Sunday, 2 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ એશિયાટિક સિંહની જેમ ઘુડખરો પણ ગુજરાતમાં જ જોઇ શકાય (Gujarati)


Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એશિયાટિક સિંહની જેમ ઘુડખરો પણ ગુજરાતમાં જ જોઇ શકાય!
આપણા કલ્યાણ મિત્રો-ડૉ. અશોક એસ. કોઠારી

 

 

 

ઘોડાથી નાના અને ગધેડાથી મોટાં આ પ્રાણીઓ ઘુડખર નામે ઓળખાય છે. કંઇક અંશે ખચ્ચરને મળતાં આવે. રંગે સફેદ અને ઉપર બદામી રંગનાં ધાબા હોય છે. છીકણી કે કાળા રંગની કેશવાળી લાંબી પૂંછ સુધી લંબાય છે. સરવા કાન રાખીને ઊભા હોય છે ભયસૂચક સંકેત મળતાં ઝડપથી ભાગે છે. લાંબા અંતર સુધી દોડી શકે છે. તેમની ઝડપ લગભગ કલાકનાં ૫૦ કિલોમીટર છે. મોટેભાગે ટોળામાં હોય છે. કોઇકવાર સો બસો ઘુડખર સાથે હોય છે. એક જમાનામાં સિંધ બિકાનેર પાસે પંજાબમાં સતલજને કિનારે વગેરે જગ્યાએ અસ્તિત્વ હતું. અત્યારે ખાસ કરીને કચ્છનાં નાનાં રણમાં રહે છે. કોઇક વાર મોટા રણમાં, સુરેન્દ્રનગર, કે બનાસકાંઠામાં જઇ ચઢે છે. નાના રણમાં નાના બેટો ઉપર જઇને મીઠું પાણી મેળવે છે. ચોમાસામાં બેટોની ચારે બાજુ જળબંબાકાર થતાં પાણી ખૂંદીને બેટ ઉપર પહોંચે છે. રણમાં ઠલવાતી બનાસ અને સરસ્વતી નદીઓ સૂકાઇ ગઇ છે. તેથી પહેલાં જેવું પાણી હોતું નથી. અમે પાટણથી દસાડા જઇ ત્યાંથી નાના રણમાં વાહનમાં ફર્યા હતા. વાહનને જોઇને ઘુડખરોનાં ટોળાં દૂર ને દૂર ભાગતાં હતાં. અહીં પક્ષીઓ, વરૂ વગેરે પણ જોવા મળેલાં.

 

ઘુડખરનું અંગ્રેજી પ્રચલિત નામ એસિયાટીક વાઇલ્ડ એસ (અતશફશિંભ ઠશહમ અતત) છે. શાસ્ત્રીય નામ ઊિીીત વયળશજ્ઞક્ષીત ઊંવીિ છે.

 

હિંદીમાં પણ ખુર કે ખોર નામ છે.

 

માદા સંવનન કરવા તત્પર થાય છે ત્યારે યોગ્ય નર શોધી કાઢે છે. બંન્ને ટોળાથી થાડા સમય માટે વિખુટા પડી પ્રેમમસ્તીની મઝા માણે છે. સંવનન પુરૂં થતાં પાછાં ટોળામાં ગોઠવાઇ જાય છે. પરંતુ માદા બીજા નરોને લાતોનો સ્વાદ ચખાડી પોતાનાથી દૂર રાખે છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનામાં પ્રજનન કરે છે. ગર્ભઅવસ્થા અગીયાર મહિનાની છે. પછીનાં વરસે જુલાઇ, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં અગિયાર મહિનાનાં ગાળા પછી બચ્ચાંને જન્મ આપે છે. માદા બચ્ચાંને બે વરસ સુધી પોતાની પાસે રાખે છે. અને ધવરાવે છે. ત્રણ સાડાત્રણ વર્ષ પછી બચ્ચું પુખ્ત બની જાય છે. નર માદા કરતાં કદમાં મોટાં હોય છે. રંગ પણ ઘણો ઘટ્ટ હોય છે. આખો દિવસ ટોળામાં ફરતાં દોડતાં રહે છે. દિવસમાં એક વાર પાણી પીવાની ટેવ હોય છે જળાશયોની પાસે રહે છે. ઉનાળામાં ઓછા પાણીથી ચલાવી લે છે. કચ્છમાં ઝડપથી ફેલાતા ગાંડા બાવળની આજુબાજુ રહેતા હોય છે. ગાંડા બાવળની શીંગો પણ ખાય છે. ઘાસ ખાય છે. પરંતુ આજુબાજુનાં ખેતરોમાં ત્રાટકી પાકને નુકસાન કરે છે. ઊભા પાકનો ઉપરનો કે નીચેનો ભાગ ખાઇ જાય છે. મજબૂત ઝડબાં અને લાંબી ડોકથી ઘાસ કે પાક પોતાનાં તરફ ખેંચે છે. આ પ્રાણીનું આયુષ્ય વીસ વર્ષનું ગણવામાં આવે છે.

 

ઘુડખરો નાનું બચ્ચું હોય ત્યારે પાળી શકાય છે. પરંતુ ઉપર પલાણ લગાવવા દેતા નથી. તેથી સવારીનાં કામમાં આવતાં નથી.

 

આજે તો બીજા ઘણાં ભાગોમાંથી ઘુડખર અદૃશ્ય થઇ ગયાં છે. ઓગણીસમી સદીની આખરે (૧૮૮૦ ની આજુબાજુ) ડૉ. એઇટકીન્સને અફઘાનીસ્તાનનાં વાયવ્ય ભાગમાં ૧૦૦૦ ઘુડખરોનું ટોળું જોયેલું બ્લાનફર્ડે તેનાં પુસ્તક 'ફોના ઓફ બ્રિટિશ ઇન્ડિયા(૧૮૯૧)' માં તેણે પંજાબ-સિંધની સરહદ ઉપર ઘુડખરનો શિકાર કર્યાનો ઉલ્લેખ કર્યો છે.

-----------------------------

તિબેટિયન 'કિયાન્ગ'

'કિયાન્ગ' ઘુડખર ની તિબેટમાં વસતિ જાત કિયાન્ગનાં નામે ઓળખાય છે. એક સમયે લડાખમાં પણ તેનું અસ્તિત્વ હતું. કિયાંગ ઘુડખર કરતાં વધુ ઘેરો અને લાલાશ પડતો રંગ ધરાવે છે. કદમાં પણ કિયાંગ મોટું હોય છે. કિયાન્ગ નવઆગન્તુક તરફથી કુતૂહલની નજરે જુએ છે. શરૂઆતમાં નાસભાગ કરે છે. થોડે દૂર થોભીને પાછા વળીને કુતૂહલથી જોવા માંડે છે. કોઇકવાર એક જ જગ્યાએ ઊભા રહીને ગોળ ગોળ ફૂદડી ફરે છે. આપણે પણ રજાઓમાં નાના રણમાં જઇને ઘુડખર નીરખીએ સાથે મોઢેરા, પાટણ, નળસરોવર, લોથલ વગેરે સ્થળો ઉપર જઇ શકાય.


__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

SPONSORED LINKS
.

__,_._,___

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuT73%2BuUU2dXxDrViRMFJPqGCd-GnJ5X8sRZi3%3D-Jz03Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment