Thursday 29 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વાતાવરણમાં વધતી ઠંડક - સાંધા પર અસર કરવાનું શરૂ કરે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વાતાવરણમાં વધતી ઠંડક જ્યારે તમારા સાંધા પર અસર કરવાનું શરૂ કરે ત્યારે!
જિગીષા જૈન

 

 

અમુક ઉપાયો છે જેના દ્વારા આ દુખાવો ઘટી શકે છે. મુંબઈમાં વધુ ઠંડી પડતી નથી, પરંતુ વાતાવરણ બદલાય એટલે સાંધા પર અસર તો દેખાય જ છે. આ અસર પાછળનાં કારણો  જાણીએ તેમ જ આ અસર કોને થાય છે અને એનાથી કઈ રીતે બચી શકાય એ પણ સમજીએ


દિલ્હીમાં અત્યારે એટલી ઠંડી છે કે વ્યક્તિને રૂમમાં હીટર રાખવું પડે, પરંતુ મુંબઈમાં એટલી ઠંડી ક્યારેય પડતી જ નથી. મુંબઈવાસીઓ માટે શિયાળાનો અર્થ એ છે કે તમારે રાત્રે ખ્ઘ્ ચાલુ કરવાની જરૂર નથી પડતી. વધુમાં ડિસેમ્બર મહિનામાં એવા અમુક દિવસો ચોક્કસ આવશે જ્યારે એકાદ જૅકેટ પહેરીને નીકળવાની જરૂર પડશે. જોકે મુંબઈમાં શિયાળાની અસર જેમને થાય છે તે વ્યક્તિઓ છે મોટા ભાગે સિનિયર સિટિઝન્સ. તેમના સાંધાઓમાં દુખાવો શરૂ થઈ જાય છે. શિયાળાની હલકી શરૂઆત પણ થાય તો સૌથી પહેલી અસર તેમના ઘૂંટણથી થાય છે અને અચાનક જ દુખાવો શરૂ થઈ જાય છે. તેમના ચાલવામાં કે દોડવામાં પણ ફરક પડે છે. શિયાળામાં નૉર્મલ ઠંડીમાં પણ આપણા વડીલો પંખો બંધ રાખે છે અને ખ્ઘ્થી તો દૂર જ રહે છે એનું કારણ તેમના સાંધામાં થતો દુખાવો છે. તાપમાનની અસર સાંધા પર કઈ રીતે થાય છે એ સમજવાની થોડી કોશિશ કરીએ.


કારણ
જ્યારે બહારનું તાપમાન ઘટે છે ત્યારે શરીરમાં આમ તો દરેક સાંધા પર થોડીઘણી અસર થાય જ છે, પરંતુ સૌથી વધુ અસર ઘૂંટણ પર દેખાતી હોય છે. આ અસર વિશે વાત કરતાં ની-સ્પેશ્યલિસ્ટ ડૉ. મિતેન શેઠ કહે છે, 'સાદી ભાષામાં સમજીએ તો જ્યારે સાંધાઓમાં પાણી ભરાઈ જાય ત્યારે એમાં દુખાવો વધે છે. જ્યારે વાતાવરણમાં ઠંડી વધે છે ત્યારે વાતાવરણનું પ્રેશર ઘટે છે અને એને કારણે સાંધામાં જે ખાલી જગ્યા છે એ વિસ્તરે છે જેને લીધે એમાં પાણી ભરાય છે. આ સિવાય જ્યારે ઠંડી વધે છે ત્યારે લોહીની નળીઓ હોય એના કરતાં પાતળી થાય છે, કારણ કે ઠંડીને કારણે એ સંકોચાય છે જેને કારણે લોહી સાંધાઓમાં જેટલું પહોંચવું જોઈએ એનાથી ઓછું પહોંચે છે અને આ કારણ પણ હોઈ શકે છે દુખાવો વધવાનું. જોકે વાતાવરણની સાંધા પર અસરના વૈજ્ઞાનિક કારણો ખાસ જ્ઞાત નથી અથવા તો કહીએ કે સાબિત થયેલાં નથી.'


લક્ષણો
ઠંડી દરમ્યાન સાંધાની જે તકલીફ છે એને સાયન્સ હજી સુધી વિસ્તારપૂવર્‍ક સમજી શક્યું નથી. જે સમજાયું છે એ બધું જ દરદી પાસેથી જાણવા મળે છે. ઠંડીમાં તમને સાંધાની તકલીફમાં શું થઈ શકે છે એ સમજવું હોય તો એનાં બે જ લક્ષણ છે. એક, સાંધામાં સ્ટિફનેસ આવી જાય છે એટલે કે સાંધા અકળાઈ જાય છે અને એની મૂવમેન્ટ પર અસર પડે છે. ઘણી વાર સાંધા હેવી થઈ ગયા હોય એવું લાગે છે. બીજું એ કે સાંધાઓમાં દુખાવો થાય છે. આ દુખાવો આખો દિવસ એકસરખો રહે એવું જરૂરી નથી. સવારે વધુ હોય અને બપોરે દુખાવો ન રહે એવું પણ બનતું હોય છે. વાતાવરણમાં આવતા બદલાવ પ્રમાણે એ પણ બદલાતો રહે છે.


કોને થાય?
મોટા ભાગે લાગે છે કે આ તકલીફ વડીલોની છે, પરંતુ એવું નથી. વાતાવરણની સાંધા પર અસર વધતા-ઓછા અંશે કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. એ વિશે વાત કરતાં ડૉ. મિતેન શેઠ કહે છે, 'સૌથી વધુ અસર જે લોકોને રૂમૅટૉઇડ આથþાર્‍ઇટિસ છે કે રૂમૅટિઝમ છે તેમને થાય છે. તેમનો દુખાવો ખૂબ વધારે હોય છે અને તેમને આ સમયે સ્પેશ્યલ ટ્રીટમેન્ટની જરૂર પડે છે. એના પછી જેને અસર થાય છે એ છે સિનિયર સિટિઝન્સ. ઉંમરને કારણે તેમને ઑસ્ટિઓ આર્થરાઇટિસ શરૂ થઈ જ ગયો હોય છે. જેમને ન થયો હોય તેમને પણ ઉંમર થઈ હોવાને કારણે થોડી અસર તો દેખાય જ છે.'


ફક્ત વડીલોને જ નથી થતો
ઘણા લોકો માને છે કે જેમને આર્થર્‍ઇટિસ છે અને જેમની ઉંમર થઈ છે એવી વ્યક્તિઓને જ સાંધાની તકલીફ થાય છે. વાતાવરણમાં જે ફેરફાર આવે છે એની અસર યુવાનો પર પણ થાય છે. એ અસર થોડી જુદી હોય છે જે વિશે વાત કરતાં ડૉ. મિતેન શેઠ કહે છે, 'જે યુવાનો શિયાળામાં એક્સરસાઇઝ કરે છે તેમણે થોડું સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે શિયાળામાં વાતાવરણને લીધે શરીર પર જે અસર થાય છે એને કારણે ઇન્જરી થવાની શક્યતા વધી જાય છે. જેમ કે જે લોકો સવારે સાઇક્લિંગ, જૉગિંગ કે સ્પોર્ટ્સ માટે જાય છે તેમણે જો વ્યવસ્થિત વૉર્મઅપ ન કર્યું તો ઇન્જરી થવાનું રિસ્ક ઘણું વધી જાય છે. શિયાળામાં સ્નાયુઓને ગરમ થતાં વાર લાગે છે. એમાં જો તમે એક્સરસાઇઝ કરો તો એમાં ઇન્જરી થઇ શકે છે. આ ઉપરાંત જો સવારમાં તમે સ્વિમિંગ જતા હો તો આપણે ત્યાં ગરમ પૂલની વ્યવસ્થા ખાસ હોતી નથી. આ પરિસ્થિતિમાં સાંધાનો દુખાવો શરૂ થઈ શકે છે. આમ સ્વિમિંગ કરવું હોય તો બપોર પછી જવું, એકદમ સવારે ન જવું.'


ઉપાય
એક રીતે જોઈએ તો ઠંડીને કારણે સાંધાની જે તકલીફ હોય છે એમાં કોઈ દવાઓની જરૂર નથી હોતી, સિવાય કે તમને રૂમૅટૉઇડ આર્થરાઇટિસ હોય. જોકે આ દુખાવો થાય છે એનો અર્થ એ કે તમારા સાંધાઓમાં તકલીફ છે જ. તો ડૉક્ટરને મળીને તમને આર્થરાઇટિસ છે કે નહીં અને એ ઝડપથી ન વધે એ માટે કયા પ્રકારનો ઇલાજ શરૂ કરવો એ માહિતી ચોક્કસ મેળવી લેવી. બાકી ઠંડીને કારણે જે તકલીફ તમને થાય છે એની રાહત માટે ડૉ. મિતેન શેઠના કહેવા મુજબ આ પ્રકારના ઉપાયો અજમાવી શકાય:


૧. ઠંડીમાં વહેલી સવારે વૉક પર જવું નહીં. વાતાવરણમાં થોડી ગરમી આવે પછી જ નીકળવું. છતાં જાઓ ત્યારે શરીરને ઉપરથી નીચે સુધી અને ખાસ કરીને જે ભાગમાં દુખાવો છે એ ભાગમાં ગરમ કપડાં ખાસ પહેરવાં.


૨. કપડાંની લેયર્સ હોય તો વધુ સારું. એટલે કે એક કરતાં વધુ કપડાં એકની ઉપર એક એમ પહેરેલાં હોય તો વધુ સારું રહેશે. ગરમી અંદર અકબંધ રહેશે અને ઠંડીની અસર સાંધા સુધી નહીં પહોંચે. રાત્રે સૂતી વખતે જો ફાવે તો એટલાં કપડાં પહેરીને જ સૂવું.


૩. સ્ટ્રેચિંગ અને વૉર્મઅપ કર્યા વગર એક્સરસાઇઝ કરવી જ નહીં. ઊલટું વૉર્મઅપ જો તમે દરરોજ ૧૦ મિનિટ જેટલું કરતા હો તો શિયાળામાં ૧૫ મિનિટ તો કરવું જ, કારણ કે સ્નાયુઓને ગરમ થતાં વાર લાગે છે.


૪. પંખાની અને એસીની સીધી હવા આવે એ રીતે ન સૂઓ. એનાથી દૂર સૂઓ. એકદમ સીધી હવા આવતી હોય છે એને કારણે સાંધાઓ દુખતા હોય છે.


૫. ઘરમાં દિવસના સમયે પણ પગનાં અને હાથનાં મોજાં પહેરી રાખો. એનાથી ઘણો ફરક પડશે. આ ઉપરાંત છાતીના ભાગ પર હવા ન લાગવી જોઈએ. એ માટે સ્વેટર પણ ફાવે તો પહેરી જ રાખો.


૬. તેલની માલિશ પણ ઘણી સારી રહે છે. જે સાંધાઓ દુખતા હોય ત્યાં વિશેષ અને બાકી આખા શરીરે તેલની માલિશ કરી શકાય. માલિશથી સ્નાયુઓ ગરમ થાય છે અને એ ગરમી સાંધાને મળે છે જેનાથી દુખાવામાં ઘણી રાહત રહે છે.


૭. આ સિવાય લોકો બામ કે જેલ લગાડે છે એ પણ રાહત આપતાં હોય છે. અહીં સમજવાનું એ છે કે એનાથી દુખાવો ઓછો થાય છે, પરંતુ જેને કારણે દુખાવો થાય છે કે સાંધાની જે કાયમી તકલીફ છે એ જતી નથી રહેતી. એટલે નિદાન કરાવીને લાંબા ગાળાનો ઇલાજ ચોક્કસ કરાવવો.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsUKdybOgbGL5SiNnwsGeS0XmVb6tNLSQdAq8Cx7Q9r9g%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment