ન્યુયોર્કની અલગ અલગ વિષયમાં રસ ધરાવતા લોકોમાં અલગ અલગ છાપ છે. હવે મિડિયા, આર્કિટેક્ચર કે ટાઇમ સ્કવેરની ઝાકઝમાળની મજા તો ત્યાં લઈ શકાય ત્ોમ છે જ, પણ ન્યુયોકમાં દુનિયાભરની કલાન્ો ઘર આપતાં મ્યુઝિયમો ત્યાંની હાઇલાઇટ છે. હવે પ્ોરિસમાં પ્ોકેજ ટૂરના ભાગ રૂપ્ો બ્ો દિવસ આપવાના હોય ત્ોમાં લુવ્ર મ્યુઝિયમમાં માંડ બ્ો-ત્રણ કલાક વિતાવી શકાતા હોય છે. એમ જ ન્યુયોર્ક ફરવા નીકળેલાં ઘણાં મુલાકાતીઓ ગુગનહાઇમ, મેટ અન્ો મોમા જેવાં મ્યુઝિયમ્સ ઘણીવાર એક જ દિવસમાં પતાવીન્ો બહાર નીકળી જતાં હોય છે. હવે આ મ્યુઝિયમોની મજા એ છે કે ત્ોમન્ો જોવા માટે દૃષ્ટિકોણ ત્ૌયાર ન હોય તો ત્યાં સમય વેડફવાની કોઈ જરૂર નથી, અન્ો જો ત્યાંની અર્થપ્ાૂર્ણ મુલાકાત લેવી હોય તો દરેક મ્યુઝિયમન્ો કમસ્ોકમ એક દિવસ તો આપવો જ રહૃાો. આજના ઇન્સ્ટાગ્રામ અન્ો પિન્ટરેસ્ટના જમાનામાં તો મોમા એટલે કે 'મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટ નો દરેક ફ્લોર કોઈ ન્ો કોઈ ડિઝાઇનની પ્રેરણા આપ્ો ત્ોવો છે. મોમાની મુલાકાત ઓપન માઇન્ડ અન્ો બજેટ સાથે કરવામાં આવે તો બહાર નીકળનાર માણસન્ો પોતાનું ઘર, પોતાની ઓફિસ અન્ો પોતાના દેખાવનો પણ મેકઓવર કરવાની ઇચ્છા થઈ આવે. જે દિવસ્ો મોમા જવાનું થયું ત્યારે પહેલાં તો ન્યુયોર્ક સ્થિત કોઈ લેટનાઇટ ટૉક શૉમાં ઓડિયન્સ એન્ટ્રી માટે ટ્રાય કરવાની ઇચ્છા થઈ હતી, પણ સ્ટિવન કોલબ્ોર કે ટ્રેવર નોઆહન્ો લાઇવ જોવા માટે ઘણી લાંબી લાઇન હતી અન્ો પહેલેથી ટિકિટની વ્યવસ્થા થઈ શકી ન હતી. એવામાં મારા માટે મોમા મ્યુઝિયમન્ો લગભગ આખો દિવસ આપવાનું શક્ય બન્યું હતું. ત્ોમાંનો ઘણો સમય ફોન પર અહીંના આર્ટવર્ક અંગ્ો ઓનલાઇન સર્ચ ચલાવવામાં પણ વિત્યો હતો, અન્ો કેટલાક કલાના નમૂના એવા હતા કે ત્ોમન્ો માત્ર તાકી રહેવાનું જ પ્ાૂરતું હતું. મોમાની ટિકિટ અન્ો મેપ હાથમાં આવ્યા પછી ટોપ ફ્લોરથી શરૂઆત કરી. જ્યારે સમયનો પ્ાૂરતો ઉપયોગ કરવો હોય, ત્યારે મહાકાય મ્યુઝિયમ જોવા માટે સ્ટ્રેટેજી પણ નક્કી કરવી પડે. અહીં છેલ્લે મ્યુઝિયમ ગિફ્ટશોપ પણ ચૂકવા જેવી નથી. મોમાનો કણેકણ આર્ટિસ્ટિક નવીનતાથી નીતરતો હોય ત્ોવું લાગતું હતું. મોડર્ન આર્ટન્ો સાધારણ જીવનમાં જરા બદનામ કરવામાં આવતી હોય છે. ઘણાં એવું પણ માન્ો છે કે મોડર્ન આર્ટન્ો વાસ્તવિક રોજિંદા જીવન સાથે ખાસ લેવાદેવા નથી હોતી, પણ ખરું જુઓ તો આજના સમયમાં આપણા સોફા અન્ો પડદાના રંગો, કપડાંની પ્ોટર્ન અન્ો વાસણો સુધીની ડિઝાઈનમાં મોડર્ન આર્ટની અસર ઝલકે છે. દર થોડાં વર્ષોમાં આપણી રોજિંદા જીવનમાં વપરાતી ચીજો અત્યંત ધીમી ગતિથી બદલાયા કરે છે. એવામાં જરા વિચારો તો સમજાય કે આર્ટ અન્ો પ્રોડક્ટનો શું સંબંધ હોય છે. મિડટાઉન મેનહેટ્ટનમાં ફિફ્થ અન્ો સિક્સ્થ એવન્યુ વચ્ચે ફિફટી થર્ડ સ્ટ્રીટ પર આવેલું આ મ્યુઝિયમ શહેરનાં ટોન અન્ો તાલન્ો બરાબર માફક આવે ત્ોવું લાગતું હતું. આ મ્યુઝિયમનો છેલ્લી એક સદીથી દુનિયાભરની મોડર્ન આર્ટ પર અનોખું પ્રભુત્ત્વ ધરાવે છે. કારણ કે અહીં આર્ટ કલેક્શન અન્ો ક્યુરેશન ઉપરાંત નવી કલાના સર્જનન્ો પણ સ્થાન મળ્યું છે. દુનિયાભરનાં પ્ોઇન્ટિંગ્સ, ફોટોગ્રાફી, સ્કલપ્ચર, ઇલસ્ટ્રેટેડ બુક્સ, કોમિક્સ અન્ો ડિઝાઇન અન્ો આર્કિટેક્ચર અન્ો આર્ટ સંબંધિત દરેક વિષયન્ો ત્યાં આવરી લેવાયો છે. જો વધુ સમય હોય તો મોમા લાઇબ્રેરીમાં આ વિષયો પર ત્રીસ લાખથી વધુ પુસ્તકો પણ મોજૂદ છે. ત્ોમાંનાં ઘણાં તો દુર્લભ છે. ૧૯૨૯માં વિકસાવાયેલું આ મ્યુઝિયમ આજે ન્યુયોર્કની ઓળખનો એક અન્ોરો ભાગ બની ગયું છે. ત્ો સમયનાં રોકરફેલેર, સાખ્સ, સલિવન જેવાં ન્યુયોર્કનાં ખ્યાતનામ પરિવારો ત્ોના ડેવલપમેન્ટ અન્ો સંચાલનનો ભાગ હતાં. મોમાના ૧૯૩૦ નાં દશકનાં વાન ગૉગ કલેક્શન અન્ો પ્રદર્શનો ખુદ વાન ગૉગની લોકપ્રિયતામાં એવાં મહત્ત્વનાં બની ગયાં છે કે આજે પણ કોઈ પણ આંતરરાષ્ટ્રીય ઓફિસ ડેકોરમાં વાન ગૉગનાં ચિત્રો નજરે પડી જાય છે. ઓફિસમાં વાન ગૉગનાં ચિત્રોના ટ્રેન્ડ પાછળ મોમાનું પ્રદાન નકારી શકાય ત્ોમ નથી. બાકી ત્યાં પિકાસો, સિઝાન, મોન્ો અન્ો ફ્રિડા કાહ્લો સુધીનાં કલાકારોની કૃતિઓ હાજર છે. ત્યાંનાં સિન્ોમા અન્ો ફિલ્મ આર્કાઇવ પણ કલાકો માગી લે ત્ોવાં છે. મોમામાં વિતાવેલો ત્ો દિવસ કદાચ ન્યુયોર્કનો સૌથી યાદગાર પુરવાર થયો હતો. ત્યાંની એક એક લાઇન કોઈ કારણસર અર્થપ્ાૂર્ણ લાગી હતી. ત્યાં ઓગણીસમી સદીનાં પ્ોઇન્ટિંગ્સના વિભાગમાં એક માણસ વાન ગૉગની કૃતિ 'સ્ટારી નાઇટ્સ' સામે એવી રીત્ો ઊભો રહી ગયેલો કે હલવાનું નામ નહોતો લેતો. મોટાભાગનાં મુલાકાતીઓ પોતાનો વારો આવે ત્યારે કેનવાસ સામે ઊભાં રહેતાં અન્ો મન પડે ત્ો કૃતિનો ફોન કે કેમેરાથી ફોટો પાડી આગળ વધતાં. જેન્ો વધુ સમય સુધી આર્ટ વર્ક નિહાળવું હોય ત્ો એક્ઝિબિશન હોલ વચ્ચે રાખેલી બ્ોઠકો પર બ્ોસીન્ો કેનવાસ તાકી રહેતાં. એવામાં આ ભાઈ પંદર-વીસ મિનિટ સુધી હલવાનું નામ ન લે ત્ો જરા વિચિત્ર લાગ્ોલું. કોઈ એક્ઝિબિશનમાં ચિત્ર સામે કેટલી વાર સુધી ઊભા રહેવું ત્ોના કોઈ નિયમો તો નથી હોતા, પણ ત્ો દિવસ્ો આખો દિવસ ત્ો ભાઈ ત્યાં જ ઊભા રહેલા. પાછળથી જાણવા મળેલું કે ત્ો કોઈ પરફોમન્સ પીસ હોઈ શકે જેમાં ત્ો માણસ લોકોની ધીરજ ચકાસી રહૃાો હોય કે પછી વાન ગૉગનું 'સ્ટારી નાઇટ્સ' જોતાં માણસનું લાઈવ સ્કલ્પચર છે એવું પણ હોઈ શકે. આ બધી શક્યતાઓ મોડર્ન આર્ટ શા માટે સાધારણ લોકો માટે ઘણી વાર ચીઢનો વિષય બની જતું હોય છે એ યાદ અપાવતી હતી. ત્ો દિવસ્ો મોમા મ્યુઝિયમમાં મોડર્ન આર્ટના જે પાઠ ભણવા મળ્યા ત્ો બધાં પોઝિટિવ ન હતા, પણ બધા રસપ્રદ જરૂર હતા. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov%2BZfHVpsxaZtur4owYdQPph4METYmmr_39SfGs9JdqOw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment