Sunday 28 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ રોગપ્રતિકારક શક્તિ જ જ્યારે તમારી સામે થાય ત્યારે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રોગપ્રતિકારક શક્તિ જ જ્યારે તમારી સામે થાય ત્યારે!
જિગીષા જૈન

 

જે આપણને રોગોથી બચાવે છે એ આપણી રોગપ્રતિકારક શક્તિઆપણી સામે થાય ત્યારે પોતે જ એ અસાધ્ય રોગનું કારણ બનીજતી હોય છે. આ પ્રકારના રોગને ઑટોઇમ્યુન રોગો કહે છે. આમ તો એની પાછળનાં કારણો સ્પક્ટ નથી, પરંતુ એક મુખ્યકારણ એ છે કે જો તમારા શરીરમાં લાંબા ગાળાનું ઇન્ફ્લમેશનરહેતું હોય તો તમને આ રોગ થવાની શક્યતા ઘણી વધારે છે.

 

આપણા વડવાઓ કહી ગયા છે કે જે પોષતું તે મારતું એ જ કુદરતનો નિયમ છે, પરંતુ આ નિયમ જયારે આપણા શરીર પર લાગુ પડે ત્યારે એ જીવનભર તકલીફ દેનારા રોગ તરીકે સામે આવે છે. અને આ પ્રકારના રોગો એટલે ઑટોઇમ્યુન ડિસીઝ. ઑટોઇમ્યુન ડિસીઝ એક એવી પરિસ્થિતિ છે જેમાં તમારી જ ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિ તમારા શરીરની રક્ષા કરવાને બદલે તમારા જ શરીર પર અટૅક કરે છે. બહારના વાઇરસ-બૅક્ટેરિયાથી શરીરનું રક્ષણ કરતું તંત્ર એટલે જ આપણી ઇમ્યુન સિસ્ટમ. એ એકદમ સ્ટ્રૉન્ગ હોવી જરૂરી છે. સમજીએ કે જાણે એ આપણી સેના છે જે દુશ્મનોથી આપણું રક્ષણ કરે છે, પરંતુ જો આ સેના દુશ્મનવિરોધી રહેવાને બદલે દેશવિરોધી જ બની જાય તો દેશની શું દશા થાય? એ જ દશા શરીરની થાય છે જ્યારે આપણી ઇમ્યુન સિસ્ટમ આપણી વિરુદ્ધ થઈ જાય છે. હવે આ વિરોધ અલગ-અલગ હોય શકે છે. જો એ વિરોધ કોઈ એક અંગને અસર કરે તો એ એક પ્રકારનો રોગ હોય છે. જો એ વિરોધ અગર શરીરને અસર કરે તો એ બીજા પ્રકારનો રોગ હોય છે. આજે આ ઑટોઇમ્યુન ડિસીઝ વિશે થોડું વિસ્તારથી સમજીએ. કોને આ રોગ થઈ શકે છે, એ થાય તો શું થાય અને એ માટે શું કાળજી લઈ શકાય એ જાણીએ વૉકહાર્ટ હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલના રૂમૅટોલૉજિસ્ટ કન્સલ્ટન્ટ ડૉ. દીપ્તી પટેલ પાસેથી.

 

પ્રકાર ઑટોઇમ્યુન ડિસીઝ ઘણા જુદા-જુદા પ્રકારના છે. સાયન્સ કહે છે કે કુલ ૮૦થી પણ વધુ પ્રકારના ઑટોઇમ્યુન ડિસીઝ છે, જેમાં રૂમૅટૉઇડ આર્થાઇટિસ સૌથી સામાન્ય જણાતો રોગ છે. આ સિવાય સિસ્ટેમિક લુપુસ, સબસેટ્સ ઑફ લુપુસ, જોર્ગન્સ સિન્ડ્રૉમ, સિસ્ટેમિક સ્ક્લેરોસિસ, પૉલિમાયોસાઇટિસ, ડર્મેટોમાયોસાઇટિસ, વૅસ્ક્યુલાઇટિસ અને કનેક્ટિવ ટિશ્યુ ડિસીઝ જેવા રોગ પણ ઘણા પ્રમાણમાં જોવા મળે છે. દુનિયાભરમાં જે અલગ-અલગ મેડિકલ સાયન્સનું લેટેસ્ટ સાહિત્ય ઉપલબ્ધ છે એમાં એમ જણાવવામાં આવે છે કે દર વર્ષે રૂમૅટિક, એન્ડોક્રિનોલૉજિકલ એટલે કે સમાન્ય રીતે સમજીએ તો હૉર્મોન્સ સંબંધિત, ગૅસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ એટલે કે પાચન સંબંધિત અને ન્યુરોલૉજિકલ એટલે કે મગજ સંબંધિત ઑટોઇમ્યુન ડિસીઝનું પ્રમાણ ૪-૭ ટકા જેટલું વધી રહ્યું છે. જોકે આ પ્રમાણના વધવા પાછળ એ કારણ પણ હોય શકે છે કે આજની તારીખે મેડિકલ ફૅસિલિટી વધી છે અને લોકો આ બાબતે જાગ્રત થયા છે. લોકો પોતાની આ તકલીફોને લઈને સામે આવી રહ્યા છે એટલે આપણી પાસે આ આંકડાઓ છે. આજે આપણી પાસે આ રોગોના નિદાન માટે સારામાં સારી ટેસ્ટ છે જેનાથી સ્પક્ટ નિદાન થઈ શકે અને વ્યવસ્થિત ઇલાજ પણ છે જેને કારણે બાકી આ વધારા પાછળ બીજાં કોઈ કારણો પણ હોય શકે છે જે માટે વધુ રિસર્ચની જરૂર પડવાની છે.

 

સ્ત્રીઓમાં વધુ આ પ્રકારના રોગ થવાનું કારણ હજી સુધી સ્પક્ટ નથી, પરંતુ કોઈ પણ કારણસર જ્યારે શરીરમાં ઇન્ફ્લમેશન રહેતું હોય એ પણ લાંબા સમયથી સતત રહેતું જ હોય તો આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે છે. આ કારણને લીધે પણ આજના સમયમાં ઑટોઇમ્યુન ડિસીઝનું પ્રમાણ વધી રહ્યું છે એમ કહી શકાય. સ્ટ્રેસ, ખોટી ડાયટ, એક્સરસાઇઝની કમી, અપૂરતી ઊંઘ આ બધું જ શરીરમાં વધુપડતા એસ્ડીને જન્મ આપે છે અને એને કારણે ઇન્ફ્લમેશન વધે છે. વિજ્ઞાન કહે છે કે સ્ત્રીઓમાં ઑટોઇમ્યુન ડિસીઝનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે. જેમ કે લુપુસ દર ૯ સ્ત્રીઓએ ૧ પુરુષમાં જોવા મળતો રોગ છે. એમાં પણ ૨૦થી ૪૦ વર્ષની ઉંમરની સ્ત્રીઓમાં આ રોગ વધુ જોવા મળે છે. વળી, જેમાં ઘરમાં કોઈને પણ ઑટોઇમ્યુન ડિસીઝ છે તેમને પણ આ રોગ થવાની પૂરી શક્યતા છે.

 

નિદાન અને ઇલાજ
જો તમે ૨૦થી ૪૦ વર્ષની ઉંમરના હો અને જો તમને કોઈ પણ પ્રકારનો સાંધાનો દુખાવો હોય, ખાસ કરીને નાના સાંધાઓ જેમ કે હાથના કે પગના સાંધાઓનો દુખાવો હોય જે એક મહિનાથી વધુ સમય માટે હોય, એની સાથે સોજો હોય, સવારે ઊઠો ત્યારે સાંધાઓ વધુ અકડાયેલા હોય જે લગભગ ૧ કલાકથી વધુ સમય સુધી એમ જ રહે અને દિવસ ચડે એમ ઠીક થાય, સ્કિન પર રૅશ આવી જાય, થાક ખૂબ લાગે, વજન ઊતરી જાય તો જરૂરી છે કે તમે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. ટેસ્ટ અને ક્લિનિકલ ચેક-અપ દ્વારા જલદીથી તમારા રોગનું નિદાન કરાવો. જો એ નિદાન યોગ્ય થશે તો જ ઇલાજ યોગ્ય થશે. જલદી નિદાન અને યોગ્ય ઇલાજનું મહkવ એ છે કે આ પ્રકારના રોગ વ્યક્તિના જીવન પર ઘણી અસર કરે છે. તે પોતાના નૉર્મલ કામો પણ કરી શકતા નથી. માટે જરૂરી છે કે ઇલાજ કરાવે. આ પ્રકારના રોગોનો ઇલાજ શક્ય છે જેને કારણે વ્યક્તિ પોતાની નૉર્મલ જિંદગી જીવી શકે છે, પરંતુ આ રોગો એવા નથી હોતા કે સંપૂર્ણ રીતે મટી જાય. દવાઓ દ્વારા એને કન્ટ્રોલ કરવા પડે છે. તકલીફો વધે છે અને ઘટે પણ છે, પરંતુ દૂર થતી નથી.

 

રૂમૅટૉઇડ આર્થરાઇટિસ જેવા રોગોમાં ઉપયોગી ઇન્ટર્મિટન્ટ ફાસ્ટિંગ
મોટા ભાગે જ્યારે નવી-નવી ડાયટ માર્કેટમાં આવે છે ત્યારે એને અપનાવવા ઘણી રિસ્કી બની જતી હોય છે. એનું ફક્ત એક કારણ છે કે એ ડાયટ લાંબો સમય ચાલી શકતી નથી, પરંતુ ઇન્ટર્મિટન્ટ ફાસ્ટિંગ એ પ્રકારનું નથી. વર્ષોથી ભારતમાં આ પ્રકારની ડાયટ લોકો ફૉલો કરે જ છે. જૈનોમાં ચોવિહારની જે સિસ્ટમ છે એ ડ્રાય ફાસ્ટિંગ છે અને રાત્રિભોજનનો ત્યાગ એ ઇન્ટર્મિટન્ટ ફાસ્ટિંગ છે. આ સિસ્ટમ ઑટોઇમ્યુન ડિસીઝ માટે ઘણી ઉપયોગી સાબિત થાય છે. ખાસ કરીને રૂમૅટૉઇડ આર્થરાઈટિસમાં એ ઘણું ઉપયોગી છે. મુંબઈના ઇન્ટિગ્રેટિવ અને લાઇફ-સ્ટાઇલ મેડિસિન-હોલિસ્ટિક ન્યુટ્રિશન અને purenutrition.me ફાઉન્ડર લ્યુક કુટિન્હો કહે છે, 'આપણા શરીરને જેટલું જરૂરી છે એના કરતાં આપણે ઘણું વધારે ખાઈએ છીએ અને વધારે ખાતા હોવાને કારણે આપણા પાચનતંત્રને આરામ જ નથી મળતો. આ કારણોસર શરીર આપણું ઍસિડિક બની જાય છે. ઍસિડિક શરીરમાં ઇન્ફ્લમેશન થવાનું જ છે. અને આ મુખ્ય કારણ છે જેને લીધે ઇમ્યુન સિસ્ટમની તકલીફો સર્જા‍ય છે. ઇમ્યુન સિસ્ટમને ઠીક રાખવી હોય તો શરીરના ઍસિડને બૅલૅન્સ કરવું જરૂરી છે. જે લોકોને રૂમૅટિઝમનો પ્રૉબ્લેમ છે, જેમને આર્થરાઈટિસ છે તેમના શરીરમાં ઇન્ફ્લમેશન વધુ છે. એને રોકવા માટે પેઇનકિલર્સથી પણ વધુ અસરદાર ઇન્ટર્મિટન્ટ ફાસ્ટિંગથી ૮ વચ્ચે ડિનર કરી લીધા પછી ૧૨-૧૬ કલાકનો ગૅપ રાખવાનો હોય છે. જેમ કે તમે રાત્રે સાડાછ વાગ્યે ડિનર કર્યું, પછી સીધા સવારે સાડાઆઠ કે સાડાદસ સુધી કઈ જ ખાવું નહીં, ફક્ત પાણી પી શકાય. આ રીતે કરવાથી શરીરમાં ઍસિડ ઓછું બને છે અને ઇન્ફ્લમેશન ઘટે છે. શરીર પોતાની જાતે તકલીફને હીલ કરવાની કોશિશ કરે છે, પરંતુ અહીં મહkવનો મુદ્દો એ છે કે આ કોઈ ર્કોસ નથી કે ૧૦ દિવસ કર્યો અને થઈ ગયો. આ લાઇફ-સ્ટાઇલ છે જે હંમેશ માટે અપનાવવી જરૂરી છે. જે આર્થરાઈટિસના દરદીઓ છે તેમણે તો ખાસ હંમેશ માટે આ જ નિયમ અપનાવવો જોઈએ. એનાથી લાંબા ગાળે ખૂબ ફાયદા થાય છે.'


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou03UMVMe4dZhQUp8FvhJJK6z27JK5auc9F8tfv1W4h3A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment