Friday 30 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ શ્રમહર અને પૌષ્ટિક છે ખજૂર (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શ્રમહર અને પૌષ્ટિક છે ખજૂર!
આરોગ્ય ચિંતન : વૈદ્ય મનુભાઈ ગૌદાની

 


આરોગ્યની દ્રષ્ટિએ શિયાળામાં કેટલાક આહાર દ્રવ્યોનું વિશેષ મહત્ત્વ છે. આવા વિશિષ્ટ આહાર દ્રવ્યોમાં "ખજૂર"ની ગણતરી કરી શકાય. એટલે આ ખજૂરના ગુણધર્મોનું નિરૂપણ કરવા અમારી પેન લલચાય છે.


આરબો પોતાના દૈનિક આહારમાં જેનો નિત્ય ઉપયોગ કરે છે. તેનો આપણા દેશમાં સૂકામેવાની જેમ તથા ઔષધ રૂપે હજારો વર્ષથી ઉપયોગ થતો આવ્યો છે. આયુર્વેદના અતિપ્રાચીન ગ્રંથો ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં તેના ગુણધર્મોનો ઉલ્લેખ થયેલો છે. વનસ્પતિ શાસ્ત્રના તમામ ગ્રંથોમાં તેના ષધિય ગુણોનું વિશદ નિરૂપણ થયેલું છે.


મહર્ષિ ચરકે સૂત્રસ્થાનમાં શ્રમ હરનારા ખાસ દસ ષધોનો ઉલ્લેખ કર્યો છે, તેમાં ખજૂરનો પણ સમાવેશ થાય છે. ખજૂરનું દ્રાક્ષ સાથે બનાવેલું શરબત શરીરનો થાક શ્રમ ઝડપથી દૂર કરે છે. મહર્ષિ ચરકે ખજૂરને મધુર, બૃહણ અને વૃષ્ય ગણાવ્યો છે. બૃહણનો અર્થ થાય વજન વધારનાર અથવા પૌષ્ટિક એટલે કે ખજૂર પાતળા માણસને પુષ્ટ કરે છે. તેનું વજન વધારે છે. વૃષ્ય એટલે વીર્ય વધારનાર ક્ષીણ મૈથુનની તકલીફવાળાએ ખજૂરનો ઉપયોગ કરવો.


મહર્ષિ સુશ્રુત સર્જન હતા. તેમણે માંસાહારીઓને માટે માંસ ભક્ષણ પછી ખજૂર અને નારિયેળના વિશિષ્ટ સેવનનું પાલન કરવાનું કહ્યું. લખ્યું છે સુશ્રુતે ખજૂરને "હૃદય" કહ્યો છે. તે બળ આપનાર, ઉપરાંત સુશ્રુતે ક્ષય, ક્ષત અને અમ્લપિત્તના દર્દીઓને ખજૂર ખાવાની ભલામણ કરી છે.


અતિદ્રવ પ્રમાણમાં અને આહારનું ઉચિત પાચન થયા વગર જેમને વારંવાર મળ પ્રવૃત્તિ થતી હોય, એવા સંગ્રહણીના દર્દીએ ખજૂરમાંથી બનતો "ખર્જુરાસવ" પીવો જોઈએ. એવો ચરકમાં ઉલ્લેખ છે.


આધુનિક ચિકિત્સાના વિદ્યાનો ખજૂરને પૌષ્ટિક બળ આપનાર, લોહીના લાલકણો વધારનાર અને મૂત્રલ એટલે કે મૂત્ર વધારનાર કહે છે. (ખજૂર નહિ, પરંતુ તેની તાડી મૂત્રલ છે.) રક્તપિત્તના રોગમાં ખજૂર અને મધ ખાવાનો ઉલ્લેખ છે.


આપણા ઘણા લોકો વાતચીતમાં ખજૂરને ગરમ કહે છે. પરંતુ ખજૂર ગરમ નથી, દરેક ગ્રંથમાં ખજૂરને શીતળ કહ્યો છે અને ખાધા પછી પચવામાં તે ભારે બને છે. જેમને શુક્રક્ષયની તકલીફ હોય, તેમને માટે મહર્ષિ ભાવમિશ્રે ખજૂર ખાવાની સલાહ આપી છે. લગભગ દરેક ગ્રંથકારે ખજૂરને વીર્યવર્ધક અને કામશક્તિ વધારનાર કહ્યો છે.


આ ઋતુમાં જેમના શરીર કૃશ-પાતળા હોય અને વજન વધારવાની ઈચ્છા હોય. તેમણે એક ગ્લાસ દૂધમાં ખજૂરની છથી આઠ છૂંદેલી પેશી નાખીને ઉકાળવું. આ દૂધ ઠંડું પાડીને સવારે નરણા કોઠે પીવું. શિયાળામાં થોડી જરૂરી કસરત સાથે આ પ્રયોગ કરવામાં આવે તો અવશ્ય વજન વધારી શકાય છે. નબળા બાળકોને દૂધમાં આ રીતે બે-ત્રણ પેશી ખજૂર દરરોજ આપવાથી વજન વધારી શકાય છે. આપણે ત્યાં ખજૂર ગરમ છે, એવી ખોટી માન્યતા છે. ખજૂર ગરમ નહીં પણ ઠંડો છે. આયુર્વેદમાં ખજૂર શીતળ ઠંડો હોવાથી પિત્ત-શામક ગણાવાયો છે. આ કારણને લીધે જ પિત્તના રોગોમાં તેને ઔષધરૂપે ઉપયોગ સૂચવ્યો છે.


શરીરની આંતરિક ગરમીને લીધે જેને મળ સૂકાઈ જતો હોય, અને તેને લીધે કબજિયાત રહેતી હોય તેમને આ પ્રયોગ ફલપ્રદ છે.


૨૫થી ૩૦ ગ્રામ ઠળિયા કાઢેલ ખજૂર, દોઢ ગ્લાસ દૂધમાં મિશ્ર કરી તેને ઉકાળવું. પછી ઠંડું પાડી તેમાં પાંચ ગ્રામ અથવા એકથી દોઢ ચમચી જેટલું ત્રિફળા ચૂર્ણ મિશ્ર કરી રાત્રે મોડેથી સૂતી વખતે પી જવું. આ પ્રયોગથી સુખદાયક મળ પ્રવૃત્તિ થશે. બેથી ત્રણ અઠવાડિયા આ પ્રયોગ કરવાથી મૂળગામી ફાયદો થશે.


આધુનિક મતે ખજૂરમાં ત્રણ ટકા જેવું પ્રોટીન હોય છે. જે બીજા ફળોમાં ભાગ્યે જ જોવા મળે છે. આ ઉપરાંત ખજૂરમાં લોહતત્ત્વ તો માંસ કરતાં પણ વધારે છે. વિટામિન "એ" સારા પ્રમાણમાં છે. જે આંખ અને ચામડી માટે હિતાવહ છે. આ સિવાય વિટામિન બી-૧ અને બી-૧૨ તથા બી-૨ પણ તેમાં રહેલ છે. આમ પ્રાચીન અને અર્વાચીન વિદ્વાનોના મતે ખજૂર એ એક પૌષ્ટિક અને વિશિષ્ટ ગુણધર્મો ધરાવતું એક ઉત્તમ ખાદ્ય આહાર દ્રવ્ય અને ઔષધ પણ છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou63-4TEm_Pw2pJgvm6ZJbYSQ6Lp2jiN2xe1b9Oe0qj5w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment