Wednesday, 28 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ અલ્પવિરામ અને પૂર્ણવિરામની (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અલ્પવિરામ અને પૂર્ણવિરામની ભૂલ અને નુકસાન કરોડોમાં!
વિશેષ-દર્શના વિસરીયા

 

 

 

ખૂબ સામાન્ય લાગતા અલ્પવિરામ, પૂર્ણવિરામ ખૂબ કિંમતી હોય છે અને એની જાણ આજના આ લેખ પરથી તમને થઈ જ જશે.

 

જ્યારે પણ આપણે કંઈક લખીએ ત્યારે નાની મોટી વ્યાકરણની ભૂલો તો કરી જ નાખતા હોઈએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડી લાગતી ભૂલો વાક્યનો આખે આખો અર્થ બદલી નાખે છે કે એક નાનકડું અલ્પવિરામ કે પૂર્ણવિરામ અહીંયા ત્યાં મૂકી દેવાને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે? તમને થશે કે આવું તે કંઈ હોતું હશે, પણ આજે આપણે વાત કરીશું આવી જ કેટલીક ઘટનાઓ વિશે કે જ્યાં એક અલ્પવિરામ કે પૂર્ણવિરામની ભૂલને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય.

 

ખોટી જગ્યાએ મૂક્યો અલ્પવિરામ

અને સાત કરોડનું નુકસાન!

 

હેડિંગ વાંચીને ચોંકી ગયાને? પણ આ હકીકત છે અને આવું બન્યું છે આજે મહાસત્તા બની બેઠેલા અમેરિકામાં. વાત જાણે એમ હતી કે અમેરિકાની એક મોટી અને પ્રસિદ્ધ કંપનીએ વાયુ સેના માટે વિમાન બનાવવાનો એક કરાર કર્યો. આ કરાર પૂરો થવામાં વર્ષોનો સમય લાગવાનો હતો, તેથી એવું ૧૯૯૯માં જ્યારે કરાર કરવામાં આવ્યો ત્યારે કરારમાં એવું લખવામાં આવ્યું કે સમયની સાથે વિમાન અને એરક્રાફ્ટની કિંમતમાં સમયાનુસાર વધારો થઈ શકે છે. કરારમાં જ્યારે વિમાનની કિંમત લખવામાં આવી એ વખતે એક દશાંશની પહેલાં જ અલ્પવિરામ મૂકી દેવામાં આવ્યો. કરારની પૂરી કિંમત ક્યાંય લખવામાં નહીં આવી અને ખોટી જગ્યાએ મૂકવામાં આવેલા કોમાને કારણે કંપનીને રૂપિયા સાત કરોડનું નુકસાન થઈ ગયું.

 

શબ્દો કી હેરાફેરી, પડ ગયી બિઝનેસ પે ભારી

 

જી હા, એકાદ શબ્દ અહીંયા ત્યાં થયો અને એ જ ભૂલ ધંધા પર ભારી પડી ગઈ. વાત થઈ રહી છે જાપાનની એક કંપનીની. આખી ઘટના વિશે વિસ્તારથી વાત કરીએ તો ૨૦૦૫માં જાપાનની એક કંપનીના શેયરના ભાવમાં અચાનક જ ઘટવા લાગ્યા, કારણ કે એક બ્રોકરે પ્રતિ યેન ૬,૧૦,૦૦૦ શેયર વેચવાના શરૂ કરી દીધા. હકીકતમાં બ્રોકરને એક શેયર ૬,૧૦,૦૦૦ યેનમાં વેચવાનો હતો એને બદલે તેણે ૬,૧૦,૦૦૦ શેયર એક યેનમાં વેંચી દીધા. શબ્દોની આ હેરાફેરીને કારણે આશરે રૂપિયા ૩૩ કરોડનું નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો હતો.

 

એક એસ અને ૨૫૦ કર્મચારી થયા બેકાર

 

બ્રિટનમાં જ્યારે પણ કોઈ કંપની શરૂ થાય છે ત્યારે તેમણે ડિપાર્ટમેન્ટ ઓફ એન્ટરપ્રાઈઝ, એનર્જી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજીમાં તેની નોંધ કરાવવી પડે છે અને એ જ રીતે જ્યારે કોઈ કંપની બંધ થાય ત્યારે એ ડિપાર્ટમેન્ટને તેની જાણ પણ કરવાની હોય છે. ૨૦૦૯માં જ્યારે એક કંપની ટેલર એન્ડ સન્સ બંધ થવાની સૂચના આ વિભાગને મળી. પણ હકીકતમાં જે કંપની બંધ થઈ રહી હતી તે હતી ટેલર એન્ડ સન. એક વધારાના એસને કારણે ૧૮૭૫થી ચાલી આવી રહેલી ટેલર એન્ડ સન્સના ૨૫૦ કર્મચારીઓ બેરોજગાર થઈ ગયા. આ કંપનીના ભૂતપૂર્વ સહમાલિકે નુકસાન ભરપાઈરૂપે ૮૦ લાખ પાઉન્ડનું વળતર માગ્યું હતું.

 

સ્પેલિંગ મિસ્ટેકને કારણે થયું નુકસાન

 

૨૦૦૭માં એક વ્યક્તિએ જાણીતી બિયરની બ્રાન્ડની ૧૫૫ જેટલી બોટલ ઓનલાઈન પોતાની બીયર વેચવા મૂકી તેને લાગ્યું બિયરની બોટલ ખરીદવા માટે ગ્રાહકોની લાઈન લાગી જશે, પણ એવું થયું નહીં. પૂછો આવું કેમ થયું ? સ્પેલિંગ મિસ્ટેકને કારણે. ભાઈએ સ્પેલિંગ ખોટો લખ્યો અને લોકોને લાગ્યું કે એ કોઈ બીજી બ્રાન્ડની બિયર છે અને બે-ત્રણ જણાએ જ બોટલ ખરીદવા માટે ઉત્સુક્તા દેખાડી. બિયરની બોટલનું કલેક્શન ૩૦૮ ડૉલરમાં વેચાઈ ગયું. ખરીદનારે જ્યારે સાચા સ્પેલિંગ સાથે ફરી એ જ ઓનલાઈન વેબ પોર્ટલ પર બિયરની બોટલ વેચવા મૂકતા ૧૦૦થી વધુ ખરીદદારો આવી ગયા અને પાંચ લાખ ડૉલરમાં બિયરની બોટલનું કલેક્શન વેચાયું.

 

૩૯૦૦ ડૉલરની ટિકિટ વેચાઈ ૩૯ ડૉલરમાં

 

ટોરન્ટો, કેનેડા સહિતની અન્ય જગ્યાએ ફ્લાઈટમાં પ્રવાસ કરવો છે અને એ પણ બિઝનેસ ક્લાસમાં અને એ પણ ૩૯ ડૉલરમાં. ચોંકી ગયા ને ? ૨૦૦૬માં ઈટલીની એક એરલાઈન્સે બિઝનેસ ક્લાસની ટિકિટ ૩૯૦૦ ડૉલરને બદલે ૩૯ ડૉલરમાં વેચવાનું શરૂ કરી દીધું. કંપનીને પોતાની ભૂલ સમજાય અને તે પોતાની ભૂલ સુધારે એ પહેલાં ૨૦૦૦થી વધુ લોકોએ ટિકિટો બુક કરાવી લીધી. કંપનીએ જ્યારે આ બધી ટિકિટો રદ કરવાની વાત કરી ત્યારે પ્રવાસીઓ ગુસ્સે ભરાયા, પરંતુ પછીથી કંપનીએ પોતાની પ્રતિષ્ઠાને ધ્યાનમાં લઈને પ્રવાસીઓને એમણે બુક કરેલી ટિકિટ પર પ્રવાસ કરવાની પરવાનગી આપી દીધી. પણ આ ભૂલને કારણે કંપનીને ૭૦ લાખ ડૉલરથી વધુ નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો હતો. સ્પેલિંગ મિસ્ટેક, અલ્પવિરામ અને પૂર્ણવિરામની ભૂલને કારણે જે લાખો કરોડોનું નુકસાન થયું એની ઘટનાઓ વાંચ્યા પછી હવે કદાચ તમને અલ્પવિરામ અને પૂર્ણવિરામની સાચી કિંમત સમજાઈ ગઈ હશે નહીં અને હવે જ્યારે પણ લખશો ત્યારે સમજી વિચારીને જ તેનો ઉપયોગ કરશો નહીં?



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuOHx1uzKCKSDGJr0L1wAoVyuwFaAckBGSipQZBFusLPg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment