Tuesday 30 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તેજાનાનો ટાપુ - શ્રીલંકા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તેજાનાનો ટાપુ - શ્રીલંકા!
આપણા કલ્યાણ મિત્રો - ડૉ. અશોક એસ. કોઠારી

 

 

એક જમાનામાં સૌરાષ્ટ્ર કચ્છનાં બંદરો ઉપરથી સાહસિક વેપારીઓ જંગબાર, લંકા, જાવા, સુમાત્રા અને ચીનની ખેપ કરતા હતા. પોરિયા અને પોરિયા ખાય તેટલું ધન-કમાઇને આવતા હતા. લંકા ખાસ કરીને તેજાનાના વેપાર માટે જાણીતું હતું. ઘોઘા બંદરના એક વ્યાપારી લંકાની એક સુંદર સ્ત્રી ઉપર મોહી પડયો. તેને પરણીને દેશમાં લાવ્યો. ત્યારથી એક કહેવત ચાલી આવે છે કે, 'ઘોઘાનો વર અને લંકાની લાડી.' ઘોઘાનાં લોકો માટે એક કૌતુક હતું. લોકોનાં ટોળાં લંકાની લાડીની એક ઝલક જોવા ઉત્સુક હતા. પછી તે લાડી ઘોઘામાં રહી કે પાછી જતી રહી તે જાણવા મળ્યું નથી.

આ નાનકડો દેશ લંકા સીનામાન ટાપુ કે તજના ટાપુ તરીકે પણ ઓળખાય છે. તજનું તેલ સીનામોન ઓઇલ કે કુરૂન્ડુ થેલ પણ બઝારમાં વેચાય છે. વૃક્ષનાં પત્તાં ઉકાળીને બનાવવામાં આવે છે. કેટલેક ઠેકાણે જંગલોમાં પણ તજનાં વૃક્ષો ઊગે છે. ૧૬૫૮માં વાલંદાલોકો(ડચ) એ ફીરંગીઓને હરાવી તજનો વ્યાપાર પોતાના હાથમાં લીધો અને મોટા પ્રમાણમાં તજનાં વૃક્ષો વાવવાનું શરૂ કર્યું. પરંતુ ૧૭૯૬માં ડચ લોકોને હરાવી અંગ્રેજોએ ટાપુ ઉપર કબજો કર્યો. પરંતુ ત્યાર પછી પશ્ર્ચિમનાં દેશોમાં તજના વેપારમાં મંદી આવી ગઇ. અમે મટાલેનાં સ્પાઇસ ગાર્ડનમાં પણ તજની વિવિધ બનાવટો જોઇ. હોટલોમાં પણ તજનાં પીણાથી અમારું સ્વાગત થતું જોયું હતું. ત્યાંની નદીઓનાં નામની પાછળ ગંગા શબ્દ જોડાયો છે.

આવી જ એક નદી માડુગંગામાં અમે યાંત્રિક હોડીમાં મુસાફરી કરી અને સીનામોન ટાપુ ઉપર પહોંચ્યા અહીં તજનાં વૃક્ષ જોયાં. તજની લાકડીની છાલ છોલી તેનો વ્હેર વેચાતો જોયો હતો. તજમાં સૌથી સારી અને કિંમતી જાત સીનામોમમ ઝેલાનીકમ બ્લુમે (ઈશક્ષક્ષફળજ્ઞળીળ ણયુહફક્ષશભીળ ઇહીળય) છે.

હવે આપણે અહીંની એલચી વિષે કંઇક જાણીએ. અહીં મલબાર, મૈસોર અને સિલોન એમ ત્રણ જાતની એલચી ઉગાડવામાં આવે છે. મલબાર ને મૈસૂરની જાત ની એલચી લીલા રંગની, નાની પરંતુ ઉમદા પ્રકારની ગણાય છે. લંકાની જાત સફેદ રંગની, લાંબી અને ત્રણ પાસાંવાળી હોય છે. શ્રીલંકાનાં મધ્યમાં આવેલ ડુંગરાળ પ્રદેશમાં અને કેન્ડી, મટાલે, કેગાલે, નુવારા એલીયા અને રતનપુરામાં એલચીનું વાવેતર થાય છે.

એક જમાનામાં જંગલોમાં મરીની વેલ ઊગતી હતી. હિંદુસ્તાન અને મલેશિયામાંથી સારી જાતની મરીના છોડ લાવી વાવેતર કરવા માંડ્યું. મરીની જેમ લંકામાં જાતજાતનાં મરચાનું વાવેતર થાય છે. સૂકા પ્રદેશોમાં ઊગે છે. અનુરાધાપુરા, મોનોરાગાલા, અમ્પારા, પુટ્ટાલમ, વાવુનીયા, કુરૂનેગાલા, હમ્બાનટોટા, જારૂના અને મહાવેલી આજુબાજુ મરચાનું વાવેતર થાય છે. અહીંનાં શાક અને વાનગીઓ તીખી તમતમતી હોય છે તેથી મરચાંની ખાસ જરૂર પડે છે.

શ્રીલંકામાં જાયફળ(સાદીકકા) અને જાવંત્રી (વાસાવાસી) ઇન્ડોનેશિયાના બંદા ટાપુ ઉપરથી લાવીને વાવવામાં આવ્યા હતા હવે ઠેકઠેકાણે વાવેતર થાય છે. લવિંગ (કરમબુનાટ્ટી) વાલંદા લોકો (ડચ) અહીં લાવ્યા હતા. પરંતુ કેટલાક માને છે કે આરબ વ્યાપારીઓ લાવ્યા હતા. અત્યારે કેન્ડી, કેગાલે અને મટોલમાં તેની પેદાશ થાય છે. લવિંગનું સિંહાલીઝ ભાષામાં કારામબુનોટ્ટી નામ છે. કેટલાક કહે છે કે મરીનું વાવેતર વાલંદાઓએ શરૂ કરેલું. કેટલાક કહે છે કે અંગ્રેજોએ શરૂ કર્યું હતું. આરબો લાવ્યા હતા, તેમ પણ કહેવાય છે. કેન્ડી, કેગાલે અને મટોલમાં મરી અને વરિયાળીનું વાવેતર થાય છે. અહીં હળદર (કાણ)નું પણ વાવેતર થાય છે. લંકાના રસોડાઓમાં તજ, લવિંગ, કોથમીર, ધાણા, જીરું, વરિયાળી, એલચી, હળદર, મીઠા લીમડાનાં પત્તાં, કેવડાનાં પત્તા, લેમન ગ્રાસ, રાઇ, મરચાં, મરી, જાયફળ વગેરે જોવા મળે છે. અહીં આયુર્વેદિક દવાઓ લોકપ્રિય છે તેમાં આ બધા છૂટથી વપરાય છે.

કીટુલ પામ જેગેરી (કીટુલ ગોળ)

શ્રીલંકા જઇને તાડનાં રસમાંથી બનાવેલો આ ગોળ ચાખવો એ એક લહાવો છે. આખા દેશમાં પાંદડામાં વીંટેલા આ ગોળનાં નાનકડા ચગદા વેચાતા હોય છે. જાતજાતનાં તાડનાં રસમાંથી બને છે. કિલોનાં શ્રીલંકાના ૫૦૦ થી ૬૦૦ રૂપિયા હોય છે. એકદમ સ્વાદિષ્ટ હોય છે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsaQP4eiNknBNBEigTZu6khDmSTOzSo%2BOaU4fROwL_etw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment