Tuesday 27 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ડાયાબિટીસ થવાની શક્યતા કોને હોય છે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ડાયાબિટીસ થવાની શક્યતા કોને હોય છે? કેવી રીતે અટકાવી શકાય છે?
મેડિકલી યોર્સ -મુકેશ પંડ્યા

 

 

 

ડાયાબિટીસ ટાઇપ-૧ એટલે શરીરમાં ઇન્સ્યુલીનનો અભાવ. આ બહુ ઓછા કિસ્સાઓમાં અને બાલ્યાવસ્થામાં જ જોવા મળે છે. આને માટે તો ઇન્સ્યુલીન બહારથી જ લેવું પડે જ્યાં સુધી એવી કોઇ રસી કે દવા ન શોધાય જે બાળકોને આપી શકાય જેથી સ્વાદુપિંડ પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલીનનું ઉત્પાદન કરી શકે.

 

પણ દુનિયામાં વધુ પ્રમાણમાં દેખા દેતો ડાયાબિટીસ ટાઇપ-૨ કોને કોને થવાની શક્યતા વધુ છે એ જાણવું જરૂરી છે.

૧) જેમના માતા-પિતા કે ભાઇ બહેનને ડાયાબિટીસ ટાઇપ-૨ છે.

૨) જેમનું વજન કે પેટની ચરબી નિયત ધોરણ કરતાં વધુ છે.

૩) જે સ્ત્રીને સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસ થયેલ હોય છે અથવા જે સ્ત્રીએ ૯ પાઉન્ડ ( ૪ કિલો)થી વધુ વજનના બાળકને જન્મ આપેલ હોય છે.

૪) જે વ્યક્તિને હાઇ બ્લડ પ્રેશર રહેતું હોય

૫) જે વ્યક્તિ આરામપ્રિય છે, જેની જીવનશૈલી બેઠાડું છે, શ્રમ કે કસરત નથી કરતાં.

૬) જેમનો લીપીડ (ચરબી)નો રિપોર્ટ બરોબર ન હોય.

 

ડાયાબિટીસને ટાઇપ-૨ અટકાવવા માટે શું કરશો?

 

૧) મેદસ્વીપણું ઘટાડો

જો તમે સ્થૂળ હો તો, ખોરાકમાં યોગ્ય ફેરફાર કરો જ્ેથી કરીને વજન કાબૂમાં રહે. કમર ઘટાડીને ૪૦ ઇંચથી નીચે લઇ જાવ.

 

પેટની ચરબી વધી ગઇ છે એ કેવી રીતે નક્કી કરશો?

હજુ થોડા વખત પહેલાં શરીરની ઊંચાઇ અને વજન પરથી તમે જરૂર કરતાં ઓછું વજન ધરાવો છો કે વધુ એ નક્કી થતું હતું જે બોડી-માસ ઇન્ડેક્સ (બી. એમ.આઇ.) તરીકે ઓળખાય છે. શરીરની લંબાઇને વજનના વર્ગ વડે ભાગો ત્યારે જે બી.એમ.આઇ. આંક મળે તેના પરથી તમારું વજન યોગ્ય છે કે અયોગ્ય એ નક્કી થાય છે. આ પદ્ધતિમાં શરીરનું વજન હાથપગના વિકસિત સ્નાયુના કારણે છે કે પેટ આગળ વધેલી ચરબીને કારણે છે એ ખબર પડતી નથી. એટલે હવે નવી પદ્ધતિ અમલમાં આવી છે જેમાં તમારી કમરના પરિઘ(વેઇસ્ટ સર્કમફરન્સ) નો તમારી ઊંચાઇ વડે ભાગાકાર કરવામાં આવે છે. દા.ત કમરનો પરિઘ ૦.૭૯ મીટર (૩૧ ઇંચ) હોય અને ઊંચાઇ ૧.૭૫ મીટર (૫ ફૂટ ૮ ઇંચ) હોય તો ગુણોત્તર (રેશિયો) આવે ૦.૪૫. જો આ ગુણોત્તર ૦.૫ થી વધુ હોય તો તમારે ચરબી ઘટાડવી જોઇએ.

 

આનો સીધો સાદો અર્થ એ થયો કે તમારા આખા શરીરનું વજન ભલે ઓછું હોય પણ પેટ ઉપર ચરબીના થર જામ્યા હોય કે કમર વધી ગઇ હોય તો શરીર માટે વધુ જોખમકારક છે. માટે પેટ પાતળું રાખવાના તમામ પ્રયત્નો કરવા જોઇએ.

 

૨) શારીરિક પ્રવૃત્તિ વધારો.

જેમકે, ઓફિસ અને ઘરના બે ત્રણ દાદરા હોય તો લીફ્ટ ન વાપરતાં દાદરથી ચડ ઊતર કરવી. જો ઓફિસ કે ઘર ઊંચાઇ પર હોય તો બે-ત્રણ દાદરા ચઢી જવાં. પછી લિફ્ટનો ઉપયોગ કરવો. વાહન હંકારતા હો તો તેને શક્ય હોય તો ઓફિસ કે ઘરથી થોડે દૂર પાર્ક કરી ચાલવાનું રાખવું.

 

બસમાં આવતા-જતાં હો તો એક સ્ટોપ આગળ ઉતરી, એટલું ચાલી નાખવું. કસરત કે તરવાની પ્રવૃત્તિ વધારવી.

 

૩) ખોરાક

તળેલો, ઘીવાળો ખોરાક, ફાસ્ટફૂડ, મીઠાઇ, આઇસ્ક્રીમ ખાવામાં સંયમ રાખવો. રેસાવાળા ફળ, શાક વધું લેવા. ફણગાવેલા કઠોળ, આખા ધાન્ય, દાળ, ઓસાવેલા ભાતનો ઉપયોગ કરવો. દાળ,શાક કે કઠોળમાં સાકર કે ગોળનો વપરાશ ઓછો કરવો. જમતા પહેલાં કચુંબર-છાશ જરૂર પીવા. જમવાની સાથે ઠંડા, ગળ્યા, કૃત્રિમ પીણા પીવાનું ટાળવું. એક સાથે ખૂબ ખાઇને પેટને ભાર આપ્યા વગર દિવસમાં ચાર વાર થોડું થોડું ખાવું વધું હિતાવહ છે. દાબીને ન ખાતાં પેટને ઉણું રાખવું. જમવામાં મોડુ ન કરતાં તેમાં નિયમિતતા જાળવી રાખવાના તમામ પ્રયત્નો કરવાં.

 

૪) આદતો અને વ્યસન

ધૂમ્રપાન, મદ્યપાન અને તમાકુની આદત હોય તો છોડી દેવી. આલ્કોહોલ છોડી દો તો વધુ સારું, પણ ન છોડી શકો તો એનું પ્રમાણ ઓછું કરી નાખવું. આલ્કોહોલમાં સાકરવાળા ઠંડા પીણા જેમાં સાકર હોય એ ભેળવવા નહીં.

 

૫) મન પ્રફુલ્લિત રાખો

જે લોકો વધુ પડતી માનસિક તાણ અનુભવતા હોય તેમને પણ ડાયાબિટીસ થવાની શક્યતા વધુ હોય છે એમ આજનું સંશોધન કહે છે. તમારુ દરેક કાર્ય શાંતિપૂર્ણ રીતે સંપન્ ન થાય એ રીતનું આયોજન કરો. ઓફિસની ચિંતા ઘરે ન લઇ જવી અને ઘરની ચિંતાને ઓફિસમાં ન લઇ જવી. કામના કલકો પૂર્ણ્ર થયા પછી તમને મનગમતી પ્રવૃત્તિ જેવી કે હળવું વાંચન, સંગીત, ફરવા જવું, ટી.વી સિરિયલ જોવી વિ. પ્રવૃત્તિ કરી શકાય. કાયમ હસતા રહો. કોઇ અણધાર્યા સમાચાર કે કાર્યનો બોજો આવી પડતાં ઉશ્કેરાટમાં ન આવી જતાં તેને કેવી રીતે પાર પાડવા એ વિશે શાંતિથી વિચારવું.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvLgFFtsP%3DuUaEzDV6ZkO5AWn8mteh72hRJLoO14807ig%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment