લગ્ન એક સામાજિક સંસ્થા છે પણ આ સામાજિક સંસ્થા સાથે જોડાવાથી આઝાદીનો ક્ષય થાય છે એવું માનનારાઓ હવે વધતા જાય છે. એકલાં રહેવાથી કેટલું અને કેવું નુકસાન થાય છે એ તો તમારી આસપાસ બેઠેલાં વડીલો તમને કહેતાં જ રહેશે પણ એકલા રહેવામાં કેવા-કેવા ફયદાઓ છે એ વાંચો અત્યારે… મેરેજ સિસ્ટમથી દૂર રહેનારાઓ પહેલાં પણ હતા અને અત્યારે પણ છે પણ આ બંને વચ્ચે એક ફ્રક આવી ગયો છે. પહેલાં એકલા રહેવા માટે પુષ્કળ કારણો એકત્રિત થતાં અને વ્યક્તિ મેરેજ સિસ્ટમથી દૂર ભાગી જતો કે દૂર થઈ જતો પણ આજે, એકલા રહીને જિંદગી પસાર કરવાનું વિચાર કરનારાઓ પાસે આવું કરવા માટે એક નહીં પણ અનેક કારણો છે. મજાની વાત એ છે કે એકલાં રહેવાથી બેનિફીટ થાય છે એ વાત તો હવે સાયન્સ પણ સ્વીકારે છે અને એના પુરાવાઓ સાથે વાત કરવા પણ સાયન્સ તૈયાર છે. તાજેતરમાં થયેલા એક સર્વેમાં જાણવા મળ્યા મુજબ, હજુ હમણાં જ ભણવાનું પૂરું કરનારા ૪૨ ટકા ઇન્ડિયન યંગસ્ટર્સ એવા છે કે જેની ઇચ્છા છે કે તે મેરેજ ન કરે અને એકલાં રહે. આ આંકડાઓ જાહેર થયા પછી જ સાયન્સ દ્વારા એકલાં રહેવાના ફયદા શું છે એ વાત બહાર આવી છે.
સાયન્ટિફ્કિ રીતે પુરવાર થયું છે કે એકલા રહેવાથી એક નહીં કુલ ૨૭ દેખીતા ફયદાઓ થાય છે. આ સત્તાવીસે સત્તાવીસ ફયદાઓની વાત કરવી તો અત્યારે શક્ય નથી પણ એ બધામાં શિરોમણી કહેવાય એવો જો કોઇ ફયદો હોય તો એ કે મેરેજ કરનારી વ્યક્તિ કરતાં એકલા રહેનારી વ્યક્તિ વધારે હેલ્ધી હોય છે! વાત સાચી છે અને આ વાતને લખતાં પહેલાં સાયન્સ સાથે પનારો પાડનારાઓએ એકલાખ વ્યક્તિઓનું મેડિકલ ચેકઅપ પણ કર્યું હતું, જેમાં પુરવાર થયું હતું કે ડિવોર્સ લેનારાઓની હેલ્થ પણ મેરિડ પર્સન કરતાં એટલે પરણેલાઓ કરતાં વધારે સારી છે, પણ જિંદગીભર લગ્ન નહીં કરનારાઓની તંદુરસ્તી તો ડિવોર્સીથી પણ સારી હોય છે. સાયન્સે આપેલા આંકડાઓ મુજબ, મેરિડ વ્યક્તિને પચાસ વર્ષ પછી ત્રણ, ડિર્વોસીને એક અને હંમેશાં એકલા રહેનારાઓને એક પણ રોગ ન હોય એવું બની શકે છે. અરે, જે ડેટા મળ્યો છે એ ડેટા પરથી તો એ પણ પુરવાર થઈ ચૂક્યું છે કે પરણેલા પુરુષ કરતાં પણ એકલા રહેનારા પુરુષનું બદન વધુ ચુસ્ત હોય છે. મહિલાઓનું પણ એવું જ છે. એકલી રહેતી મહિલાઓને જોશો તો તમને દેખાશે કે પરણેલા આન્ટી કરતાં એ ક્યાંય પાતળી પરમાર હશે. આવું કોઇ ઇરાદાપૂર્વક નથી કરતું હોતું પણ આવું થવા માટે તેમની સાયકોલોજી મહત્ત્વનો રોલ અદા કરે છે અને એ હકીકત છે. પરણેલાઓએ એક નહીં અનેક વિચારો કરવાના હોય છે અને એ વિચારોની સ્ટ્રેસ સહન કરવાની હોય છે, પણ સામા પક્ષે સિંગલ પર્સનના ભાગે એ વાત આવતી નથી. એકલો રહેનારો વ્યક્તિ, પછી એ પુરુષ હોય કે મહિલા, સીમિત જગત સાથે રહે છે અને તેના આ સીમિત જગતમાં પણ એવા લોકોને નજીક આવવા મળે છે જેની સાથે તેને બનતું હોય અને ગમતું હોય. પરણેલી મહિલાને નણંદ ન ગમતી હોય કે જેઠાણી સાથે વાંકુ પડયું હોય તો પણ બિચારીએ જખ મારીને પણ નણંદ કે જેઠાણી આવી જાય તો સ્મિત પ્રસરાવ્યા કરે છે અને બધી ખીજ પોતાના પર ઉતારે છે. આ ખીજ શરૂઆતમાં વજન ઉતારવામાં અને રીઢા થઈ ગયા પછી વજન વધારવાનું કામ કરે છે પણ જો એકલપંડાની વાત કરીએ તો એના નસીબમાં ન ગમતી સાસુ કે ન ગમતો સાઢુભાઇ હોતો નથી. એકલા રહો, જલસા કરો, હેલ્ધી રહો અને ફ્ટિ પણ રહો. એનીવે, બીજા નંબરના ફયદાની વાત કરીએ. આ બીજા નંબરનો ફયદો પણ વધારે ધ્યાન ખેંચે એવો છે. હંમેશાં એકલો રહેનારો માણસ પરણેલા માણસ કરતાં વધારે ખુશ રહેતો હોય છે. આ માટેનું કારણ પણ એ દર્શાવવામાં આવ્યું છે કે એકલી રહેનારી વ્યક્તિ માણસ હંમેશાં પોતાનો ફજલ સમય પોતાના શોખ પુરા કરવામાં કે પોતાને મનગમતું કામ કરવામાં ગાળતો હોય છે, જે મેરિડ પર્સન માટે શક્ય નથી. એની પાસે ફજલ સમય હોય ત્યારે પણ તેણે એ સમયે પોતાની પર્સનલ લાઇફ્માં રોકી દેવો પડે છે કે આપી દેવો પડે છે. એવું પણ બની શકે કે મેરીડ પર્સન શક્ય હોય ત્યાં સુધી તો દસ વર્ષની મેરેજ લાઇફ પછી પોતાના શોખ પણ ભૂલી ગયો હોય છે પણ જો એકલા રહેવાનું વિચાર કરતાં હો તો ખુશ થજો, જિંદગીભર તમારા શોખ અને તમારા મનગમતાં કામો સાથે રહેશે. આગળની વાત કહેતાં પહેલાં એક સ્પષ્ટતા કરી લઈએ કે આ વાત માત્ર અને માત્ર પુરુષોને લાગુ નથી પડી રહી. નારી જગતને પણ આ વાત એટલી જ લાગુ પડે છે અને એટલી જ ખુશ તે પણ રહે છે અને હેલ્ધી પણ, જેટલા એકલા પુરુષો રહેતા હોય છે. હવેની જે વાત કહેવાની છે એ વાત પર્સનલ સ્તરની નથી પણ સામાજિક કક્ષાની છે. હંમેશાં આપણે ત્યાં એવી દલીલ થતી રહી છે કે એકલા રહેવાથી સમાજ અને પરિવારથી દૂર થઈ જવાય છે, પણ આ વાત ખરેખર ખોટી અને અધૂરી છે. પરણી જવાથી જો એવું ધારવામાં આવતું હોય કે સમાજ અને પરિવારને નજીક રાખી શકાય છે તો કહેવાનું કે ના, એવું નથી. હકીકત એ છે કે પરણી જવાથી સ્વકેન્દ્રીય બની જવાય છે પણ એકલો રહેનારો ક્યારેય સ્વકેન્દ્રીય હોતો નથી. ઊલટું, એકલો રહેનારો કે પછી રહેનારી પોતાના રિલેશનની બાબતમાં બીજા કરતાં હજારગણો વધારે ગંભીર હોય છે. સર્વેમાં જોવામાં આવ્યું છે કે જે વ્યક્તિ એકલી રહેતી હતી એ વ્યક્તિનું મિત્ર વર્તુળ, ચતુષ્કોણ અને ત્રિકોણ બીજા બધા કરતાં ઘણું વધારે હતું. અહીંયા જે બીજાની વાત કહેવામાં આવી છે એ માત્ર અને માત્ર એવા લોકોની કહેવામાં આવી છે જેણે મેરેજ કર્યા છે અને પોતાની પર્સનલ લાઇફ્માં અટવાયા છે. કુંવારા, સિંગલ, અનમેરિડ માટે હંમેશાં પૂરતો સમય હોય છે અને આ જ કારણે તે ફ્રેન્ડસ ઉપરાંત ફેમિલી, પાડોશી અને સોસાયટી માટે પણ સમય આપી શકે છે તો એ સમયની સાથોસાથ તે પ્રયાસ પણ કરતાં રહે છે કે સમાજ માટે પણ એ કોઈ કામ કરે. છેલ્લો પણ મહત્ત્વનો ફયદો અને એ કે, સિંગલ રહેનારાઓ હંમેશાં મોટું મન ધરાવતા હોય છે. આવું થવા માટેનું કારણ મનોવિજ્ઞાનીઓ એ પ્રકારનું આપે છે કે એકલો રહેનારો પોતાના વિચારોને પૂરતું પ્રાધાન્ય આપે છે અને એ પ્રાધાન્ય મળતું હોવાથી જેણે પણ મેરેજ કર્યા છે એ સૌમાં જે એક સંકુચિતતા આવી ગઈ હોય છે એ સંકુચિતતા એકલી રહેનારી વ્યક્તિઓમાં જોવા મળતી નથી. માનસશાસ્ત્રીઓ એ પણ કહે છે કે આ આખી વાતમાં એવા સિંગલમાં વધારે સારી રીતે વિચારવાની ક્ષમતા હોય છે જે વર્જિનિટીને સિંગલ હોવા સાથે જોડતાં નથી. કારણ કે ઘણી વખત ફિઝિકલ-નીડ એટલે કે શારીરિક જરૂરિયાતની માત્રા જો વધી જાય અને એ પૂરી ન થતી હોય તો એની આડઅસરો ઉપરની બધી જ બાબતોમાં વિપરીત પરિણામ લાવી દેનારી હોય છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os__KwQs-M0Sr6m1nabFHTh3vxr5KGLhC_8ugVzocHd0A%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment