પરંતુ હોમિયોપથી પણ આમાં ઘણી મદદરૂપ થઈ શકે છે. કીમોથેરપીની સાઇડ-ઇફેક્ટ્સ ઓછી કરવાથી લઈને સર્જરીની જરૂર જ ન રહે એવા ચમત્કાર પણ એ કરી શકે છે. ઘણા કેસમાં તો ઍલોપથીની મદદ વગર જ કૅન્સર મટાડી શકવાનાં ઉદાહરણ છે કેસ-૧ મહારાષ્ટ્રના એક ગામમાં રહેતા અશોક પડણેકરને ૨૦૧૩માં થાઇરૉઇડનું કૅન્સર હતું. નિદાનમાં કહેવામાં આવ્યું કે આ ટ્યુમરની
સાથે-સાથે લિમ્ફ-નોડ્સ પણ જોડાયેલા છે. અશોકને જેવું આ નિદાન આવ્યું કે તેને ભયાનક ડર બેસી ગયો કે તે હવે નહીં બચે. અશોકના ઘરમાં તેના ભાઈને પૅન્ક્રિયાસનું કૅન્સર હતું, જેમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. આથી અશોકને લાગ્યું કે બસ, હવે મારો વારો. પરંતુ અશોક હોમિયોપથીના સહારે ગયો અને ૨૦૧૭ સુધીમાં કોઈ ઍલોપથી ઇલાજ, સર્જરી, કીમો કે રેડિયેશન વગર તે સંપૂર્ણ હેલ્ધી બની ગયો. તેની ગાંઠ એની જાતે જ ઓગળી ગઈ.
કેસ-૨ નાશિકમાં રહેતા પ્રદીપ રોચવાણીને ૨૦૧૨માં તમાકુને કારણે જીભનું કૅન્સર બહાર આવ્યું હતું. ડૉક્ટર પાસે ગયા તો તેમણે કહ્યું કે તેની સર્જરી અનિવાર્ય છે. જીભને કાપવી ખૂબ જ જરૂરી છે નહીંતર કૅન્સર ફેલાઈ જશે. પ્રદીપભાઈ હોમિયોપૅથ પાસે ગયા. ૭ દિવસ પછીની ઑપરેશનની તારીખ હતી. આ ૭ દિવસમાં તેમણે હોમિયોપથી ફક્ત ટ્રાય કરી. એની અસર એવી થઈ કે તેમને સમજાઈ ગયું કે સર્જરી વગર પણ કામ થઈ શકશે. ઇલાજ ચાલ્યો અને સર્જરી વગર તેમની જીભનું કૅન્સર ઍલોપથી અને હોમિયોપથીના કૉમ્બિનેશનથી અઢી વર્ષની અંદર ઠીક થઈ ગયું હતું. મહત્વની વાત એ છે કે સર્જરીની જરૂર ન પડી. એને લીધે આજે પ્રદીપભાઈ બોલી પણ શકે છે અને જમી પણ શકે છે.
કેસ-૩ મુંબઈનાં રીટા મોટવાણી ૨૦૧૪માં
બ્રેસ્ટ-કૅન્સરનાં દરદી હતાં. ફસ્ર્ટ સ્ટેજનું કૅન્સર હતું છતાં એટલી હદે ગભરાઈ ગયાં હતાં, કારણ કે તેમના ઘરમાં ૩-૪ સ્ત્રીઓ ફક્ત બ્રેસ્ટ- કૅન્સરના કારણે જ મૃત્યુ પામી હતી. તેમને લાગ્યું, બસ કાળ પાસે આવી ગયો છે. કીમોથેરપી ચાલુ કરી ત્યારે તેમની હાલત બગડી. એ દરમ્યાન તેમણે સાથે-સાથે હોમિયોપથી ચાલુ કરી તો કીમોને કારણે આવતા પ્રૉબ્લેમ્સમાં તેમને ઘણી રાહત મળી. સાઇડ ઇફેક્ટ્સ લગભગ નહીંવત્ થઈ ગઈ. આજે એકદમ હેલ્ધી અને સામાન્ય જીવન જીવતાં રીટાબહેનના જીવનમાંથી કૅન્સરનો ડર હંમેશાં માટે નીકળી ગયો છે, જેનું શ્રેય તે હોમિયોપથીને આપે છે. કૅન્સરનું નામ પડતાં જ આપણને એક ભયાનક રોગ સામે આવે છે, જે જીવલેણ છે એટલું જ નહીં; એનો ઇલાજ પણ અત્યંત કક્ટદાયક છે. સર્જરી, કીમોથેરપી કે રેડિયેશન આ ત્રણેય ઍલોપથી ઇલાજના ભાગ છે, જે કૅન્સરના દરદીઓને આ રોગથી છુટકારો દેવામાં ઘણી મદદ કરે છે. પરંતુ આ ત્રણેય ઘણા જ કક્ટદાયક ઇલાજ છે. છતાં મોટા ભાગે જોવા મળે છે કે કૅન્સરથી મુક્તિ મેળવવી હોય તો આ કક્ટમાંથી પસાર થવું જ રહ્યું, કારણ કે લોકો પાસે બીજો કોઈ ઑપ્શન જ નથી. પરંતુ આ વાત સંપૂર્ણ સાચી નથી. હોમિયોપથી પાસે પણ કૅન્સરનો ઇલાજ છે. આ વાત ભાગ્યે જ કોઈ લોકો જાણે છે. આજે આપણે જાણીએ કે હોમિયોપથી કૅન્સરમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે છે.
હોમિયોપથીના સિદ્ધાંત કૅન્સરને હોમિયોપથી કઈ નજરે જુએ છે એ બાબતે વાત કરતાં ઇન્ટરનૅશનલી પ્રખ્યાત હોમિયોપૅથ ડૉ. રાજન શંકરન કહે છે, 'કોઈ પણ બીજા રોગને જે દૃષ્ટિથી હોમિયોપથી જુએ છે એ જ દૃષ્ટિથી કૅન્સરને પણ એ જુએ છે. હોમિયોપથીની દવાઓ શરીરમાં સાઇકો-ન્યુરો-ઇમ્યુનો-એન્ડોક્રાઇનોલૉજિકલ લેવલ પર કામ કરતી હોય છે. એટલે કે માનસિક સ્તર પર, મગજના સ્તર પર, રોગપ્રતિકારક શક્તિ પર અને હૉર્મોનલ લેવલ પર એ કામ કરતી હોય છે. આ ચાર સ્તર પર જે પણ ડિસ્ટર્બન્સ સરજાય છે એ ડિસ્ટર્બન્સને ઠીક કરવાનું કામ હોમિયોપથી કરે છે. દરેક રોગને આ ચાર સ્તર પર જ જોવામાં આવે છે. હોમિયોપથીની દવાઓ કૅન્સર સામે લડતી નથી, પરંતુ એ દવાઓ શરીરને એવું મજબૂત કરે છે કે શરીર ખુદ કૅન્સર સામે લડી શકે છે. હોમિયોપથી માને છે કે માનવ શરીર પોતાના પ્રૉબ્લેમ્સ જાતે દૂર કરવાની ક્ષમતા ધરાવે છે અને અમે ફક્ત એ ક્ષમતાને વધારવાનું કામ કરીએ છીએ.'
રોગપ્રતિકારક શક્તિને સબળ બનાવે હોમિયોપથી કઈ રીતે અને કયા સિદ્ધાંત પર કૅન્સરમાં મદદરૂપ થઈ શકે છે એ બાબતે વાત કરતાં છેલ્લાં ૩૩ વર્ષથી કૅન્સર પર કામ કરતા અધર સૉન્ગ હોમિયોપથી ક્લિનિક, અંધેરીના હોમિયોપૅથ ડૉ. સુજિત ચૅટરજી કહે છે, 'કૅન્સરને આપણે સરળ શબ્દોમાં સમજીએ. શરીર સતત નકામા કોષો બનાવતું રહે છે. એક હેલ્ધી માણસમાં પણ નકામા કોષો બનતા જ હોય છે. પરંતુ તેની ઇમ્યુન સિસ્ટમ એટલી સ્ટ્રૉન્ગ હોય છે કે એ નકામા કોષોને શરીરની બહાર ફેંકી દે છે. આ સિસ્ટમમાં કોઈ ગરબડ થાય ત્યારે આ કોષો બહાર ફેંકાતા નથી અને એની ગાંઠ બની જાય છે, જેને લીધે કૅન્સર થાય છે. હોમિયોપથી ઇમ્યુન સિસ્ટમને પ્રબળ બનાવવાની તાકાત રાખે છે. દવાઓથી જ્યારે સિસ્ટમ પ્રબળ બને ત્યારે શરીર ખુદ જ કૅન્સર સામે લડે છે અને એનાથી મુક્ત થઈ શકે છે. આ થિયરી પર જ અમે કામ કરીએ છીએ.'
ફક્ત હોમિયોપથી કામ લાગે ખરી? કોઈ વ્યક્તિને કૅન્સર થયું છે અને તે ફક્ત હોમિયોપથી ટ્રીટમેન્ટ જ લે તો તે ઠીક થઈ શકે ખરી? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. સુજિત ચૅટરજી કહે છે, 'દરેક દરદીદીઠ એનો જવાબ જુદો હોઈ શકે છે. પરંતુ હું એટલું ચોક્કસ કહી શકું કે જો શરૂઆતી ફસ્ર્ટ કે સેકન્ડ સ્ટેજ પર કૅન્સર હોય તો ફક્ત હોમિયોપથી એને ક્યૉર કરી શકે છે. જો એ ખૂબ જ વધી ગયું હોય તો ઍલોપથીની મદદ લેવી પડે છે. અમે અમારી પાસે આવતા દરદીને એવું બિલકુલ કહેતા નથી કે તમે ઍલોપથી છોડી દો. ઘણા કેસ એવા પણ છે, જેમાં ઍલોપથી અને હોમિયોપથી સાથે લેવાથી ઘણાં સારાં રિઝલ્ટ મળ્યાં છે. સાયન્સ તો સારું જ હોય છે. એમાંથી જે સારી બાબત હોય એને લેવામાં કંઈ ખોટું નથી.'
કઈ રીતે ઉપયોગી?
હોમિયોપથી કૅન્સરમાં કઈ રીતે ઉપયોગી નીવડી શકે છે? આ બાબતે ડૉ. રાજન શંકરન અને ડૉ. સુજિત ચૅટરજી પાસેથી જાણીએ મહત્વની બાબતો. ૧. કીમોથેરપીમાં કૅન્સર સેલ્સની સાથે હેલ્ધી સેલ્સ પણ મરે છે અને વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સાવ ખતમ થઈ જાય છે. એનાથી ઊંધું હોમિયોપથી દવાઓ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને જાગ્રત કરે છે. એને કારણે જ જે દરદીઓ કીમો પણ લે છે તે હોમિયોપથી સાથે લેતા હોય તો તેને કીમોની આડઅસર ઘણી ઓછી થાય છે કે થતી જ નથી.
૨. કૅન્સરના દરદીમાં ડર ખૂબ ભરાઈ જાય છે. આ ડર તેમને વધુ ને વધુ બીમાર કરે છે. જે દરદી આ ડરથી મુક્ત થઈ જાય તે સરળતાથી કૅન્સર સામે લડી શકે છે અને જીતી શકે છે. આ ડરને દૂર કરવાનું કામ હોમિયોપથી કરે છે. એ હકીકત છે કે શારીરિક તકલીફ સામે લડવા માટે માનસિક સજ્જતા જોઈએ છે, જે હોમિયોપથી લાવે છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os5sE0P798rFFehV14ECEOebDAR1rPYu32yZ6E-G7Uxdw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment