Saturday, 24 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વાત દુનિયાના મોંઘેરા સાત ઘરની (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વાત દુનિયાના મોંઘેરા સાત ઘરની!
વાહ, ક્યા બાત હૈ!

 

 

ઘર... એક એવી જગ્યા કે જેના વિશે સાહિત્યમાં ઘણું બધું લખાઈ ચૂક્યું છે. આખો દિવસ ભલે તમે ત્યાં કોઈની પણ સાથે પસાર કરી દો, પણ સાંજ પડે ને એટલે ઘરની યાદ તો આવી જ જાય. પોતાનું એક નાનકડું પણ સુંદર મજાનું ઘર હોય એ સપનું તો લગભગ દરેક વ્યક્તિ જ જોતી હોય છે, પણ દુનિયામાં કેટલાય લોકો એવા એવા પણ છે કે જેમનું આ ઘરનું સપનું ક્યારેય પૂરું થતું નથી. આજે આપણે જે ઘરની વાત કરી રહ્યા છીએ તેવા ઘર તો ટીવી, સિરિયલ કે મોટા બજેટની હિંદી ફિલ્મોમાં પણ નહીં જોયા હોય. દુનિયાના ૧૦ સૌથી સુંદર અને સુરક્ષિત અને સૌથી મહત્ત્વનું એક મોંઘા ઘર વિશે આપણે માહિતી મેળવીશું. કહેવાય છે કે આ ઘર એટલાં સુંદર છે કે સામાન્ય વ્યક્તિ તેની કલ્પના પણ કરી શકતો નથી. સુંદર હોવાની સાથે-સાથે આ ઘર એટલાં મોંઘાં છે કે તેને ઇચ્છા હોવા છતાં પણ ખરીદી શકાતાં નથી.

-----------------------------

એન્ટિલિયા- મુંબઈ

કિંમત-૧ અબજ

એન્ટિલિયા હકીકતમાં એક ઘર નહીં પણ ઈમારત છે. ૨૭ માળની આ ઇમારત ૪૦૦,૦૦૦ વર્ગ ફૂટમાં બનેલી છે. આ ઇમારતમાં છ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, ત્રણ હેલિકાફ્ટર પેડ બનાવવામાં આવ્યાં છે. ઇમારતનું ધ્યાન રાખવા માટે ૬૦૦ લોકોનો સ્ટાફ આ ઘરમાં કામ કરે છે. આ ઘરના માલિક ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી છે.

----------------------------

એલિસન એસ્ટેટ- કેલિફોર્નિયા

કિંમત- ૨૨૨ મિલિયન

આ ઘરની વર્તમાન કિંમત લગભગ ૨૦૦ મિલિયન ડોલર છે તેને દુનિયાના સૌથી સુંદર ઘરની શ્રેણીમાં સૌથી ઉપર રાખવામાં આવ્યું છે. આ ઘર કેલિફોર્નિયાના ૨૩ એકર જમીન ઉપર બનેલું છે. તેને બનાવવા માટે કુલ ૯ વર્ષ લાગ્યાં હતાં. આ ઘર જાપાની વાસ્તુકલાના આધારે બન્યું છે. જોકે, આ ઘર મુકેશ અંબાણીના એન્ટિલિયાથી ઓછું મોંઘું છે, પરંતુ તેની સુંદરતા એન્ટિલિયાથી અનેકગણી વધારે છે. તમે માત્ર અહીં ફરવા જઇ શકો છો અથવા એક કે બે દિવસ ભાડે રહી શકો છો.

---------------------------------

૧૮-૧૯ કેંસિંગ્ટન પેલેસ ગાર્ડન- લંડન

કિંમત- ૨૨૨ મિલિયન

અબજોપતિઓની સંપત્તિની શ્રેણીમાં એક પ્રોપર્ટી આ પણ છે. આ ઘર લંડનમાં પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનના ઘરની બરાબર છે. હવે તો તમે સમજી જ ગયા હશો કે આખરે આ ઘર કેમ આટલું મોંઘું છે. આ વિશેષ નિવાસમાં ૧૨ બેડરૂમ, એક સ્નાનાગાર અને એક ઇનડોર પુલ પણ છે. આ સિવાય ઘરમાં ૨૦ કાર માટે પાર્કિંગ પણ છે. એક રિપોર્ટ પ્રમાણે આ સંપત્તિના માલિક લક્ષ્મી મિત્તલ માનવામાં આવે છે. ફોર્બ્સ પ્રમાણે ભારતમાં તે ૧૦૦ સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક છે.

-------------------------------

ક્રેઝી ક્લિફ હાઉસ-

સમુદ્ર ઉપર એક પહાડના કિનારે વસેલું ઘર કોઇ સ્વર્ગથી ઓછું નથી. અમેરિકાના એક અમીર વ્યક્તિએ તેને ગરમીની રજાઓ મનાવવા માટે નહીં, પરંતુ પોતાના પરિવારને યુદ્ધ દરમિયાન સુરક્ષિત રાખવા માટે બનાવ્યું હતું. આ ઘરની છત ઉપર પારદર્શી સ્વિમિંગ પુલ છે જેના કારણે અંદરનો નજારો કમાલનો જોવા મળે છે. જો તમે એકાંતમાં પોતાનું જીવન શાંતિથી પસાર કરવા માગો છો તો આ ઘર તમારી માટે સૌથી સારું રહેશે.

-----------------------------

વિલા લિઓપોલ્ડા- કોટ ડી અજૂર, ફ્રાન્સ

કિંમત- ૭૫૦ મિલિયન

આ ૫૦ એકરની સંપત્તિ છે. એક હોટલ જેવી જોવા મળે છે. તેમાં એક સ્વિમિંગ પુલ, પુલ હાઉસ, એક શાનદાર રસોઈઘર, હેલિપેડ અને એક ગેસ્ટ હાઉસ છે. આ ઘરનો ઉપયોગ ૧૯૫૫માં 'ઝજ્ઞ ઈફભિંવ ફ ઝવશયર' નામની હોલીવૂડ ફિલ્મ માટે પણ કરવામાં આવ્યો હતો. આ ઘરની માલકણ બ્રાઝિલની રહેનારી લિલી સફ્રા નામની મહિલા હતી જેણે એક લેબનાની બેંકર વિલિયમ સફ્રા સાથે લગ્ન કર્યાં હતાં. તેના પતિ વિલિયમનું મૃત્યુ થઇ ચૂક્યું છે.

--------------------------

ફોર ફેયરફિલ્ડ પોન્ડ- સાગાપોનૈક, ન્યૂયોર્ક

કિંમત- ૨૪૮.૫ મિલિયન

આ સંપત્તિ ન્યૂયોર્કમાં છે. ૨૯ બેડરૂમનું આ ઘર ૬૩ એકરમાં બનેલું છે. માત્ર એટલું જ નહીં આ ઘરનું પોતાનું વીજળી સંયંત્ર છે. આ સિવાય ઘરમાં ૩૯ બાથરૂમ છે અને એક બાસ્કેટબોલ કોર્ટ, સ્કવો કોર્ટ, ટેનિસ કોર્ટની સાથે-સાથે ત્રણ સ્વિમિંગ પુલ અને એક ૯૧ ફૂટ લાંબું ડાઇનિંગ રૂમ છે. આ સંપત્તિ રેનકો સમૂહના માલિક ઈરા રેનેર્ટની છે જે ધાતુઓ અને ખનિજ પીગાળવાનું કામ કરે છે.

---------------------------

બકિંગહામ પેલેસ-

કિંમત- ૧.૫૫ બિલિયન

આ ઘર ૨૦૧૨માં જ્યારે વેચવાની વાત સામે આવી હતી તો આ પ્રોપર્ટીનો ભાવ દુનિયાની સામે આવ્યો હતો. આ ઇમારતની કિંમત ૧.૫ બિલિયન અમેરિકી ડોલર છે. તેમાં ૧૯ શાહી રૂમ, ૫૨ બેડરૂમ, ૭૮ બાથરૂમ સ્થિત છે. તેનું ધ્યાન રાખવા માટે ૯૨ કાર્યાલય બનેલાં છે અને ૧૮૮ કર્મચારી તેમાં કાર્યરત છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov1z0rUi6BFQ8Oe-0t0gUhwQcfLvPSp8d1%2BYGc0Vtxwqw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment