Sunday, 28 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ભાઈ-બહેનના સંબંધે હવે નવું અને સશક્ત સ્વરૂપ લીધું છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભાઈ-બહેનના સંબંધે હવે નવું અને સશક્ત સ્વરૂપ લીધું છે!

કૃષ્ણકાંત ઉનડકટ

સમયની સાથે સંબંધોમાં પણ પરિવર્તનો આવતા રહે છે. આજના સિબલિંગ્સના સંબંધો કેવા છે? નવા જમાનામાં પણ આપણે જૂની પરંપરાઓ સાથે તો જોડાયેલા છીએ જ. આજે રક્ષાબંધન છે. બહેન ભાઇને રાખડી બાંધીને ભાઇના સુખ માટે પ્રાર્થના કરશે. રક્ષાબંધન સાથે ઘણીબધી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. રક્ષાબંધન, ભાઇબીજ, વીરપસલી, પોષી પૂનમ જેવા તહેવારો આપણી સંસ્કૃતિનો એવો હિસ્સો છે જે ભાઇ અને બહેનની લાગણીઓને ઉજાગર કરતો રહે છે. હવે ફેમિલી નાનાં થતાં જાય છે. દીકરો હોય કે દીકરી, એકે હજારા એવું માનવવાળા લોકોની સંખ્યા મોટી છે. આમ છતાં હજુ એક દીકરો અને એક દીકરી હોય એને જ કંપલિટ ફેમિલી માનવામાં આવે છે. ભાઇ-બહેનની રિલેશનશિપનાં ઘણાં પહેલુંઓ છે. એક વાત તો ત્યાં સુધીની છે કે જે યુવાનને બહેન નથી એ બીજી છોકરીઓનું યોગ્ય સન્માન કરી શકતો નથી. જોકે સામાપક્ષે એવી પણ દલીલ થાય છે કે જેને બહેન નથી એવો યુવાન કોઇ ને કોઇ છોકરીમાં એની બહેનને શોધતો રહે છે. બહેન જો મોટી હોય તો ભાઇને લાડ મળે છે અને બહેન જો નાની હોય તો તેનું ધ્યાન રાખવાની પોતાની જવાબદારી છે એવું ભાઇ માનતો હોય છે. બીજા કોઇને દાદ ન દેનારો વ્યક્તિ પણ પોતાની બહેનનો પડ્યો બોલ ઝીલે છે.

એક સમય એવો હતો કે ભાઇએ બહેનનાં લગ્ન પછી તેના તમામ વ્યવહારો સાચવવા પડતા. આજે પણ ભાઇ એ જવાબદારી અદા કરે જ છે, જોકે હવે બહેન પણ આર્થિક રીતે મજબૂત હોય છે. છોકરીઓ જોબ કરે છે, સારું એવું કમાઇ પણ લે છે. ભાઇ તેના માટે કંઇ કરે તો એને ચોક્કસપણે ગમે, પણ હવે ભાઇ પાસે આશા જ રાખે એવું નથી. એક બીજો કિસ્સો પણ રસપ્રદ છે. એક કપલ એવું હતું જે એમ માનતું કે એક દીકરો તો હોવો જ જોઇએ, એને દીકરીઓ સામે કોઇ વાંધો ન હતો, પણ દીકરાનો મોહ જતો ન હતો. થયું એવું કે દીકરાના મોહમાં એક પછી એક એમ ત્રણ દીકરીનો જન્મ થયો. ચોથી ડિલિવરીમાં દીકરાનો જન્મ થયો. ધીમે ધીમે ચારેય ભાંડરડાં મોટાં થયાં. એકનો એક અને એ પણ સૌથી નાનો ભાઇ ત્રણેયને ખૂબ લાડકો હતો. ત્રણેય બહેનોના મેરેજ થયાં. ભાઇ એનાથી બને એટલા વ્યવહારો કરતો. એમાં એવો સમય આવ્યો કે ભાઇની આર્થિક સ્થિતિ નબળી થઇ ગઇ. ત્રણેય બહેનો જોબ કરતી હતી. ત્રણેયે ભેગી થઇને નક્કી કર્યું કે આપણે ત્રણેય ભાઇને દર મહિને એક ચોક્કસ રકમ આપીશું જેથી ભાઇને કોઇ તકલીફ ન પડે. ભાઇએ લેવાની ના પાડી ત્યારે બહેનોએ એવું કહ્યું કે અમે મુશ્કેલીમાં હોત અને તું પહોંચી શકે એમ હોત તો તું એમને મદદ ન કરત? ગમે તેમ કરીને ભાઇને કન્વીન્સ કર્યો. ભાઇને ક્યાંયથી કોઇ સંભળાવે નહીં એટલે બહેનોએ આ વાત બીજા કોઇને ક્યારેય કરી નથી.

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvvUEau6gM7s3DmR9PpTw%3D9kizCrXFB7ET_Vw4_YPeh2Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment