Friday 28 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ફક્ત પેઇન ન સહન કરવું પડે એ માટે સિઝેરિયન ડિલિવરી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ફક્ત પેઇન ન સહન કરવું પડે એ માટે સિઝેરિયન ડિલિવરીનો નિર્ણય લેવાનું જરાય યોગ્ય નથી!
જિગીષા જૈન

 

 

 

આજકાલ ઘણી સ્ત્રીઓ નૉર્મલ ડિલિવરી ઇચ્છતી નથી અને જાતે જ ડૉક્ટરને ફોર્સ કરીને કહે છે કે તેમને સિઝેરિયન જ કરવું છે. એની પાછળ લેબરના પેઇનથી લાગતો ડર, હનશક્તિનો અભાવ અને કોઈ પણ પ્રકારનું રિસ્ક ન લેવાની ઇચ્છા હોય છે. નિષ્ણાત જણાવે છે કે જ્યાં સુધી કોઈ જાતનું કૉમ્પ્લીકેશન ન હોય ત્યાં સુધી સિઝેરિયન કરવા માટે વિચારવું જ ન જોઈએ. સિઝેરિયન ડિલિવરી પહેલાંના સમય કરતાં ભલે અત્યારે ઘણી સેફ થઈ ગઈ છે, પરંતુ નૉર્મલ ડિલિવરી જેટલી સેફ તો એ નથી જ; કારણ કે એ એક સર્જરી છે.


વાશીના એક પરિવારમાં મહિલા પ્રેગ્નન્ટ બની ત્યારથી તે તેના ડૉક્ટરને એક જ વાત કહેતી કે ડોક્ટર મને ર્નોમલ ઠડલિવરી નથી કરવી. મને સિઝેરિયન ડિલિવરી જ કરવી છે. શરૂઆતમાં તો આ સાંભળીને ડૉક્ટર હસી દેતા અને કહેતા કે હજી તો પ્રેગ્નન્સીના ન્યુઝ મળ્યા છે ત્યાં તું ડિલિવરીની ચિંતા કરવા માંડી. પરંતુ જેમ-જેમ પ્રેગ્નન્સી આગળ વધી એમ-એમ આ મહિલા તરફથી ડૉક્ટરને તેમની દરેક વિઝિટમાં ખાસ આ વાત સાંભળવા મળતી કે ડૉક્ટર પ્લીઝ, નૉર્મલ ડિલિવરી તો મને જોઈતી જ નથી. ડૉક્ટરે ઘણી વખત તેને પ્રેમથી સમજાવ્યું કે આટલો ગભરાટ બરાબર નથી, પરંતુ તે સમજવા તૈયાર જ નહીં. એક દિવસ તો અડધો કલાક ડૉક્ટરે તેનું કાઉન્સેલિંગ કર્યું અને નૉર્મલ ડિલિવરીના ફાયદા સમજાવ્યા. સાથે-સાથે તેમણે એ વાત પણ કરી કે કૉમ્પ્લીકેશન હોય તો જ સર્જરી કરવી પડે, બાકી નહીં અને તેના કેસમાં એવાં કોઈ કૉમ્પ્લીકેશન હજી સુધી લાગતાં નથી. એટલે પહેલેથી જ ગ્રંથિ બાંધીને બેસી જવું કે હું આમ જ કરીશ તો એ બરાબર નથી. છતાં તે માની નહીં.


તેના ઘરમાં તેણે તેની જેઠાણીની નૉર્મલ ડિલિવરી જોઈ હતી. ડિલિવરી પછી વજાઇના પર ટાંકા આવે એ ટાંકા તેને પાકી ગયા હતા અને તે બેસી પણ શકતી નહોતી. આ બધું જોઈને તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. એટલે એક ડર તેનામાં ઘૂસી ગયો હતો અને એ ડર નીકળતો જ નહોતો. છેલ્લે ૩૮ અઠવાડિયાં પત્યાં ત્યારે તેણે ડૉક્ટરને કહ્યું કે હું દાખલ થઈ જાઉં છું, તમે ઑપરેશન કરી નાખો. ડૉક્ટરે તેની વાતને ટાળી અને એકાદ અઠવાડિયું ખેંચી નાખ્યું. એક રાત્રે ક્રેમ્પ ઊઠ્યો. મહિલા ગભરાઈ અને સીધી હૉસ્પિટલ ભાગી. લેબર સ્ટાર્ટ થાય એ પહેલાં તેને સર્જરી કરાવવી જ હતી. ડૉક્ટરે ચેક કર્યું અને તેને ખબર પડી ગઈ કે લાંબો સમય આ વસ્તુ ટકવાની નથી. સવારે ડિલિવરી થઈ જશે. મહિલા રાડો પાડતી રહી કે મને ઑપરેશન થિયેટરમાં લઈ જાઓ, ડૉક્ટરને બ્લેમ કરતી રહી; પરંતુ ડૉક્ટર ફર્મ હતા કે ઉતાવળ કરવા જેવું નથી. આખી રાત મહિલાએ બહુ નાટક કયાંર્‍ એટલે છેલ્લે સવારમાં ઑપરેશન થિયેટર તૈયાર કરવામાં આવ્યું. ઍનેસ્થેટિસ્ટ અને પીડિયાટ્રિશ્યન આવી ગયા. ઍનેસ્થેશિયા આપવાના જ હતા ત્યાં સુધીમાં નૉર્મલ ડિલિવરી થઈ ગઈ. બાળક બહાર આવી ગયું. હૉસ્પિટલ માટે હાસ્યાસ્પદ કિસ્સો બની ગયો કે આ મહિલાએ લેબર-રૂમની જગ્યાએ ઑપરેશન થિયેટરમાં નૉર્મલ ડિલિવરી કરી.


સિઝેરિયન ડિલિવરીનું વધતું પ્રમાણ
ઉપરનો કિસ્સો પહેલી નજરે ખરેખર હાસ્યાસ્પદ લાગે છે, પરંતુ વિચારવા જઈએ તો ચિંતાજનક છે. એક સમય હતો જ્યારે કોઈ સાંભળતું કે આ સ્ત્રીની સિઝેરિયન ડિલિવરી થઈ છે તો લોકોને નવાઈ લાગતી, દુ:ખ થતું. પરંતુ આજે સિઝેરિયન ડિલિવરી કોઈ સાંભળે તો તેમને જરાય આંચકો લાગતો નથી. સિઝેરિયન ડિલિવરી દિવસે-દિવસે નૉર્મલ થતી જાય છે. બાળકને જન્મ આપવો એ સસ્તન વર્ગનાં પ્રાણીઓમાં કુદરતી વસ્તુ છે. જેમ-જેમ ટેક્નૉલૉજી ડેવલપ થઈ છે એમ સુવિધાઓ વધી છે. કોઈ પણ કૉમ્પ્લેક્સ પ્રૉબ્લેમ્સ આવી ગયા હોય તો સર્જરી દ્વારા બાળક અને મા બન્નેનું જીવન બચાવી શકાય છે, જે એક મોટી ઉપલબ્ધિ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં સિઝેરિયન ડિલિવરીનું પ્રમાણ ખૂબ વધ્યું છે. એ વિશે વાત કરતાં SRV હૉસ્પિટલ, ગોરેગામ અને ક્રિટિકૅર હૉસ્પિટલ, જુહુનાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. નીલેશા ચિત્રે કહે છે, 'આજે એક અંદાજ લગાવીએ તો લગભગ પચાસ ટકા ડિલિવરી સર્જરીથી થવા લાગી છે. તો પ્રશ્ન એ આવે છે કે શું એ પચાસ ટકા સ્ત્રીઓમાં ડિલિવરી દરમ્યાન કોઈ કૉમ્પ્લેક્સિટી આવી હતી? એ શક્ય નથી. કૉમ્પ્લેક્સ પરિબળો પહેલાં કરતાં ચોક્કસ વધ્યાં છે, પરંતુ જેટલા પ્રમાણમાં સર્જરી વધી છે એટલા પ્રમાણમાં તો નથી જ. તો કયાં કારણોસર સિઝેરિયન ડિલિવરી થઈ રહી છે? આ પ્રશ્નને સમજવા જેવો છે.'


નૉર્મલનો ભય
ઘણા દરદીઓના મોઢે સાંભળવા મળે છે કે ડૉક્ટરો પૈસાખાઉ છે. નૉર્મલ ડિલિવરીમાં પૈસા વધુ ન મળે એટલે ઑપરેશન કરી નાખ્યું. એ લોકો આપણને ખોટા ડરાવે છે અને આપણી પાસે કોઈ ઑપ્શન જ ન બચે એટલે ઑપરેશન કરાવવું પડે. આ વાત પર પોતાનો અભિપ્રાય આપતાં ફોર્ટિસ હીરાનંદાની હૉસ્પિટલ, વાશીનાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. બંદિતા સિંહા કહે છે, 'આવા કિસ્સાઓ જાણીતા છે, પરંતુ આજકાલ ઊલટું થઈ રહ્યું છે. દરદીઓ જ અમને આવીને કહે છે કે અમને નૉર્મલ ડિલિવરી નથી જોઈતી. હકીકત એ છે કે નૉર્મલ કરવી કે સિઝેરિયન ડિલિવરી કરવી એનો નિર્ણય પહેલેથી ન લઈ શકાય. દરેક ડૉક્ટરે કૉમ્પ્લીકેશન ન આવે ત્યાં સુધી તો નૉર્મલ ડિલિવરીની આશા છોડાય જ નહીં. પહેલાંના સમયમાં ડૉક્ટર કહે એમ દરદી માનતો. આજે દરદી ડૉક્ટરને ફોર્સ કરે છે કે તમે આમ જ કરો. અને અમારા નિયમો મુજબ અમે સમજાવી શકીએ. અમારું કામ છે જે સાચું છે એ સજેસ્ટ કરવાનું. જો દરદી માને જ નહીં તો અમે પરાણે તેની પાસે કામ ન લઈ શકીએ.'


કારણો
કયાં કારણોસર નૉર્મલ ડિલિવરી માટે સ્ત્રીઓ તૈયાર નથી થતી? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. બંદિતા સિંહા કહે છે, 'ડિલિવરીમાં પેઇન થશે એમ વિચારીને સ્ત્રીઓ ખૂબ ડરી જાય છે. આ સિવાય આજના સમયમાં કોઈ ટાઇપનું રિસ્ક બાળક અને મા સાથે કોઈ લેવા માગતું નથી અને લેબર દરમ્યાન હૉસ્પિટલ મોડું પહોંચાય તો કે રસ્તામાં કંઈ ગરબડ થઈ તો શું કરીશું એ ચિંતામાં પણ લોકો કહેતા હોય છે કે સર્જરી સારી. આ સિવાય ઘણા જ્યોતિષમાં માનતા લોકો ટાઇમ અને તારીખ જોઈને નિશ્ચિત કરીને ડિલિવરી કરાવે છે. નૉર્મલ ડિલિવરીમાં કોઈ વ્યક્તિને કોઈ કૉમ્પ્લીકેશન આવ્યું હોય તો તેનું જોઈને નવી મમ્મીઓ ગભરાઈ જાય છે અને નૉર્મલ ડિલિવરી માટે ના પડે છે.'


શું કરવું યોગ્ય?
નૉર્મલ ડિલિવરી કુદરતી છે અને સિઝેરિયન ડિલિવરી એક સર્જરી છે. પહેલાં કરતાં બેટર ટેક્નૉલૉજી હોવાને લીધે આજકાલ આ સર્જરી ખૂબ જ સરળ બની છે. એ વિશે વાત કરતાં ડૉ. નીલેશા ચિત્રે કહે છે, 'આ પણ એક કારણ છે જેને લીધે આજકાલ લોકો સર્જરી વધુ પસંદ કરવા લાગ્યા છે. પરંતુ હકીકત એ છે કે આવા નિર્ણયો મેડિકલ કન્ડિશનને ધ્યાનમાં રાખીને જ લેવાય. જો કોઈ સ્ત્રીને કોઈ જાતનું કૉમ્પ્લીકેશન હોય જેમાં ખબર પડી જાય કે ડિલિવરી નૉર્મલ થઈ શકે એમ નથી અને મા કે બાળક કોઈના પણ જીવને રિસ્ક છે અથવા અચાનક લેબર દરમ્યાન આવી જાય તો જ તેની સિઝેરિયન ડિલિવરી કરાય. બાકી જ્યારે સ્ત્રી હેલ્ધી હોય ત્યારે સવાલ જ ઊઠતો નથી સર્જરીનો. ડૉક્ટરની સલાહ મુજબ જ આ નિર્ણય લેવાવો જોઈએ.'


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtKm%2BZAFoRZ65qua3UuzRQ0Y3kSGM%2BF3g3bg7u2H6X7Dg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment