Tuesday, 27 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આજે થોડી અસંસ્કારી વાતો... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આજે થોડી અસંસ્કારી વાતો...
અશોક દવે

 

 


जो तुमको हो पसंद वो ही बात करेंगे,
तुम दिन को अगर रात कहो तो रात कहेंगे


મૂળભૂત રીતે, જેનું તો જનમથી છટકી ગયું હોય, એવા પુરૂષો આવી ઓફર એમની વાઈફો કે પ્રેમિકાઓને કરે. પણ પ્રેમીકા કે પત્ની 'સિવાયની' કોઈ સ્ત્રી આવી ઓફર કોઈ ડોહાએ કરી હોય તો એનું જનમતા પહેલાં, ''મહીંથી જ'' છટકેલું આવ્યું હોય, એમ સમજવું. આપણા પ્રાતઃવિસ્મરણીય કાકા મનમોહન આવી પ્રાર્થના રોજ સોનિયાજીને કરતા હોય, એવો ડર સમગ્ર દેશને રહેતો હોય, તો ખોટું નથી. કારણ કે, આની આગળની પંક્તિમાં ય કાકા બોલ્યા છે, ''દેતે ના આપ સાથ તો મર જાતે હમ કભી કે...'' કાકા હજી ફૂલટાઈમ આખેઆખા જીવે છે, એ જ બતાવે છે કે, મેડમે સાથે પૂરો આપ્યો છે.


નોર્મલી, સ્ટ્રોંગ મરદોએ આવી ચમચાગીરી એમની વાઈફો કે પ્રેમિકાઓને કરવી પડતી નથી. ઘ્યાનથી જોશો તો આપણે ત્યાંની સુસંસ્કૃત એક આખેઆખી જ્ઞાતિના પુરૂષો એમની સગ્ગી વાઈફોને આવા મસ્કા મારવામાં જીંદગીભર હલવઈ ગયા છે. વાઈફ ઉપર થોડું ય ઉપજતું હોય, એવો તો એકે ય ગોરધન આ આખી જ્ઞાતિમાંથી હજી સુધી કોઈએ જોયો નથી. સ્ત્રીની સુંદરતાથી અંજાઈ જવું કોઈ નવી વાત નથી, પણ ડોબાઓ પોતે ય કેટલા હેન્ડસમ, સ્માર્ટ, સારો પૈસો કમાઈ શકનાર અને ઘણા કીસ્સામાં તો વાઈફ કરતા ય વઘુ મોહક પર્સનાલિટીવાળા હોવા છતાં, પહેલી જ રાતથી ભ'ઈ એટલી હદે અંજાઈ ગયા હોય કે, 'તુમ દિન કો અગર રાત કહો, રાત કહેંગે...'ની નોબત એવી આવી જાય છે કે, પેલીએ હજી રાત તો કીધી ય ન હોય, છતાં ય કીધી હશે, એવા ખૌફથી થરથરતો ગોરધન આગોતરા જામીન લઈને કહી દે, ''હા મારી મા... અત્યારે રાત છે !''


સુંદર વાઈફો પાસે એક અમોઘ શસ્ત્ર હોય છે એમની સુંદરતા એનકેશ કરી લેવાનું. એ જાણતી હોય છે કે, લાલીયો આખો દહાડો ગમે તેવો લોટતો હોય, રાત્રે ક્યાં જવાનો છે? એમની પાસે ભૂખ-હડતાળથી ય વઘુ વિકરાળ શસ્ત્ર હોય છે.નાકાબંધી જાહેર કરી દીધા પછી દાઉદ જેવો ખૂંખાર ગોરધન પણ કાંઈ કરી ન શકે ને માતાજીના ચરણોમાં આળોટીને, ''જો તુમકો હો પસંદ વો હી બાત કરેંગે...'' જીવનભર માટે શરૂ થાય. સુંદરીની સાસુ બહુ ડકડક કરતી હોય, તો વહુ પાસે આખા દિવસમાં કોઈ ઉપાય નહિ. એનો આજ્ઞાંકિત ગોરધન મા-બાપનો ય ગમે તેટલો આજ્ઞાંકિત પુત્ર હોય, યુઘ્ધે ચઢવાનો પ્રતિબંધ ફરમાવી દો, એમાં તો ભલભલો બહાદુર સેનાપતિ ય ઢીલોઢફ થઈ જાય, ત્યાં આ તો લાચાર પતિ છે. આ એક વખત મજબુરીથી એનાથી બોલાઈ જાય છે, 'તુમ દિન કો અગર...' એમાં જીંદગીભરનો જમાદાર થઈ જાય છે.


શું પત્નીથી દબાઈ જવું કોઈ ગૂન્હો છે? શું દબાઈ ગયેલો ગોરધનનો સંસાર સુખી હોઈ જ ન શકે? અથવા તો પત્ની ઉપર સખ્તાઈ કરતો હોય, બધાની વચ્ચે ઉતારી પાડતો હોય કે મા-બાપ પાસે માવડીઓ થઈને રહેતો હોય, એ પતિ બહુ મોટો મરદ કહેવાય?


બીજી બાજુ, બધી સ્ત્રીઓ ય કોઈ સતિ સાવિત્રી હોતી નથી. એ તો હરકોઈ કબુલ કરશે કે, પુરૂષમાં હજાર અવગુણો હશે, પણ જુઠ્ઠું બોલવામાં કે ત્રાગાં કરવામાં જગતભરની સ્ત્રીઓને કોઈ પહોંચી ન શકે. ભરચક આંસુઓ સાથેનું જુઠ્ઠાણું કમાલની કરતબો કરી શકે છે, એ સત્ય સ્ત્રીઓ સિવાય કોણ જાણે અને વાપરે છે?


પોતાના સાસુ-સસરાને વર પાસે જ હડઘૂત કરાવીને હાંકી કાઢનાર એ જ સ્ત્રી એના મા-બાપને વહુ-દીકરાથી કનડગત હોય તો આ જ સ્ત્રી રણચંડી બની જાય છે, પણ પોતાના સાસુ-સસરાને ભિખારીને હાલતમાં કઢાવી મૂકે છે. નમાલો પતિ વાઈફ સામે સેક્સ, સુંદરતા, જુઠ્ઠાણાં, ઘરમાં પોતાના એકહથ્થું શાસનની ચૂળ અને સમાજના ડરને કારણે પત્ની સામે બાયલો પુરવાર થાય છે, એ દુર્ઘટના ઉપર આધારિત આ લેખ છે. કેટલાક પતિઓ બાયલા તો નથી હોતા, પણ વાઈફના સતત ઝગડાળુ કલ્ચર અને સંસ્કારથી હારી-થાકી જઈને લાચારીથી બઘું જોયે રાખે છે, માં-બાપને અન્યાય થવા દે છે ને કાંઈ કરી શકતો ન હોવાની જીવનભર મજબુરી ભોગવે રાખે છે. રોજેરોજના ઝગડા-કંકાસથી દરેક સજ્જન પુરૂષ હારી ને થાકી જાય છે, એનો પૂરો ગેરલાભ આવી પત્નીઓ ઉઠાવતી હોય છે.


બસ. આ તબક્કે પતિના મરદ હોવાની જરૂર પડે છે. સ્ત્રી ઉપર હાથ ઉપાડવાને જગતભરમાં તિરસ્કારનો ભોગ બનવું પડે છે, પણ લગ્ન થયા પછી જીવનમાં વાઈફને જરૂર પડે એક જ વખત પૂરા ફોર્સથી તમાચો ઠોકી દેનાર ગોરધન બાકીની જીંદગી સુખથી જીવે છે. યસ. આધાર એવી પત્નીની બદમાશી ઉપર છે કે, પુરૂષે ફિઝિકલ તમાચો પણ મારવો પડે તો મારી દેવો જોઈએ. કહે છે ને, કોકની જીભ ચાલે તો કોકના હાથ ચાલે. એવું કેવી રીતે સહન થાય કે, સ્ત્રીની જીભ કોઈ પતિ પાસે આત્મહત્યા કરાવવા જેવી ઝેરીલી હોય, એને સમાજ ગૂન્હો ન ગણે પણ પેલો એક તમાચો ઠોકે એ આંતરરાષ્ટ્રીય ગૂન્હો? હવે પેલા અઘૂરો છોડેલા સવાલનો જવાબ આવશે કે, દબાયેલા પતિ હોવું ગૂન્હો છે?


જરૂરત મારે જવાબ આપવાની રહેતી જ નથી કે, એ ગૂન્હો છે કે નહિ ! ઘરડાના ઘરમાં લાઈફ-ટાઈમમાં એક જ આંટો મારી આવો તો ખબર પડશે કે, શારીરિક નહિ તો સામાજીક નપુંસક સાબિત થયેલા દીકરાઓએ માં-બાપને અહીં ધકેલ્યા છે, એમાં એમની વહુનો વાંક હવે ન કઢાય... નમાલાં દીકરાનો કઢાય ! ભાગ્યે જ કોઈ વહુના માં-બાપે એવા સંસ્કાર આપીને દીકરીને પરણાવી હોય છે કે, સાસરામાં પતિ જેટલો જ આદર તારા સાસુ-સસરાનો કરજે. મોંઢે બધી માં ભલે ફડાકા મારતી હોય કે, અમે તો અમારી દીકરીને સારા સંસ્કાર જ આપ્યા છે પણ વાસ્તવમાં એકપણ મા-બાપના ધ્યાન પર એ હકીકત કદી નથી આવતી કે, દીકરી તરીકે એમનું સંતાન સર્વોત્તમ હોઈ શકે, વહું કે વાઈફ તરીકે બેન કેવા ગુલ ખીલાવે છે, એની કોને ખબર છે? જેમ કે, દરેક દીકરો એમ માનતો હોય છે કે, પોતાની માં જ વિશ્વમાં સર્વોત્તમ છે અને આ એક જ સર્વોત્તમ હોવામાં, એની એ જ માને પોતાના પિતાની એ સર્વોત્તમ વાઈફ, સર્વોત્તમ વહુ, સર્વોત્તમ ભાભી, સર્વોત્તમ સાસુ અને બધેબઘું સર્વોત્તમ માની બેસે છે, કારણ કે એક સ્ત્રી તરીકે પોતાની માના બીજા સ્વરૂપો એને કદી જોવા જ મળતા નથી. અફ કોર્સ, આટલી બુઘ્ધિની અપેક્ષા તો કેટલા દીકરાઓ પાસે રાખી શકાય?


ઈશ્વરની જ કૃપા હશે... હું કે મારો દીકરો પરણ્યા ત્યારે જ પોતપોતાની વાઈફ પાસે ચોખ્ખું કરી લીઘું હતું કે, 'આ ઘરમાં આખરી અવાજ આપણા મમ્મી-પાપાનો જ ચાલશે. દરેક વિવાદમાં કોણ સાચું ને કોણ ખોટું ક્યારે ય નહિ જોવાય.'


ફિર ક્યા? ઈશ્વરની કરી કૃપા કે, કમ-સે-કમ અમારા પરિવારમાં સાસુ-વહુના વિવાદો કદી ય થયા નથી. જે સી ક્રસ્ણ.

 

સિક્સર
- હોય અમુક માણસ એવા કે રહેવા દો ને શું કહેવાનું?
એવા બરછટ જેની આગળ પથ્થર સુઘ્ધાં ગેંગેફેંફે....'
(યુવાન શાયર અનિલ ચાવડાના આ શે'રમાં પથ્થરને બદલે 'કોલસો' ય મૂકી શકાય?)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsvFPfBt4wQRjpcpLyeYJctQcFnp2qTDtbQk34x4zY28Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment