Sunday 28 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જ્યારે શ્રીરામની આંધળી ધૂનો પોઢેલા રાવણોને ઢંઢોળે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જ્યારે શ્રીરામની આંધળી ધૂનો પોઢેલા રાવણોને ઢંઢોળે!
અભિમન્યુ મોદી

 

 

ફ્લ્મિો બે પ્રકારની આવતી હોય છે. પ્રચલિત વર્ગીકરણ મુજબ અમુક ફ્લ્મિો 'માસ' માટેની હોય છે જે મોટા ભાગના લોકોને ખુશખુશાલ કરી દે. બાકીની ફ્લ્મિો 'ક્લાસ' માટેની હોય જે ક્રિટિક લોકો તથા અમુક સિનેલવર્સને મજા કરાવી દે. જૂજ ફ્લ્મિો ત્રીજા પ્રકારની હોય છે. જે માસ અને ક્લાસ બંનેને એકસરખી મજા કરાવે. આવી ફ્લ્મિોની સંખ્યા બહુ ઓછી હોય છે અને તેવી ફ્લ્મિો બહુ ઓછા સમયે આવે છે. આ ત્રણ પ્રકાર સિવાય એક ચોથા પ્રકારની ફ્લ્મિો પણ હોય છે જે ભાગ્યે જ આવે છે. આ ચોથા પ્રકારની ફ્લ્મિો એવી છે જે માસ અને ક્લાસને તો એકસરખી સંતુષ્ટિ તો આપે જ પણ જે થોડા સમય પછી તે ફ્લ્મિ ટીચિંગ ઇન્સ્ટિટયૂટના સિલેબસમાં પણ સ્થાન પામે. બહુ જૂજ હિન્દી ફ્લ્મિો આ ચોથા ખાનામાં આવે એવી બની છે. અને તેમાં શ્રીરામ રાઘવનની રીસેન્ટ રિલીઝ 'અંધાધુન'નો સમાવેશ કરવો પડે.

 

ફ્ક્ત સસ્પેન્સ થ્રીલરના ઝોનરમાં જ નહિ, દરેક કેટેગરીની હિન્દી ફ્લ્મિો ઉપર નજર નાખીએ તો પણ હિન્દી સિનેમામાં આ સ્તરની ફ્લ્મિો ઓછી આવી છે. આલ્ફ્રેડ હિચકોકની એક પ્રખ્યાત વાત છે કે સરપ્રાઈઝ અને સસ્પેન્સનો ભેદ કઈ રીતે પાડવો. રેસ્ટોરાંમાં એક ટેબલ ઉપર બે માણસો બેઠા છે, તે ટેબલ નીચે બોમ્બ છે તેની ઓડિયન્સને ખબર નથી અને અચાનક તે બોમ્બ ફટે છે તો એ સરપ્રાઈઝ થયું. હવે એ જ સ્થિતિમાં ટેબલ ઉપર બે માણસો બેઠાં છે, ટેબલ નીચે બોમ્બ મૂકેલો છે એ વાત પેલા બંને માણસોને ખબર નથી, પણ ઓડિયન્સને ખબર છે. આ સસ્પેન્સનું તત્ત્વ થયું. સસ્પેન્સ અને સરપ્રાઈઝનો ભેદ સમજ્યા વિના આપણે ત્યાં બનતી મોટા ભાગની નોઈર કે થ્રીલર એક્શન ફ્લ્મિો અધકચરી બને છે.

 

નાટયકર્મીઓ અને નાટયપ્રેમીઓ માટે બહુ જાણીતી વાત એટલે ચેખોવની બંદૂકનો સિદ્ધાંત. નાટકના પહેલા દ્રશ્યમાં જો દીવાલ ઉપર બંદૂક ટીંગાડેલી દેખાતી હોય તો છેલ્લા દ્રશ્ય સુધીમાં એ બંદૂક ફૂટવી તો જોઈએ જ. વાર્તામાં આવતી નાનામાં નાની વસ્તુઓનો ઉપયોગ કઈ રીતે કરવો, ક્યાં કરવો, શું કામ કરવો અને તેના વપરાશ પાછળનો મોટિવ શું હોઈ શકે અને તે હેતુ વાર્તાના કથાનકને કઈ રીતે આગળ લઈ જઈ શકે-જો આટલા મુદ્દા સર્જકના મનમાં ક્લીઅર હોય તો વાર્તા સારી બને. મોટા-મોટા સાહિત્યકારો, વાર્તાકારો, નવલકથાકારો કે ફ્લ્મિમેકરો જ્યાં ગોથું ખાઈ જતા હોય છે. તેવી જગ્યા પર ડિરેક્ટર શ્રીરામ રાઘવને અંધાધુનમાં ગોથું તો શું ઠેસ પણ નથી ખાધી. કઈ રીતે? ફ્લ્મિની વાર્તાના નાના પણ થોડા સ્પોઈલર ઉજાગર થવાની તૈયારી સાથે વાંચજો.

 

'અંધાધુન' ફ્લ્મિની વાર્તાના એક કરતાં વધુ પરિમાણો ઝીણા કોતરકામથી કંડારવામાં આવ્યા છે. ફેટોફ્રેમની ફ્ક્ત ફ્રેમ જ સારી છે એવું નથી, ફેટોગ્રાફ્માં પણ એટલું ઊંડાણ છે અને તે ફ્રેમ જ્યાં લટકાડવામાં આવી છે તે દીવાલ પણ સિવિલ એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો છે. અંધાધુન જોયા પછી જાણકાર લોકો કહે છે કે ફ્લ્મિના બધા પાત્રો ગ્રે શેડમાં છે અર્થાત્ એક પણ પાત્ર દૂધનું ધોયેલું નથી, બધાની અંદરનું હરામીપણું પરિસ્થિતિઓના વળાંકો ઉપર ઉભરાઈ જાય છે. આ વાત તો સાચી, પણ આ પાત્રોને સપોર્ટ કરનારી પ્રોપર્ટીઝ સામે નજર કરો તો સમજાય કે પ્રોપર્ટી પણ કેટલી લુચ્ચી છે. પિયાનોની કી, આયુષ્માનના ઘર નીચે રહેતો સાતેક વર્ષનો ટેણીયો, પોલીસે કઈ રીતે પૂછતાછ કરવી તે શીખવાડતી પાડોશમાં રહેતી વૃદ્ધ આંટી, ડોક્ટર, ખેતરમાં બંદૂક લઈને ફ્રતો રખેવાળ અરે સસલું જેની સાથે અથડાયું તે ચાડિયો સુદ્ધાં વધતા-ઓછા અંશે બદમાશ છે; વળી સાથે સાથે વાર્તાને આગળ ધપાવવામાં આ દરેક તત્ત્વો કસૂરવાર પણ ઠરે છે!

 

લા અકોડર્યુર એટલે કે ધ પિયાનો ટયુનર નામની ચૌદ મિનિટની શોર્ટ ફ્લ્મિમાંથી એક નાનકડી પ્રેરણા લઈને રાઘવને એક બ્રિલિયન્ટ ફૂલ લેન્થ ફીચર ફ્લ્મિ બનાવી. આ જમાનામાં સસ્પેન્સ ફ્લ્મિો બનાવવા માટે ખરા અર્થમાં ગળાથી નીચેના શરીરના ભાગનું માપ છપ્પન ઈંચ જોઈએ કારણ કે નેટફ્લીક્સ, એમેઝોન પ્રાઈમ, યુ-ટયૂબ બધેથી સસ્પેન્સ ફ્લ્મિ કે સિરીઝ જોઈને બેઠેલું ઓડિયન્સ પોતાને બહુ શાણું સમજતું હોય છે અને હવે આગળ શું થશે તેની ભવિષ્યવાણી કરતું થઈ ગયું છે. માટે ધ્યાનથી માર્ક કરો તો ખ્યાલ આવશે કે છેલ્લાં ઘણાં વર્ષોથી ફ્લ્મિ મેકરો કોથળામાંથી બિલાડું અગર તો વાઘ કાઢીને ઓડિયન્સને આંજી નાખવાનો પ્રયત્ન જ નથી કરી રહ્યા કારણ કે તેઓને ખબર છે કે એમ કરવામાં નિષ્ફ્ળતા મળશે. હવે આવા માહોલમાં ઓડિયન્સ માટે અનપ્રેડિક્ટેબલ ફ્લ્મિ બનાવવી એ હિંમતની સાથે સાથે બળવાખોરીનું પણ કામ ગણાય.

 

'અંધાધુન' એક કાવ્યાત્મક થ્રીલર ફ્લ્મિ એટલે બની શકી કે સામાન્ય માણસોના પાત્રોની અંદર સૂઈ રહેલો જે રાવણ છે. એ ઓડિયન્સને ગળે ઉતરે એ રીતે બહાર કાઢવામાં આવ્યો. રાવણ બુદ્ધિશાળી હતો અને સ્વાર્થી-લુચ્ચો પણ. બહુ રૂપિયો હતો તો સાથે સિદ્ધાંતવાદી પણ હતો. હવે એકસાથે આવા સાત-આઠ પાત્રોના અહB, સ્વાર્થ, લુચ્ચાઈ, મહત્ત્વાકાંક્ષા, હરામીપણાથી રંગાયેલા કદરૂપી ચહેરાઓ એકબીજા સાથે અથડાય તો શું થાય? બેહતરીન વાર્તા મળે. જેમાં માનવસભ્યતાના ચંદરવા નીચે જીવતા સભ્યો રંગોળીને બદલે ક્યારે ઘચરકા પાડવા મંડે એ ખબર ન પડે.

 

ત્રુફે કે હિચકોક કે વિજય આનંદ કે સાયલન્ટ ફ્લ્મિો માટે પણ 'અંધાધુન' એક ટ્રીબ્યુટ સામાન છે. બેકગ્રાઉન્ડમાં વાગતી બીથોવનની સિમ્ફ્ની, વાર્તા મુજબ બદલાતા કેમેરાના ક્લોઝ અપથી લઈને વાઈડ એંગલ સુધીના શોટ, પલાયનવાદી તકસાધુઓનો તરખાટ, દિલ હૈ કી ગેહરી ખાઈની ફ્લિોસોફી કે પછી પ્રજ્ઞાચક્ષુ દ્વારા ગવાતો નૈના દા ક્યા કસુરનો વિરોધાભાસ, લાલચથી વાસના સુધીના સેન્ટીમેન્ટસની ખેંચાખેંચી અને ગ્રે રંગના વાદળછાયા શેડ્સ. નિશંકપણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર મૂકી શકાય એવી કોઈ ફ્લ્મિ ભારતમાંથી બને ત્યારે ફ્લ્મિમેકર્સનો આભાર માનવો પડે. કેમ? ઓડિયન્સને એન્ટરટેઈનમેન્ટ આપવાની સાથે સાથે એજ્યુકેટ અને બૌદ્ધિક રીતે ડેવલપ કરે તેવી કેટલી સર્જનકૃતિઓ આપણે ત્યાં નિર્માણ પામે છે અને જનતા સુધી પહોંચે છે?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvtEQyvwL6L6onRgs_bHEqEfj_dyi6ztSvuiusqKpEehw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment