મનમાં પરણું પરણું થતું હોય પણ ક્યાં ગોઠવાતું ન હોય તેવા લોકોની સંખ્યા પણ સમાજમાં એટલી જ છે, પણ હવે આવા લોકો માટે એક આનંદના સમાચાર એ છે કે આ લોકો પોતાની જાત સાથે લગ્ન કરીને મનને મનાવી શકશે. આ ટ્રેન્ડનું નામ છે સોલોગામી. વિદેશમાં આ ટ્રેન્ડ બે-અઢી વર્ષથી ફરી ચલણમાં આવ્યો છે. અલબત્ત સોલોગામી ટ્રેન્ડ ભારતમાં હજી આવ્યો નથી, પણ પશ્ર્ચિમી દેશો અને સંસ્કૃતિનું અનુકરણ કરનારા ભારતમાં ચોક્કસ જ આજ નહીં તો કાલ આ ટ્રેન્ડનું અનુકરણ ચોક્કસ જ કરવામાં આવશે.
છેલ્લાં એકાદ વર્ષથી વિદેશોમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં મહિલાઓ પોતાની જાતના જ પ્રેમમાં પડીને પોતાને જ વચનો આપે છે અને લગ્નબંધનમાં બંધાઈ જાય છે... વાંચીને ચોંકી ગયા ને કે આખરે કોઈ વ્યક્તિ પોતાની જાત સાથે કઈ રીતે લગ્ન કરી શકે? આ નવા ટ્રેન્ડને સોલોગામી તરીકે ઓળખવામાં આવે છે. મે, 2018માં ફિનિક્સમાં 50 જણનું એક ગ્રુપ આ જ રીતે લગ્નબંધનમાં બંધાયું હતું. સપ્ટેમ્બર, 2017માં ઈટલીની જ 40 વર્ષીય લૉરા મૅસી તેના 12 વર્ષના રિલેશનશિપનો અંત આવતાં આખરે તેણે પોતાની જાત સાથે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો. લૉરા કહે છે કે,'દરેક વ્યક્તિએ સૌથી પહેલાં પોતાની જાત પર પ્રેમ કરવો જોઈએ અને જો તમારે ખુશ રહેવું હોય તો કોઈ પ્રિન્સ ચાર્મિંગની જરૂર નથી. મનગમતા રાજકુમાર વિના પણ તમારું જીવન પરીકથા જેવું અદ્ભુત બની શકે છે.' જોકે, લૉરાના આ લગ્ન કાયદેસરના તો નથી, પણ તેમ છતાં તે પણ હવે દુનિયાની સોલોગામી લીગમાં સામેલ થઈ ગઈ છે. બિનસત્તાવાર લગ્નની લૉરાએ સત્તાવાર ઊજવણી કરી હતી. ત્રણ લૅયરવાાળો કૅક, બ્રાઈડ્સમેડ અને 70 જેટલા મહેમોનાની હાજરીમાં તેણે પોતાની જાત સાથે લગ્ન કર્યા હતા. પોતાની જાત પર પ્રેમ કરવો અને તેમના આ લગ્ન (એકાંતવાસ)ને દુનિયા સ્વીકારે એ માટે લોકો આ સોલોગામી વૅડિંગની જોરદાર ઊજવણી કરે છે. બે વ્યક્તિ જ્યારે વિવાહબંધનમાં બંધાય ત્યારે સમાજ જે પ્રકારે તેમનો સ્વીકાર કરે છે એ જ રીતે પોતાની જાત સાથે લગ્ન કરનાર વ્યક્તિનો પણ સમાજ સરળતાથી સ્વીકાર કરે એવી માગણી આ સોલોગામી લગ્ન કરનાર વર્ગ દ્વારા કરાઈ રહી છે. આ ઉપરાંત આ ટ્રેન્ડ માટે લોકોનું એકલવાયુ જીવન અને એકલા જ મરી જવાનો ડર પણ જવાબદાર હોવાનો આક્ષેપ પણ કરાઈ રહ્યો છે. લૉરા આ ટ્રેન્ડ વિશે વાત કરતાં કહે છે કે 'બે વર્ષ પહેલાં જ મને આ ટ્રેન્ડ વિશે જાણ થઈ એ જ વખતે લગભગ મારા 12 વર્ષના લાંબા સંબંધનો અંત આવ્યો અને મેં સોલોગામી લગ્ન કરીને મારી જાતને ભરપૂર પ્રેમ કરવાનો નિર્ણય લીધો.' પોતાની જાત સાથે લગ્ન કરવા માટે તમારી પાસે વધુ કંઈ હોવું જોઈએ જરૂરી નથી, થોડા પૈસા, પોતાની જાતને પ્રેમ કરવાનો સમય અને હા, થોડું ગાંડપણ. અમેરિકામાં તો આ પ્રકારના લગ્ન કરનારાઓ માટે એક ખાસ વૅબસાઈટ તૈયાર કરવામાં આવી છે અને આ વૅબસાઈટ દ્વારા તેમને બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જરૂરી નથી કે સોલોગામી લગ્ન કરવા માટે તમારે સમારંભ કે ઊજવણી કરવી જ પડે. તમે એકલામાં કોઈ રૂમમાં કે અરીસાની સામે ઊભા રહીને પણ પોતાની જાત સાથે લગ્ન કરી શકો છો. યુકેની વ્યવસાયે લેખિકા એવી 40 વર્ષની મહિલાએ આ જ રીતે લગ્ન કર્યા હતા, જેમાં તેણે લગ્ન સમયે વાંચવામાં આવતા વાઉવ્ઝ (વચન) અરીસા સામે ઊભા રહીને વાંચ્યા હતા. પતિથી અલગ થયેલી મહિલાઓએ પણ બાકીનું જીવન એકલવાયું વિતાવવા કરતાં સોલોગામી ટ્રેન્ડને અપનાવીને પોતાની જાતના પ્રેમમાં પડીને લગ્નબંધનમાં બંધાઈ હોવાના દાખલાઓ પણ પશ્ર્ચિમી દેશોમાં જોવા મળે છે. લોરા એ એકલી યુવતી નથી કે જેણે આ સોલોગામી પદ્ધતિને અપનાવીને પોતાની જાત સાથે લગ્ન કર્યા હોય, આવા તો કંઈ કેટલાય કિસ્સાઓ ઈન્ટરનેટ પર સર્ચ કરતાં મળી આવે છે. કોઈ અન્યને પ્રેમ કરીને અપેક્ષાભંગ કરી લેવા કરતાં તો પોતાની જાત પર જ પ્રેમ કરીને પોતાની મરજી મુજબનું જીવન જીવી લેવાનું આ સોલોગામી ટ્રેન્ડને પસંદ કરનારાઓનું માનવું છે. કૅનેડાની એક એજન્સીએ એવો દાવો કર્યો છે કે ગયા વર્ષથી સોલો વેડિંગનું ચલણ વધ્યું છે અને આ જ કારણસર એકલા રહેનારા યુવાનોની સંખ્યા વધી રહી રહી છે. જોકે બધા જ લોકો આ ટ્રેન્ડનો સ્વીકાર કરે છે, એવું નથી. કેટલાક લોકો આ ટ્રેન્ડને આત્મપ્રશંસાનું નામ આપી રહ્યા છે તો કેટલાક લોકો આને પુરુષપ્રધાન સંસ્કૃતિનો વિરોધ કરનારો પણ માને છે. જોકે આ સોલોગામીનો ઈતિહાસ તપાસીએ તો આના મૂળિયા 1993માં લિન્ડા બાકર નામની મહિલાએ તેના 40મા જન્મદિવસની ઊજવણી વખતે પોતાની જાત સાથે જ લગ્ન કરનારી પહેલી મહિલા હતી અને તેણે 7 બ્રાઈડમૅઈડ્સ અને 75 મહેમાનોની હાજરીમાં પોતાની જાત સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ જોકે વચ્ચે કેટલાય સમય સુધી સોલોગામીનું નામ પણ કોઈએ સાંભળ્યું નહોતું. પણ હવે દોઢ-બે વર્ષથી ફરી ધીરે ધીરે યુવાનોમાં આ ટ્રેન્ડ ફરી ચલણમાં આવ્યો છે. ભારતમાં પણ આજ નહીં હજી સાત આઠ વર્ષ બાદ આ ટ્રેન્ડ ચોક્કસ જ ચલણમાં આવશે અને એક વાતની ખાતરી છે કે જ્યારે પણ આ ટ્રેન્ડ ભારતમાં ચલણમાં આવશે, ત્યારે એક અલગ લૅવલ પર પહોંચી જશે! |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otso_v9J_SH3P7i59o2xOhEgKXttEBEY6JqFq9OZV8RrQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment