Tuesday, 27 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ લાજ રખો પહેલાજ કી: લ્યો, સેન્સર બોર્ડ વિ. સેન્સર બોર્ડવાળા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લાજ રખો પહેલાજ કી: લ્યો, સેન્સર બોર્ડ વિ. સેન્સર બોર્ડવાળા!
મિજાજ મસ્તી-સંજય છેલ

ટાઇટલ્સ: સેન્સર કલાનું કૅન્સર છે (છેલવાણી)

 

 

 

આજકાલ દેશમાં ઈન્ટરેસ્ટિંગ ઘટનાઓ થઇ રહી છે. સીબીઆઇવાળા જ સીબીઆઇવાળા ઓફિસરની વિરુદ્ધ લડી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના અમુજ જજ સુપ્રીમ કોર્ટના જ અમુજ જજ સામે બોલી રહ્યા છે. છેલ્લે ફિલ્મ સેન્સર બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન પહેલાજ નિહલાની પોતે જ સેન્સર બોર્ડ સામે ફરિયાદ કરવા કોર્ટમાં પહોંચી ગયા છે અને સેન્સર બોર્ડ કેટલું વિચિત્ર છે એના પર પુણ્યપ્રકોપ કાઢી રહ્યા છે!આ જ પેહલાજ નિહલાનીએ એકાદ વરસ પહેલા જ સેન્સર બોર્ડમાં તુઘલખી શાસન અજમાવીને આખી ફિલ્મ લાઇનના મોંમાં ફીણ લાવી દીધેલા. હજી ગયા વરસે જ ઇંદિરા ગાંધીના ૧૯૭૫ના ઇમરજંસીકાંડ વિશે લખેલી મારી પોતાની જ ફિલ્મ ઇંદુ સરકારની રિલીઝ વખતે આ જ પહેલાજ નિહલાનીએ ખૂબ ધક્કા ખવડાવેલા અને જ્ઞાનની ગોળીઓ ખવડાવેલી! એ પહેલાજ નિહલાની જ્યારે નિર્માતા તરીકે રંગીલા રાજા નામની ફિલ્મ લઇને આવી રહ્યા છે ત્યારે એમને સેન્સર બોર્ડની ગેરરીતિઓ અને ત્યાં થતા અન્યાય અચાનક દેખાવા માંડ્યા છે!અબ ઊંટ આયા પહાડ કે નીચે-ની જેમ 'અબ પહેલાજ આયા સેન્સર બોર્ડને તલે' -એમ કહેવાનું મન થાય છે! આને કહેવાય કાર્મિક કનેક્શન!

 

આપણું સેંતર બોર્ડ બડું વિચિત્ર છે.હજૂયે એમાં સદીઓ જૂના નિયમો અનુસરવામાં આવે છે અને મોટા મોટા ફિલ્મમેકરો અને સુપર સ્ટારો ત્યાં આવીને લાચાર બનીને ચૂપ થઇ જાય છે.તમને વિસ્તારથી સમજાવું: જો તમે રિયલ લાઇફમાં મર્ડર કરો તો જેલમાં જશો પણ ફીલ્મોમાં તમે મર્ડર બતાડી શકો છો અને તમને જેલ નહિ થાય અને તમે રિયલ લાઇફમાં સેકસ કરો તો જેલ નથી થતી પણ ફિલ્મોમાં એજ ક્રિયા દેખાડો તો તમને જેલ થઇ શકે છે! કમાલ છે ને?

 

ચારેક વરસ અગાઉ એવું થયેલું કે આપણે કેવી ફિલ્મો જોવી કે કેવી નહિ એવું નક્કી કરનાર ફિલ્મ સેન્સર બોર્ડના એક સી.ઇ.ઓ. રાકેશકુમાર પોતેજ લાંચ લેતાં રંગે હાથ પકડાઇ ગયેલા! એમનાં ઘરેથી કેશ,ઝવેરાત વગેરે મળી આવેલા! તેઓ એડ ફિલ્મો, ફિચર ફિલ્મો પાસ કરવા માટે ૫૦૦૦ થી લઇને લાખોની લાંચ લેતાં. જે લાંચ ના આપે એની ફિલ્મ મહિનાઓ સુધી પાસ થયાં વિના પડી રહેતી. સેન્સર બોર્ડનાં અધિકૃત એજંટો પાસે રાકેશજીનું રેટ કાર્ડ હંમેશા અવેલેબલ હતું!.આ એ જ રાકેશભાઇ હતા જેમણે આવતાંવેંત જ મીડિયામાં મુલાકાતો આપીને કહેલું કે આપની ફિલ્મો સાફસુથરી હોવી જોઇએ! આજની ફિલ્મો બાળકોને બગાડે છે વગેરે વગેરે. તેઓ જ્યારે આપણને આ બધું શીખવી રહ્યાં હતાં ત્યારે બીજી બાજુ લાંચ લેવામાં બિઝી પણ હતાં! આ જ રાકેશકુમારને લીધે ૬ મહિના અમારી ફિલ્મ કિલ ધ રેપિસ્ટ સેન્સરમાં અટકીને પડેલી અને વિતરકો કંટાળીને ભાગી ગયેલાં!

 

ફિલ્મોના સેન્સર બોર્ડનો અમારાં અનુભવો બહુ કડવાં અને રમૂજી રહ્યાં છે. ફિલ્મની વાર્તા કે વિષય વસ્તુને અંગ્રેજીમાં 'થીમ' કહેવાય છે પણ એક સેન્સર બોર્ડના સભ્યે એને "ધીમ" કહીને મારી સાથે ૩૦ મીનિટ કરેલી! ફિલ્મ સેન્સર બોર્ડમાં ગૃહિણીથી માંડીને પ્રોફેસર કે દાણાંબજાર સંઘના અધ્યક્ષ કોઇપણને એમાં મેમ્બર બનાવી દેવાય છે. અમુક સભ્યો વટથી ફિલ્મી પાર્ટીઓમાં કહે છે કે તમે ૩ વરસ લગાડીને ફિલ્મો બનાવો છે અમે ૩ કલાકમાં એને કાપીએ છીએ! કલીયરીંગ એજન્ટોની જેમ ફીલ્મ સેન્સર કરાવવા માટે બાકાયદા એજન્ટો છે, જે રીતસર કાર્ડ છપાવીને બિઝનેસ કરે છે. અનેકવાર એ સેન્સર બોર્ડના સભ્યો ફિલ્મ પત્યાં પછી નિર્માતા પાસે ફિલ્મોમાં નાનામોટાં કામ પણ માગે છે! અમુક સેન્સર બોર્ડ સભ્યો તો ફિલ્મ જોઇને ફિલ્મ ખરીદનારા ડિસ્ટ્રીબ્યુટરને ખુફિયા માહિતી પણ આપે છે કે ફલાણી પિકચર ખરીદતાં નહીં, બહુ ખરાબ છે જેના કારણે અનેક નિર્માતાઓ સડક પર આવી ગયા છે! કરોડો રૂપિયાથી વર્ષોની મહેનત કરીને ફિલ્મ બનાવનાર નિર્માતા-નિર્દેશક બધી ખુમારીને ચૂલામાં નાખીને સેન્સર બોર્ડનાં પગે પડી જાય છે. દહેજ માગતા છોકરાંવાળાં સામે દીકરીનાં ધ્રુજતાં બાપ જેવી નિર્માતાની હાલત થઇ જાય છે.

 

ઇન્ટરવલ : આસમાં પે હૈ ખુદા ઔર ઝમીં પે હમ,

આજકલ વો ઇસતરફ દેખતા હૈ કમ (સાહિર)

 

સરકાર જ નહિ પણ આખો સમાજ પણ સેન્સર પ્રવૃત્તિમાં માને છે. થોડાં વરસ અગાઉ ઠાકરે પરિવારની ત્રીજી પેઢી આદિત્ય ઠાકરેએ રાજનીતિમાં કદમ મૂકતાં સાથે જ રોહિન્ટન મિસ્ત્રીની અંગ્રેજી નોવેલ 'સચ અ લોંગ જર્ની' ને બી.એ.ના અભ્યાસક્રમમાંથી કાઢી નાખવા તોડફોડ કરેલી. યુનિવર્સિટીના વાઇસચાસેલરે પ્રેશરમાં આવીને રાતોરાત બી.એ.ના કોર્સમાંથી એ નોવેલ રદ કરી પણ નાખે! સારૂં છે કે 'મહાભારત' લખનાર વેદવ્યાસ આજે હયાત નથી નહિ તો આ લોકો એમાંથી દ્રૌપદીનું વસ્ત્રાહરણ વલ્ગર છે એમ કહી એમનાં માથે બેસીને દ્યુતસભાનું આખું ચેપ્ટર જ કપાવી નાખત! શું હજી આપણે સૌ એટલાં કીકલાં છીએ કે સરકાર નામના મમ્મી-પપ્પા આપણને શીખવે છે કે બોર્નવીટાવાળું દૂધ પીવાનું? જે ૧૨૦ કરોડ લોકો એક આખેઆખી નવી સરકાર રચી શકે છે એ શું કઇ ફિલ્મ જોવી કે કઇ કિતાબ વાંચવી એ નક્કી કરવા મેચ્યોર નથી?

 

અહિ વાત માત્ર પહેલાજ નિહાનીના ડબલ સ્ટાન્ડર્ડની જ નથી. આપણા દેશમાં મહોમ્મદઅલી ઝીણા પર લખાયેલી જશવંત સિંહાની કિતાબને પણ બાળવામાં આવેલી. વેંડી ડોનીગર નામનાં શિકાગોનાં ઇતિહાસકારની 'ધ હિંદુઝ: એન ઓલ્ટરનેટ હિસ્ટરી' નામની કિતાબને પેંગ્વીન જેવા પ્રકાશકે પણ ભારતમાંથી પાછી ખેંચી લેવી પડેલી કારણકે અસહિષ્ણુ લોકોએ ખૂબ વિરોધ કરેલો! આવા જ લોકો દ્વારા વેલેન્ટાઇન્સ ડે પર ક્ધયાઓને વાળથી પકડીને પબમાંથી ઢસડનાર બેંગલોરના શ્રીરામસેનાવાળા મુથાલિકને સપોર્ટ કરતી પાર્ટીઓ વડે સરકાર રચે છે! સવાલ એ થાય છે કે જો કોઇ કિતાબ કે ફિલ્મથી સમાજમાં હિંસા કે કામવૃતિ ભડકતી હોય તો શું કિતાબો કે ફિલ્મોનાં આગમન પહેલાં સમાજનાં ખૂન, બળાત્કાર નહોતાં થતાં? આજે જ્યારે સેટેલાઇટ ચેનલોં દ્વારા કે ઇન્ટરનેટ પર મફતમાં નગ્ન ફિલ્મો જોઇ શકાય છે ત્યારે કિતાબો કે ફિલ્મો પર ઘૂમટો ઓઢાડવાનો શું અર્થ?

 

શ્ર્લીલ-અશ્ર્લીલની વ્યાખ્યા કોણ કરશે? ૫૦ વર્ષ પહેલાં જે જે અશ્ર્લીલ હતું એ આજે શ્ર્લીલ છે. હેન્રી મિલરની નવલકથાઓમાં 'પોર્નોગ્રાફી' છે એમ કહીને વર્ષો સુધી અમેરિકામાં બેન કરવામાં આવેલી,આજે એને અદ્ભુત સાહિત્ય ગણવામાં આવે છે. ડી.એચ.લોરેન્સની નોવેલ 'લેડી ચેટરલીઝ લવર' વર્ષો સુધી અમેરિકા-યુરોપમાં બેન થયેલી પણ આજે કોલેજોમાં ભણાવાય છે!

 

૧૯૭૦માં બાળ ઠાકરેએ 'વિજય તેંડુલકર'ના નાટક 'ધાશી રામ કોતવાળ'નો આ જ રીતે વિરોધ કરેલો અને સભાગૃહમાં તોડફોડ કરેલી અને ૧૯૯૮ માં 'ફાયર' ફીલ્મનો પણ વિરોધ કરેલો. "જે પ્રજા આજે પુસ્તક બાળે છે એ કાલે ઉઠીને માણસો બાળશે" એવું કોઇએ કહયું છે.પણ માણસો બળે કે મરે એની આપણા સમાજને કયારે પડી હોય છે?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsvjKBW4DtUmqnAMEebmVUugaOwT6h88RkS4w00%3DyLFdA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment