Sunday, 28 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ શૂન્યમાંથી સર્જન કરનારા સાહસિકોની અનોખી કથા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શૂન્યમાંથી સર્જન કરનારા સાહસિકોની અનોખી કથા!

Kanti Bhatt


તે વખતે ડો. પંકજ નરમ મીઠીબાઈ કોલેજમાં ભણતો હતો. તે શરૂમાં મારી પાસે ઈન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ શીખ્યો પણ પંકજ નરમ મશહૂર પત્રકારને બદલે દેશ-વિદેશમાં આયુર્વેદનો કરોડપતિ વૈદ બનશે તેવી કોઈએ કલ્પના કરેલી નહીં. તેના ખાદીધારી પિતા ખીમજી નરમ શિસ્તના પાકા હતા. પંકજ નરમ જ્યારે મિત્રો સાથે ફરીને સબ બંદર કા વેપારીની જેમ જે કાંઈ હાથ પડે તે સફળ કરતો. પણ તેના કડક શિસ્તવાળા પિતાને પંકજની આ લોકસેવાની રીતભાત ગમી નહીં. તેમને લાગ્યું કે આ આવારા છોકરો બીજાને મદદ કરવામાં રચ્યોપચ્યો રહે છે. તે જિંદગીમાં કંઈ કરી શકશે નહીં એટલે તેને ઘરમાંથી કાઢી મૂક્યો! તે સમયે મારી ઓળખાણ થઈ. મેં જાણ્યું કે તેની પાસે ખિસ્સામાં રૂ. બાર હતા અને તેટલા પૈસા તેમ જ પહેરેલે કપડે તેને ઘરમાંથી કાઢી મૂક્યો. તેમણે પંકજને ઘરમાંથી એટલા માટે કાઢી મૂક્યો કે તેના આ સાહસિક પુત્રનું 'પાણી' માપવું હતું.

પંકજ નરમ ન્યુયોર્ક આખું અમેરિકા અને ભારતમાં જાણીતો વૈદ બન્યો છે તેણે કેવાં કેવાં કામો શરીર શ્રમથી કર્યાંં છે! મુંબઈમાં કોઈ બિનવારસી મડદા ન ઉપાડે તેને વૈદ પંકજ નરમ જાતે મડદા ઉપાડીને અવલ મંિજલે પહોંચાડતો. તેણે પિતાની કડક શિસ્ત છતાં અનેક સેવા અને મોજનાં કામ કર્યાં, પણ બીએની ડિગ્રી માંડ માંડ લીધી ત્યારે તે બેકાર હતો પણ મૂંઝાયો નહીં. 
તેણે મુંબઈના 'અભિષેક' અને 'ચેતમછંદર' નામના મેગેઝિનના રિપોર્ટર તરીકે પણ કામ કર્યું. જાણે પંકજ 'સબ બંદર કા વેપારી' જેવો હતો અને મિત્રોને અડધી રાત્રે કામ આવતો. જોકે પંકજના પિતાએ જોયું કે દીકરો સેવાનું જ કામ કરે છે અને 'સસ્તી લોકપ્રિયતા' મેળવે છે એટલે તેના નામનું 'નાહી નાખેલું!'

પંકજે ઘણા પ્રેમીયુગલોને મદદ કરી તેમનાં લગ્ન કરાવી આપેલાં. પણ તે વૈદ્ય કેમ બન્યો. મુંબઈમાં મસ્જિદ બંદરના સૂકામેવાના વેપારીની પ્રેરણાથી પંકજ વૈદ્ય બન્યો તે બહુ ઓછા જાણે છે. સૂકામેવાના વેપારી રૂગનાથ દેવજીને ત્યાં કામ કરતા જીવણદાસ મજીઠિયાની પ્રેરણાથી પંકજ આજે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આયુર્વેદનો વૈદ બન્યો છે. જીવણદાસ મજીઠિયા પંકજનો નિસર્ગોપચાર અને આયુર્વેદના ચોંટડુક ઉપચારની વાતો કરતા અને કહેતા કે વિદેશીઓ આપણને નક્કામી દવાથી લૂંટે છે. પછી પંકજે છાતી ઠોકીને કહ્યું વિદેશીઓ ભલે એલોપથીથી લૂંટતા પણ હું વિદેશમાં યુરોપ- અમેરિકા અને બીજા દેશોમાં જઈ કરોડો લોકોને આયુર્વેદની ચૂર્ણ અને ફાકીઓ ફાકતા કરી દઈશ. આજે 2018માં ડો. પંકજની આ બડાઈ અનેક રીતે સાચી પડે છે.

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov6KO7QhPmtZrqiPEOgKJ9wofpYD6yq3GnFOS4EWkeTPA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment