Tuesday, 30 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મીટૂનું મહાભારત (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મીટૂનું મહાભારત: હવે 'ટવીટર' પર અદાલત ભરાશે, અમે 'ટ્રોલ' છંછેડવાના ગુના કર્યા છે!
જય વસાવડા


              

'રેલને કાલ બનકે કુચલ દિયા' ,. વાંચીને તમને એમ જ થાય કે ટ્રેન જાણે પાટા પરથી ઉતરીને ઘરોમાં ઘૂસી ગઈ હશે. વાસ્તવમાં તો પબ્લિક કાનૂન જ નહિ, સાદી સમજણનો ય ભંગ કરી રેલ્વે ટ્રેક પર હતી.


તો અગેઇન, આમાં જે ભોગ બનેલા છે, એમના માટે પીડા તો હોય જ. પણ સાથોસાથ એમની ય આમાં ક્યાંક થોડીક જવાબદારી હતી કે સાવચેતી બાબતે જરાક બેદરકારી હતી, એ હકીકત પેલા રેલ્વેને જ રાક્ષસ ચીતરવાની ઉતાવળમાં ઢંકાઈ જાય છે.

 

આવું જ દેશભરમાં અચાનક દેવયાની ચૌબલના જમાનાનું 'સ્ટારડસ્ટ' મેઈન ન્યુઝમાં આવી ગયું હોય એવા સેલિબ્રિટીઝમાં ફેલાયેલા મીટૂ બાબતે થયું હોય એવું લાગે છે. જેના પર ઓલરેડી બે ભાગમાં અમેરિકાના સંદર્ભે આઠ મહીનાપહેલા જ લખેલું. જે અમરિકામાં થાય એ થોડા સમય પછી અહીં આવે. કેબીસી હોય કે નેટફ્લિકસ.


એમ જ અમેરિકામાં સેટલ થયેલી તનુશ્રી દત્તા ભારત આવી અને નાના પાટેકર મુદે ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ અંગે જુવાળ ન થયો એટલો અચાનક મીટૂનો શરુ થયો.

 

બળાત્કાર તો શું ,સ્ત્રી ને જ નહિ, કોઈ પણ સજીવને એની મરજી વિરુદ્ધ પાછળ પડીને પરાણે અણગમતો સ્પર્શ સુધ્ધાં ન કરાય. છેતરીને ખોટું આઈ લવ યુ ન કહેવાય. ધમકી અને લાલચથી કામ માંગતી સ્ત્રી ને સતત પરેશાન કરવી એ પશુથી અધમ કૃત્ય છે, કારણ કે પશુઓ આવા દાવપેચ રમતા નથી. મીટૂ બેઝિકલી જોબપ્લેસ પર થતા પ્રગતિના પ્રલોભન કે અધોગતિના ઓછાયા બતાવી સ્ત્રી પર થતા ઉત્પીડન માટે છે. પણ મીટૂના ગરબામાં રે લોલ કરી ઝીલી લેવા બહેનોના ધરાર હરખપદુડા ભાઈ બનવા બાબતે સકારણ તૈયારી નથી.


 જેન્યુઈન પીડિતાના હિતચિંતકો ઉપરાંત આવી કોઈ ઓનલાઈન હેશટેગના ઉભરાથી મસમોટી ક્રાંતિ આવી ગઈ છે - એવું માનીને ઓનલાઈન જ ઉલાળા લેતા ભોળિયાઓ ઓછા છે. પણ બે પ્રકારના લોકોનો શોર વધુ છે : ખિસ્સાકાતરૃ પકડાઈ જાય ત્યારે ટોળામાં રહેલો એનો સાગરીત બમણા જોરશોરથી એને ધોલધપાટ કરવા લાગે એવા કોઈકને અપવિત્ર સાબિત કરવાથી પોતાની પવિત્રતા આપોઆપ સિદ્ધ થઇ જાય એ એજન્ડાને લીધે ઠેકડા મારતા અને સ્ત્રી ઓ બાબતે અંદરખાનેથી ખાસ દાક્ષિણ્ય ન રાખનારા મોકાપરસ્ત ખેલાડીઓ.


બીજા,આવા હોબાળામાં તો પોતાને અંગત અદાવત કે વાંધો હોય એવા કોઈ પણને ચારિત્ર્ય હનન કરી કોઈ પુરાવા વિના, સાચી ઓળખ પણ આપ્યા વિના- માત્ર સ્ત્રી ના નામે હોબાળો કરીને જૂઠા સોશ્યલ કલબલાટથી પાડી દેવાના આસાન ગેમપ્લાન શોધતા બ્લેકમેઈલર્સ, ઈર્ષાળુઓ અને લુચ્ચાઓ.


પૃથ્વીલોક પર કાયદા અને અદાલતોની સીસ્ટમ ફૂલપ્રૂફ ના હોવા છતાં બધા સુધારાવાદી લોકશાહી દેશોએ અપનાવી. ખામી તો સહન કરવી પડે. આ એરપોર્ટ સિક્યોરીટી જેવું છે.


તમે એક પણ વખત ગન તો શું, સાદી પેન લઈને ય ટ્રાવેલ કરતા નથી. પણ એટલે તમે કેવા છો એ તમારા લલાટે તો લખ્યું નથી, માટે બધાને ચેક કરવા પડે. જે તે વખતે પદમાવત ને અન્ય ફિલ્મોની રિલીઝ વખતે સર્વોચ્ચ અદાલતે કહેલું એમ દરેક નાગરિક સેન્સર બોર્ડ બનીને એની માન્યતા મુજબ નક્કી ન કરી શકે કે આફિલ્મ રિલીઝ થવા દેવી કે નહી. એ માટેની ઓથોરિટી એ નક્કી કરશે. નહિ તો કેઓસ થઇ જાય!


હવે આ પાંચ મુદ્દા પર જવાબ જડે તો વિચારો:

(૧) થોડા સમય પહેલા જાણીતા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીક્કીએ પોતાની સત્તાવાર જીવનકથા બહાર પાડી. રિતુપર્ણ ચેટરજી સાથે 'એન ઓડનરી લાઈફ'. પણ ખરીદવા જાઓ તો નહિ મળે! કેમ? કારણ કે, એ સત્તાવાર રીતે પછી ખેંચી લેવાઈ છે. બન્યું એવું કે એમાં એક પ્રકરણમાં નવાઝે ખુલીને એના પ્રેમ પ્રકરણો વિષે વાતો કરી. એમાં એનો સંસાર તો ન ભાંગ્યો, પણ બુકનો વેપાર જરૃર ભાંગી ગયો. નવાઝે સત્યના પ્રયોગો કરી એની જૂની કોલેજકાળની ી મિત્ર સુજાતા અને લંચબોક્સ કો- સ્ટાર નિહારિકા સિંઘ સાથેના અફેરના ઇન્ટીમેટ વર્ણનો કરેલા.

 

વાત આમાં હેરેસમેન્ટની નહિ, એડલ્ટરીની હતી. જેવી વાતો ગુજરાતના અડધો ડઝન સુખ્યાત સારસ્વતો એમની આત્મકથામાં લખી ચુક્યા છે. પણ કુનેહથી સમા પાત્રોની નામ કે ઓળખ સીધી કે ઇવન આડકતરી રીતે ય છતી કર્યા વિના. આ સાદો વિવેક છે, સિવાય કે તમારા સંબંધો એવા હોય કે એના વિષે બ્રેક અપ પછી ય ખુલીને વાત કરી શકો. નવાઝ સામે બેઉ મહિલાઓએ કેસ કર્યો. પ્રેમ તો હવે રહ્યો નહોતો એટલે પરમિશન લેવી પડે એમ હતી. બેઉએ કહ્યું કે બુકમાં છે એવા અમારા સંબંધો નહોતા. નવાઝે કહ્યું કે હું સાચો. જો કે, કાયદો આક્ષેપ પર નહી , પણ સાબિતી પર ચાલે છે. બદનક્ષીના મુદ્દે ીઓ જીતી ગઈ. નવાઝે છપાયેલી કિતાબ પછી ખેંચી લેવી પડી. માફી માંગી.

 

તો પુરુષ આવા સ્ત્રી નું નામ લખે ને એ સાબિત ન કરી શકે, તો એણે ભૂલ કબૂલ કરી ચૂપ થવું પડે. અને ી ગમે ત્યારે પુરુષનું નામ લખે ને મોલેસ્ટેશનનો આરોપ મૂકી દે, એ વાણીસ્વાતંત્ર્ય? આ જેન્ડર ડિસ્ક્રિમીનેશન નથી? શેખર સુમનના પુત્ર અધ્યયને પણ કહ્યું છે હમણાં કે મેં જયારે મારા ઉત્પીડનનો અવાજ ( કંગના સામે ) ઉઠાવેલો ત્યારે કોઈએ સપોર્ટ ન કર્યો. પણ કંગનાએ ઉઠાવ્યો તો તરત સેલ્ફ મેઈડ એક્શન લેવાઈ ગયા! જેમ વિનોદ દુઆની દીકરીનું સ્ટેન્ડ સંસ્કારી બાબુજી (આલોકનાથ) અને પોતાના બાબુજી માટે ૧૮૦ ડિગ્રી ઓપોઝિટ થયું એમ.

 

(૨)  બિલકુલ સાચી અને સારી વાત છે કે આવા હેરેસમેન્ટ માટે કંપનીઓની ઝીરો ટોલરન્સ પોલિસી જ હોવી જોઈએ. તમારે ત્યાં ી પ્રોફેશનલ કામ કરવા આવે છે. પર્સનલ અમ્યુઝમેન્ટના ટોય તરીકે કે મજાક ને સતામણીનું પાત્ર બનવા નહિ. પણ એમાં બેવડા કાટલાં ગળે નથી ઉતરતા. પત્ની ટ્વિન્કલની સલાહ પર અક્ષયે કડક સ્ટેન્ડ લીધું હાઉસફૂલ ૪ ફિલ્મ બાબતે. ગુડ. પણ એના શ્વસુર રાજેશ ખન્ના સામે એકવાર નાબાલિગ ઉંમરની સગીરા સાબિહા ( જૂના જમાનાની એક્ટ્રેસ અમિતાની દીકરી)એ ફિલ્મ મેગેઝીન્સના પાનાઓ ભરીને મોલેસ્ટેશનના આક્ષેપો કરેલા, અને રાજેશ ખન્નાની તત્કાલીન ીમિત્ર એને છોડીને જતી રહેલી. જે સાબિહાએ કામ પણ કર્યું હતું અક્ષયકુમાર સાથે (ખિલાડી) તો હવે શું કરવાનું. રાજેશ ખન્નાની તમામ ફિલ્મોથી દીકરી જમાઈ અલગ થઇ જાય?

 

ઘણા એક્ટીવિસ્ટો કહે છે કે ગિજુભાઈની બાળવાર્તાઓ ફરીથી લખો, કારણ કે એમાં જે તે વખતે પછાત વર્ગ માટે વપરાતા અણછાજતા શબ્દો છે. હવે ત્યારે એ જ વ્યવહારમાં હતા. મૂછાળી મા ગિજુભાઈ કોઈ અસ્પૃશ્યતામાં માનનારા જૂનવાણી જડ નહોતા. અમર ચિત્ર કથામાં રાક્ષસો કાળા ( યાને દ્રવિડ ) ચીતરવા સામે ય આજના જમાનામાં સુધારકોને વાંધો છે. પણ જો જૂની જૂની વાતો જ ઉખેળવી હોય તો એનો અંત જ ન આવે. ઘણી વાર જેસલ જગનો ચોરટો કે વાલિયો લૂંટારો સાચે જ પોતાની ભૂલો સુધારીને સંત બની જાય. ત્યારે એમનો ગ્રોથ થયો તો ય ભૂતકાળથી મપાય?

 

દેવ આનંદની અદ્ભુત અંગ્રેજીમાં લખેલી આત્મકથા 'રોમાન્સિંગ ધ લાઈફ' હજુ કોઈએ વાંચી નહિ હોય. એની સામે ય પાકિસ્તાની અનિતા અય્યુબે ત્યારે પબ્લિસિટી સ્ટંટ ગણાતા આરોપ મુકેલા. આ યાદી તો લંબાતી જાય રાજ કપૂરથી અમિતાભ સુધી. ગાંધીજીના જાતીય પ્રયોગો ય! પણ ખાલી આધારવગરના આરોપો મૂકી દેવાથી જ કોઈ કામણગારો કાન સીધો ગુનેગાર?

 

(૩) એક બાજુથી પ્રગતિશીલ મહિલાઓ જ ખાપ પંચાયત કે તાલિબાનનો વિરોધ કરે છે. જેમાં કોઈ લોજીક કે એવીડન્સ વિના અમુક પંચો ભેગા થઇ પોતે જ મામલાની સુનાવણી કરે , ને બંધારણીય હક છતાં અમુક કપડાં પહેરનારી કે મોબાઈલ રાખનારી ીઓને સજા ફરમાવે. એમની મુન્સફી મુજબ 'ગુનેગાર' લાગે એને નાતબહાર મુકે અને હુક્કાપાણી બંધ કરે કે મરાવી ય નાખે.

 

આવું હમણાં સુધી ચાલતું હતું, વિદેશપ્રવાસ માટે ય કોઈ કાયદા વિના નાતબહાર મુકતા હતા મોટા લોકો. આવી સરમુખ્તયારી રીતે એકતરફી ચુકાદો આપી ન્યાયનું નાટક કરતી ને બહિષ્કાર ફરમાવતી  'કાંગારૃ કોર્ટ' ટવીટર પર ચલાવવાની છે? પછી જેવી રીતે મણિશંકર અય્યર ફરી કોન્ગેસમાં ને સુરજપાલ અમુ ફરી ભાજપમાં આવી ગયા એમ કાલ ઉઠીને આજે કાઢી મુકાયેલા બધા પોતપોતાની જગ્યાએ ફરી ગોઠવાઈ જશે તો?


'વાઘ આવ્યો રે વાઘ'ના અડવાશાઈ અતિરેકને લીધે સાચી વ્યથાના વીતક કહેતી સ્ત્રી ઓનો ય ભરોસો ન કરે કોઈ. બે વાહન ભટકાય ત્યારે જોયાજાણ્યા વગર સીધો મોટી ગાડીનો વાંક એમ માનીને આજુબાજુવાળા ય હાથ સાફ કરી લે છે એવું. કેમ કે મીટૂ મૂવમેન્ટમાં બધા જાણીતા કહેવાય એવા પુરુષોની જ વાતો આવે છે.

 

બીજા કોઈ સાવ ગુમનામ હોય એ બધા જ પુરુષો સાવ અણીશુદ્ધ હશે? કે ગણપતિ દૂધ સિન્ડ્રોમની જેમ સેલિબ્રિટી પર એક કોઈ આરોપ મુકે એટલે એમાં જોડાઈ જવાનો સિન્ડ્રોમ હશે? સવાલો પેચીદા છે. ગંભીર ગુનામાં સજા ભોગવેલા સંજય દત્તનો બહિષ્કાર નથી થયો ને એની ફિલ્મ જનતાએ પણ દેશની સૌથી મોટી હિટ કરી. ને એની જાહેર કબૂલાત છતાં ત્રણસોમાંથી કોઈ સ્ત્રી  હજુ સુધી કશું કહેવા નથી આવી.


અઢળક મહિલા મિત્રો ધરાવતા ખુશવંતસિંહે તો રસિક પુસ્તકો ય લખ્યા આ મામલે. એટલે એકથી વધુ ીમિત્રો હોય કે માણસ રંગીન શોખીન કે ઇવન વુમનાઇઝર પણ માનો કે હોય, એટલે કાયમ અપરાધી અબ્યુઝર જ હોય એવું જરૃરી નથી. એક પુરુષ વધુ ીઓને આકર્ષી શકે, અને એને છેતર્યા કે એની સાથે ગેરવર્તન કર્યા વિના કયારેક ીની પહેલ અને મરજીથી એની સાથે સંબંધ રાખી પણ શકે.


જરાક 'ભેદી' યોગાનુયોગે ધ ગર્લ ઇન રૃમ નંબર ૧૦૫ નામની નવલકથાના લોન્ચિંગ વખતે જ  ચેતન ભગતે સામે ચાલીને મીટૂ બાબતે આગોતરી માફીમાં ચમક્યા ને પછી તો ઈરા ત્રિવેદી મામલે આક્ષેપોના જવાબમાં ખુદ ઈરા જ એમની પાછળ રોમેન્ટિક મેઈલ કરીને પડી ગયેલી એ મેઈલ પબ્લિક કરી દીધા.

 

સુશાંત સિંહ રાજપૂત અને વરુણ ગ્રોવરે પણ મજબૂત પુરાવા સહીત કમને પર્સનલ મેસેજીઝ જાહેર કરી સફાઈ આપી. સ્ત્રિયાચરિત્ર અજમાવી કે હનીટ્રેપ પણ ગોઠવી પુરુષને મોહજાળમાં લપસાવવાની વાત સાવ નવી નથી. પ્રેમસબંધ કે દેહસબંધ પણ સહમતીથી હોય ત્યાં ટર્મ્સના એગ્રીમેન્ટ તો સાઈન કરતા નથી.


પાછળથી એક પાત્ર ફરી જઈને બીજા પર ઓનલાઈન આરોપ મુકવા લાગે ને બીજા એમાં એમનો દાવ લેવા જોડાય તો એમાં સચ્ચાઈ કેમ નક્કી કરવી? ને કોણ નક્કી કરે? ટ્રોલ્સ ? મીડિયા ? એ મીડિયા કે જેમાં અમુક ભણેલા ઈન્ડીપેન્ડન્ટ શહેરી અંગ્રેજી પત્રકાર બહેનો ય દાયકાઓ સુધી એડિટર લેવલે પહોંચીને યસાવ ચૂપ રહે છે, ને અચાનક હેશટેગ જોઇને હિમંતવાન બને છે? અને એવું ય બને કે સંબંધ હોય નહિ પણ રિજેક્શનનો ખાર કે ઝેર રાખી કોઈ સીધા માણસને ફસાવી દેવાય?

 

(૪)  શાઈની આહૂજા જેવા જે તે વખતે જાણીતા ફિલ્મ સ્ટાર સામે એની કામવાળીએ રેપની મોટી ફરિયાદ કરેલી. ને ફેમસ હોવા છતાં, પત્નીના સપોર્ટ છતાં કોર્ટમાં પુરાવા સિદ્ધ થતાં શાઈનીને રીતસર સજા થઈ ને કરિઅર એની કોઈના કાઢી મુકવાના એલાન વિના જ  સમાપ્ત થઈ ગઈ. રૃપા દેઓલ બજાજ અને સુપરકોપ કેપીએસ ગિલનો કિસ્સો ય જાણીતો છે. આવા કેસીઝમાં ફરિયાદ તત્કાલ કરવાની હિંમત પુરુષના પ્રમાણમાં ઓછી જાણીતીસ્ત્રીએ કરી, અને આ જ દેશમાં એમને ન્યાય મળ્યો. કારણ કે મામલો તાજો હોય ત્યારે પુરાવા-સાક્ષી વગેરે શોધવા સહેલા બને.


માત્ર એકાંગી જ વિચાર્યા કરતા મિત્રો એવા દાખલા ટાંકે છે કે મધુમિતા-અમરમણિ કે રુચિકા-ડીજીપી રાઠોડ કેસમાં શું થયું. કેવા હેરાન થયા ફરિયાદીઓ. પણ તો ય એમણે હિંમત કરીને કમ્પ્લેઇન કરવાની. ને ન્યાય ને જન જાગૃતિ બે ય મેળવી. એમના પરિવારજનો અડગ રહી લડયા. નીલમ કટારા-ડી.પી.યાદવનો કેસ ગૂગલ કરજો. આ કોઈ ટવીટ કરીને કે શોષણખોર પાસે એની નીયત ખબર હોવા છતાં મૌન રહી વારંવાર જઈને પછી.


મને તો પોલીસ કેસ કરવામાં કે એ બાબતે લખવામાં ય એમાંથી પસાર થવામાં તકલીફ પડે છે-, આવા રુદન કરીને બેઠાં ન રહ્યા. જૂની વાત હોવા છતાં પુરાવા અને સાક્ષીઓ સજ્જડ હતા, તો આસારામ બાપુ કે રામરહીમને ય આ જ દેશમાં લોકપ્રિયતા છતાં અદાલત તરફથી જેલ મળી. કારણ કે નાની ઉંમરની કે ગરીબ પીડિતાઓએ ય જેન્યુઈન એફઆઈઆર કરી અને સાંયોગિક ને પ્રત્યક્ષ પુરાવા આપ્યા. કેવળ ઓનલાઈન આરોપો ન મુક્યા. અરે દાયકાઓ સુધી લડીને પાવરફુલ સ્વ. એન.ડી.તિવારી સામે ય ઉજ્જવલાએ પુત્રનો ને પોતાનો હક મેળવ્યો જ ને.


ડિજીટલી ચાંપલી વાતો કરવાને બદલે માત્ર બે લાખની લોન માંગવામાં બેંકવાળાએ અભદ્ર માંગણી કરતા એક સામાન્ય મહિલાએ રણચંડી બનીને સરાજાહેર ચંપલ ઉઠાવ્યું. ને એને જાહેરમાં ફટકાર્યો. પુરુષ વાંકમાં હતો તો બોલી ન શક્યો. મધરાતે એકલા ડ્રાઈવ કરતી, રહેતી, ડ્રિંક લેતી, ભણેલી કરિઅર વુમન કરતાં તો આપણા દેશની અભણ શાક્વાળીઓ જમાનાની ઠોકરો ખાઈ વધુ મજબૂત બનીને પ્રતિકાર કરતી હોય એવું લાગે છે. ત્યારે આપણા ઉછેર અને શિક્ષણ પદ્ધતિ અંગે વિચાર કરવાની જરૃર છે. વધુ સુંવાળી રીતે ઉછરતી દીકરીઓ આઝાદ બનવાને બદલે ભીરુ બને છે? કે ગ્લેમર ઓર કરિઅરમાં આગળ નીકળવાનો મોહ એમને સમાધાન સ્વીકારી લેવા મજબૂર કરે છે?

 

(૫) આપણે ત્યાં કાયદાઓ તોડવામાં બધા ચતુર છે, પણ જાણવામાં ઢ છે. એડિટર લેવલના લોકો ય અકબરે ૯૭ વકીલોની ફોજથી કીડી પર કટક ઉતાર્યું એવી સનસનાટી ફેલાવે છે. અરે, એ પ્રોફેશનલ ફર્મનું વકીલાતનામું છે. એમાં જેટલા ઓન જોબ હોય એમની સહી હોય. કારણ કે, મોટી ફર્મમાં એક જ વ્યક્તિ બિઝી અસીલની પેરવી કરવા હાજર ન રહેતી હોય, એટલે ગમે ત્યારે કોઈ પણ જઈ શકે એની સત્તા. અકબરે દાવો સાદો બદનક્ષીનો નહિ પણ સેક્શન ૫૦૦ મુજમ ક્રિમીનલ ડિફેમેશનનો કર્યો છે. જેમાં બદનામી સાબિત થાય તો માફી અને દંડ ઉપરાંત જેલની જોગવાઈ છે.

 

એવી જ વાત એ છે કે, મહિલા આયોગવતી રેખા શર્માએ સત્તાવાર રીતે કહ્યું કે અમે મીટૂ બાબતે ફરિયાદો મંગાવી હોવા છતાં હજુ સુધી એક પણ, હા એક પણ ીએ અમને લેખિત ફરિયાદ કરી નથી! બધા ટવીટર પર જ બોલે છે. અમુકે બેશક બહુ મોડું થાય એ પહેલા જે તે અબ્યુઝર સામે પોલીસ ફરિયાદ કરી છે.. ફાઈન. બ્રેવો. પણ યાદ રાખો, કોઈ પણ ઘટના બને એટલે મનફાવે તેમ ને ત્યારે વર્ષો બાદ સીધી એફઆઈઆર નોંધાવવી એટલી સહેલી નથી. સીઆરપીસી કલમ ૪૬૮ વિશે કશી ખબર છે?

 

એફઆઈઆર ગુનો બન્યા પછી મન પડે ત્યારે જાગ્યા ત્યારથી સવાર કહીને વર્ષો બાદ સીધી નોંધાવી નથી શકાતી. એના રૃલ્સ છે. ગુના મુજબ કેટલી મુદતમાં એ નોંધાય એના. એ સિદ્ધ કરવું પડે કે આટલું મોડું કેમ કર્યું? કોઈ દબાણ હતું?


યાદ રાખજો, જયરે આ કોઈ સોશ્યલ નેટવર્કનું અસ્તિત્વ જ નહોતું ત્યારે આજથી ૧૮ વર્ષ પહેલા પણ આપણા દેશમાં ૨૦૦૦ની સાલમાં ૩૫,૦૦૦ એફઆઈઆર નોંધાયેલી યૌન ઉત્પીડનની! મતલબ,મીટૂ પહેલા ય જે ીઓ આગળ આવતી એ પોલીસ સ્ટેશને જતી. તો પછી આ બધી વિદૂષી અને ફોરેન રિટર્ન્ડ, સ્માર્ટ નારીઓ એટલી કમજોર કે એ હજુ ય ન જઈ શકે? કરિઅર પ્રેશર એ કોઈ વેલિડ રીઝન નથી મોડી ફરિયાદનું. સામે માનહાનિના દાવા થાય, સીસ્ટમ ઈમોશનલ અપવાદો મુજબ ચાલે તો જગતમાં કોઈ ટ્રેન પણ સમયસર ઉપડે નહીં.


ક્લાસિક કેસ વિકાસ બહલનો છે. એની એક્સ વાઈફ પણ એના બચાવમાં આવી. એણે કહ્યું કે, આજે વિકાસને સેક્સ શિકારી કહેવાવાળી હીરોઈન તો એની સાથે પ્રાઇવેટ ફંક્શનમાં નાચતી હતી. દેખીતી રીતે જ કંપનીની ભાગબટાઈનો મામલો મૂળમાં છે,એમાં અનુરાગ-વિક્રમાદિત્ય વગેરે પર વિકાસે બદનક્ષીનો કેસ કર્યો  છે.

 

જેના પહેલા જ હિઅરીંગમાં મુંબઈ હાઇકોર્ટમાં જે છોકરીએ વિકાસ સામે અનુરાગને ફરિયાદ કરી એણે તો હાજર થયા વિના જ કહેવડાવી દીધું કે મારે આ માથાકૂટમાં નથી પડવું! ન્યાય જોઈએ છે, પણ ટવીટ કરવા સિવાય લડવું નથી!  ન તો આરોપોના કોઈ સાંયોગિક પણ પુરાવા બધાના સપોર્ટ છતાં આપવા છે. પણ પુરુષ તો કેરેક્ટરલેસ તરીકે એમ જ બદનામ થઇ ગયો!  જજ કથાવાલાએ રોકડું કહ્યું કે પીડિતા જ જો ફરિયાદ કરવા નથી માંગતી તો બીજાઓ શું બોલબોલ કરે છે? મીટૂ મૂવમેન્ટનો કેરેક્ટર એસેસિનેશન માટે દુરુપયોગ ન કરો.

 

એક્સ જજ જજ સુજાતા મનોહરથી એક્ટ્રેસ કૃતિ સેનન સુધીની ઘણી સમજદાર મહિલાઓએ પણ કહ્યું છે કે મોલેસ્ટેશનનો બચાવ  હોય જ નહિ, પણ એટલે કોઈ જોક કે ફલટગને ય હેરેસમેન્ટ માનવા લાગો તો જગત સાવ ફિક્કા મઠ જેવું થઇ જાય. નર નારી વચ્ચે કોઈ મસ્તીનો સંબંધ કે રોમાન્સ જ ન રહે આમ તો.


બધા ડરવા લાગે તો ગભરાઈને ઘણા ીઓને જોબ જ ન આપે. વળી, એવી ીઓનું શું? જે ફ્રેન્ડલી બની જાતે જ મેસેજ કે વાતો કે નખરાથી સિડયુસ કરે પુરુષને, અને સહિયારી મરજીથી મજાઓ કરે ( જે અપરાધ નથી ) ને મરજી પડે ત્યારે એના એન્ગલથી વાર્તા ઉલટસૂલટ ઘડી આરોપ મુકવા લાગે? વગર સાબિતીએ માત્ર પુરુષને સજા આપી દેવાની?


પાછળથી તો કેટ અપ્ટોન જેવી સુપર મોડેલે પણ પોતાના શરૃઆતના દિવસોમાં 'ગેસ' બ્રાન્ડના બોસ પોલ સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની કથની કહેલી. પણ એ વખતે એણે ફોટોગ્રાફર દોસ્તને વાત કરી. પોતાનો કોન્ટ્રાકટ રદ થવા દીધો, ને બીજી વાર ગઈ નહિ ત્યાં. ધેટ્સ ધ કી. ન ગમે ત્યાં તત્કાળ લક્ષ્મણરેખા દોરતા શીખો,ત્યારે જ અવાજ મક્કમ ઉઠાવો. એક હદથી આગળ મરજી વિના કાયમ કોઈ વધી ન શકે. પણ મિકસ સિગ્નલ્સ આપતા રહેશોસ્ત્રી   તરીકે કન્ફયુઝ થઈને, તો ઈન્ટરનેટ હવે આવ્યું, પ્રાકૃતિક ઇન્સ્ટિન્કન્ટસ તો લાખો વર્ષ જૂના છે, અને એમાં પુરુષ પાસે કાયમ કંટ્રોલ સ્વીચની અપેક્ષા રાખવી એ વ્યવહારુ વાસ્તવવાદ નથી, લુખ્ખો આદર્શવાદ છે.

 

 

ઝિંગ થિંગ
દ્રૌપદીનું 'મીટૂ' જેન્યુઈન, પણ શુપર્ણખાએ પોતાની સાઈડની આખી સ્ટોરી ગુપચાવીને, વન સાઈડેડ વર્ઝન મીઠુંમરચું નાખીને રામ-લક્ષ્મણ સામે અત્યાચારનું 'મીટૂ' કરીને રાવણને ઉશ્કેર્યો હતો ને?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtLN%2BwweTa%2BwUQGe9r2omU4uLJ7%2BejO7dUqjoD%3D5BhGnQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment