Sunday, 2 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ દક્ષિણ ભારતીય વાનગી ‘અપ્પમ’ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દક્ષિણ ભારતીય વાનગી 'અપ્પમ'!

 

 

 

 

હવે તો સાઉથ ઇન્ડિયન વાનગીઓ આખું ભારત ખાય છે. ઇડલી-વડા ને ઢોંસા તો વર્ષોથી ખવાય છે, પણ અપ્પમ એવી વાનગી છે જે બહુ પૌષ્ટિક અને જુદા પ્રકારની છે. અપ્પમ પણ હવે બધા લોકોને ગમે છે, પણ તેને કેવી રીતે બનાવીને ખાવી તેની રેસિપી અહીં પ્રસ્તુત છે. આ વાનગી બનાવવી બહુ સરળ છે. તેને ઝડપથી બનાવીશકાય છે. આથી તાત્કાલિક વાનગીબનાવવા માટે આ બહુ સારી છે.

 

આ અપ્પમને હળવા મીઠા નારિયળના દૂધ અને વેજિટેબલ કોરમા સાથે પીરસીને એક પર્યાપ્ત ભોજન બનાવી શકાય છે. ખીરું પલાળવાનો સમય બેથી ત્રણ કલાક. તૈયારીનો સમય 17 મિનિટ. રાંધવાનો સમય 15 મિનિટ. તેને પલાળવાનો સમય 2થી 3 કલાક. કુલ સમય છ કલાક 30 મિનિટ. 10થી 15 અપ્પમ માટેની સામગ્રી આપેલી છે.

સામગ્રી: 2 ચમચી ચોખા

1/2 કપ રાંધેલા ભાત

2 કપ નારિયેળનું દૂધ

2 ચમચી સાકર

1/2 ચમચી સૂકું ખમીર

નારિયળનું તેલ (સિંગતેલપણ ચાલે) અન્ય તેલ. ચોપડવા અને પકાવવા માટે.

વેજિટેબલ કોરમા.

 

 

બનાવવાની રીત

ચોખાને ધોઇને પાણીમાં 2થી 3 કલાક માટે પલાળી દેવા. પછી તેમાંથી પાણી કાઢી નાંખવું. પલાળેલા ચોખા અને રાંધેલા ભાત અને 1/2 કપ નારિયળનું દૂધ ભેગુંકરીને મિકસરમાં પીસીને મુલાયમ મિશ્રણ તૈયાર કરવું. તે પછી સાકર, બચેલું અડધો કપ નારિયળનું દૂધ અને મીઠું નાંખીને બધું સારી રીતે ભેળવી નાંખવું.

 

ખમીરમાં થોડુંક પાણી નાંખીને તેને સારી રીતે ભેળવી દેવું. તેને ભાતના મિશ્રણમાં નાંખીને સારી રીતે ભેળવી દેવું. તેને બહુ વધારે પાતળું કે જાડું ન કરવું. તેને ઢાંકી દેવું અને આથો આવે તે માટે બેથી ત્રણ કલાક સુધી રાખી દેવું.

 

અપ્પમ માટેની લોઢી કે નૉન-સ્ટિક તવાને ગરમ કરવું અને તેમાં તેલ ચોપડીને એક ચમચી પેલું ખીરું કઢાઇ પર નાંખીને તેને હલકા હાથે ગોળાકારમાં પાથરી દેવું. કિનારી પાતળી રાખવી અને વચ્ચેનો ભાગ થોડો જાડો રાખવો.

 

તેને ઢાંકીને એક મિનિટ માટે પકાવી લેવું. વચ્ચેનો ભાગ ફૂલી જશે. આમ, તમારું અપ્પમ તૈયાર થઇ જશે. બાકીનું ખીરું લઇને આવી જ રીતે બીજા અપ્પમ બનાવી લેવા.

 

વેજિટેબલ કોરમા સાથે ગરમ ગરમ પીરસવું.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtSww5_FoDoNdF9_RK%3DcqyZ%3DLbxsw1RYmYBAq6voGD2YQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment