વાત- પુરુષ જાત-પરેશ શાહ

amdavadis4ever@yahoogroups.com

ટૅક્નોલૉજીનો વિકાસ જાણે આકાશને ચીરી નાખતો વધ્યો છે અને ઈન્ટરનેટ તેમ જ મોબાઈલની શોધે જીવન જીવવું ઘણું સહેલું બનાવ્યું છે એમ કેટલીક તકલીફોને પણ દિશા દેખાડી છે, જો એનો ઉપયોગ સતત કરવામાં આવે તો! ટૅક્નોલૉજીએ માણસને વધારે કામ કરીને વધારે અને ઝડપથી નાણાં રળી લેવા પ્રવૃત્ત કર્યો છે તેવી જ રીતે મોબાઈલમાં કૅમેરાએ નાનામોટા સૌને ફોટોગ્રાફર બનાવી દીધા છે અને દરેક પ્રસંગને કૅમેરામાં કેદ કરી દસ્તાવેજની જેમ સાચવવાની સરળતા કરી આપી છે અને સાથે થોડી આળસ માણસમાં ભરી દીધી છે! ખેર આળસનો વિષય પાછો નોખો પડે છે. અહીં તો એક જ વિષયને સ્પશર્તા સવાલને કારણે આ મુદ્દો ઉખેળવાની તક મળી છે. એક પુરુષનો સવાલ છે, "આજકાલ થાક બહુ લાગે છે અને સાલું થોડું ભૂલકણાપણું થઈ ગયું છે. હવે એ વધી ગયું હોવાની વાઈફ અને પુત્રીની ફરિયાદ છે. એ લોકો સાચાં હશે એવું મને લાગે છે. આમ કેમ?' બીજા પુરુષે સવાલ કર્યો છે કે, "કૉલેજમાં જતો મારો દીકરો હમણાંમાં ઘણી વાતો, પ્રસંગો ભૂલી જાય છે. એને પછી એનાં જ મોબાઈલમાં તસવીરો જોવા કહીએ એટલે એ જોઈને એને બધું યાદ આવી જાય છે. એનેે હરવાફરવાનો અને દરેક પ્રસંગે મોબાઈલમાં ફોટા પાડવાનો ભારે શોખ છે... ચિંતા કરવા જેવું ખરું?

પહેલો પુરુષ ભણેલો, ૪૪ વર્ષનો છે અને મોટી કંપનીમાં મોટા હોદ્દા પર ફરજ બજાવે છે. લગભગ ૨૦ કલાક કામ કરે છે. રજામાં અને ઘરમાં પણ લૅપટૉપ પર હોય છે તો બીજા પુરુષના પુત્રના હાથમાં મોબાઈલ ફોન એની ૧૫ વર્ષની વયથી પકડાવી દેવામાં આવ્યો છે. આ બેઉની સમસ્યા વિશે વાત કરતાં બે સંશોધનો વિશે વારાફરતી વાત કરી લઈએ. મધ્ય-વયમાં એટલે કે ૪૦થી ૫૦ની વય દરમિયાન લોકો, ખાસ કરીને પુરુષ સૌથી વધુ પ્રમાણમાં માનસિક-શારીરિક દબાણમાં હોય છે અને સંભવિતપણે યાદશક્તિ ઘટવાની તકલીફનો ભોગ બને છે. વળી, એનાં મગજનું કદ પણ ઘટે છે, એમ સંશોધકોએ જણાવ્યું હતું. આ સંશોધકોમાં એક ભારતીય મૂળના પણ સંશોધક છે. કોર્ટિઝોલ નામનું હોર્મોન સ્ટ્રેસ-માનસિક તાણ, દબાણ સાથે સંકળાયેલું છે. આ અભ્યાસમાં એવું જોવામાં આવ્યું હતું કે જેને કોર્ટિઝોલનું પ્રમાણ વધારે હોય છે એ વ્યક્તિ સ્મરણો અને એની સાથે સંકળાયેલાં અન્ય કામોમાં સારો દેખાવ કરવામાં ખરાબ રીતે નિષ્ફળ જાય છે. સામે છેડે કોર્ટિઝોલનું સામાન્ય લેવલ ધરાવતી વ્યક્તિ સ્મરણશક્તિમાં બાજી મારી જતી હોય છે. રક્તમાં કોર્ટિઝોલનું વધુ પ્રમાણ ધરાવતો ઍક્ટર સંવાદો યાદ રાખવામાં નાકામ બને ખરો! ઉપરાંત રક્તમાં કોર્ટિઝોલનું હાઈ લેવલ-ઊંચું પ્રમાણ મગજની સાઈઝને ઘટાડવામાં કારણભૂત હોવાનું આ સંશોધનમાં જણાવાયું છે.

"કોર્ટિઝોલ માણસના ઘણાં જુદા જુદા કાર્યને અસર કરે છે એથી હાઈ લેવલનું આ હોર્મોન મગજને કેવી રીતે અસર કરે છે એની ઊંડાણપૂર્વક તપાસ-ચકાસણી થાય એ અતિ મહત્ત્વનું છે, એમ સંશોધન વિશે મુખ્ય લેખક-વૈજ્ઞાનિક જસ્ટિન બી. ઈકોઉફો-ત્સેઉગ્યુઈએ કહ્યું હતું. એમણે વધુમાં જણાવ્યું હતું કે, "સંશોધનમાં મધ્ય-વયના લોકોમાં કોઈ પણ લક્ષણો જોવા મળે એ પહેલા કરાયેલા અભ્યાસ કરતાં યાદશક્તિમાં ઘટાડો અને મગજના કદનું સંકોચન જોવા મળ્યું હતું.

અભ્યાસ માટે ૪૦થી ૫૦ વર્ષની વયનાં ૨૦૦૦ લોકોની ટીમ બનાવાઈ હતી, જેમનું કોર્ટિઝોલનું પ્રમાણ જોવા ભૂખ્યા પેટે-ફાસ્ટિંગ બ્લડ પરીક્ષણ કરવામાં આવ્યું હતું એ સાથે મગજનું કદ તથા સ્મૃતિ-શક્તિનું અને વિચાર-શક્તિ, વિચારવાની આવડતનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. "કોગ્નિટિવ એજિંગ-જ્ઞાનાત્મક કે સંજ્ઞાત્મક વૃદ્ધત્વને સમજવાના અમારા સંઘર્ષમાં એક મુદ્દો અમારા રસ અને ચિંતાને વધારતો હતો તે આધુનિક જીવનના વધતાં જતાં સ્ટ્રેસ-માનસિક તાણ-દબાણનો પણ હતો, એમ પ્રોફેસર અને સંશોધક સુધા સેશાદ્રિએ કહ્યું હતું. ભારતીય મૂળનાં આ વૈજ્ઞાનિકે વધુમાં કહ્યું હતું કે, પ્રાણીઓમાં સ્ટ્રેસ તેમના સંજ્ઞાત્મકતામાં ઘટાડો લાવે છે એની તો અમને ખબર હતી. આ અભ્યાસમાં હિસ્સો લેનારા મોટાભાગના લોકોમાં સવારના સમયે રક્તમાં કોર્ટિઝોલનાં ઊંચું પ્રમાણ એમના મગજનાં ખરાબ માળખા-બંધારણ અને સમજણના ઘટાડા સાથે સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું હતું.

અહીં આ સંશોધનની વાત અટકે છે. હવે બીજા પુરુષની સમસ્યા સંબંધી સંશોધનમાં ઉતરીએ.

ઘરના કે બહારના કોઈ ઈવેન્ટનું દસ્તાવેજીકરણ કરવાના આશયે ઈન્સ્ટાગ્રામ અને સ્નેપચૅટ માટે ફોટા પાડવા અને યાદગાર અનુભવને યાદ રાખવા તસવીરો ખેંચવાની પ્રવૃત્તિ ઉપદ્રવી ફળ આપે છે એમ કહેતા વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે તે ફોટા પાડવાની એ પ્રવૃત્તિ લોકોની એ ઉજવણીનાં સમરણોને નબળાં પાડે છે. "લોકો માને છે કે, ફોટા લેવાથી પ્રસંગને બહેતર રીતે યાદ રાખવામાં તેમને મદદ થશે, પણ ખરેખર તો એ ક્રિયાનું પરિણામ સદંતર ઊંધું આવે છે, એમ કેલિફોર્નિયાના સાન્ટાક્રુઝની રિસર્ચ યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની જુલિયા સોઅર્સે કહ્યું હતું. આ સંશોધન માટેના પ્રયોગોમાં સંશોધકોએ કેટલાક લોકોને આભાસી-વર્ચ્યુઅલ મ્યુઝિયમ-ટૂર માટે બોલાવ્યા હતા. આ લોકોએ આ ટૂર પથી એમનું પરીક્ષણ થવાની જાણકારી સાથે કમ્પ્યૂટર પર પેઈન્ટિંગ નિહાળ્યા હતા.

ત્રણ પ્રકારે આ લોકોએ ચિત્રો જોયા હતા અને એનું પરીક્ષણ કરાયું હતું. કેટલાક લોકોએ રીતસરની ઈમેજો જોઈ હતી તો કેટલાકે ચિત્રો જોતાં કૅમેરા ફોનથી ફોટા પાડ્યા હતા અને છેલ્લે કેટલાકોએ સ્નેપચૅટનો ઉપયોગ કરી ફોટા પાડ્યા હતા. સંશોધકોએ આ ત્રણ જૂથની પરીક્ષાનાં તારણોની તુલના કરી હતી. ફોટા પાડનારા લોકોએ એમણે શું જોયું હતું એ બાબતે સૌથી વધારે ખરાબ દેખાવ કર્યો હતો. લગભગ ૨૦ ટકા લોકોએ એમાં ખરાબ દેખાવ કર્યો હતો. સ્નેપચૅટના ઉપયોગથી ફોટો લેનારાઆએે તો એથીય ખરાબ દેખાવ કર્યો હતો.

સંશોધકોનું કહેવું હતું કે, લોકો ફોટો લેવા તૈયાર થાય છે ત્યારે તેઓ એમની સામે જે દૃષ્ય છે એના પર ઓછું ધ્યાન આપે છે. સોઅર્સે આ સ્થિતિને 'અટેન્શનલ ડિસઍન્ગેજમેન્ટ' (એકાગ્રતાથી ફારગતિ) કહી હતી. ટૂંકમાં માણસ કૅમેરા-ભલે પછી એ મોબાઈલ ફોનમાં હોય-કાઢીને ફોટા પાડવા લાગે છે ત્યારે ફોટો લેનારાનું ધ્યાન સામેના દૃષ્ય પર ઝાઝું રહેતું નથી. ફોટો લેનારી વ્યક્તિ એ દૃષ્યની ઝીણી વિગતો જોઈ શકતી નથી. વ્યક્તિ એ દૃષ્યની ઝીણવટભરી વિગતો, એની મોહકતા, એ સમયનો આનંદ-ખુશાલી એ મનમાં ઉતારી શકતી નથી. એનું ધ્યાન માત્ર ફોટા પાડવા પૂરતું મર્યાદિત રહે છે. આમ ઝીણવટભરી વિગતો મગજમાં નોંધાતી નથી એટલે એ યાદ રહેતી નથી.

પહેલા પુરુષે શક્ય એટલો સમય કામમાંથી ફારેગ થઈ ઈતર પ્રવૃત્તિમાં ગાળવો જોઈએ અને બીજા પુરુષે એના પુત્રને આ વિગતો સમજાવીને કોઈ પ્રસંગનો આનંદ માણવા, દરેક ક્ષણ-ચિત્રને માણવાની સલાહ આપી કૅમેરાનો વપરાશ ટાળવા કહેવું જોઈએ.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ous5nQ%3D%3DEMeqyCuXoLRbLsxVrWdPMTzywxDkxbT%3DNTLxg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment