Sunday, 25 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ખોબામાં દરિયો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મી ટુ  -  ખોબામાં દરિયો!
રેખાબા સરવૈયા

 

 

શાલુની આંગળીઓ રીતસરની ધ્રૂજી રહી હતી. ઘરમાં આજે વળી આવું એકાંત એકાએક જ આવી ભટકાયું હતું. મમ્મી-પપ્પા બંને એક વ્યવહારીક કામથી બહાર ગયા હતા. એણે જિજ્ઞાસાવશ જ લેપટોપ ઓન કરીને કેટલીક સાઈટ્સ ચેક કરી.


લેપટોપને અડવાનોય એક રોમાંચ હોય એ શાલુએ મહેસૂસ કર્યો. શાલુ S.S.C. માં હતી અને એની પાસે ગઝેટસ નહોતાં…મોબાઈલ કે ટેબ્લેટની દુનિયાથી એ હજી પરિચિત નહોતી એમ તો નહીં, પરંતુ એ વસ્તુઓની એટલી બધી આદત પણ નહોતી એને.


હા…ક્યારેક-ક્યારેક મોટાભાઈ અને પપ્પા લેપટોપ ઉપર કામ કરતાં હોય ત્યારે વિસ્ફરિત આંખો લઈને એ જોઈ રહેતી. એક-બે વાર જીદ કરીને મોટાભાઈ પાસે એણે લેપટોપનું ઓપરેટિંગ શીખી જ લીધેલું, એ જ તો કામ આવ્. ને અત્યારે.


હમણાં જ ગયેલા 'વિમેન્સ ડે' – ની અસર હેઠળ એણે કેટલીક સાઈટ્સ પર સર્ચ કર્યું.


અલ્લાઉદિનનાં જાદુઈ ચિરાગની જેમ લેપટોપનું કર્સર એના માટે સાવ અજાણ્યાં પ્રદેશનાં દરવાજા ખોલી રહ્યું હોય અને 'ખુલ જા સીમ…સીમ…' કહ્યા પછીની ગુફામાં કોઈ જાદુઈ અસર હેઠળ ફેસબુક, ટ્વીટર, બ્લોગ…જેવું કેટકેટલું ફેંદી નાંખતાં શાલુની આંગળીઓ અને આંખો સ્થિર થઈ ગઈ…


ઈં મી ટૂ…એ ટાઈટલથી દુનિયામાં કોઈપણ ખૂણાની સ્ત્રી એ જીવનમાં ક્યાંક ને ક્યાંક ક્યારેક પોતે સહન કરેલી જાતીય સતામણીની વાર્તા પીડદાયી શબ્દોથી ત્યાં મૂકી હતી. શાલુ કર્સર ઘુમાવતી રહી અને વાંચતી રહી અજાણી છોકરીઓ-સ્ત્રીઓની પીડાને.

 

'હું જ્યારે બાળકી હતી ત્યારે મારા પપ્પાનાં જીગરી દોસ્તે મારા શરીરને અણગમતો સ્પર્શ કર્યો હતો.'


'હું જ્યારે સ્કૂલમાં હતી ત્યારે મારી બસનાં ડ્રાઈવરે મને ન ગમે એ રીતે ચૂમી હતી.'

'કોલેજનાં એક ફંકશનમાંથી રાતે મને મારા ઘેર ડ્રોપ કરવા આવનાર મારા માટે જ બહુ રિસ્પેકટેડ હતા એ જ પ્રોફેસરે રસ્તામાં કાર ઊભી રાખીને એકાએક જ મને બાથમાં લઈને ચૂમીઓથી ગૂંગળાવી મારી હતી.'


'કોલેજનાં મિત્રોની સાથે એક મૂવી જોતી વખતે મારી પાસેની સીટમાં બેઠેલા એક પ્રોઢે થિયેટરનાં અંધકારમાં પ્રથમ મારા સાથળ પર અને પછી મારાં સ્તન પર પોતાનો હાથ ફેરવેલો.'


– શાલુ વાંચતી ગઈ એમ-એમ એનાં ગળામાં કશુંક અટવાતું હોય એવો ડચૂરો બાઝયો. જીભ તાળવે ચોંટતી જતી હતી. પગ શિથિલ થઈ રહ્યાં હતાં. હૃદયનાં ધબકારા ધીમા થતાં જતાં હતાં.


શાલુને કિચનમાં જઈને પાણી પીવાની તીવ્ર ઈચ્છા થઈ પણ એનાથી ઊભાં જ ન થવાયું. જાણે કે એનું શરીર સજ્જડ રીતે પકડાય ગયું હોય એવું લાગ્યું. કાનની તપી ગયેલી બૂટ પાછળથી પરસેવાનાં બે બુંદનો રેલો ઉતરી આવ્યો. માથું ભમી ગયું હોય એમ એણે આંખો બંધ કરી.


પોપચાનાં અંધકારમાં જે દેખાયું તે આવું કંઈક હતું. પોતે જેને મિત્ર માનતી અને ટયુશનમાં જેની સાથે જતી એ છોકરાએ થોડા દિ' પેલા જ શાલુની એક્ટિવા બગડી જતાં એને પોતાનાં એક્ટિવાની ચાવી આપી. પરાણે એની પાછળ બેસી ઘર સુધી મૂકવાનાં બહાને શાલુની કમર અને ગરદન પર પોતાની આંગળીઓ ફેરવી હતી. એ વખતનાં ગભરાટ જેવો જ ગભરાટ શાલુને અત્યારે ઘેરી વળ્યો એણે પણ # મી ટૂ લખવા કર્સર રોકયું…ટાઈપ કરવા જતી હતી ત્યાં જ દરવાજાની ડોરબેલ રણકી ઊઠી.


– શાલુ ફરી એકવાર નવેસરથી ગભરાટનાં કળણમાં ખૂંપી ગઈ ઊંડી ને ઊંડી…દરવાજાની ઘંટડી ઉપરાઉપરી વાગતી રહી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvT3tMNXjOatbeQL5C70S_J_9%3DajiAAwr%3DZjFEsd-_FVw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment