Saturday, 27 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મોગરો બોલ્યો મારે ગુલાબ બનવું છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગલગોટાએ કહયું હું મોગરા જેવો નથી, મોગરો બોલ્યો મારે ગુલાબ બનવું છે!
મધુવનની મહેકઃ ડો. સંતોષ દેવકર

 

 

"મારું મન ખિન્ન છે……..!"
"મારી સુગંધ મીઠી ખરી પણ….!"
"ભાઈ… થોર તું કેમ ખુશ દેખાય છે ?"

 

નગરપાલિકાના બગીચાની આ વાત છે. જાત-જાતના અને ભાત-ભાતના ફ્ુલછોડથી બગીચો ખીલી ઊઠયો હતો. રોજ સાંજે બાગમાં ફ્રવા જવાની ટેવ, પછી તો એ ભાત-ભાતના ફ્ુલોને જોવાની એક આદત થઈ ગયેલી. સાચું કહુ તો એ બધાં ફ્ુલોનાં પ્રેમમાં પડી જવાયેલું. રંગ અને સુગંધનું આકર્ષણ રોજે રોજ વધતુ જતું હતું. એક સાંજની વાત છે. મારા આશ્ચર્ય વચ્ચે તમામ ફ્ુલો કરમાયેલા દેખાતા હતા. એક માત્ર થોર (કેકટસ) જ ખડખડાટ હસી રહયું હતું. મારી નજર બગીચાના બધા ફ્ુલો પર ફ્રી વળી, મને પણ દુઃખ થયું. બધા ફ્ુલો એકાએક મુરઝાયેલા કેમ લાગી રહયા હતા ? મારા મનમાં અનેક પ્રશ્નો  ઉદ્ભવી રહયા હતા.ચિંતાએ જોર પકડયું હતું. એકાએક પાછળથી અવાજ આવ્યો. મેં નજર કરી તો બારમાસી એ કહયું, "હું મારાથી કંટાળી ગઈ છું. કારણ કે હું ગલગોટા જેવી તેજસ્વી (ઘાટી) નથી. તેથી હું નિરાશ છું." મને બારમાસીની વાતથી આશ્રર્ય થયું.

 

થોડેક આગળ વધ્યો ત્યાં ગલગોટો બોલ્યો, "મારું મન ખિન્ન છે. કારણ કે મારી સુગંધ મોગરા જેવી નથી."


એટલામાં મોગરાનો રડમસ અવાજ સંભળાયો "મારી સુગંધ મીઠી ખરી પણ ગુલાબ જેવી તો નઈ જ ને ?ગુલાબને લોકો ખૂબ વ્હાલ કરે છે. તેની સુગંધના મલક આખામાં વખાણ થાય છે."

 

મોગરો પણ ગુલાબની ઈર્ષા કરતો જોવા મળ્યો. લગભગ બધાં જ ફ્ુલો, પોતે બીજા ફ્ુલો જેવા નથી તે વાતે દુઃખી હતા અને ઈર્ષાથી હેરાન-પરેશાન જણાતા હતા. દૂર બેઠું બેઠું એક માત્ર થોર જ સુખી દેખાતું હતું. અને તેના પર એક નાનકડું ફ્ુલ પણ તે જ દિવસે ખીલ્યું હતું. થોરને જોઈ મને આશ્ચર્ય થયું.


મેં પ્રશ્ન કર્યો, "ભાઈ… થોર, તું કેમ ખુશ દેખાય છે ? પ્રિય કેકટસ, બાકીના ફ્ુલો તારા કરતાં પણ વધારે સુંદર છે છતાં તે બધા તો દુઃખી દેખાય છે."

 

થોરે ફ્લિોસોફ્રની અદાથી જવાબ આપ્યો, "હું મારી જગ્યાએ ખુશ છું. કારણ કે હું જાણું છું કેે તમે મને ઈચ્છો છો માટે હું અહીં છું. મારો આનંદ, મારું અસ્તિત્વ, શ્રેષ્ઠ આપવામાં રહેલું છે."


આજનો સૌથી મોટો મહારોગ કોઈ હોય તો તે છે 'સરખામણી કરવી.' આ રોગ વાલીઓ અને શિક્ષકોમાં કેન્સરની જેમ ફેલાઈ રહયો છે. કેટલાક અણઘડ વાલીઓ 'સરખામણી' કરીને પોતાના સંતાનોનું 'મોરલ ડાઉન' કરવામાં ભારે ઉત્સાહ બતાવતા હોય છે. એક વાતની ગાંઠ વાળવી રહી કે તમારાં જેવી એક જ વ્યકિત આ વિશ્વમાં પૂરતી છે. જાસૂદને જાસૂદ રહેવા દો એને ગુલાબ બનાવવાની કોશિશ ન કરો. સંતાનોની અંદરો-અંદર સરખામણી કરવાથી અનૈચ્છિક અને અકુદરતી ઘટના આકાર પામતી હોય છે.આપણામાંથી પ્રત્યેક અદ્વિતીય છે. આપણા જેવું બીજું કોઈ નથી, આપણે કોઈ બીજા જેવા નથી. તેથી અન્યની સાથે સરખામણીથી બચવું હિતાવહ ગણાય. જેવા છીએ તેવા -આપણે જાતે જ સ્વયંનો સ્વીકાર કરવો રહયો.

 

ગલગોટો એ મોગરો નથી ને મોગરો એ ગુલાબ નથી. જે-તે ફ્ુલ એની જગ્યાએ યોગ્ય છે, ઉચિત છે. કોઈના જેવા બનવાની કાંઈ જરૂર નથી. અને કુદરત પણ તેમાં રાજી નથી. નહિ તો એક સરખા ફ્ુલ, એક સરખા માણસો, એક સરખો રંગ, એક સરખો સ્વભાવ કુદરત કરી શકી હોત ! પણ તેણે વિવિધતા જાળવી છે. કુદરતમાં રહેલા વૈવિધ્યનું સન્માન થવું ઘટે. જયારે એક વિદ્યાર્થીની સરખામણી બીજા વિદ્યાર્થી સાથે કરવામાં આવે ત્યારે આ ઘટના જેવી પાતક ઘટના બીજી એકેય નથી. જે .કૃષ્ણમૂર્તિ ભાર દઈને કહે છે -જયાં સ્પર્ધા હશે ત્યાં શિક્ષણ નહીં હોય.

 

કુદરતે દરેક બાળકને બધું જ વેગળુ આપ્યું છે, છે અલાયદુ, છતાં પોતીકું. કોઈ વિદ્યાર્થી ડ્રોઇંગમાં હોંશિયાર હોય તો કોઈ સંગીતમાં નિષ્ણાત હોય તો કોઈ ગણિતમાં પોતાની વિદ્વતા બતાવતું હોય તો વળી કોઈ વિજ્ઞાાનમાં રસ ધરાવતું જોવા મળે.મોહનથાળનો સ્વાદ મોહનથાળ જેવો જ હોય. મોહનથાળ નો સ્વાદ કાજુકતરી જેવો કેમ નથી ?મ્ આવા વાહિયાત પ્રશ્નો કોઈ શિક્ષકને થાય ખરા ?  વિદ્યાર્થીના ગુણોને પારખી લઈ તેનો વિકાસમાં મચી પડતો પ્રયોગશીલ શિક્ષક વિદ્યાર્થીમાં રહેલાં ગુણોનું સન્માન કરે છે, સરખામણી નહિ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov-1mXZzQ9ySSUgcsrC-T25-UttkMzP8phT3QYCkagHnQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment