Friday, 28 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ માતાપિતાનું પ્રોત્સાહન મળે તો સંતાન અસાધારણ પ્રગતિ કરી શકે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માતાપિતાનું પ્રોત્સાહન મળે તો સંતાન અસાધારણ પ્રગતિ કરી શકે!
આશુ પટેલ

 

 

 

મહારાષ્ટ્રના હિંગનઘાટ જિલ્લાના નાનકડા ગામ ક્ધિહાલાના વતની સુભાષ કામડીએ બીઈ, એમબીએ અને એલએલબી એમ ત્રણ-ત્રણ ડિગ્રી લીધા પછી નોકરીની શોધ શરૂ કરી. તેમને ચન્દ્રપુરની એક પ્રાઈવેટ કોલેજમાં લેક્ચરર તરીકે ટૂંકા પગારથી નોકરી મળી.

 

સુભાષ કામડીએ એ કોલેજમાં નોકરી શરૂ કરી એ પછી તેમની મુલાકાત એ કોલેજની અન્ય લેક્ચરર શિલ્પા સાથે થઈ. તેમણે શિલ્પા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પણ શિલ્પાએ કહ્યું કે મને જન્મથી જ કિડનીની અને પેન્ક્રિયાસની બીમારી છે એટલે હું લાંબું નહીં જીવી શકું એવું ડૉક્ટરોએ કહ્યું છે. મારી જિન્દગીનો કોઈ ભરોસો નથી એટલે મેં લગ્ન ન કરવાનું નક્કી કર્યું છે. જો કે સુભાષ કામડીએ શિલ્પાને લગ્ન કરવા મનાવી લીધી અને બન્ને 2004માં પરણી ગયા.

 

લગ્નના ઘણા સમય સુધી તેમને બાળક ન થયું એટલે સુભાષ અને શિલ્પાએ 2008માં ક્ષિતિજ નામના છોકરાને દત્તક લીધો. એ પછી 2010માં શિલ્પાએ દીકરાને જન્મ આપ્યો. તેમણે તેનું નામ ધ્રુવ-શિશિર રાખ્યું.

 

ધ્રુવ બે વર્ષનો થયો ત્યાં સુધી બોલતા કે ચાલતા ન શીખ્યો એટલે સુભાષ અને શિલ્પા ચિંતિત બની ગયા. જો કે પછી થોડા મહિનાઓ બાદ ધ્રુવ ઊભા રહેવાનું શીખ્યો. એ સમય દરમિયાન તેઓ એક વાર નોકરી પરથી ઘરે આવ્યા તો તેઓ એ જોઈને આશ્ર્ચર્યચકિત થઈ ગયા કે હજી ચાલવા નહીં શીખેલો ધ્રુવ તેના મોટા ભાઈ ક્ષિતિજના સ્કેટ્સ પર ચાલવાની કોશિશ કરી રહ્યો હતો.

 

શિલ્પા અને સુભાષે ધ્રુવને સ્કેટિંગ શીખવવાનું નક્કી કર્યું. થોડા મહિનાઓમાં તો તે કુશળતાથી સ્કેટિંગ કરતો થઈ ગયો! એ પછી સુભાષ અને શિલ્પા તેને એક સ્કેટિંગ કોચિંગ ક્લાસમાં લઈ ગયા, પણ કોચે તેમને કહ્યું કે સ્કેટિંગ શીખવાની મિનિમમ ઉંમર સાડા ત્રણ વર્ષની છે. જો કે શિલ્પા અને સુભાષે કોચને વિનંતી કરી એટલે સ્પેશિયલ કેસ તરીકે ધ્રુવને એ કોચિંગ ક્લાસમાં પ્રવેશ મળ્યો.

 

વ્યવસ્થિત તાલીમ મળતા ધ્રુવ સ્કેટિંગમાં કુશળતા મેળવતો ગયો. તેણે સ્થાનિક સ્કેટિંગ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. એ પછી તે જિલ્લા સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેતો થયો. તે ચાર વર્ષનો થયો એ અગાઉ તો તેણે સ્ટેટ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં અંડર ફોર એટલે કે ચાર વર્ષથી નાનાં બાળકોના વયજૂથમાં રાજ્યમાં પ્રથમ આવીને ગોલ્ડ મેડલ મેળવી લીધો.

 

સુભાષ અને શિલ્પાએ ધ્રુવને સ્કેટિંગમાં ઉચ્ચ સ્તરની તાલીમ અપાવવાનું નક્કી કર્યું, પણ ચન્દ્રપુર જેવા નાના શહેરમાં સ્કેટિંગની એક હદથી વધુ તાલીમ મળી શકે એમ નહોતી એટલે તેમણે તેને ચન્દ્રપુરથી ત્રણ કલાક દૂર નાગપુરમાં સ્કેટિંગની તાલીમ અપાવવાનો નિર્ણય લીધો. તેઓ તેને દર વીકએન્ડમાં ત્રણ કલાકનો પ્રવાસ કરીને લિમ્બો સ્કેટિંગની તાલીમ અપાવવા લઈ જવા માંડ્યા.

 

આ દરમિયાન સુભાષ અને શિલ્પા જ્યાં નોકરી કરતા હતા એ પ્રાઈવેટ કોલેજમાં પગારના ધાંધિયા શરૂ થઈ ગયા. બન્નેનો પગર આવતો બંધ થઈ ગયો. ધ્રુવને સ્કેટિંગની ઉચ્ચ તાલીમ આપવા માટે પૈસાનો અભાવ સર્જાયો.

 

ધ્રુવની સ્કેટિંગ કરિયરમાં વિઘ્ન ન આવે એટલે સુભાષ કામડીએ ખેતી શરૂ કરી દીધી. તેમને વારસામાં થોડી જમીન મળી હતી. એ દિવસોમાં શિલ્પા ધ્રુવને દરેક વીકએન્ડમાં તાલીમ માટે નાગપુર લઈ જતી હતી.

 

ધ્રુવ પાંચ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો તે લિમ્બો સ્કેટિંગમાં એટલો કુશળ બની ચૂક્યો હતો કે તેના નામે રેકોર્ડ સર્જાવા લાગ્યા. 26 ડિસેમ્બર, 2014ના દિવસે તેણે દસ કિલોમીટરના લિમ્બો સ્કેટિંગનો વર્લ્ડ રેકોર્ડ કર્યો અને તેનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું!

 

એ રેકોર્ડ તો જો કે તેણે ઓક્ટોબર મહિનામાં જ કરી લીધો હતો, પણ એ વખતે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ્સના અધિકારીઓએ એ રેકોર્ડ માન્ય નહોતો કર્યો. એટલે 26 ડિસેમ્બર, 2014ના દિવસે તેણે ફરી વાર દસ કિલોમીટર લિમ્બો સ્કેટિંગ કરી બતાવ્યું.

 

એ પછી તો ધ્રુવ સતત આગળ વધતો રહ્યો. શિલ્પાએ વિચાર્યું કે ધ્રુવને તાલીમ અપાવવા દિલ્હી લઈ જઈએ. જો કે એ દરમિયાન અચાનક શિલ્પાની તબિયત કથળી ગઈ અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. ધ્રુવની તાલીમ માટે સુભાષ અને શિલ્પાએ જે પૈસા ભેગા કર્યા હતા એ બધા શિલ્પાની સારવાર પાછળ ખર્ચાઈ ગયા. જો કે ડોક્ટરો શિલ્પાને બચાવી ન શક્યા.

 

8 ઓગસ્ટ, 2017ના દિવસે શિલ્પાનું અકાળ મૃત્યુ થયું. તેણે છેલ્લા શ્ર્વાસ લેતા અગાઉ પતિ પાસે વચન માગ્યું કે ધ્રુવને સ્કેટિંગની અને આઈસ સ્કેટિંગની તાલીમ અપાવજો અને તેને દેશ વતી આંતરરાષ્ટ્રીય સ્તરે સ્કેટિંગ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે કાબેલ બનાવજો.

 

ધ્રુવનું અત્યારે આઠમું વર્ષ ચાલે છે. તેને હજી મૃત્યુ શું એ ખબર નથી. તે તેના પિતાને પૂછે છે કે મમ્મી કેમ ઘરે નથી આવતી. તેના પિતાએ તેને ઘણી વાર સમજાવવાની કોશિશ કરી કે મમ્મી હવે ક્યારેય પાછી નહીં આવે. જો કે ધ્રુવ એ વાત નથી માનતો. તે એમ જ માને છે કે તેની માતા હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તે તેના પિતાને અને મોટા ભાઈ ક્ષિતિજને પૂછતો રહે છે કે મમ્મી હજી હોસ્પિટલમાં જ છે ને? તે મારા બર્થડેના દિવસે ઘરે આવીને મને સરપ્રાઈઝ આપવા માગે છે ને? તે ઘણી વાર હોસ્પિટલ જવાની જિદ કરે છે ત્યારે તેના પિતા અને મોટા ભાઈની આંખોમાં આંસુ આવી જાય છે.

 

સાત વર્ષના ધ્રુવે સ્કેટિંગમાં અનેક મેડલ્સ મેળવી લીધા છે અત્યાર સુધીમાં તે સ્ટેટ અને નેશનલ લેવલની સ્પર્ધાઓમાં 23 ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યો છે. એ સિવાય તેણે અનેક સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યા છે.

 

માતાપિતાનું પ્રોત્સાહન મળે તો સંતાન અસાધારણ પ્રગતિ કરી શકતું હોય છે એનો પુરાવો સાત વર્ષીય ધ્રુવ કામડી છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OthfVFAHuXZJbWrgQQMQ2_OuFHbVL9Qf-U6LMRPwLO1eA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment