Tuesday, 30 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કોફીની કરમ કુંડલી (Gujarati)


Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કોફીની કરમ કુંડલી!
સ્પેશિયલ - મૌસમી પટેલ

 

 

આજે ઘર ઘરમાં પહોંચી ગયેલી કોફીને જન્મ ક્યાં થયો, કોફી લોકોનું એક પ્રિય પીણું કઈ રીતે બની ગઈ આ બધા સવાલોના જવાબ છે અહીં...

 

કોફી...એક રોમાન્ટિક ડેટ હોય કે પછી કોઈ મહત્વની બિઝનેસ ડીલ. બંને પ્રસંગે કોફી એક મહત્વના રોલમાં જોવા મળે છે. બે વ્યક્તિને દિલથી કનેક્ટ કરવાનું કામ કરનારી આ કોફી કોઈ સાવ સાદી ટપરી પર મળતી હોય કે પછી એરકંડીશન્ડ કોફી શોપમાં. તેની સુગંધ જ આપણને તરબતર કરી નાખે છે. પણ આપણામાંથી કેટલા લોકો આ કોફીનો જન્મ ક્યાં થયો, તેનો ઈતિહાસ શું છે, તેની શોધ કઈ રીતે થઈ એ વિશે જાણે છે? આવો આજે આ સુગંધથી જ તાજગીનો અહેસાસ કરાવી દેનારી કોફી અને તેના જન્મસ્થળ વિશેની માહિતી મેળવીએ...

 

આફ્રિકન દેશ ઈથોપિયાને કોફીનું જન્મસ્થાન માનવામાં આવે છે. અહીંના લોકો શોખથી કોફીના સ્વાદની લિજ્જત માણે છે એટલું જ નહીં પણ કોફીની દાવત પણ આપે છે. અહીં ઘરે જ કોફી તૈયાર કરવાની જવાબદારી મહિલાઓની હોય છે. સૌથી પહેલાં તો કાચી કોફીના બીજને માટીની પ્લેટમાં તડકામાં સૂકવવામાં આવે છે. પછી આ બીને ધોઈને તવા પર શેંકવામાં આવે છે. આ શેકેલા કોફીના બીજને પીસવામાં આવે છે. આ પીસેલા દાણાને પારંપારિક જાર જેબેના નામના જારમાં ઉકાળવામાં આવે છે. જેબેના એ ઈથિયોપિયાનું એક શાસ્ત્રીય વાસણ છે.

 

અહીં બાળકીઓને નાની ઉંમરમાં જ કોફી તૈયાર કરવાની, બનાવવાની ટ્રેઈનિંગ આપવામાં આવે છે. જોકે કોફી તૈયાર કરવામાં સારો એવો સમય લાગે છે. પણ તેમ છતાં લોકો અહીંયા દિવસમાં બે વખત લોકોને કોફીની જયાફત ઉડાવવા આમંત્રણ આપવું એ ખૂબ જ સામાન્ય બાબત છે. ઘરે આવેલા મહેમાનને સૌથી પહેલાં કોફી આપવો એ અહીંનો શિષ્ટાચાર છે.

 

કોફીની શોધ કેવી રીતે થઈ અને તેનો ઉપયોગ કરવાની ક્યારથી શરુઆત થઈ એ વિશે પણ અહીં એક ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. એવું કહેવાય છે કે-કાલદી નામનો એક ભરવાડ તેની બકરીઓને કાફાના જંગલમાંથી પસાર થતો હતો. તેણે એક વાત નોંધી કે જ્યારે પણ તેની બકરી આ જંગલમાં ઉગતી લાલ ચેરી ખાતી ત્યારે આનંદિત થઈ ઉઠતી. એક દિવસ એ કાલદીએ પણ ચેરી તોડીને ખાઈ લીધી, તેને એ ટેસ્ટ ખૂબ જ ગમી ગયો. તેણે થોડી ચેરી તોડીને તેના કાકા માટે લઈ લીધી.

 

કાલદીના કાકા એક બૌદ્ધ ધર્મમાં માનતા અને મઠમાં રહેતા હતા. કાકાએ ધર્મના બંધનોથી ડરીને આ લાલ ચેરી (કોફીના બીજ)ને આગમાં ફેંકી દીધી. પણ આગમાં જેમ જેમ આ લાલ ચેરી શેકાવવા લાગી એમ તેમાંથી આવતી સુગંધ વાતાવરણમાં મદહોશી ફેલાવવા લાગી. જોકે ત્યાર બાદથી કાલદીના કાકાએ ધાર્મિક કાર્ય માટે કોફીનો ઉપયોગ કરવાનું શરુ કરી દીધું.

 

કાલદીની માતાએ બળેલાં કોફીના બીજને ઠંડા થવા માટે જ્યારે પાણીમાં નાખ્યા ત્યારે પાણીમાંથી પણ સરસ મજાની સુગંધ આવવા લાગી અને પાણીનો ટેસ્ટ પણ બદલાઈ ગયો. બસ ત્યારથી જ કોફી પીવાનું ચલણમાં આવ્યું.

 

ઈથિયોપિયાના કાફામાં કોફીની ખેતી નથી કરવામાં આવતી અહીં જમીનમાં પોતાની મેળે જ કોફી ઉગી નીકળે છે અને અહીં કોફીના સાડાપાંચ હજાર કરતાં વધુ પ્રજાતિના છોડ જોવા મળે છે. એક સમયે જંગલમાં ૪૦ ટકા કોફીના ઝાડ જોવા મળતાં હતા, પણ હવે આ જંગલ જોખમમાં છે અને માત્ર ૩ ટકા જ જંગલમાં કોફી બાકી રહી ગઈ છે.

 

કાફામાં ભલે કોફીના જંગલોનો વિસ્તાર ઘટી રહ્યો છે, પણ આપણે તો એ ય મજાથી ગરમાગરમ કોફીનો મગ હાથમાં લઈને આ આર્ટિકલની મજા માણોને ભઈશા'બ!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os0c%2Bme6xsPu%3Dop7vdRXFCpV09Sf2R56g7cvC1-W6eYEA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment