Wednesday, 31 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ યે નાવ તો ડગમગાયેગી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



યે નાવ તો ડગમગાયેગી, તુ હસતા જા યા રોતા જા!
મધુવનની મહેક :- ડો. સંતોષ દેવકર

 

 

'ગુસ્સે થવાનું કે ખુશ રહેવાનું?' ગમે તે એક પસંદ કરો.
'અન્યને દુઃખી કરવાનું કે રાજી રાખવાનું?' કોઈપણ એક.

'જિંદગી આખી વિકલ્પોથી ભરેલી છે. સાચા વિકલ્પ પર આંગળી મૂકાઈ તો ભયો ભયો, પરંતુ જો ખોટો વિકલ્પ પસંદ થઈ ગયો તો પુનઃ બે વિકલ્પ સર્જાતા જ હોય છે.' એમ કહીને તેમણે વક્તવ્યની શરૂઆત કરી હતી.

થોડાક દિવસ પૂર્વે વડોદરા જિલ્લાની એક જાણીતી કોલેજમાં મુખ્ય મહેમાન તરીકે જવાનું બનેલું. મારી સાથે કેટલાક જાણીતા તો શ્રોતાઓની દ્રષ્ટિએ કેટલાક અપરિચિત મહાનુભાવો સ્ટેજ શોભાવી રહ્યાં હતાં. એક અપરિચિત મહેમાનનો પરિચય આપવામાં આવ્યો અને હવે તેઓ 'પોતાના વિચારો' રજૂ કરશે. તેમ જાહેર કરવામાં આવ્યું. સામાન્ય રીતે દરેક સેમિનાર કે સભામાં જાણીતા વક્તાઓ ઊભા થાય એટલે એક પરિચિત વાતાવરણ બંધાઈ જતું હોય છે. શ્રોતાઓ પણ તે વક્તાથી પરિચિત હોવાને કારણે માનસિક રીતે જોડાવા માટે પહેલેથી જ તૈયાર બેઠાં હોય છે. અરે, મોટાભાગના તો માત્ર તેમને જ સાંભળવા સ્પેશિયલ સમય કાઢીને આવતાં હોય છે. આ જાણીતા અને સુપ્રસિદ્ધ વક્તાઓને લઈને કેટલાક અપરિચિત કે ઓછા જાણીતા વક્તાઓને ક્યારેક સહન કરવા પડતા હોય છે. જેમના નામની જાહેરાત કરી હતી તેવા એક 'અપરિચિત વક્તા' એ વક્તવ્યની શરૂઆત કરી.

સૌના આૃર્ય વચ્ચે તેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ અને પડછંદ અવાજથી સૌ એકધ્યાન થયા. તેમનો પ્રશ્ન એ હતો કે દરેક વ્યક્તિની સામે બે વિકલ્પો હંમેશાં હોય છે જ. આપણે તે શોધી કાઢવાના છે. 'એક કે હું આજે સારા મૂડમાં રહીશ કે ખરાબ મૂડમાં?'
શ્રોતાઓઃ 'સારા મૂડમાં.' 'તો દોસ્તો મારો બીજો સવાલ એ છે કે કંઈપણ ખરાબ બને ત્યારે કયાં તો એનો ભોગ બનવાનું કે એમાંથી કંઈક નવું શીખવાનું પસંદ કરવાનું?' શ્રોતાઓએ સ્વાભાવિક જવાબ આપ્યો કે, 'નવું શીખવાનું જ પસંદ કરાય.' 'ઓ.કે.રાઈટ.'
હવે મને કહો કે કોઈ તમારી પાસે ફરિયાદ કરતું આવે તો એની વાત માની લેવાય કે પછી તેને જીવનની ઉજળી બાજુ બતાવાય? જીવનની ઉજળી બાજુ બતાવવાનું પસંદ કરીશું. શ્રોતાઓ વક્તા સાથે જોડાતા જતા હતા. વિષયની રજૂઆત કરવાની શૈલી, શ્રોતાઓને પોતાની વાત સાથે જોડવાની પદ્ધતિ અને રોજબરોજની ઘટનાઓમાંથી જ પસંદ કરેલા ઉદાહરણો અને પ્રશ્નોની રસપ્રદ ચર્ચા છેડવામાં આવી હતી. વકતવ્ય પછી સૌ આનંદિત અને ઉત્સાહિત જણાતા હતા.

જીવનમાં ડગલે ને પગલે પસંદગી કરવાની હોય છે. ઉપરનો કચરો કાઢી નાખીએ એટલે દરેક પરિસ્થિતિમાં માત્ર પસંદગી જ રહે છે. આવનારી કોઈપણ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું તે નક્કી કરવું કપરું હોય છે. સારા મૂડમાં રહેવું કે ખરાબ મૂડમાં એ આપણે નક્કી કરવાનું છે. કોઈકે સાચું જ કહ્યું છે.

'ખૂન પસીના બહાતા જા, તાન કે ચાદર સોતા જા, યે નાવ તો ડગમગાયેગી, તું હસતા જા યા રોતા જા.' જીવનના દરેક તબક્કે નાવ તો હાલક-ડોલક થવાની જ છે. પ્રસન્ન રહેવું કે અપ્રસન્ન? આનંદથી જીવવું કે દુઃખી થતાં થતાં જીવવું?

સંઘર્ષ વગરના જીવનની કલ્પના શક્ય નથી. મુશ્કેલી વગરનો કોઈ રસ્તો હોઈ ન શકે, અને એ કદાચ હોય તો એ ક્યાંય જતો હોતો નથી!

જીવનમાં વધુ પડતાં ઓપ્શન મળે તો મોટી સમસ્યા સર્જાતી હોય છે. એક જ સાડી લેવાની હોય પણ દુકાનદારે પચાસ સાડીઓ પાથરી દીધી હોય ત્યારે ખરી મુશ્કેલી શરૂ થતી હોય છે. જ્યાં પસંદગી છે ત્યાં સમસ્યા છે અને જ્યાં સમસ્યા છે ત્યાં વિકલ્પ છે જ્યાં વિકલ્પ ત્યાં શક્યતાઓ છે.

શક્યતા હોય, આશા હોય તેનું જીવન ખરેખર 'લાઈવ' હોય છે. સ્ટેજ પર બેઠેલા તમામ જાણીતા વક્તાઓની તાળીઓ આ નવા સવા વક્તા ઉઘરાવી ગયા. અત્યંત અસરકારક વક્તવ્યથી સૌ સારા મૂડમાં આવી ગયા હતા.

જાણીતા વક્તાને સાંભળવા છે કે અપરિચિત વક્તાને? પસંદગી માટેનો આ વિકલ્પ સૌના માનસપટ પર છવાયેલો રહ્યો. સૌ છૂટા પડયા ત્યારે દિવાળી વેકેશનમાં મૈસૂર જવું કે માથેરાન? કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો હતો!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvB-cEC3%2Bm9ndEuhg%3D3jFXaVg8sduxQLGEz17%2BL-UG%3DHA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment