તાજેતરમાં ઈટલીના લેક કોમોમાં બોલીવૂડના બે સિતારાઓ દીપિકા પદુકોણ અને રણવીર સિંહના થયેલા લગ્ન કેટલાય કારણોસર ચર્ચામાં રહ્યા. જેનું એક મોટું કારણ આ લગ્નનો વીમો કરાવ્યો હોવાનું પણ હતું. હાલના વર્ષોમાં કેટલાય બોલીવૂડ અને અન્ય ક્ષેત્રના કલાકારોના લગ્ન થયા છે પણ તેમાંથી કોઈએ પોતાના લગ્નનો વીમો નહોતો કરાવ્યો, જેવી રીતે દીપિકા અને રણવીરે કરાવ્યો હતો. ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીએ આ બંનેના લગ્નનો વીમો ઉતાર્યો હતો. તેને પોતાની જાહેરખબરની જેમ પબ્લિસિટી કરી છે કે જેનાથી વીમા બજારના કેટલાય જાણકારોને લાગે છે કે કદાચ પ્રીમિયમના નામે આ બંને કલાકારોને કંઈક આપ્યું હોવાને બદલે વીમા કંપની પાસેથી સારી એવી ફીસ મળી હશે. જોકે લગ્ન વીમાની જાહેરખબર માટે આ અપ્રત્યક્ષ ટ્રીકનો ઉપયોગ ના પણ કર્યો હોત તો પણ સચ્ચાઈ એ છે કે લગ્ન વીમા પોલિસી દિવસે ને દિવસે લોકપ્રિય થઈ રહી છે. વિશેષરૂપે મેટ્રોઝના મધ્યમવર્ગના લોકો માટે. આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં લગ્ન ફક્ત ખુશીની કેટલીક ઘડી નથી હોતી, પણ સારી એવી અર્થવ્યવસ્થા હોય છે. દેશમાં દરેક વર્ષે લગભગ ૮૦ લાખથી એક કરોડ લગ્ન થતા હોય છે, જેમાં ૧ લાખ કરોડ રૂપિયાથી લઈને ૧,૧૦,૦૦૦ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. આ આંકડાથી અંદાજો લગાવવામાં આવે છે કે ભારતમાં લગ્નો દર વર્ષે કેટલાય લોકોને રોજગારી આપતા હશે. એટલું જ નહીં, નૉટબંધી કે કોઈ પણ કારણથી અર્થવ્યવસ્થામાં જે રીતે મંદી આવેલી દેખાતી હોય, પણ લગ્નનું બજાર આ બધાથી પ્રભાવિત થયા વિના વર્ષમાં ૨૫ થી ૩૦ ટકા તેજીથી પ્રગતિ કરી રહ્યું છે, જેમ કે વિવિધ ઉદ્યોગ સંગઠનોના તમામ જુદા જુદા અહેવાલો જણાવે છે. આમ તો આપણે ત્યાં લગ્નનો ખર્ચ નક્કી નથી, જેની જેટલી હેસિયત તેટલો તેઓ ખર્ચ કરે છે, પણ હાલના વર્ષોમાં વિવિધ પ્રકારના ખર્ચનો એક અંદાજિત આંકડો કાઢવામાં આવ્યો છે, તે હિસાબે જોઈએ તો એક લગ્નમાં લગભગ ૩ લાખથી ૫ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. ભારતમાં લગ્નો તેની રીતે એક સંપૂર્ણ અર્થવ્યવસ્થા છે, એ જ કારણ છે કે ભારતમાં દરેક વર્ષે થનારા લાખો લગ્નોથી તમામ વ્યાવસાયિકોને જીવવાનો શ્ર્વાસ મળે છે. જેમ કે, સોનાના વ્યવસાયને જ લઈ લો. આપણે ત્યાં દર વર્ષે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધારેનું સોનું અને હીરાના દાગીના ફક્ત લગ્નના કારણે વેચાય છે. એટલું જ નહીં, આટલા બધા પ્રમાણમાં થનારા આ લગ્નોને કારણે દર વર્ષે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધારેના ટકાઉ વપરાશકારી સામાન વિશેષરૂપે ફર્નિચર વેચાય છે, જ્યારે ૧૦,૦૦૦ કરોડથી વધારેના કપડાં વેચાઈ જાય છે. પંડાલ અને ડેકોરેશન ઈન્ડસ્ટ્રીનો શ્ર્વાસ પણ દર વર્ષે મોટા પાયે થતા લગ્નો સાથે જોડાયેલો છે. ગોવા, જયપુર અને ઉદયપુર જેવા શહેરોની ઘણી સારી કમાણી પણ આ લગ્નો પર નિર્ભર રહે છે. આટલી મોટી અર્થવ્યવસ્થાનો આધાર હોવાને કારણે લગ્ન બજારમાં મોડા મોડા પણ વીમા કંપનીઓનો પ્રવેશ તો થવાનો જ હતો. કદાચ એટલા માટે જ ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સે દીપિકા-રણવીરના લગ્નનો વીમો ન ફક્ત ભવ્ય રીતે કર્યો છે, બલ્કે તેનો ખૂબ પ્રચાર પણ કર્યો છે જેથી લગ્નનો વીમો શું હોય છે તેને લોકો સારી રીતે જાણી લે. જોકે ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સના મુંબઈના કાર્યાલયોયે ઉતારેલા દીપિકા અને રણવીરના નામની આ પોલિસીમાં લગ્નની બંને જગ્યા એટલે કે ભારત અને ભારતની બહારનો વીમો ઉતાર્યો હતો. આ વીમા પોલિસી પૂરા પાંચ દિવસ એટલે કે ૧૨ થી ૧૬ નવેમ્બર ૨૦૧૮ સુધી લાગુ રહી હતી. આ વીમા હેઠળ લગ્નના સ્થળે આગ લાગે, પાણીથી નુકસાન થાય, ચોરી થાય, વિસ્ફોટ થાય કે ફિદાયીન હુમલો થાય, હવાઈ જહાજમાં કોઈ નુકસાન થાય, ભૂકંપ થાય, લૂંટફાટ થાય, પૂર આવે, તોફાન આવે વગેરેને કવર કરવામાં આવ્યો હતો. આ રીતની દુર્ઘટનાઓ સિવાય હડતાલ, દંગાફસાદ કે કોઈ પણ પ્રકારનું કોઈ નુકસાન તેના હેઠળ શામેલ કરવામાં આવ્યું હતું. ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીએ પ્રચારરૂપે આ વીમા પોલિસીને કેટલાય બીજા લોકોની પાસે પણ મોકલી, ખાસ કરીને જે ઘરોમાં નજીકના ભવિષ્યમાં લગ્ન થવાના હોય. જોકે, લોકોને સમજાવવા માટે કંપનીના સહાયક જનરલ મેનેજર અનિલ શ્રીવાસ્તવે સ્પષ્ટ કર્યું કે આ પોલિસી સંપૂર્ણ રીતે લગ્નનો વીમો નથી કરતી, પણ લગ્નમાં ઉપયોગમાં લેવાનારા આભૂષણો પર જ લાગુ થાય છે. લગ્નના વીમા કઈ કઈ વીમા કંપનીઓ કરે છે તે જોઈએ તો ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ ઉપરાંત બજાજ એલિયન્સ, એચડીએફસી, એર્ગો યુનાઈટેડ ઈન્ડિયા વીમા કંપની અને આઈસીઆઈસી લોમ્બાર્ડ જેવી કંપનીઓ લગ્નનો વીમો ઉતારે છે. દરેક કંપનીના જુદા જુદા ક્રાઈટેરિયા છે. કેટલીયે વાર તો તેમના તે ક્રાઈટેરિયા દરેક ગ્રાહક સાથે જુદા જુદા હોય છે. આથી આ સંબંધમાં કોઈ અંતિમ વાત માની લેવાને બદલે જો લગ્ન વીમો કરવાનો હોય તો, પોતે જુદી જુદી કંપનીઓ સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરવી જોઈએ ત્યારે અંતિમ અને સાચી વાતની જાણ થાય છે કે તમારે તમારા લગ્નના હિસાબે કેવું અને કેટલું વીમા કવર મળી શકે છે. જોકે, તેના માટે પાયાનો ક્રાઈટેરિયા એ જ છે, જેનો આ લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી વીમાની રાશિનો સવાલ છે તે પણ જુદી જુદી વીમા કંપનીઓ જુદી જુદી ઓફર આપે છે. સામાન્ય રીતે પ્રીમિયમ ૦.૫૦થી લઈને ૩.૨૫ ટકા સુધી હોય છે. આ રીતે ૩૫૦૦થી ૧૪,૨૭૫ રૂપિયામાં ૨ લાખથી લઈને ૮ લાખ રૂપિયા સુધીનું જોખમનું વીમા કવર મળી જાય છે, પણ વીમો કરવાનું વિચારતા લોકોએ એ વાત યાદ રાખવી જોઈએ કે તે સુવિધા ફક્ત વિશેષ પરિસ્થિતિઓ અને વધુમાં વધુ પાંચ દિવસના લગ્નની વિભિન્ન વિધિઓ માટે જ હોય છે. આમ તો ૨૦ લાખથી લઈને ૭૦ લાખ સુધીનો વીમો ઉતારાય છે, પણ વીમાની રાશિ તમારા કહેવા પ્રમાણે નથી મળતી. દાવા પ્રમાણે વિવિધ રાશિ માટે દસ્તાવેજરૂપી પુરાવા હોવા જરૂરી છે. એટલે કે તમારા ઘરેણાં માટે વીમાની રકમ મેળવવા માટે તમે જે રાશિનો દાવો કરી રહ્યા છો, કાયદેસર તેના બિલ અને શુદ્ધતાના પ્રમાણપત્ર હોવા જરૂરી છે. આ તમામ પરેશાનીઓ હોવા છતાંય પણ જો લાખો-કરોડોના લગ્નમાં કેટલાક હજારનો વીમો કરાવીને તમામ પ્રકારની દહેશતથી થોડી ઘણી માનસિક શાંતિ મળે તો વીમો કરાવી લેવો જ બુદ્ધિમાની છે. -------------------------- આ વીમો ક્યારે ન મળે? ક જો બાળવિવાહ થઈ રહ્યા હોય તો. ક જો અપરાધના કારણોસર લગ્ન રદ્દ થાય એટલે કે જાણ થાય કે જેના લગ્ન થઈ રહ્યા છે તેમના આતંકવાદીઓ સાથે સંબંધો છે અને લગ્નના કાર્યક્રમ વખતે જ પોલીસ છાપો મારે તો તેનાથી થયેલું નુકસાન વીમા કંપની ભરપાઈ નથી કરતી. ------------------------- લગ્નના વીમા માટે કયા દસ્તાવેજો જોઈએ? ક લગ્નની છપાયેલી કંકોત્રી ક કાર્ડમાં લગ્ન દરમિયાન થનારા બધા રીત-રિવાજોનો સ્પષ્ટ ઉલ્લેખ. ક લગ્નની શરૂઆતથી લઈને સમાપન સુધીની સ્થાન સહિત સંપૂર્ણ જાણકારી. ક લગ્નમાં શામેલ થનારી બધી મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓની વિશેષરૂપે બધા સંબંધીઓની પૂરી જાણકારી. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OskGq78r%2Bw%3DwSwZoORJFhEtTTToyu2mfK7mkAout9kv%3DQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment