'આજ કુછ તુફાની કરતે હૈ...'નો એટિટ્યૂડ ધરાવનારાઓ માટે છે આજની આપણી આ ફોટોસ્ટોરી. જી હા, આજે આપણે વાત કરીશું દુનિયાના ટોપ ટેન ડેન્જરસ રોડ વિશે. એવા રોડ કે જ્યાં ડ્રાઈવરની એક ભૂલ અને ખેલ ખલ્લાસ દુનિયાભરમાં કેટલાય એવા રસ્તાઓ છે કે જે રસ્તા પર કારમાં બેસીને આસપાસનો નજારો પણ જેટલો જોખમી છે, એનાથી પણ વધારે જોખમી આ રસ્તાઓ પર ડ્રાઈવિંગ કરવાનું જોખમી છે. આજે આપણે ભારતમાં જ આવેલા રસ્તાઓ વિશે વાત કરીશું જે રસ્તાઓ પર ક્ષણેક્ષણ મોત અને એક નવો પડકારો તોળાઈ રહ્યો હોય. આમાંથી મોટાભાગના રસ્તાઓ હિમાચલ પ્રદેશમાં આવેલા છે, તો ચાલો જઈએ એડવેન્ચરિયસરાઈડ પર... ---------------------------- નાથુ લા પાસ, સિક્કિમ સિક્કિમ અને તિબેટને કનેક્ટ કરનારો આ રસ્તો દુનિયાના સૌથી જોખમી રસ્તામાંથી એક છે. આમ તો આ રસ્તાનો ઉપયોગ માત્ર ભારત-ચીન વેપાર માટે જ કરવામાં આવે છે. પરંતુ અહીં જંગલી જનાવરોનું જોખમ પણ રહે છે. એટલું જ નહીં અહીં ગમે ત્યારે હિમવર્ષા થાય છે અને ભૂસ્ખલનનું રિસ્ક પણ વાહનચાલકો પર તોળાતું જ રહે છે. ------------------------------- સ્પિતી વૅલી, હિમાચલ પ્રદેશ આ રસ્તાને જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે આ રોડ કેટલો ડેન્જરસ છે. અહીં અનેક વખત ડ્રાઈવરોને વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. પર્વતનો ઢાળ જ આ રસ્તાને સૌથી વધુ જોખમી બનાવે છે. શિયાળાના સમયમાં અહીં ક્યારે હિમવર્ષા શરૂ થઈ જાય છે, એવું કહી શકાય નહીં. આ રસ્તા પર પ્રવાસ કરવા માટે એપ્રિલથી ઑક્ટોબર સુધીનો સમય બેસ્ટ ગણાય છે. --------------------------- સેલા પાસ, અરુણાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશન સ્થિત સેલા પાસ તવાંગ જિલ્લાને તેજપુર અને ગુવાહાની માધ્યમથી ભારતને જોડે છે. પરંતુ આ રસ્તો ખૂબ જ જોખમી છે એનું કારણ છે અહીં વર્ષના બારેય મહિના હિમવર્ષા થાય છે. આ સમયગાળા દરમિયાન આ રોડને ક્રૉસ કરવું એ ખૂબ જ જોખમી બની જાય છે. જોકે એડવેન્ચર લવર્સ જોખમ છતાં આ રસ્તાને પ્રાથમિક્તા આપે છે. ----------------------------- નેરલ માથેરાન રોડ, મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં મુંબઈ નજીક આવેલું સૌથી લોકપ્રિય હિલસ્ટેશન છે માથેરાન. સર્પાકાર આ રોડ આમ તો દેખાવમાં ખૂબ જ સુંદર છે, પણ સાંકળો હોવાને કારણે અહીં સ્પિડ રિસ્ટ્રિક્શન હોય છે. શરૂઆતમાં જ્યાં આ રોડ સમુદ્રથી ૪૦ મીટરની ઊંચાઈથી શરૂ થાય છે. ધીરે ધીરે ઉપર જતાં જતાં આ ઊંચાઈ વધીને ૮૦૦ મીટર જેટલી થઈ જાય છે. ---------------------- ખરડુંગલા પાસ, જમ્મ- કાશ્મીર લડાખમાં આવેલા ખારડુંગલા પાસની ગણતરી દુનિયાના જોખમી રોડમાં થાય છે. આ રોડ મોટાભાગે સાંકડો જ છે. ડ્રાઈવરની એક નાનકડી ભૂલ તમને સ્વધામ પહોંચાડવાનું કારણ બની શકે છે. આ રોડને વિશ્ર્વના સૌથી હાઈએસ્ટ મોટરેબલ રોડનો દરજ્જો આપવામાં આવ્યો છે, જે ઑક્ટોબરથી મે મહિના સુધી આ રોડ બંધ રહે છે. -------------------------- કોલ્લી હિલ્સ, તામિલનાડુ તામિલનાડુની કોલ્લી હિલ્સ આ એક પોપ્યુલર ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે, પરંતુ આ ટુરિસ્ટ ડેસ્ટિનેશન સુધી પહોંચવું એ ખરેખર જોખમી છે. અહીં સુધી પહોંચવા માટે ઉઠાવવા પડનારા જોખમને ધ્યાનમાં લેતા આ હિલ્સને માઉન્ટેન ઓફ ડેથ્સના નામે પણ ઓળખવામાં આવે છે. કોલ્લી હિલ્સ સુધી પહોંચવા માટે અનેક ઘાટમાંથી પસાર થવું પડે છે અને અવારનવાર આ રોડ પર અકસ્માત થવાની ઘટનાઓ જોવા મળતી હોય છે. --------------------------- કિશ્તવાર કૈલાશ રોડ, જમ્મુ-કાશ્મીર જમ્મુ-કાશ્મીરમાં આવેલા આ રોડ પર ચાલવું એ ખતરોં કે ખિલાડીથી જરા પણ ઓછું નથી. એક તરફ ઊંડી ખાઈ, તો બીજી બીજું હંમેશાં બાજુમાં આવેલા પર્વતો સાથે અથડાવવાનો ડર. આ રોડ ઘણી બધી જગ્યાએ એટલો સાંકડો થઈ જાય છે કે એક સમય એક જ વાહન ત્યાંથી પસાર થઈ શકે છે. કિશ્તવાર કૈલાશ કાશ્મીરના ઊંચા ગણાતા પર્વતોમાંથી એક છે, આ રસ્તાની બંને બાજુ કોઈ પણ પ્રકારની ફેન્સિંગ કે ગ્રિલ નથી લગાવવામાં આવી. કાચા રસ્તા અને પથ્થરથી ભરેલા આ રસ્તા પર ડ્રાઈવિંગ કરવી એ જોખમી અને જીવલેણ છે. -------------------------- રોહતંગ પાસ, લેહ મનાલી રોડ ફિલ્મ 'જબ વી મેટ' જેણે ધ્યાનથી જોઈ હશે એ લોકો આ રોડથી ખૂબ જ સારી રીતે પરિચિત હશે. આ ફિલ્મમાં રોડની સુંદરતાને એટલી સરસ રીતે દર્શાવવામાં આવી છે, પણ રિયલ લાઈફમાં આ રોડ જેટલો સુંદર દેખાય છે એટલો જ જોખમી પણ છે. આ રોડને પાઈલ્સ ઓફ કૉર્પ્સેસ (લાશોનો ઢગલો) પણ કહેવામાં આવે છે. આ રસ્તા પરથી પસાર થતી વખતે ગમે ત્યારે વાતાવરણ ખરાબ થઈ જાય છે અને તેને કારણે અનેક વખત લોકોના રસ્તામાં જ મૃત્યુ થયા હોવાની ઘટનાઓ પણ બની છે. અહીં ભૂસ્ખલન એ તો નિયમિત ઘટના છે. ----------------------------- ઝોઝીલા પાસ, જમ્મુ-કાશ્મીર ભારતમાં આવેલા સૌથી જોખમી રસ્તામાં આ ઝોઝીલા પાસનો સમાવેશ થાય છે. આ રસ્તા પર ડ્રાઈવિંગ કરતી વખતે ડ્રાઈવરનો જીવ તાળવે ચોંટેલો હોય છે. અહીં એક નાનકડી ભૂલ પણ જીવલેણ સાબિત થાય છે. લદાખ અને કાશ્મીરને જોડનારા આ રસ્તાની ઊંચાઈ સી લેવલથી ૩,૫૩૮ મીટર જેટલી છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvnTEGqP0KUnOm4H8O48WGyrtydXQmMk568RmgmKcMtpA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment