Thursday 29 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ અહમ્, અપેક્ષા અને આસક્તિ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અહમ્, અપેક્ષા અને આસક્તિ!
વાચકની કલમે-ચંદ્ર શાહ - ઘાટકોપર

 

 

 

મનુષ્યને પરમપદ પામવા માટે ત્રણ પરિબળો બાધારૂપ થાય છે: (૧) જીવનમાં હું કંઈક છું, એવો અહ્મ ભાવ (૨) 'મને આટલું મળી જાય તો બસ', એવો 'અપેક્ષા ભાવ' અને (૩) હું લાંબું જીવી સર્વે સુખોને ભોગવું એવો 'આસક્તિ ભાવ.'. ઉપર જણાવેલા ત્રણ ભાવો દૃષ્ટાંત રૂપે જ આલેખ્યા છે, જે આપણી સાથે અનેક રીતે સંકળાયેલા છે. આ ત્રિપુટીથી શી રીતે બચવું? છે કોઈ ઉપાય? ઉપાય તો છે, પરંતુ તેનું આચરણ અઘરું છે. સંત સમાગમ માધ્યમ એનો ઉપાય બની શકે? હા. અને ના. બંને વિકલ્પો છે. સંતો સદ્બુુદ્ધિ આપે જે બધા જ આચરણમાં મૂકવા લાયક ન પણ બની શકે.

 

સંસારી જીવ તરીકે કેટલીક મર્યાદા એનું આચરણ કરતાં આપણને રોકે. ઉપરાંત સંતનો સમાગમ કેવળ સદ્બોધ પ્રાપ્ત કરવા સુધીનો જ મર્યાદિત ન રહે. સતત સંસર્ગ બંને પક્ષે ક્યારેક સમસ્યા ઊભી કરે. સંજોગે એવા સર્જાય જ્યારે સંતો પણ અહમ, અપેક્ષા અને આસક્તિથી વિરક્ત ન બની શકે. (અહીં સાધુ- સંતોનો કોઈપણ પ્રકારે અનાદર કરવાનો ભાવ નથી.) બીજો ઉપાય યોગસાધના બની શકે. પણ આ યોગસાધના સહજ નથી. આપણી આજુબાજુનું વાતાવરણ એ સાધનાને કેટલે અંશે સફળ બનાવી શકે તેના ઉપર યોગિક પ્રક્રિયા સંકળાયેલી છે. હાથ જોડી- આંખો બંધ કરી પલાંઠી વાળીને ટટ્ટાર બેસી રહેવાથી યોગ સાધી ન શકાય. યોગ માટે તો પૂર્ણપણે મનનો સહયોગ જરૂરી હોય છે. યોગ માટે નક્કી કરેલા સમય પહેલાંનુું માનસિક સંતુલન અતિ મહત્ત્વનું હોય છે. અનેક સમસ્યા વચ્ચેની સ્થિતિપ્રજ્ઞતાનો તટસ્થ ભાવ યોગને અનુસાંગિક બનાવી શકે. અહીં પણ પેલા અહમ, અપેક્ષા અને આસક્તિના ભાવ આપણને આડા આવે. ત્રીજો ઉપાય વાંચન- શ્રવણ બની શકે. આધ્યાત્મિક અવતરણો, ઉપદેશાત્મક જીવન ચરિત્રો, પ્રેરણાત્મક પ્રવચનોની કેસેટ અને ધાર્મિક દૃષ્ટાંતો- કથાઓનો મહાવરો આપણામાં સંસ્કારી બીજ રોપી શકે. આ વાંચન- શ્રવણ યથાયોગ્ય રીતે આચરણમાં મુકાવો જોઈએ. આ રીતે ઊંડી સમજશક્તિથી સમજાય છે કે શુદ્ધ સંસારી વાંચન-શ્રવણ આપણામાં અહ્મ ન લાવે, અપેક્ષા ન પોષે અથવા આસક્તિ ન વધારે. આ ઉપાય શ્રેષ્ઠ પુરવાર થઈ શકે. કોઈ સાધુ સંતોની જરૂરત વગર, યોગ સાધનાનો અમલ કર્યા વગર શુદ્ધ વાંચનથી ઘડાયેલું માનસ રોજની દિનચર્યામાં પલટો લાવી શકે. આપણા આચાર- વિચારમાં પરિવર્તન લાવી શકે, જે આપણામાં રહેલા અહ્મને ભાંગી શકે. અપેક્ષાઓને નાથી શકે. અને આપણી આસક્તિને ઓછી કરી શકે. વાંચનમાં કોઈના સંસર્ગની જરૂરત નથી, નક્કી કરેલા સમયની જરૂરત નથી, જરૂર છે ફક્ત વાંચનની પસંદગીની. છીછરા વાંચનથી દૂર રહી એકાંકી ચિંતન- મનન જગાવે જે મનને પ્રફુલ્લિત કરે, આપણી દૈનિક પ્રક્રિયાનું પાલન કરે, જે આપણને પરમપદની પ્રાપ્તિના પંથે લઈ જાય.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Oss7x0xHo3fygi3AB0iGaTL7vWfOOCaj8oP%3DVzACiEbRw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment