Monday, 1 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સંપૂર્ણ ‘સ્વીકાર’નો કોઈ પર્યાય નથી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સંપૂર્ણ 'સ્વીકાર'નો કોઈ પર્યાય નથી!
ઝીરો લાઈન : ગીતા માણેક

 

 

નિમેષને એક મહત્ત્વની મિટિંગ માટે ઓફ્સિે સમયસર પહોંચવાનું હતું. તે ઘરેથી વહેલાસર નીકળી ગયો હતો. બસમાં પ્રવેશ્યો તો રોજ કરતાં ભીડ વધુ હતી કારણ કે કોઈ રાજકીય નેતાનો કાફ્લો પસાર થયો હોવાને કારણે ટ્રાફ્કિ જામ હતો. બસો મોડી દોડી રહી હતી. વાતાવરણમાં બફરો બહુ હતો. નિમેષની અકળામણ વધી રહી હતી. "આખી સિસ્ટમ જ સડી ગઈ છે. નેતાઓને તો ફ્ક્ત એરકન્ડિશન્ડ ગાડીઓમાં ફ્રવાનું અને સામાન્ય લોકોની જિંદગીની વાટ લગાડી દેવાની. ક્યાં ક્યાંથી આ બધા લોકો શહેરમાં આવે છે." નિમેષના મગજમાં ગુસ્સો વધી રહ્યો હતો. એટલામાં કન્ડક્ટર આવ્યો અને તેણે ટિકિટ માટે સો રૂપિયાની નોટ આપી તો કન્ડક્ટરે કહ્યું, "છુટ્ટા આપો." બસ, નિમેષનું દિમાગ ફટયું. તેણે ગાળ આપી. કન્ડક્ટર સામે ગુસ્સે થયો. ઝઘડો વધી ગયો. કન્ડકટરે બસ ઊભી રખાવી અને નિમેષને ઊતરવા મજબૂર કર્યો. ક્રોધથી બળબળતો, કન્ડક્ટરથી માંડીને પ્રાઈમ મિનિસ્ટર સુધીને તે ગાળો ભાંડતો રહ્યો. માંડ રિક્ષા મળી અને તે ઓફ્સિે પહોંચ્યો. તેને મિટિંગમાં પહોંચતા મોડું થયું. તેનો બોસ તેના પર ગિન્નાયો. મિટિંગમાં પણ તે ફેકસ કરી શક્યો નહીં.

 

આપણી જિંદગીમાં પણ અનેકવાર આવા સંજોગો ઊભા થતા હોય છે. નિમેષનું જ ઉદાહરણ લઈએ તો તેની સાથે જે થયું એના પર તેનો કેટલું નિયંત્રણ હતું? ઉકળાટ અને બફરો ઘટાડવાનું તેના હાથમાં નહોતું. તે ગમે તેટલી ગાળો આપે કે ધમપછાડા કરે કોઈ નેતાએ કયા રસ્તેથી અને કયા સમયે નીકળવું એ તેના હાથમાં નહોતું. રસ્તા પર ટ્રાફ્કિ જામ થયો હતો એ માટે તે કંઈ કરી શકે એમ નહોતો.

 

તેના વ્યગ્ર થવાથી કંઈ ગામડાઓમાંથી શહેર તરફ આવતી વસતિ પાછી ચાલી જવાની નહોતી. મતલબ કે એ દિવસે જે પરિસ્થિતિ હતી એને એ ક્ષણે બદલી નાખવાની કોઈ જાદુઈ છડી તેની પાસે નહોતી. તેના નિયંત્રણમાં એક જ બાબત હતી અને તે એ કે જે બદલી શકાય એમ નહોતું એને સ્વીકાવું, પ્રતિક્રિયા આપવાને બદલે પ્રતિભાવ આપવો.

 

ફેlડ પાડીને કહીએ તો નિમેષે અકળાઈને મનોમન આખી સિસ્ટમને કે વ્યક્તિઓને ગાળો આપવાને અને વ્યગ્ર થઈ જવાને બદલે પરિસ્થિતિને સ્વીકારી લીધી હોત, આસપાસના લોકોનું શાંતિથી નિરીક્ષણ કર્યું હોત કે ઇયરફેન્સ કાનમાં નાખીને મનગમતું ગીત સાંભળ્યું હોત કે કોઈ મિત્ર સાથે ફેlન પર વાત કરી હોત તો જે રીતે તે કન્ડક્ટર સાથે બાખડી પડયો એને નિવારી શકાયું હોત. તેને બસમાંથી ઊતરવું ન પડયું હોત અને તો તે મિટિંગ માટે સમયસર પહોંચી શક્યો હોત, મિટિંગમાં એકાગ્રતા રાખી શક્યો હોત. બોસની વઢમાંથી બચી શક્યો હોત. આખો દિવસ મનમાં સંતાપ થયો એને નિવારી શકાયો હોત.

 

નિમેષની માફ્ક જ આપણે પણ પરિસ્થિતિનો સંપૂર્ણ સ્વીકાર કરતા નથી. આને કારણે નકારાત્મક લાગણીઓ લાંબો સમય સુધી મન પર ઝળુંબતી રહે છે. નાની અને નજીવી બાબતો વિશેના વિચારો અને સંતાપથી મન વ્યગ્ર રહે છે. આપણે મૂળ કામ પર ધ્યાન આપી શકતા નથી. આ સંતાપને લીધે આડેધડ બોલી નાખીએ છીએ અથવા તીવ્ર પ્રતિક્રિયા આપી બેસીએ છીએ. પરિણામે આપણું પોતાનું જ નુકસાન કરી નાખીએ છીએ. એના બદલે પરિસ્થિતિનો સ્વીકાર કરીએ તો મન શાંત થાય છે. જેમ કે, જે કંઈ થઈ રહ્યું હતું એ માટે બિચારો કન્ડક્ટર કોઈ રીતે જવાબદાર નહોતો. હકીકતમાં તો ઉકળાટ અને બફરા વચ્ચે તેને પણ આ ભીડમાં કામ કરવું પડી રહ્યું હતું. જો નિમેષે શાંત ચિત્તે વિચાર્યું હોત તો કન્ડક્ટર પર ગુસ્સો આવવાને બદલે તેના પ્રત્યે હમદર્દી થઈ હોત.


નિમેષની ઉગ્ર પ્રતિક્રિયાને કારણે પરિસ્થિતિ તો ન બદલાઈ, પરંતુ હા, નિમેષે પોતાનું નુકસાન તો કરી જ લીધું.

 

એક યા બીજા કારણસર દરેકના જીવનમાં એવી સ્થિતિ ઉપસ્થિત થાય જ છે જેના પર તેનો પોતાનો કોઈ અંકુશ હોતો નથી. આવી સ્થિતિમાં સંપૂર્ણ સ્વીકાર સિવાય કોઈ પર્યાય નથી. આના માટે ઓશોએ એક જ વાક્યમાં કહ્યું છેઃ પરિસ્થિતિ નહીં મનઃસ્થિતિ બદલની હૈ.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuYbFLh6-sJqc80mz%3Dt2DW--fpMBj3th%3D07JBcF6yPrNg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment