Friday, 28 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આદર્શ વર્કપ્લેસ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આદર્શ વર્કપ્લેસ!
બી.એન.દસ્તૂર

 

 

 


અમેરિકાના એક ખેડૂતને દર વર્ષે યોજાતી ઉત્પાદનની સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળે. એને ઉગાડેલી મકાઈ સર્વશ્રેષ્ઠ જ હોય.


એની સફળતાનું કારણ આપતાં એણે સમજાવ્યું, 'હું મારી મકાઈનાં બી મારા બધા જ પાડોશીઓમાં વહેંચું છું. ઊગતી મકાઈ ઉપરથી પોલન ઊડતી રહે છે અને ખેતરે ખેતરે પહોંચે છે. મારા પાડોશીઓ નીચલી કક્ષાની મકાઈ ઉગાડે તો એમની અને મારી મકાઈઓ વચ્ચે ક્રોસ પોલિનેશન થાય અને લાંબે ગાળે એ મારી મકાઈની ગુણવત્તા બગાડીને જ રહે.'


સંસ્થાનો લીડર, મેનેજર આ ખેડૂત જેવાે હોવાે જોઈએ. એની અસરકારકતાનો આધાર એના મદદનીશો, એના કર્મચારીઓની અસરકારતા ઉપર જ છે.


લીડરશિપ ઉપર સેંકડો કિતાબો લખાતી રહે છે. હજારો સેમિનારો થતા રહે છે. લાખો શબ્દ બોલાતા, લખાતા અને સંભળાતા રહે છે. સાચા અર્થમાં 'અસરકારક લીડર, મેનેજર' મેનેજર એ છે જે એનાથી વધારે સ્માર્ટ, વધારે અસરકારક, વધારે પ્રતિભાશાળી કર્મચારીઓથી ઘેરાયેલો રહે છે. અંગૂઠાછાપ અકબર ધી-ગ્રેટની જેમ.


આજે જોબ-સેટિસ્ફેક્શન (Job satisfaction) મરી ગયેલો શબ્દપ્રયોગ છે. નવો શબ્દપ્રયોગ છે, 'જોય એટ વર્ક.' કામ એવે ઠેકાણે કરવું જોઈએ જ્યાં આનંદનો માહોલ હોય.


અમેરિકાના એક સેમિનારમાં છ કલાકની ચર્ચા બાદ, 'CEOની મુખ્ય ફરજ કઈ?' એ સવાલનો જવાબ આવ્યો, 'CEOનું કામ છે, જે કર્મચારી હસતો-બોલતો શુક્રવારની સાંજે ઘરે જાય તેને સોમવારની સવારે આ જ હાલતમાં પાછા લાવવાની છે.' શનિ-રવિની છુટ્ટીનો આનંદ ઉઠાવતો કર્મચારી સોમવારે પણ એ જ મૂડમાં કંપનીમાં દાખલ થવો જોઈએ.


વર્કપ્લેસની અસરાકરતા વધારવા શું કરવું જોઈએ એ વિશે 5000 વર્ષ પહેલાં શ્રીકૃષ્ણે એમની મેનેજમેન્ટની કિતાબ શ્રીમદ ભગવદગીતામાં એક અદ્્ભુત ફોર્મ્યુલા આપી છે. ડિક્શનરી વાપરીને એને સમજો તો એમાં પાંચ ફ્વોલિટી ગણાવી છે.


- વાતાવરણ અને સ્થળ - આવડત - રિસોર્સ-સાધનો
- દરેક સાધન વાપરવાની પ્રોસેસ - નસીબ (ગીતા 18/14)


એવા વાતાવરણમાં કામ કરો જ્યાં તમારી આવડતનો પૂરો ઉપયોગ થતો હોય, જરૂરી રિસોર્સ મળતા હોય, દરેક રિસોર્સ વાપરવાની તાલીમ મળતી હોય અને છેવટે 20% જેટલું નસીબ હોય.


અમેરિકાના ગેલપ ઓર્ગેનાઇઝેશને 25 વર્ષ(!) સુધી 80,000 મેનેજરો અને દસ લાખ કર્મચારીઓનાં ઇન્ટરવ્યૂ કરી, આદર્શ વર્કપ્લેસ (Ideal workplace) કેવું હોવું જોઈએ તેનો અભ્યાસ કર્યો. આ પહેલાં આનો મહાકાય સ્ટડી કદી કોઈએ કર્યો ન હતો.

(આ અભ્યાસ ઉપર ગેલપના બે લીડરો-માર્ક્સ બકિંગહામ અને કર્ટ કોફમેને એક લાજવાબ કિતાબ લખી છે, First break all the rules વાંચવી ફરજિયાત છે.)


આ સ્ટડી ઉપર આધારિત આદર્શ વર્કપ્લેસનાં લક્ષણોની ચર્ચા કરીએ. આવરી લેવાયેલા મેનેજરો અને કર્મચારીઓના મત મુજબ :


1. કામ ઉપર મારે શું કરવાનું છે, એની મને ખબર છે.
(જમાનો સ્પેશિયલાઇઝેશનનો છે.)
2. મારું કામ અસરકારક રીતે કરવા માટે મને જરૂરી સાધનો આપવામાં આવે છે.
3. હું જે કામ સૌથી સારી રીતે કરી શકું છું, તે કરવાની મને તક મળે છે.
4. છેલ્લા સાત દિવસમાં મારા સારા કામ વિશે વખાણના બે શબ્દો મેં સાંભળ્યા છે.
(બોસને ટીકા કરવાની આવડત હોય છે, વખાણ કરવાની નહીં.)
5. મારો સુપરવાઇઝર અથવા સંસ્થામાંની કોઈ વ્યક્તિ મારી દરકાર કરે છે.
6. વર્કપ્લેસમાં, મારી પ્રગતિમાં રસ લેનાર કોઈ વ્યક્તિ છે. (સંસ્થામાં કામ કરતી દરેક વ્યક્તિ, સંસ્થાની સેવા કરવા આવતી નથી, પોતાની કારકિર્દી બનાવવા આવે છે.)
7. કામ ઉપર મારા અભિપ્રાયને અગત્યતા મળે છે. (મેનેજમેન્ટ લોકોનું નહીં, લોકોના જ્ઞાનનું મેનેજમેન્ટ છે. દરેક કર્મચારીને એનો અભિપ્રાય આપવાની પૂરેપૂરી છૂટ હોવી જ જોઈએ.)
8. કંપનીનું મિશન અને વિઝન મને એવું સિગ્નલ (તાતા, ઇન્ફોસિસ, ટી.સી.એસ, વિપ્રો જેવી સફળ કંપનીઓમાં દરેક કર્મચારીને VIP હોવાનો અહેસાસ થાય છે.)
9. મારા સહકર્મચારીઓ ઉત્તમ કામ કરવા માટે કટિબદ્ધ છે.
10. વર્કપ્લેસમાં મારો બેસ્ટ ફ્રેન્ડ છે.
11. છેલ્લા છ મહિનામાં કોઈએ મારી કારકીર્દિની ચર્ચા મારી સાથે કરી છે.
12. છેલ્લા બાર મહિનામાં મને કાંઈ નવું શીખવાની, આગળ વધવાની તક મળી હતી. ફરી એક વાર આ બાર સ્ટેટમેન્ટો વાંચી નાખો. જે મેનેજરને એનાથી વધારે સ્માર્ટ કર્મચારીનો ડર લાગે છે એને દરવાજો દેખાડવામાં જ સમજદારી છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou0ObpiX%3DDdxX5GkEZxq3YEcdyZLMeEeJ6e4wKrqBWLfg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment