Sunday, 25 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ગીતા અને કુરાન... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગીતા અને કુરાન...
નીલમ દોશી
 

 

      
નામરૂપ જૂજવા.  


ન હિંદુ નીકળ્યા, ન મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયું તો બસ ઇન્સાન નીકળ્યા.

સાંપ્રત સમયમાં  કે આદિકાળથી રામ, રહીમ, ખુદા ભગવાન, ઇશ્વર અલ્લાહ...ધર્મ,આ બધાને નામે જેટલા વિવાદો, (કૃઝેડો,)યુધ્ધો, મતભેદો થયા છે એટલા આજ સુધી બીજા કોઇ પરિબળને લીધે નથી થયા.  ઇતિહાસ એનો  સાક્ષી છે.

 આતંકવાદનો આ પ્રશ્ન આજે વિશ્વભરમાં વકરી રહ્યો છે.  જેહાદને નામે આતંકવાદીઓ તૈયાર કરાય છે.  બહું નાનપણથી ધર્મને નામે તેમનું બ્રેઇન વોશ કરાય છે.  સાચા ખોટા,સારા નરસાનો વિવેક ગુમાવાય છે.અને સાચા ધર્મને સમજયા સિવાય જ  એક માણસ બીજા અનેક માણસોની નિર્મમ હત્યા કરતા અચકાતો નથી. અને તે પણ ધર્મની આડ લઇને.

હકીકતે જોઇએ તો વિશ્વના  દરેક ધર્મમાં એક જ ઉપદેશ અપાયો છે.
 "સારા બનો…સારું કામ કરો…નિ:સ્વાર્થી બનો..અન્યને  ચાહો……"

કોઇ વ્યક્તિ  કહે છે.

."જેહોવા એ હુકમ કર્યો છે માટે.." તો અન્ય કોઇ કહે છે..
:જીસસની આજ્ઞા છે માટે "

તો ત્રીજું કોઇ વળી કહે છે,"અલ્લાહનુ ફરમાન છે માટે"  
તો કોઇ  કહે છે,"ઇશ્વરે કહ્યું છે માટે…"

હવે જો આ માત્ર ફકત "જેહોવા" કે "જીસસ"નો જ હુકમ હોત તો..જે લોકો જેહોવા કે જીસસને કદી જાણતા જ નથી..તેમની પાસે આ આજ્ઞા કેવી રીતે આવે? આદેશ આપનાર એક માત્ર વિષ્ણુ જ હોત તો તેની સાથે સાવ પરિચય વગરના યહુદીઓ પાસે તેવો જ આદેશ કેમ આવે?

કોઇ ધર્મ એ એવો ઉપદેશ નથી આપ્યો કે ખરાબ કામ કરો, અસત્ય બોલો, અન્યને હેરાન કરો. વગેરે વગેરે..

 કહેવાની રીતે ભલે અલગ હોય પણ દરે ધર્મએ સારા બનવાની જ વાત કહી છે એનો ઇન્કાર થઇ શકે તેમ નથી.
 
ગીતા અને કુરાનના અનુયાયીઓ વચ્ચે ભલે મતભેદો હોય પણ ગીતા અને કુરાન  વચ્ચે કોઇ મતભેદ નથી. આજે અહીં ગીતા અને કુરાનના સંદેશની એક ઝલક જોઇશું. એના પરથી ખ્યાલ આવશે કે બંનેમાં મૂળભૂત તત્વ એક જ છે.

આજે આખી દુનિયામાં અનેક  નાનામોટા સંપ્રદાયો, મજહબ, ધર્મ, પંથ,ફિરકા  પ્રચલિત છે. આ સહુમાં  છ મોટા  ધર્મો જે સૌથી વધારે પળાય છે  એ છે..    ઇસાઇ, હિન્દુ યહુદી, પારસી (જરથોર્ષ્ટ્રી )બૌદ્ધ્ અને ઇસ્લામ ..

હિન્દુઓનો ધર્મગ્રન્થ  ઋગ્વેદ, યહુદીઓનો તૌરાત, પારસીઓનો ઝન્દ અવસ્તા, બૌધ્ધોની ત્રિપિટિક, ઇસાઇ લોકોનું  બાઇબલ અને મુસ્લીમનું  કુરાન..આ  વિશ્વના સૌથી  મોટા છ ધર્મગ્રન્થો  છે. જો આ દરેક  ગ્રંથોને શ્રધ્ધા રાખીને વાંચવામાં આવે તો સાફ જણાશે કે એ દરેકમાં દર્શાવેલી  મૂળભૂત વાતો એકસરખી  જ છે.  ફકત અભિવ્યક્તિ કે શબ્દો જ જુદા છે. તુલનાત્મક દ્રશ્ટિએ વાંચનારને  સ્પષ્ટ ખ્યાલ આવે જ છે  કે આ સર્વ ધર્મોનું મૂળ એક જ છે. તેમનો સંદેશ એક જ છે. અને એક જ મહાવ્રુક્ષની આ વિસ્તરેલી શાખાઓ છે. ઉદાહરણરૂપે આજે ગીતા અને કુરાનના  થોડા અંશની વાત જોઇએ.

ઉપનિષદમાં કહ્યું છે કે  તે  (ઇશ્વર) ચાલતો છતાં  ચાલતો નથી. તે દૂર છે, સમીપ છે, તે સર્વની  અન્દર અને બહાર છે.

તો કુરાનમાં કહ્યું છે  તે (અલ્લાહ) સર્વનો આદિ  છે ને તે જ અંત છે.  તે જ સર્વનો બાહ્ય છે ને તે જ સૌનુ અંતર છે.

ગીતા કહે છે ઇશ્વર એ સર્વ પ્રાણીમાત્રનો આદિ, અંત અને મધ્ય છે. .ઇશ્વર સર્વ લોકોનો માલિક...  સર્વલોકમહેશ્વ્રર છે..(5..29 )

કુરાન કહે છે કે રબ્બુલ આલમીન.. (ફાતેહા 1 )સર્વ લોકોનો માલિક છે.

ગીતામાં ઇશ્વરને સત્યરૂપે વર્ણવાયો છે.
કુરાન કહે છે. અલ્લાહોઅલ હક્કો (હજ્જ 62 )  અલ્લાહ  હક્ક ..(સત્ય)છે.

ગીતા.. એના જેવો બીજો કોઇ નથી.(11 43 )
કુરાન પણ એ જ વાત કહે છે.  એના જેવો બીજો કોઇ નથી. (એખલાસ 4 .)

ગીતામાં વિશ્વરૂપ કે વિરાટ રૂપ દર્શાવાયું છે.  (11 )
કુરાન. પણ વિશ્વરૂપની વાત જ કહે છે.. એ કહે છે.." શકલે મુહીત " અર્થાત વ્યાપક રૂપ

ગીતા..યદા યદા ધર્મસ્ય  ગ્લાનિ ભવતિ..
ગીતામાં ભગવાન ક્રુષ્ણ કહે છે.. ધર્મની રક્ષા કાજે હું યુગે યુગે   જન્મ ધારણ  કરતો રહું  છું.
કુરાન કહે છે દરેક પ્રજામા પયંગબર અને ધર્મનો માર્ગ બતાવનાર થતા રહ્યા   છે. (યૂનસ  47,  તથા રાદ 7 )

ગીતા કહે છે  તું જે કઇ કરે, જે ખાય, જે યજ્ઞ કરે જે તપ કરે  તે સર્વ ઇશ્વરને માટે  કર.(9..27 ) 

કુરાન કહે છે.. મારી નમાજ, મારા પૂજાપાઠ,  મારુ જીવન અને મારું મરણ  સર્વ અલ્લાહને માટે છે. જે સકળ બ્રભાંડનો પાલક છે.  અઆમ  163

ગીતા અને કુરાન બંનેનો આદેશ છે કે માનવી હર્ષ, શોક, સુખ દુઃખ, જય, પરાજય , સફળતા નિશ્ફળતા  સ્વ કર્મોના પરિણામો એ સર્વ વાતોમાં નિર્મોહી  બનીને  કર્મમાં  પ્રવૃત રહે.ગીતામાં આને નિષ્કામ  કર્મ નામ અપાયું છે.

કુરાનમાં આને એખલાસ (ઇખલાસ )નામ અપાયું છે.

ગીતામા અનેક વાર ઇન્દ્રિયોને વશમા કરવાનુ કહેવાયુ છે. જેણે પોતાની ઇન્દ્રિયો પર કાબૂ મેળવ્યો છે  તેની મતિ શુધ્ધ કે સ્થિર રહી શકે છે. (2.  61 )

જે  વાસનામાં રચ્યા પચ્યા  રહેતા હોય તેના કરતા  વધારે ભૂલેલો,  ભટકેલો માણસ બીજો કોણ હોઇ શકે ? (કેસસ 50 )
હકીકતે  જયારે   માનવીનો સંબંધ  એક અલખ સાથે જોડાય  ત્યારે બીજી બધી વાતો ગૌણ બની રહે છે.  

અહીં તો આપણે  લેખની શબ્દ મર્યાદાને લીધે ફકત થોડા અંશો જોયા પણ આવી અનેક વાત ગીતા અને કુરાનમાં છે જે સાબિત કરે છે કે દરેક ધર્મનું મૂળ એક જ છે. ધર્મમાં કોઇ વિખવાદ નથી. જે વિખવાદ છે તે માનવીના મનમાં છે.
મનના વિખવાદને મિટાવી શકીએ તો વિશ્વ કેવું રળિયામણું બની રહે.

પણ કદાચ સૌથી કઠિન કામ એ જ છે ને ?
પણ કઠિન છે તો તો પડકાર ઝીલવો ન જોઈએ
અણમોલ મનખાવતાર મળ્યો છે એને  સાવ એળે જવા દેવાનો?
બે ઘડી થોભીને વિચારીશું ?

(મારા પુસ્તક જીવન ઝરૂખેમાંથી)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Oujay6Qu%2BDNk060VW-sQ66hYv%3Dmx_sXaoUae7dPDEQHZg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment