નૈતિક રીતે મેળવેલી સંપત્તિ શાંતિ, નિર્મળતા, સ્નેહ અને આદર લાવે છે! યોગિક વેલ્થ : ગૌરવ મશરૂવાલા "જેમનુષ્ય ધર્માચરણથી પ્રાપ્ત ધન દ્વારા ધનની વૃદ્ધિ કરે છે એ પ્રશંસા પામે છે." યજુર્વેદના ૨૦મા સ્કંદની આ ૬૯મી સંહિતાનું અર્થઘટન અનેક રીતે કરી શકાય છે, પરંતુ આપણે અહીં આર્થિક સંપત્તિના પાસાની જ ચર્ચા કરીશું. આ સંહિતા મુજબ ધાર્મિક રીતે ધન કમાવાનું મહત્ત્વનું છે. આપણે તેને મૂલ્યનિષ્ઠ માર્ગ કહી શકીએ. શાસ્ત્રોમાં આ બાબત ઘણી જ સ્પષ્ટ રીતે કહેવાઈ છે. ફ્ક્ત કાનૂની દ્રષ્ટિએ નહીં, નૈતિક દ્રષ્ટિએ પણ યોગ્ય હોય એવા માર્ગે ધનની પ્રાપ્તિ કરવી જોઈએ. જુગાર ઘણા દેશોમાં કાનૂની છે, પરંતુ આપણે જાણીએ છીએ કે એ રસ્તો નૈતિક નથી. આથી આપણને એ ચાલે નહીં. ભારતમાં ઘોડાની રેસનો જુગાર કાનૂની છે, છતાં એ માર્ગ નૈતિક નહીં હોવાથી આપણે તેનાથી દૂર રહેવું જોઈએ. ધન પ્રાપ્ત કર્યા બાદ તેમાં વૃદ્ધિ પણ કરવાની હોય છે. તેનો અર્થ એવો થયો કે નાણાંનું રોકાણ કરવું જોઈએ; તે એમ ને એમ પડયાં રહેવા દેવાં જોઈએ નહીં. પૈસા ખિસામાં પડયા હોય તો વપરાઈ જતા વાર નથી લાગતી એ આપણે સૌ જાણીએ છીએ. અહીં આપણે રાજેશ અને પ્રિયાનો દાખલો લઈએ. બંનેની ઉંમર ૩૫થી ૪૦ની વચ્ચેની છે. તેઓ પોતપોતાની કારકિર્દીમાં સારી રીતે આગળ વધ્યાં છે. તેમના પગાર સાત અંકમાં છે. કામકાજની વ્યસ્તતાને લીધે તેમને પોતાની મહેનતની કમાણીનું રોકાણ કરવાનો સમય જ મળ્યો નથી. તેઓ તહેવારોમાં રખાતાં સેલ તથા ઓનલાઇન ઓફ્રોમાં લખલૂંટ ખર્ચ કરે છે. તેઓ જે વસ્તુઓ ખરીદે છે તે બધાનો ઉપયોગ કરવાનો તેમને સમય પણ મળતો નથી. બંને જણ કમાતાં હોય એવા પરિવારોની સામાન્ય રીતે આ જ સ્થિતિ હોય છે. ટૂંકમાં, એટલું જ કહેવાનું કે પૈસા કદી એમ ને એમ પડયા રહેવા દેવા નહીં. આમ કરવું એ લક્ષ્મીજીનું અપમાન કરવા સમાન છે. નાણાંનું રોકાણ કરીને તેની વૃદ્ધિ કરવી જોઈએ અને તેનો ઉપયોગ મનુષ્યના તથા સૃષ્ટિના કલ્યાણાર્થે કરવો જોઈએ. જે રીતે ખાલી દિમાગ શેતાનનું ઘર હોય છે એ જ રીતે નકામા પડી રહેલા પૈસા પણ શેતાન જેવા હોય છે. ક્યારેક લોકો પાસે ઘણા પૈસા પડી રહ્યા હોય અને અચાનક તેનો ઉપયોગ કરવાનું મન થાય ત્યારે વધુ પડતું વળતર આપતા કે ઝડપી વળતર આપતા માર્ગે રોકાણ કરવામાં આવે છે, જે સમાજ માટે ઘાતક હોઈ શકે છે. થોડા વખત પહેલાં આપણા જ દેશના એક ખ્યાતનામ રમતવીરનું નામ રોકાણકારોનાં નાણાં છ મહિનામાં બમણાં કરવાના કૌભાંડમાં બહાર આવ્યું હતું. ખેતીના નામે લોકો પાસેથી નાણાં એકઠાં કરવામાં આવ્યાં હતાં. એ યોજનામાં લઘુતમ ૫૦ લાખ રૂપિયાનું રોકાણ કરવાનું હતું. તેમાં ઘણા શ્રીમંતોએ રોકાણ કર્યું હતું. તેમનું ધન એમ ને એમ પડી રહ્યું હતું તેથી તેમણે આવી યોજનામાં રોકાણ કર્યું હતું. કૌભાંડ છતું થયા બાદ એ રમતવીરને કેદ પણ થઈ હતી. "લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે" એ આપણી જાણીતી કહેવતનું આ ઉદાહરણ છે. અમુક લોકો રોકાણ માટેની વિચિત્ર યોજનાઓ ઘડતા હોય છે. અમેરિકામાં અનેક કૂટણખાનાંની માલિકી ધરાવતા ડેનિસ હોફે એક વખત ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એ પોતાના કૂટણખાનાંના બિઝનેસનો આઇપીઓ લાવવા માગે છે. ઘણા લોકોએ આ ઇસ્યૂમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો હતો. આવા રોકાણને કોઈ કાળે નૈતિક રોકાણ કહી શકાય નહીં. ઉક્ત સંહિતામાં નૈતિકપણે ધન કમાવા પર અને નૈતિકપણે રોકાણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અહીં જણાવવું રહ્યું કે રાજ્યસત્તા એટલે કે સરકારને કરવેરા ચૂકવવાનું કર્તવ્ય નિભાવવાની વાત બધાં ધર્મગ્રંથોમાં કરવામાં આવી છે. આમ, કરવેરા ટાળવાનું કૃત્ય પણ અનૈતિક છે. કરવેરા ટાળીને કે કરચોરી કરીને મેળવેલું ધન અધાર્મિક કહેવાય. એક વખત કોઈકે મને પૂછયું હતું કે પૈસા અને લક્ષ્મી વચ્ચે શું ફ્રક છે? મારું કહેવું છે કે જે ધન ધર્મનું પાલન કરીને એટલે કે નૈતિક રીતે મેળવાયું હોય એ લક્ષ્મી; બીજું બધું ફ્ક્ત પૈસા. નૈતિક રીતે મેળવેલી સંપત્તિ શાંતિ, નિર્મળતા, સ્નેહ અને આદર લાવે છે અને પેઢીઓ સુધી ટકે છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuFg_BsfFg98bk5TU8A7341A7AvWg5y0PZKugw3evGZYQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment