Tuesday 27 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ શંખ વગાડવા પાછળનાં આધ્યાત્મિક કારણો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શંખ વગાડવા પાછળનાં આધ્યાત્મિક કારણોને કદી જાણવાનો પ્રયત્ન કર્યો છે?
પ્રાસંગિક - અનવર વલિયાણી
 

 

 

શંખ શા માટે વગાડવામાં આવે છે? શંખ વગાડવા વગાડવા પાછળ રહેલા આધ્યાત્મિક કારણો અને એથી થતા લાભોથી માહિતગાર થવાનો પ્રયત્ન કદી કર્યો છે ખરો? મંદિરો અને ઘરમાં પૂજા-અર્ચના-પ્રાર્થના સમયે શંખ વગાડવામાં આવતો હોય છે. સામાન્ય રીતે આરતીના સમયે અથવા શુભ પ્રસંગે પણ શંખ વગાડવામાં આવે છે. યુદ્ધના આરંભ કે લશ્કર વિજયી બને ત્યારે પણ શંખનાદ કરવામાં આવે છે. શંખને પૂજા સ્થાનમાં પણ મૂકવામાં આવે છે, અને તેની પૂજા કરવામાં આવે છે. આ તમામ બાબતો પાછળ રહેલા ધાર્મિક-આધ્યાત્મિક કારણો જાણવા અતિ રસપ્રદ બની રહેવા પામશે:

જ્યારે શંખ ફુંકાય છે ત્યારે 'ૐ'નો અનંતનાદ ઉદ્ભવે છે. ભગવાને -ઇશ્ર્વરે સૃષ્ટિનું સર્જન કરતાં પહેલાં ઉચ્ચારેલો પવિત્ર નાદ તે ૐ છે. તે સૃષ્ટિનું અને તેની પાછળ રહેલા સત્યનું પ્રતીક છે.

 

પુરાણોમાં જણાવ્યા મુજબ શંખાસુરે દેવોને પરાજિત કર્યા, તેમની પાસેથી વેદ ચોરી લીધા અને મહાસાગરના તળિયે પહોંચી ગયા. દેવોએ સહાય માટે ભગવાન વિષ્ણુને યાચના કરી, તેમણે મત્સ્યાવતાર ધારણ કર્યો અને શંખાસુરનો વધ કર્યો.

 

શંખ આકારમાં તેની ખોપરી અને કાનનું હાડકું ભગવાન વિષ્ણુએ શંખની જેમ ફૂંક્યું. તેમાંથી ૐ નો ધ્વનિ નીપજ્યો અને તેમાંથી વેદોની ઉત્પત્તિ થઇ.

 

વેદોમાં સંગ્રહિત સઘળું જ્ઞાન એ ઓમકારનો વિસ્તાર છે. શંખાસુરના નામ પરથી શંખ નામ આપવામાં આવ્યું. ભગવાન વિષ્ણુએ વગાડેલો શંખ પાંચજન્ય નામે ઓળખાય છે. તે સદાય તેમના એક હાથમાં હોય છે.

 

શંખ જીવનના ચાર પુરુષાર્થો (ધર્મ,અર્થ, કામ, મોક્ષ)માંના ધર્મનું પ્રતીક છે. શંખધ્વનિ ઉપર પાપ-પૂણ્યનો વિજય દર્શાવે છે. આપણે આપણા કાન પાસે શંખ રાખીએ તો આપણને સાગરના મોજાંનો નાદ સંભળાય છે.

 

શંખધ્વનિ અને બીજાં વાજિંત્રોના મંગલનાદ કરવાનો બીજો પ્રચલિત હેતુ, સાધકોના મનને અને વાતાવરણને દૂષિત કરનારી નકારાત્મક આલોચના અને ઘોંઘાટને ખાળવાનો છે.

 

પ્રાચીન ભારત ગામડામાં વસતું હતું. દરેક ગામડામાં એક મુખ્ય અને કેટલાંક નાનાં મંદિરો હતાં. દરેક મહત્ત્વની પૂજાના પ્રસંગે અને એવા શુભપ્રસંગોએ, શંખનાદ કરવામાં આવતો હતો. એ બધાં ગામ નાનાં હોવાથી આખા ગામમાં આ શંખનાદ સંભળાતો હતો. જે લોકો મંદિરે, આરતી સમયે નહોતા જઇ શકતા તેમને શંખનાદ દ્વારા બે ઘડી કામ બંધ કરીને, ભગવાનનું સ્મરણવંદન કરવાનું યાદ આવતું. એટલે, દિવસના રાબેતાના કામ દરમ્યાન પણ લોકોના મન થોડી વાર માટે પ્રાર્થનામય બનતા.

 

મંદિરોમાં અને ઘરોમાં શંખને પૂજા સ્થાનમાં મૂકવામાં આવે છે. તે નાદ બ્રહ્મ, સત્વવેદ, ૐ, ધર્મવિજય અને મંગલનું પ્રતીક છે. ઘણીવાર ભક્તોને તીર્થોદક આપવા માટે પણ વપરાય છે. પ્રસાદરૂપી તીર્થ દ્વારા આપણું મન ઉન્નત અને શ્રદ્ધામય બને છે. શંખની પૂજા નીચેના શ્ર્લોક બોલતા થાય છે:-

પ્રણામ પાંચજન્ય તુજને,

સાગરે તુ નીપજ્યો,

ભગવાન વિષ્ણુના કરે સોહ્યો,

દેવો સૌ પૂજતા તને.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuoTzsx2Na0VFjUa1wspKuUOiq4xHwErv8pm7pAH6dotQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment