Sunday, 28 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તો ભણવું શું કામ? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભણી ભણીને ઢાંકણીમાં જ ભરવાનું હોય તો ભણવું શું કામ?
વાત વિશેષઃ પરવેઝ મલેક

 

 

આવા ફેર અથવા માર્ગદર્શનની જરૂર એટલા માટે પડી રહી છે કે હવે ધોરણ ૧૦ એટલે કે એસએસસીની પરીક્ષા પછી આગળ કઈ લાઈન લેવી એની વિદ્યાર્થીઓને ગજબની મૂંઝવણ હોય છે. અગાઉ કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ એ ત્રણ અભ્યાસક્રમોની જ બોલબાલા હતી. વ્યાપાર કે મેનેજમેન્ટ વગેરેમાં જવું હોય તો કોમર્સ, મેડિકલ, એન્જિનિયરિંગ કે આર્કિટેક્ટની લાઈનમાં જવું હોય તો સાયન્સ અને શિક્ષક અથવા પ્રોફેસર બનવું હોય તો આર્ટ્સ!

 

અગાઉ મેડિકલ લાઈનની બોલબાલા હતી. ત્યારે સાયન્સમાં મેરિટ લિસ્ટ ઊંચું રહેતું. વાલીઓને થતું કે મારો દીકરો ડોક્ટર, એન્જિનિયર કે આર્કિટેક્ટ હોય તો હું સમાજમાં ગર્વથી બધાને કહી શકું અને એનું જીવન સરસ સાધન સંપન્ન રીતે પસાર થઈ શકે. હવે ટ્રેન્ડ બદલાયો છે. હવે કોમર્સનું મેરિટ લિસ્ટ ઊંચું હોય છે. સતત પાંચ વર્ષથી સાયન્સ સ્ટ્રીમમાં જનારાઓની સંખ્યા ઘટતી જ જાય છે.

 

એનું કારણ એ છે કે સાયન્સ સ્ટ્રીમમાં જઈ મેડિકલ એન્જિનિયરિંગ તાલીમ લેવી હોય તો એસએસસી અને ૧૨મા ધોરણમાં એડમિશનથી માંડીને ગ્રૂપ ટયૂશન સુધીનો ખર્ચ ચારેક લાખ થઈ જાય છે. પર્સનલ ટયૂશન લે તો આંકડો હજી મોટો થાય. એડમિશન મેરિટ પર મળી જાય તો ઠીક છે, નહિતર ઓપન સીટનો ખર્ચ ૭ લાખ જેટલો અને એનઆરઆઈ સીટ પર ૫ લાખ જેટલો થઈ જાય છે. એ પછી પણ પાર આવતો નથી. હવે તબીબ બનવા માટે એમડી સુધી તો અભ્યાસ કરવો જ પડે. એમાં બીજા પાંચ-દસ લાખ ખર્ચાઈ જાય! મેડિકલ લાયસન્સ લેવા માટે ઈન્ટર્નશિપ, પછી પોતાનું દવાખાનું કે હોસ્પિટલ શરૂ કરવા નવી મૂડી જોઈએ. માનો કે એન્જિનિયરિંગમાં જવું હોય તો એમબીએ કરવું પડે. કારણ કે એમબીએ વગર એન્જિનિયરોને સારી કંપનીમાં નોકરી મળતી નથી. એમબીએ કરો તો બીજા પાંચ લાખ ખર્ચવાના થાય. લાખ્ખો ખર્ચવાની ત્રેવડ ન હોય તો મેરિટ પર પાસ થઈ એમએસસી સુધી પહોંચો અને પછી એમફિલ કરો. એ પછી લેક્ચરર થઈ શકો, પરંતુ એ માટે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ આપવો પડે.

 

આ બધું કર્યા પછી નોકરીની કોઈ ગેરંટી હોતી નથી. કારણ કે હવે સાયન્સને લગતી નોકરીઓ ઊભી થતી નથી. એમાં કોઈને જાણે કે રસ જ નથી. પોતાનું કરે તો પણ સફળતાની કોઈ ખાતરી હોતી નથી. ૨૦થી ૨૫ લાખ ખર્ચીને અભ્યાસ કર્યા પછી નોકરી કે વ્યવસાયની કોઈ ખાતરી ન મળતી હોય તો એમાં વિદ્યાર્થીઓ શું કરવા જાય?

 

એટલે કોલેજો અને યુનિર્વિસટીઓ કરિયર ગાઈડન્સ ફેર યોજે છે. એમાં વિદ્યાર્થીઓને મૂળ સ્ટ્રીમના વર્ષોથી ગવાયેલા ક્ષેત્રો સિવાય ધ્યાન બહાર રહી ગયેલા ક્ષેત્રોનો પરિચય કરાવે છે, એમાં આગળ વધવાનું માર્ગદર્શન આપે છે. સાવ નવતર ક્ષેત્રમાં જાય તો ત્યાં હજી હરીફાઈ શરૂ થઈ ન હોવાથી ઝડપથી સફળ થઈ શકે છે. એક મિત્રના પુત્રએ સાયન્સમાં એમએસસી કર્યા પછી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટનો કોર્સ કર્યો બધા મિત્રો હાંસી ઉડાડતા હતા.

 

આજે એ મ્યુનિસિપાલિટીમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં વડા તરીકે કામ કરે છે. આવું કોઈ નવું ક્ષેત્ર શોધી લો. એમ ન કરવું હોય તો એસએસસી પછી તરત જ આઈએએસ અને આઈપીએસ માટે કમ્પિટિટીવ પરીક્ષાઓ આપવા લાગો. થોડા-ઘણા પ્રયાસ પછી પાસ થઈ જવાય તો સીધા સરકારી અધિકારી બની જવાય!

 

જો કે આજની સ્થિતિ જોયા પછી અને આવનારા સમયનો અંદાજ મેળવ્યા પછી એક જ વાત કરવા જેવી છે. પોતાનામાં કોઈ એક હુન્નર વિકસાવો. કારણ કે હુન્નર હશે તો નોકરી પર કે બીજા પર આધાર રાખ્યા વગર આજીવિકા મેળવી શકાશે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsbBnr7ODYJm-PQ8BcFOgzVYcXdyqyLYcgjC0bcvL0ZcQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment