Friday, 2 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ગમતાં શેફની ડિશ ડાઉનલોડ કરી ઝાપટી લો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગમતાં શેફની ડિશ ડાઉનલોડ કરી ૩D પ્રિન્ટ કરો અને ઝાપટી લો!
જનરેશન નેક્સ્ટ :- દીપક આશર

 

 

અંડરવોટર બબલ સિટી એપાર્ટમેન્ટ, રેસ્ટોરાંમાં ૩D પ્રિન્ટેડ ફૂડ, પર્સનલ ડ્રોનમાં ટ્રાવેલિંગ, સ્પેસમાં ફાર્મહાઉસ કે પછી અદ્ધર હવામાં લટકતો સ્કાય બંગલોઝ..!! આ બધી બાબતો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની નથી, પણ નિષ્ણાતોનું કહેવું છે કે, આગામી એક સદીમાં પૃથ્વી પરનું લિવિંગ જ બદલાઈ જશે. ટેક્નોલોજી એવી તે ક્રાંતિ સર્જશે કે, તમે સપનાંમાં પણ વિચાર્યું નહીં હોય તેવી આપણી લાઇફ સ્ટાઇલ બની જશે. વિદ્વાનોનું માનવું છે કે, આપણી જીવનશૈલી કરતાં આપણે ક્યાં જીવીયે છીએ એ સિનારિયો બદલાઈ જશે. સાયન્સ અને ટેક્નોલોજીએ અંડરવોટર હોમ્સ, ચંદ્ર અને મંગળ પર સ્પેસ કોલોની, દરિયા પર તરતા શહેરો, હવામાં લટકતાં બંગલો, ડ્રોનની મદદથી ઉડતાં હોલી-ડે હોમ જેવાં અનેક પ્રોજેક્ટ કાગળ પર ઊતારી દીધા છે.

 

તાજેતરમાં જ બ્રિટનમાં સ્માર્ટથિંગ પર એક રિપોર્ટ તૈયાર કરાયો હતો. આ રિપાર્ટમાં એવું સજેસ્ટ કરવામાં આવ્યું હતું કે, લોકો કેવી રીતે રહે છે તેનાં કરતાં ક્યાં રહે છે તેમાં આકાશ-પાતાળ જેટલો તફાવત આવશે. અત્યારે સ્માર્ટ લિવિંગ માટે સ્કાય સ્ક્રેપર બનાવવામાં આવી રહ્યાં છે. જોકે, ૧૦૦ વર્ષમાં આ વિચારસરણી જ બદલાઈ જશે અને લોકો જમીનની અંદર ટનલ બનાવીને ૨૫ સ્ટોરી બિંલ્ડિંગમાં રહેતાં હશે! આ એવા ઘરો હશે જેનાં ડેકોરેશન કે લે-આઉટ નહીં બદલાય, પણ વ્યક્તિના મૂડને અનુકૂળ થવા ર્પાિટશનની સાથે એલઇડી સરફેસ બદલાશે. એટલું જ નહીં રિપોર્ટ એવું પણ કહે છે કે, વર્ષ ૨૧૧૮માં લોકો હવાફેર માટે હોલી-ડે પર ઓસ્ટ્રેલિયા કે થાઇલેન્ડ જવાને બદલે પૃથ્વીના વાતાવરણને છોડીને ઓવરનાઇટ ચંદ્ર કે મંગળ પર જશે. અને જે લોકો સ્પેસમાં હોલી ડે મનાવવા નથી માગતાં તે લોકો પોતાનાં ઘરને જ ડ્રોનની મદદથી કોઈ હિલસ્ટેશન પર લઈ જઈ શકશે. આ પ્રકારનો સ્માર્ટથિંગ્સ પરનો રિપોર્ટ તૈયાર કરનારી ટીમમાં યુનાઇટેડ કિંગડમના સ્પેસ સાયન્ટિસ્ટ ડો.મેગી એડેરિન-પોકોક, ફ્યૂચરિસ્ટ આર્કિટેક્ટ આર્થર મોમોઉ-મણી, વેસ્ટ મિન્સસ્ટર યુનિવર્સિટીના પ્રોફેસર ટોબી બર્ગેસ ઉપરાંત અર્બનિસ્ટ લિંડા એઇટકેન અને એસ લેક્લેર્ક સામેલ છે.

 

ડો.મેગી એડેરિન-પોકોકનું કહેવું છે કે, ઇન્ટરનેટ ક્રાંતિને લીધે આજે આપણે જે રીતે એકબીજા સાથે વાત કરીએ છીએ, આપણી જિંદગીને કંટ્રોલ કરીએ છીએ એ બધુ આજથી બે દાયકા પૂર્વે એકદમ જુદું હતું. એ જમાનામાં આપણે સ્વપ્ને પણ આજે જેવી દુનિયા છે એ વિચારી ન હતી. આજે સ્માર્ટફોન જે રીતે આપણી લાઇફ કંટ્રોલ કરે છે કે પછી સુવિધા, સુરક્ષા વગેરે પૂરી પાડે છે તે બાબત હજુ ૧૦ વર્ષ પહેલાં પણ આપણે વિચારી ન હતી. એવું જ કંઈક હવે આગામી એક સદીમાં જોવા મળશે. આજે આપણે જે રીતે જીવીએ છીએ તેમાં ધરમૂળથી ફેરફારો થઈ જશે. મેડિકલ એડવાન્સમેન્ટની જ વાત કરીએ તો, અત્યારે આપણી પાસે ઇમરજન્સીમાં દર્દીને ટ્રીટમેન્ટ માટે ગમે ત્યાં ખસેડવાની ક્ષમતા ધરાવીએ છીએ, પણ આગામી સમયમાં ઘર કે ઓફિસિસમાં હેલ્થ ડાયગ્નોસિસ પોડ ફિટ કરવામાં આવશે. કોઈપણ પ્રકારની ઇમરજન્સીમાં દર્દી હેલ્થ પોડમાં દાખલ થશે કે તરત જ તેની બીમારી ડિજિટલી ડાયગ્નોસ થઈ જશે. એટલું જ નહીં આ બીમારીને ઇમરજન્સીમાં જરૂરી હશે તે મેડિસિન અને ડોક્ટર કે સર્જન પણ પોડની મદદથી ઉપલબ્ધ થઈ જશે. હજુ આગળ વાંચો. નોકરી-ધંધા માટે અઠવાડિયામાં પાંચ દિવસ ઓફિસે જતાં લોકો આજે સૌથી સુખી માનવામાં આવે છે, પણ રિપોર્ટ તો એવું સજેસ્ટ કરે છે કે, એ જમાનામાં થ્રી ડેઇઝ એ વીક હશે! એટલે કે લોકોએ અઠવાડિયામાં ત્રણ દિવસ જ કામ કરવું પડશે. બાકીની ઇમરજન્સી મીટિંગ્સ હોલોગ્રામની મદદથી લોકો અટેન્ડ કરી લેશે.

 

ફ્યૂચરિસ્ટ આર્કિટેક્ટ આર્થર મોમોઉ-મણીનું કહેવું છે કે, ૩D પ્રિન્ટિંગ આપણાં જીવનમાં હવે મહત્ત્વનો રોલ અદા કરશે. ર્ફિનચરથી લઈને ફૂડ સુધી બધું જ ૩D પ્રિન્ટિંગને આધારે હશે. તમારાં ફેવરિટ શેફની ડિશને ડાઉનલોડ કરીને ૩D પ્રિન્ટિંગ કરી આરામથી આરોગી શકશો! રેડી ટુ ઇટ ઇન અ મિનિટ!! આપણાં ઘર પણ એટલા સ્માર્ટ હશે કે, ઘરમાં દરેકની હાજરીને તેઓ ઓળખી શકશે. ઘરમાં આવતા સ્મોક, પેટ્સ, હ્યુમિડિટી, લાઇટિંગ, ઓક્સિજનની માત્રા વગેરેને સ્માર્ટહોમ ડિટેક્ટ કરી શકશે. જરૂરત પ્રમાણે તેમાં ચેન્જિસ કરવાની ક્ષમતા પણ ધરાવતાં હશે. જોકે, આ તો ખાલી શરૂઆત જ હશે.

 

આ રિપોર્ટ તૈયાર કરતી વખતે ૨૦૦૦થી વધારે બ્રિટિશ એડલ્ટની સાથે વાત કરવામાં આવી હતી. તેઓ શું માને છે તે જાણવાનો પ્રયાસ કરાયો હતો, જેમાં ઇન્ટરેસ્ટિંગ બાબતો બહાર આવી હતી. આ બાબતોમાં સૌથી ટોચ પર હતી વર્ચુઅલ મીટિંગ્સ. ૪૮ ટકા લોકોએ કહ્યું, ઇન્ટરનેટ દ્વારા લોકો હોલોગ્રામની મદદથી મીટિંગ્સ અટેન્ડ કરશે. આ ઉપરાંત ૪૧ ટકા લોકોનું માનવું છે કે, કર્મિશયલ સ્પેસ ફ્લાઇટના દિવસો હવે બહુ દૂર નથી, જ્યારે ૨૬ ટકા નાગરિકોએ કહ્યું હતું કે, મૂડને ગમે તેવી વર્ચુઅલ ઇન્ટિરિઅર ડિઝાઇનિંગ સ્માર્ટ લિવિંગથિંગમાં પોસિબલ હશે.

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os7NVwgTeYrzozXS9tD59Ym4efLr235qi9YiRNoio5ebw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment