Saturday, 24 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ભારતની વસ્તી વધશે? કેટલું સત્ય, કેટલું જુઠ્ઠાણું (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભારતની વસ્તી વધશે? કેટલું સત્ય, કેટલું જુઠ્ઠાણું?
વાચકની કલમે - ઋષભ મજમુદાર - બોરીવલી

 

 

અવારનવાર અખબારોમાં તેમ જ અન્ય સમાચાર માધ્યમોમાં અને સોશિયલ મીડિયામાં સુધ્ધાં ભારતની વધતી જતી વસ્તી વિશે અહેવાલો આવ્યા કરે છે. એ અહેવાલમાં એવું જણાવવામાં આવે છે કે ભારતની વસ્તી ખૂબ ઝડપથી વધી રહી છે અને આવતાં થોડાં વર્ષોમાં ભારત વસ્તીની દૃષ્ટિએ ચીન કરતાં પણ આગળ નીકળી જશે. થોડા દિવસ પહેલાં ટી.વી.ની એક ન્યૂઝ ચેનલમાં એવું જણાવ્યું હતું કે અત્યારે દુનિયાની વસ્તીની ૧૯ ટકા વસ્તી ચીનની છે, જ્યારે ભારતની વસ્તી ૧૮ ટકા છે. અને બાકીની ૬૩ ટકા વસ્તી દુનિયાના જુદા જુદા દેશોમાં છે. વધુમાં જણાવ્યું હતું કે જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવતાં થોડાક વર્ષોમાં ચીનની ૧૯ ટકા વસ્તીથી પણ ભારતની વસ્તી વધી જશે અને ભારત વસ્તીની દૃષ્ટિએ નંબર વન રાષ્ટ્ર બની જશે.

 

આવા અહેવાલો વાંચીને મને મનમાં પ્રશ્ર્ન થાય છે કે શું આ ખરી વાત હશે? આમ કેમ બને? મારા મતે તો ભારતની વસ્તી વધતી નહીં પણ ઘટતી જતી હોવી જોઇએ. અને તે માટે મારો તર્ક (મારું લોજિક) આ પ્રમાણે છે.

 

ૄ ઘટતું જતું જન્મનું પ્રમાણ

એક સમય હતો જ્યારે કુટુંબમાં સાત-આઠ સંતાનો હોવાં સામાન્ય વાત હતી. વધતા જતા શિક્ષણના પ્રમાણ અને મહિલાઓ નોકરી કરતી થતાં સંતાનોની સંખ્યા ધીરે ધીરે ઘટીને બે-ત્રણ પર આવી ગઇ. સંયુક્ત કુટુંબ પ્રથા તૂટીને વિભક્ત કુટુંબની પ્રથા અમલમાં આવતાં અત્યારે એક જ સંતાનવાળાં દંપતીની સંખ્યા ઘણી વધી ગઇ છે અને હવેનાં દંપતી તો બાળકોની જવાબદારી ઉઠાવવાને બદલે સંતાન વિના કેમ જીવી ન શકાય એવો સવાલ પૂછી રહ્યા છે.

 

ૄ વધતું જતું મૃત્યુનું પ્રમાણ

વૃદ્ધાવસ્થા તથા અસાધ્ય રોગો તેમ જ કુદરતી રીતે થતા મૃત્યુની વાત જવા દઇએ, ને વિચાર કરો કે શું આજથી ૭૦-૮૦ વર્ષ પહેલાં આટલાં બધાં એકસાથે સમૂહમાં મૃત્યુ થતાં હતાં? એટલે મારું કહેવું એમ છે કે સ્વતંત્રતા પછી હાઇવે અને વાહન-વ્યવહારનો જે વિકાસ થયો છે તેની સાથે સાથે અકસ્માત અને દુર્ઘટના પણ ખૂબ વધી ગયાં છે અને તેમાં અનેક લોકો મૃત્યુ પામે છે. અખબારોમાં તેમ જ ટી.વી. ન્યૂઝ ચેનલોમાં એક પણ દિવસ એવો જતો નથી કે ક્યાંક પણ નાનો-મોટો અકસ્માત કે દુર્ઘટના નહીં થઇ હોય અને તેમાં કેટલાક લોકો મર્યા એવા સમાચાર નહીં હોય. કેટલાયે માર્ગ અકસ્માતો અને દુર્ઘટના થાય છે અનેક લોકોનાં મૃત્યુ થાય છે. રેલવેમાં પણ નાના-મોટા અકસ્માતો થયા કરે છે અને તેમાં પણ અનેક લોકોનાં મૃત્યુ થાય છે.

 

આ ઉપરાંત આતંકવાદી હુમલા, બોમ્બબ્લાસ્ટ, નકસલી હુમલા તેમ જ કોમી રમખાણો તથા અન્ય પ્રકારનાં હુલ્લડો વગેરેને લઇને અનેક લોકો મૃત્યુ પામે છે. કુદરતી આફત જેવી કે અતિવૃષ્ટિ, મહારેલ, વંટોળિયો, ધરતીકંપ વગેરેને લીધે પણ અનેક લોકોનાં મૃત્યુ થાય છે.

 

ૄ વિદેશ ગમન

છેલ્લાં કેટલાંક વર્ષોમાં શિક્ષણનું પ્રમાણ ઘણું વધી ગયું છે. તેને લઇને ઉચ્ચ ડિગ્રી લઇ વધુ કમાવવાની લાલચે પરદેશમાં સારી નોકરી મળતાં ત્યાં જ રહી જાય છે. ઘણાં ભારતીયો આ રીતે અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં જાય છે અને પછી પરિવાર સાથે ત્યાં જ વસી જાય છે.

શું કોઇ પત્રકારે કે એન.જી.ઓ. એ કે સરકારે આ વિશે સર્વે કર્યો છે ખરો? જરા વિચાર કરો કે આવક કરતાં જાવક વધારે હોય તો સિલક ક્યાંથી વધે?

 

ગયા વર્ષે એક પ્રજામતમાં પત્રમાં મેં જણાવ્યું હતું કે જો આ પ્રમાણે હિન્દુઓ કુટુંબ નિયોજન કરતા જ રહેશે તો બે-ત્રણ સદીઓ પછી હિન્દુઓની હાલત આજે જેમ પારસીઓની હાલત છે, તેવી થશે. મુસ્લિમો કુટુંબ નિયોજનને ઇસ્લામની વિરુદ્ધ ગણે છે અને ધર્મના નામે કુટુંબ નિયોજન નહીં અપનાવે તો આ દેશ બે-ત્રણ સદી પછી કદાચ ઇસ્લામિક રાષ્ટ્ર બની જશે. કદાચ ધર્મના નામે તેમનો આ એક છૂપો એજંડા તો નહીં હોય ને?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtSCiODPTei8YKvw-paL9eHv%3DEgMNe6twQq17atoszoWw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment