Thursday 1 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કળિયુગનો રાવણ એટલે મોહ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કળિયુગનો રાવણ એટલે મોહ, તેને રામકથા મારી શકશે!
માનસ મંથન - મોરારિબાપુ
 

 

થોડાં વર્ષો પૂર્વે માનસરોવરની પવિત્ર ભૂમિ પર ભગવદ્ કૃપાને લીધે રામકથા થઈ હતી. એ પછી ભુશુંડિ સરોવર ખાતે પણ કથા થઈ, અને આ ત્રીજી કથા રાક્ષસતાલ પર. રાક્ષસનો અર્થ શું થાય? અહીં 'રાક્ષસતાલ' શબ્દ છે. આ ભૂમિને 'રાક્ષસતાલ' કહે છે. એનો થોડો અર્થ સમજી લઈએ. વિજ્ઞાનમાં એક કિરણનું નામ છે-ક્ષ કિરણ. એક્સ રે. કોઈ વાતો એવી હોય છે જે ક્ષ-કિરણોથી જાણી શકાય. રાક્ષસનો અર્થ છે જેમાં 'રામ' પણ હોય અને 'સીતા' પણ હોય. પરંતુ તે વચ્ચેના 'ક્ષ' કિરણથી જાણી શકાય! 'રા'નો અર્થ થાય છે રામ. 'સ'નો અર્થ થાય છે સીતા. વચમાં જે ક્ષ કિરણ છૂટે છે તેને જાણ્યા વિના રાક્ષસ નહીં જાણી શકાય એથી હું વારંવાર રાવણ પર બોલું છું. 'રામચરિતમાનસ'માં જો રાવણની કથા આવતી હોય તો તે માણસ બૂરો કેવી રીતે હોય? 'રાક્ષસ'નો એક અર્થ થાય છે કે તેનામાં પણ શુભ તત્ત્વ પડ્યું છે, જોઈએ ક્ષ-કિરણ, જેથી આપણે તેને જોઈ શકીએ. ક્ષ-કિરણ વિના રાવણને સમજવો અસંભવ છે.

ધ્યાન દો, રાવણ તત્ત્વ કોઈ પણ રૂપમાં, ચારે યુગમાં પ્રગટ થઈ શકે છે. સતયુગમાં એ જ તત્ત્વ જય-વિજય, હિરણ્યાક્ષ-હિરણ્યકશિપુ થયા. સતયુગના દૈત્ય જે જય-વિજયમાંથી થયા. સતયુગમાં પણ આસુરીવૃત્તિનું પદાર્પણ થયું. કોઈ કાલ ખાલી નથી. પછી ત્રેતાયુગ આવ્યો, જેમાં એ જ જય-વિજય, રાવણ અને કુંભકર્ણ બન્યા. દ્વાપરમાં તેઓ દંતવક્ર અને શિશુપાલ. હવે પ્રશ્ર્ન એ થાય કે આ તત્ત્વો કળિયુગમાં કોણ? તુલસીજીએ 'માનસ'માં નથી લખ્યું કે કળિયુગમાં રાવણ અને કુંભકર્ણ કોણ. એ જે તાળું બંધ છે એની ચાવી 'વિનય પત્રિકા'માં છે. કળિયુગમાં એ જ આસુરી તત્ત્વો છે- પળજ્ઞવ ડયપળેરુબ ટડધૄર્ળૈટ અર્વૈઇંળફ

કળિયુગમાં રાવણ અને કુંભકર્ણ કોણ છે? કળિયુગમાં રાવણ અને કુંભકર્ણ અહંકાર છે એવું વિનયપત્રિકામાં કહીને દ્વાર ખોલી આપ્યું છે. સતયુગવાળા હિરણ્યાક્ષ-હિરણ્યકશિપુ આપણા બહુ કામમાં નહીં આવે. ત્રેતાવાળા રાવણ-કુંભકર્ણ એટલું સમાધાન નહીં આપી શકે. કળિયુગમાં આપણે કયા રાવણ-કુંભકર્ણ સાથે લડવાનું છે એનું સમાધાન તુલસીજી આપણને વિનય પત્રિકામાં આપે છે. અને એ છે મોહ અને અહંકાર. ત્યાં તો રાવણને રામે માર્યો. કળિયુગના રાવણ-મોહને બીજું કોઈ નહીં મારે, એને રામકથા મારશે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsVM%2BtBNSxLBrmfx%3D%2BCH8rdU3g1QsNOBr7xVVhemuXrcA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment