Thursday, 29 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આરોગ્યનાં જોખમોથી બચવા શું કરવું? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઉંમરની સાથે વધતાં આરોગ્યનાં જોખમોથી બચવા શું કરવું?
તંદુરસ્તી તમારા હાથમાં : વિધિકા શાહ

 

 

 

ઉંમર વધવાની સાથે શરીર નબળું પડવું સ્વાભાવિક છે. પરંતુ આજકાલની આપણી જે પ્રકારની લાઇફ સ્ટાઇલ અને ખાન-પાન છે તેના કારણે ઓછી ઉંમરથી જ લોકો ઘણી બીમારીઓનો ભોગ બનતા હોય છે. હાડકાંની નબળાઈ, ડાયાબિટીસ, હૃદયની બીમારી, બ્લડ પ્રેશર આવી ઘણી બીમારીઓ છે જે ત્રીસથી પીસ્તાલીસની ઉંમર પછી સામાન્ય બની જાય છે. આ બીમારીઓથી બચવા માટે વહેલી તકે ચેતીને કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. પોતાની દિનચર્યામાં થોડો બદલાવ લાવવાથી સ્વાસ્થમાં સુધારાની સાથે સાથે લાંબું આયુષ્ય પણ રહે છે.

 

હાડકાંની નબળાઈ
હાલના સમયમાં હાડકાંની નબળાઈની સમસ્યા ખૂબ જ વધી રહી છે. સાંઈઠ ટકાથી વધારે લોકો ત્રીસથી પાંત્રીસની ઉંમરમાં સાંધાનો દુખાવો અને પીસ્તાલીસથી પચાસની ઉંમરમાં ઓસ્ટિયોપોરોસિસ, આર્થરાઇટિસ જેવી બીમારીઓથી પીડાતા હોય છે. હાડકાંની નબળાઈને કારણે હરવા-ફરવામાં પણ મુશ્કેલી રહે છે. આવા સમયે જ્યારે તમે ચાલીસી પાર કરી દો છો તો હાડકાંની ઘનતા ઘટી જાય છે. માટે શરૂઆતના સમયથી જ હાડકાંની મજબૂતાઈ પ્રત્યે ધ્યાન રાખવું જરૂરી છે. માસિક દરમિયાન મહિલાઓમાં વધારે પડતો બદલાવ આવે છે, માટે પુરુષની તુલનામાં મહિલાઓને વધારે પડતું ધ્યાન આપવું જરૂરી છે. કારણ કે આ ઉંમરે હાડકાંની બીમારીની સાથે સાથે આર્થરાઇટિસ થવાની સંભાવના પણ વધી જાય છે.

 

શું કરવું?
ખોરાકમાં વધારે પડતા લીલા શાકભાજી અને રંગીન શાકભાજીનો સમાવેશ કરવો જોઇએ. શાકભાજીમાં રહેલા અલગ-અલગ રંગ અલગ-અલગ એન્ટિઓક્સિડેન્ટ્સના કારણે હોય છે, માટે દરેક રંગના શાકભાજી ખાવા જરૂરી છે. આ ઉપરાંત કેલ્શિયમનો મુખ્ય સ્ત્રોત ડેરી ઉત્પાદકો જેવા કે, દૂધ, દહીં, છાસ, પનીર, ચીજ, માખણ, ઘીમાંથી મળી રહે છે. દરરોજનું ૧૨૦૦ મિલિગ્રામ કેલ્શિયમ લેવું અનિવાર્ય છે. આ સાથે વજન વધે નહીં એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વજન ઘટાડવા માટે નિયમિતરૂપથી કસરત કરવી સલાહ ભર્યું છે.

 

હૃદયની બીમારી

હૃદય આપણા શરીરનું સૌથી મહત્ત્વનું અંગ છે, પણ બાળપણથી આપણે આપણા શરીર પ્રત્યે સભાન હોતા નથી. આ કારણે જ હાલના સમયમાં યુવાનીમાં જ, અરે ત્યાં સુધી કે બાળકો પણ હૃદયની બીમારીને કારણે મૃત્યુ પામે છે. બાળપણથી જ તેલ અને ચરબીવાળો ખોરાક ખાવાથી કોલેસ્ટેરોલ વધી જાય છે જેના કારણે ધમની બ્લોક થઈ જાય છે. જાણવામાં આવ્યું છે કે, પીસ્તાલીસ વર્ષ પછીની મહિલાઓમાં મોતનું સૌથી વધુ મહત્ત્વનું કારણ હૃદયની બીમારી છે. કોલેસ્ટેરોલમાં વધારો, વજનમાં વધારો અને શારીરિક ગતિવિધિઓ ઓછી થતા હૃદયની બીમારીનું જોખમ વધે છે. માટે આ ઉંમરમાં હૃદયનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

 

શુ કરવું?
હૃદયને સ્વસ્થ રાખવા માટે ખાન-પાનનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તેમજ પાંત્રીસની ઉંમર પછી વર્ષમાં બે વાર કોલેસ્ટેરોલની તપાસ કરાવવી ખૂબ જરૂરી છે. ખોરાકમાં માછલી, સોયા, ફાયબર તેમજ તાજા ફળોનું વધુમાં વધુ સેવન કરવું જોઈએ. રોજ ત્રીસ મિનિટ સુધી નિયમિતરૂપથી કસરત કરવી જરૂરી છે. કોલેસ્ટેરોલનું સ્તર વધે નહીં તેનું ધ્યાન રાખવું તેમજ શારીરિક રીતે સક્રિય રહેવું પણ ખૂબ જરૂરી છે. ધૂમ્રપાનથી દૂર રહેવું જોઈએ તેમજ આલ્કોહોલનું સેવન ક્યારે પણ કરવું જોઈએ નહીં.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OszbJmZo%3DO_OC6ZGS%3D58CQsHHyoZKD7W_r2f0ZK01%3D9hA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment