કચરાના એક ડબ્બા પાસે બે બકરીઓ ચરી રહી હતી. કચરામાં એક ફિલ્મની રીલ હતી અને એક કિતાબ હતી. મજાની વાત એ છે કે જે કિતાબ હતી એની જ વાર્તા પરથી બનેલી પેલી ફિલ્મની રીલ ત્યાં પડી હતી. એક બકરીએ થોડીક ફિલ્મની રીલ ખાધી અને થોડાંક પુસ્તકનાં પાનાં આવ્યા. બંને ચાખ્યા પછી એણે બીજી બકરીને કહ્યું : 'ચોપડી બહેતર હતી, ફિલ્મમાં એ મજા નહોતી!!' સિનેમા અને સાહિત્ય, બેઉ એક જ પ્રેમીની બે સૌતનો. કોણ ચઢે? કોણ વધુ લોકપ્રિય? કોણ શ્રેષ્ઠ? એ ચર્ચા થતી રહી છે, વર્ષોથી. એક સિક્કાની બે બાજુ નથી, પણ બે બાજુવાળા એક સિક્કા જેવી વાત છે. વિદ્વાનો કહે છે પુસ્તકો શ્રેષ્ઠ છે, સિનેમાપ્રેમી કહે છે ફિલ્મોમાં જ મજા છે. અમે કહીએ છીએ કે એ ઑઈલ અને પાણીની સરખામણી જેવી બાલિશ વાત છે. સિનેમા 'બીસ્ટ' છે, સાહિત્ય 'બ્યુટી' છે. આ 'બ્યુટી અને બીસ્ટ' વાળી નેવર એન્ડિંગ લવસ્ટોરી છે. બંને એકબીજાને પૂરક છે, પણ ખતરનાક શરતો સાથે 'કન્ડિશન્સ એપ્લાય'ના લટકણિયા સાથે! એકવાર શાહરુખ ખાનને મળવા એક ચાલુ પ્રોડ્યુસર આવેલો. એણે શાહરુખને વિનંતી કરી કે પ્લીઝ, પ્લીઝ, ૧૦ મિનિટ આપો, ફિલ્મની વાર્તા સંભળાવવી છે. શાહરુખે હસીને કહ્યું, શું કામ? ૨૦ મિનિટ લો. પ્રોડ્યુસરે કહ્યું, 'તો હું બે વાર્તા સંભળાવીશ!' શાહરુખે કહ્યું, 'આરામથી સંભળાવો.' પ્રોડ્યુસરે કહ્યું, 'વાર્તા સિમ્પલ છે. બે ભાઈઓ છે. એક ચોર છે, બીજો પોલીસ છે અને આગળની વાર્તા તો તમને ખબર છે.' શાહરુખે ફરી હસીને કહ્યું : 'તો મારે કયો રોલ કરવાનો છે? ચોરનો કે પોલીસનો? પ્રોડ્યુસરે નફ્ફટાઈથી કહ્યું, ચોરનો કરવો હોય તો ચોરનો કરો. પોલીસનો કરવો હોય તો પોલીસનો કરો. અમને કંઈ વાંધો નથી, પણ અમારી ફિલ્મ કરો!!' આ વાત સાંભળવામાં બેવકૂફી ભરી લાગે, પણ નિર્માતા સ્પષ્ટ અને ઈમાનદાર છે. એને ધંધાથી ઍન્ડ રિઝલ્ટથી અને જનતાથી મતલબ છે. લેખકની કે પુસ્તકની ઊંડી વાર્તા કે વિચારોની ઊંચાઈથી નહીં. જે દેશમાં આજેય ૨૦ રૂપિયામાં પાયરેટેડ સીડીમાં ભણેલા-ગણેલા લોકો ફિલ્મો જોતાં હોય અને શર્ટ ઉતારીને ગરમીથી ભર્યા સિનેમા હોલમાં લોકો સીટી મારતા હોય ત્યાં બીજું શું થઈ શકે? અને હોલીવૂડના નિર્માતાઓ પણ આ જ વાત બોલતા હોય છે, ફરક માત્ર ભાષાનો હોય છે. સિનેમાનો એક કળા પ્રકાર તરીકે પાવ, સાહિત્ય કે પત્રકારત્વ કારતાંય બહુ જ અલગ છે. માણસનો સો ગણો મોટો ચહેરો એના હાવભાવ 'ક્લોઝ અપ'થી પડદા પર દેખાય છે, પુસ્તકમાં નહીં. પુસ્તકમાં તમારા મન, વિચારને હલાવી કે સ્પર્શી જતી વાત હોય છે, પણ સંગીત, થ્રીલ, રોમાંચ નથી. છે તો... દ્રશ્ય હોય છે, પણ સાઉન્ડ નહીં... સિનેમામાં જે વાત એક 'શોટ'થી દેખાઈ શકે છે એ માટે લેખકે બે પાનાંનું વર્ણન કરવું પડે છે. સિનેમાને ૧૦૦૦-૨૦૦૦ લોકો એક સાથે માણે છે, જ્યારે પુસ્તક માણસ એકલો વાંચે છે, પુસ્તકની વાર્તામાં લોકો પોતાની કલ્પનાઓથી વિચારે છે, જ્યારે સિનેમામાં બધું સામે તરત જ દેખાય છે. ફિલ્મ એ ભાગતી વાર્તાશૈલી છે, ત્યાં વિચારવાનો મોકો નથી મળતો. એક સેક્ધડમાં ચોવીસ ફ્રેમ દોડતી હોય તો જ 'મૂવીંગ' એટલે કે હાલતું ચાલતું ચિત્ર દેખાય. સિનેમા એક એવું પોપકલ્ચર છે જેની લોલીપોપ દરેક સાહિત્યકાર ચૂસવા લલચાય છે અને આખી જિંદગી મોંમાં કડવો સ્વાદ રહી જાય છે. સાહિત્યકારને હંમેશાં ફરિયાદ હોય છે કે સિનેમાવાળા ચાલુ હોય છે, અમારી મહાન રચનાને સમજતા નથી, બગાડી મૂકે છે! શરદબાબુ, પ્રેમચંદ, મન્ટો, મેઘાણી, ઈસ્મત ચુગતાઈ, કમલેશ્વર, રાહિ માસૂમ રઝા જેવા અનેક મહાન લેખકો હિંદી ફિલ્મોમાં આવી 'અમે નથી રમતાં જાવ' કહીને હાથપગ ઘૂંટણ પર ઘા લઈને રિસાઈને જતા રહ્યા છે. હિંદી સિનેમા એક કેસીનો છે, જ્યાં લેખકો હારવા માટે જાય છે. હોલીવૂડમાંય મહાન હેમિંગ્વે હોય કે સ્ટીફન કિંગ જેવા બેસ્ટસેલર હોરર નવલકથાકાર હોય, પોતાની કિતાબ પરથી બનેલી ફિલ્મો જોવાની હિંમત નથી કરતા. જેફ્રી આર્ચરે અંગત મુલાકાતમાં કહેલું કે લેખકો બે પ્રકારના હોય છે. એક જે સારું સુંદર લખે છે એ 'લેખક' અને બીજો એટલે કે 'સ્ટોરી ટેલર' 'કથાકાર' રસ પડે એવી કથા કહો તે! છતાં પણ મોટા ભાગના સ્ટાર્સની સફેદ કફની પહેરેલા લેખકો આ બેઝિક ફરક સમજતા નથી. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuCMXNq9YRbSevN8zrWQtxKvixRA0irYhRE1QinyKyrpA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment